SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ તેઓએ પ્રથમ દિગંબર સાધુઓના સંગથી દિગંબર દીક્ષા લીધેલી ને “મહાકીર્તિ' નામથી ઓળખાતા, પણ કાશીમાં જ એકવાર બહેનના ઘરે આહારનિમિત્તે ગયા ત્યારે તેમના કમંડળમાં રાખી મુકેલા પાણીમાં પોરા થયેલા જોઈ બહેને ટીણો માર્યો- “સર્વજ્ઞનું શાસન જીવદયાનું છે, તે તમે ભૂલી ગયા લાગો છો.” આથી મહાકર્તિને પણ સાચી વાત સમજાઈ. પછી બહેનના કહેવાથી અને શ્વેતામ્બર આચાર્ય જિનસિંહસૂરિના ઉપદેશથી સત્ય માર્ગ સ્વીકાર્યો. આચાર્યભગવંતના શિષ્ય થયા. અલ્પકાળમાં જ સર્વશાસ્ત્રનિપુણમતિ થયેલા જોઈ ગુરુભગવંતે આચાર્યપદવી આપી. ત્યારથી આચાર્ય માનતુંગસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. કાશીમાં હર્ષ રાજાની સભામાં “કાદમ્બરી' કાવ્યના રચયિતા બાણકવિ અને “સૂર્યશતક'ના રચયિતા મયૂર કવિ (જમાઈ-સસરા)એ ક્રમશઃ ચંડી દેવી અને સૂર્યદેવના પ્રભાવથી ચમત્કાર કરી બતાવ્યા. ત્યારે બ્રાહ્મણ પંડિતોની વાહ વાહ થઈ. ભેગા ભેગા જૈનોની નિંદા થઈ. ત્યારે આચાર્ય માનતુંગસૂરિએ રાજાને કહ્યું- “તમે મને આખા શરીરે બેડીઓ સાથે ઓરડામાં પૂરી બહારથી મજબૂત તાળા લગાવી દો. રાજાએ તેમ કર્યું. પછી આ આચાર્યભગવંતે ઋષભદેવ ભગવાનની સ્તુતિરૂપે ભક્તામરસ્તોત્ર'ની રચના કરી. આ સ્તોત્રની પ્રત્યેક ગાથાએ એક એક બેડી તૂટતી ગઈ. ૪૪ ગાથા પૂરી થતાં જ બધાં બંધનો તૂટી ગયાં. ઓરડાનાં દ્વાર ખુલી ગયાં ને આચાર્યભગવંત રાજા પાસે પહોંચી ગયા. આમ જૈનશાસનનો પણ જબરદસ્ત પ્રભાવ વધ્યો. જૈનોને અત્યંત પવિત્ર ગણાતા સ્મરણમાં આ “ભક્તામર સ્તોત્ર'નો સાતમા સ્તોત્ર તરીકે સમાવેશ થયો છે. આજે પણ હજારો જૈન સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા વર્ગ આ સ્તોત્રનો પાઠ કર્યા પછી જ મોંમા પણી નાખે છે. આ જ આચાર્યદેવે ધરણેન્દ્ર દેવ દ્વારા પ્રાપ્ત અઢાર અક્ષરી મંત્રના પ્રભાવે પોતાનો રોગ મટાડ્યો ને “નમિઉણસ્તોત્ર’ બનાવ્યું. નવસ્મરણમાં આ સ્તોત્ર પાંચમાં સ્તોત્ર તરીકે સ્થાન પામ્યું છે. આમ અનેક રીતે જૈનશાસનની પ્રભાવના કરી વિદ્વાન આચાર્યદેવે પોતાનું આત્મહિત સાધ્યું. કાન્યકુન્શનરેશ આમરાજપ્રતિબોધક, વાદિગજકેસરી, ચારિત્રધર્મથી દેદીપ્યમાન આચાર્યદવ બપ્પભટ્ટ સૂરિ જન્મસ્થળ : પંજાબમાં ડુબાઉધી ગામ, પિતા : બપ્પ, માતા : ભટ્ટિ, પોતાનું નામ : સુરપાળ, સમય : વિ.સં. ૮૦૦ ચતુર્વિધ સંઘ ભાદરવા સુદ ત્રીજ. આ સુરપાળ છ વર્ષના હતા ત્યારે આચાર્ય સિદ્ધસેનસૂરિને સ્વપ્નમાં એવો સંકેત થયો કે એક બાળકસિહ એક જ કુદકે દેરાસરના શિખર પર ચડી ગયો ને બીજે દિવસે જ દેરાસર જતાં આ સુરપાળ દેખાયો. એથી આને જબ્બર જેનશાસનનો પ્રભાવક જાણી સંવત ૮૦૭ના વૈશાખ સુદ ત્રીજે માતા-પિતાની સંમતિથી દીક્ષા આપી અને માતા-પિતાનું નામ રાખવા બપ્પભટ્ટિ નામ રાખ્યું (બીજું નામ ભદ્રકીર્તિ પણ આવે છે). આ મુનિ એક વાર વાંચે તે યાદ રાખી લેતા. રોજની હજાર ગાથા ગોખતા. એમને સરસ્વતી દેવી સાક્ષાત થઈ હતી. આ બાળ મુનિને આમ રાજકુમાર સાથે પહેલેથી મૈત્રી હતી. આમ રાજા કનોજના રાજા યશોવર્મના પુત્ર હતા ને પછી રાજા બન્યા હતા. આ રાજાની વિનંતીથી માત્ર અગિયાર વર્ષની ઉંમરે સંવત ૮૧૧ના ચૈત્ર વદ આઠમે બપ્પભટ્ટ મુનિને ગુરુદેવે આચાર્યપદવી આપી. ત્યારથી જ આ બાળ આચાર્યે વાવજીવ માટે છ વિગઈનો ત્યાગ કર્યો હતો. બીજા પંડિતોએ શ્લોકાદિરૂપે રચેલી સમસ્યાઓના ઉત્તર આપવામાં આ આચાર્યદેવ કુશળ હતા. આમના નૈતિક બ્રહ્મચર્યની પરીક્ષા કરવા આમ રાજાએ એક રૂપસુંદરીને રાતે એમના ઉપાશ્રયમાં મોકલેલી. પેલીએ આચાર્યભગવંતને વશ કરવા ઘણા પ્રયત્ન કર્યા, પણ આચાર્ય ભગવંત વશ થયા નહીં. પછી રૂપસુંદરીએ રાજાને કહ્યું-“અગ્નિ સમાન અમને પામીને ભલભલા પુરુષો મીણની જેમ પીગળી ગયા. પણ આ આચાર્યદેવ પથ્થરથી બન્યા છે, જરા પણ પીગળ્યા નહીં.” આ આચાર્યદેવના ભક્ત ગૌડદેશના ધર્મરાજા પણ હતા. વાપતિરાજને પણ છેલ્લી અવસ્થામાં આ આચાર્યદેવે સાચો ધર્મ પમાડ્યો હતો. આ આચાર્યદેવે વર્ધનકુંજર નામના બૌદ્ધવાદીને વાદમાં હરાવી ધર્મ રાજા અને આમ રાજા વચ્ચે પરસ્પર મૈત્રી કરાવી હતી. આ આચાર્યદેવે અંબિકાદેવીની સહાયથી યુદ્ધવગર શાંતિભર્યા પ્રયત્નથી દિગંબરોના હાથમાં ગયેલા ગિરનાર તીર્થપરના ચેત્યો ફરીથી શ્વેતામ્બરોને અપાવ્યા. આ આચાર્યદેવે બાવન પ્રબંધો રચ્યા છે. તેમની રચેલી “ચતુર્વિશતિ જિન સ્તુતિ અભુત સંસ્કૃત સ્તુતિઓ છે. એમનું રચેલું “સરસ્વતી સ્તોત્ર' પણ હાલમાં ઉપલબ્ધ છે. આચાર્યદેવ સંવત ૮૯૫માં ૯૫ વર્ષની વયે સ્વર્ગવાસી થયા. રાજા ભોજે બહુમાનપૂર્વક અગ્નિસંસ્કાર કર્યો. એમની પાટે એમના જેવા જ વિદ્વાન આચાર્યો ગોવિંદસૂરિ અને નમ્નસૂરિ આવ્યા. આ બંને આચાર્યોને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy