SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા પેટે સોનાનો પાટો બાંધતા. (જાણે કે જ્ઞાન બહાર ન પડી જાય!) વાદી વિજેતાના સૂચનરૂપે કોદાળી અને નિસરણી સાથે રાખતા ને સમસ્ત જંબુદ્રીપમાં પોતે જ શ્રેષ્ઠ વિદ્વાન છે એ સૂચવવા હાથમાં જાંબુ વૃક્ષની ડાળી રાખતા પોતાને સર્વજ્ઞ માનતા એમની પ્રતિજ્ઞા હતી કે હું જેમનું વચન સમજી ન શકું તેમનો શિષ્ય થઈશ ! આ પંડિતને એકવાર ગાંડા હાથીથી બચવા જૈન દેરાસરમાં પ્રવેશવાનું થયું, ત્યારે જિનપ્રતિમા જોઈ મશ્કરી કરેલી. એક વાર રાતે ઘર તરફ જતાં સાધ્વીઓના ઉપાશ્રય આગળથી પસાર થતી વખતે સ્વાધ્યાય કરતી સાધ્વીઓના મુખેથી આવશ્યક નિયુક્તિ ગ્રંથની મતાંતરે સંગ્રહણી ગ્રંથની ‘ચક્કી દુર્ગં’ ગાથા સાંભળી. એ સાંભળી એના અર્થનો વારંવાર વિચાર કર્યો પણ અર્થ સમજી શક્યા નહીં. ઉપાશ્રયમાં પ્રવેશ્યા. ત્યાં ધાકિની' નામની મહત્તરા સાધ્વીજી પોતાના સમુદાય સાથે બિરાજમાન હતાં. એમની પાસે જઈ ગાથાનો અર્થ નમ્રભાવે પૂછ્યો. ત્યારે સાધ્વીજી અર્થ જાણતા હોવા છતાં જૈનશાસનની મર્યાદાને સમજીને કહ્યું–“આનો અર્થ સમજવા તમે અમારા ગુરુ આચાર્યભગવંત બીજા ઉપાશ્રયમાં બિરાજે છે, ત્યાં જાવ." હરિભદ્ર બ્રાહ્મણ બીજે દિવસે આચાર્યદેવ જિનભદ્રસૂરિ પાસે જતાં પહેલાં દેરાસરમાં ગયા, ત્યારે મનના ભાવ બદલાઈ ગયા હોવાથી જિનપ્રતિમાને જોઈ ભાવવિભોર થઈ સ્તુતિ કરી. પછી આચાર્યભગવંત પાસે ગયા. આચાર્યભગવંતે અર્થ વિસ્તારથી સમજાવ્યો. પછી આ હિરભદ્ર બ્રાહ્મણે પોતાની પ્રતિજ્ઞાના પાલનરૂપે દીક્ષા લીધી. તે વખતે વિચ્છેદ પામી રહેતા પૂર્વગત શ્રુતના આંશિક પ્રવાહ વહેતા હતા. હરિભદ્રસૂરિએ એ સમસ્ત આગમને આત્મસાત કર્યું. પ્રકાણ્ડ વિદ્વત્તા જોઈ આચાર્યપદવી અપાઈ, ત્યારથી શ્રીહરિભદ્રસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. પોતાના ભાણેજ સાધુઓ-હંસ-પરમહંસ બૌદ્ધાચાર્યોના નિમિત્તે મરણને શરણ થયા, ત્યારે ક્રોધે ભરાયેલા શ્રીહરિભદ્રસૂરિએ ૧૪૪૦ બૌદ્ધાચાર્યોને વાદમાં હરાવી મારી નાખવાનો સંકલ્પ કરી સુરપાળ રાજાની સભામાં બૌદ્ધાચાર્યોને વાદ માટે આહ્વાન કર્યું અને જે હારે તે કડકડતા તેલની કઢાઈમાં પડી મરે' એવી શરત કરી,' પણ પછી એમના ગુરુદેવે આ આકરી શરત અટકાવવા ગુણસેન-અગ્નિશર્માના નવભવની ગાથા મોકલી ક્રોધ શાંત કરાવ્યો. આચાર્ય હરિભદ્રસૂરિએ બૌદ્ધાચાર્યોને હરાવ્યા. પછી પોતાના હિંસક સંકલ્પ માટે ગુરુદેવ પાસે પ્રાયશ્ચિત્ત Jain Education International For Private ૧૫ લીધું–અને પ્રાયશ્ચિત્તરૂપે ૧૪૪૦ ગ્રંથો બનાવ્યા (ચતુર્વિશતિ પ્રબંધ). ભાણેજ શિષ્યોના વિરહનો શોક અંબિકાદેવીની વિનંતીથી પડતો મૂક્યો. પછી ‘વિરહ’ અથવા ‘ભવિરહ’ શબ્દથી અંકિત ૧૪૪૦ ગ્રંથો બનાવ્યા (મતાંતરે ૧૪૪૪ ગ્રંથો બનાવ્યા). લલ્લિગ નામનો ગરીબ શ્રાવક આમના પ્રભાવથી શ્રીમંત થયેલો. તેથી રાતે પણ ગ્રંથ રચના થઈ શકે તે માટે ઉપાશ્રયમાં પ્રકાશ પાથરતાં રત્નને મૂકી શ્રુતભક્તિ કરેલી. આ આચાર્યદેવ પોતાને ‘યાકિની મહત્તરાસૂનુ' તરીકે ઓળખાવતા. તેઓ ‘સૂરિપુરંદર’ અને ‘સમદર્શી’ તરીકે વિખ્યાત છે. એમના જેટલા ગ્રંથો પ્રાયઃ બીજા કોઈ આચાર્યોએ રચ્યા હોય, તેવો ખ્યાલ નથી. હાલ પ્રાયઃ ૮૮ ગ્રંથો સાક્ષાત કે નામથી ઉપલબ્ધ થાય છે. એમના ગ્રંથની સાક્ષી સાક્ષાત ચૌદપૂર્વધરની સાક્ષીની જેમ માન્ય ગણાય છે. એમની તટસ્થબુદ્ધિ, પક્ષપાતરહિતતા ધ્યાનાકર્ષક રહી છે. એમના તમામ ઉપલબ્ધ ગ્રંથો જૈનશાસનમાં અત્યંત શ્રદ્ધાપૂર્વક ભણાય છે. પ્રાકૃતમાં ‘સમરાઈચ્ચકહા’ અદ્ભુત ગ્રંથ છે. એમની ‘લલિત વિસ્તરા’ નામની શક્રસ્તવપરની ટીકાગ્રંથને વાંચી ‘ઉપમિતિભવ-પ્રપંચકથા’ જેવા સંસ્કૃત સાહિત્યમાં શિરમોર ગ્રંથના રચયિતા શ્રીસિદ્ધર્ષિ ગણિની બૌદ્ધમતમાં સ્થિર થયેલી ને જૈનમતપરની તૂટી ગયેલી શ્રદ્ધા બદલાઈ ગયેલી. પછી શ્રીસિદ્ધર્ષિ ગણિ જૈનમતમાં સ્થિર બુદ્ધિવાળા થયા. સૂરિપુરંદર આચાર્યદેવના ‘આવશ્યકનિયુક્તિટીકા’, ‘દસવૈકાલિકસૂત્રટીકા', ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય’, ‘પગ્દર્શનસમુચ્ચય’, ‘અષ્ટક’, ‘ષોડશક’, ‘પંચાશક’, ‘પંચવસ્તુ’, ‘વિંશિકા પ્રકરણ’, ‘યોગશતક', ‘યોગદૃષ્ટિ સમુચ્ચય', ‘યોગબિંદુ’, ‘ઉપદેશપદ’, ધર્મબિંદુ’, ધર્મસંગ્રહણિ' વગેરે ગ્રંથો અત્યારે જૈન વર્ગમાં પાઠ્યપુસ્તક જેવા ગણાય છે. આસ્તિકતા, ધર્મશ્રદ્ધા, સિદ્ધાંતવાદ, દાર્શનિક મીમાંસા, શાંતરસ, ઉદારતા અને યોગની સાક્ષાત મૂર્તિ સમા આ આચાર્યદેવ સંવત ૭૮૫માં સ્વર્ગવાસ પામ્યા. ધર્મ-તત્ત્વ-અધ્યાત્મ-કર્મ-અનેકાંત વગેરે દરેક વિષયના જિજ્ઞાસુએ એમના ગ્રંથો અવશ્ય વાંચવા જોઈએ. ‘ભક્તામર સ્તોત્ર' તેમજ 'નમિઉણ સ્તોત્ર'ના કર્તા તથા મંત્રયુક્ત સ્તોત્રની રચના દ્વારા જિનશાસનની વિશિષ્ટ પ્રભાવના અને શ્રી સંઘની રક્ષા કરનારા આચાર્યદેવ માનતુંગસૂરિ જન્મ સ્થળ : કાશી, પિતા : ધનદેવ, જાતિ : બ્રહ્મક્ષત્રિય. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy