SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ શિષ્યો તો ક્ષયોપશમ મુજબ ગ્રહણ કરે, તમને તમારી વિદ્વત્તાની ખુમારી હોય, તો ભોજરાજાના દરબારમાં વિજય મેળવીને આવો. સૂરાચાર્ય ગુરુમહારાજના આશીર્વાદ પામી ધારા નગરીમાં ગયા. ત્યાં આચાર્ય ચૂડ સરસ્વતીના ઉપાશ્રયમાં ઊતર્યા અને ધનપાળ કવિનો સાથ મેળવ્યો. ભોજ રાજાના દરબારમાં પ૦૦ પંડિતો સુરાચાર્યસામે વાદમાં ટકી શક્યા નહીં. ભોજરાજાને જુદા-જુદા ધર્મો શા માટે? એવી શંકાના સમાધાનમાં કહ્યું “જેમ એક નગરમાં જુદી જુદી સામગ્રી વેચતી દુકાનો હોય છે ને પ્રજામાંથી જેને જે જોઈતું હોય, તે તે દુકાનમાંથી ગ્રહણ કરે છે, તેમ જે વ્યક્તિને જેવા પ્રકારનો ધર્મ ગમતો હોય, એને એવા પ્રકારનો ધર્મ કરવાની સુગમતા રહે એ માટે જુદા જુદા ધર્મો છે” એમ કહી સમાધાન આપ્યું. પછી ભોજ રાજાએ પોતાના નગરના પંડિતોને હરાવી પોતાના રાજ્યનું અપમાન કર્યું એ મુદ્દાથી ક્રોધિત થઈ સૂરાચાર્યને મરાવવાનો ત્રાગડો રચ્યો, પણ આચાર્યભગવંત ધનપાળ કવિની સહાયથી ગુજરાત હેમખેમ આવી ગયા. તે વખતે સમસ્ત ગુજરાતે આનંદ મનાવ્યો. એમણે ‘શ્રી નેમિનાથ ચરિત્ર' અને ‘નાભેયનેમિદ્ધિસંધાન’કાવ્યની રચના કરી. છેલ્લે ૩૫ દિવસનું અનશન કરી સ્વર્ગે પહોંચ્યા. આચાર્ય દ્રોણાચાર્યનો કાળ સંવત ૧૦૬૦ થી ૧૧૪૫ અને સૂરાચાર્યનો કાળ ૧૦૭૦ થી સંવત ૧૧૫૦ સુધી મનાય છે. મહા મેધાવી, સમર્થ વ્યાખ્યાતા, રાજપૂજિત આચાર્યદેવ શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મ. બીજા યુગના ૧૮મા યુગપ્રધાન આચાર્ય : યુગપ્રધાનકાળ (વીર સંવત ૧૫૨૦ થી ૧૫૯૮) પ્રભુ મહાવીરસ્વામીના શાસનમાં ૨૦૦૪ યુગપ્રધાન આચાર્યભગવંતો થવાના છે, થયા છે, થશે. આ યુગપ્રધાન આચાર્યભગવંતોનો અલ્પાંશે તીર્થંકરતુલ્ય મહિમા હોય છે. આચાર્યદેવ શ્રીધર્મઘોષસૂરિ (જે ધર્મસૂરિ” તરીકે પણ ઓળખાતા હતા) છ ઘડીમાં (૧૪૪ મિનિટમાં) ૫૦૦ ગાથા ગોખી શકવા જેવી તીવ્ર મેધા-સ્મૃતિશક્તિ ધરાવતા હતા. તેથી જ ન્યાય, વ્યાકરણ, આગમ, પ્રકરણ ગ્રંથોના પ્રખર જ્ઞાતા અને ઉપદેશક હતા. આ આચાર્યભગવંતપર અંબિકાદેવી પ્રસન્ન હતી. નાગોર, શાકંભરી, અજમેર વગેરેના રાજાઓ આમના પરમ ઉપાસક હતા. આચાર્ય ભગવંતની પ્રેરણાથી અજમેરના રાજા Jain Education International For Private ચતુર્વિધ સંઘ વિશલદેવે જૈન ધર્મ સ્વીકારી પોતાના રાજ્યમાં તિથિઓના દિવસોમાં કતલ બંધ કરાવી અમારિપ્રવર્તન કરાવ્યું હતું. આ જ આચાર્ય ભગવંતની પ્રેરણાથી વિશલદેવ રાજાની માતા સુહવદેવીએ ૧૦૫ દેરાસરો બનાવ્યાં હતાં. જેમાં વિક્રમસંવત ૧૧૮૧ (અથવા ૧૧૯૧)માં પ્રગટેલા શ્રી લોધિ–ફળવૃદ્ધિ પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર આજે પણ પ્રસિદ્ધ છે. આચાર્ય ભગવંતે ધમ્મકપદુમો (ધર્મકલ્પદ્રુમ) ગૃહિધર્મપરિગ્રહપ્રમાણ મંગલસ્તોત્ર, પાર્શ્વનાથ-સ્તોત્ર વગેરે ગ્રંથો રચ્યા છે. એમના ઉપદેશથી નાહર, સુરાણા વગેરે ૧૦૫ ઓસવાળ અને ૩૫ શ્રીમાળી નવાં જૈન ગોત્રોની સ્થાપના થઈ. એમણે આચાર્ય રત્નસિંહસૂરિ વગેરે વીસ શિષ્યોને આચાર્ય બનાવ્યા. સાધુઓના સંયમની સુરક્ષા માટે સોળ શ્રાવકોની શ્રમણોપાસકસમિતિ પણ બનાવેલી. શાકંભરીનગરના મહામાત્ય ધનદેવ પણ આચાર્યભગવંતના પરમ ભક્ત હતા. એમના નામથી એમનો ધર્મઘોષગચ્છ પ્રસિદ્ધ થયો. મહાન પ્રવચનકાર મલધારી આચાર્ય હેમચંદ્રસૂરિ મહારાજ આ આચાર્યદેવ કલિકાળસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજના સમકાલીન પણ ઉંમર અને પર્યાયથી એમના કરતાં મોટા હતા. આ આચાર્યભગવંતના ગુરુદેવ મલધારી આચાર્ય અભયદેવસૂરિ તરીકે (પૂર્વે વર્ણવેલા બંને આચાર્ય અભયદેવસૂરિથી જુદા) પ્રસિદ્ધ હતા. આ આચાર્ય અભયદેવસૂરિએ જ વિક્રમસંવત ૧૧૪૨ના મહા મહિને રવિવારે શિરપુર (મહારાષ્ટ્રઆકોલાપાસે)માં શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી હતી. આચાર્ય અભયદેવસૂરિના ભક્તો તરીકે રણથંભોરના રાજા પૃથ્વીરાજ, ગ્વાલિયરના રાજા ભુવનપાળ, ચંદ્રવંશી રાજા એલક, સોરઠનો રાજા ખેંગાર વગેરે ગૌરવ અનુભવતા. સિદ્ધરાજ જયસિંહના મહામાત્ય સાંતુ પણ એમના ભક્ત હતા. આ આચાર્યભગવંત સંવત ૧૧૬૮માં પાટણમાં સ્વર્ગવાસી થયા. એમના શિષ્ય શ્રી મલધારી હેમચંદ્રાચાર્ય પૂર્વકાળમાં મહામાત્ય પ્રદ્યુમ્ન હતા. મોટી સંપત્તિ, રૂપાળી પત્નીઓ વગેરે છોડી-મંત્રીપદ છોડી દીક્ષા લીધી. ઉપરોક્ત આચાર્યદેવના શિષ્ય થયા. સ્વભાવથી જ શાંત, નમ્ર, વિનયવંત, સત્યપ્રિય અને ઉગ્ર તપસ્વી હતા. એમના વ્યાખ્યાનમાં મુખ્યતયા સિદ્ધર્ષિ ગણિકૃત Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy