SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ન્યાયવિશારદ સ્વ. પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. અમદાવાદ કાળુશીની પોળના રહીશ ચિમનભાઈના ધર્મપત્ની ભૂરીબહેનની કુક્ષિએ વિ. સં. ૧૯૬૭ ચૈ. વદ છઠના દિવસે જન્મ થયો. નામ પડ્યું કાન્તિભાઈ. આજના સી.એ.ની સમકક્ષ ઉચ્ચતર વ્યાવહારિક શિક્ષણ સપુરસ્કાર પ્રાપ્ત કરવા છતાં સુવિશુદ્ધ બ્રહ્મચર્યમૂર્તિ સ્વ. પૂ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના સંપર્કથી વૈરાગી બન્યા ને લઘુભ્રાતા પોપટલાલ સાથે ચાણસ્મા મુકામે શ્રી ભટેવા પાર્શ્વનાથદાદાની છત્રછાયામાં વિ. સં. ૧૯૯૧ પોષ સુદ ૧૨ના દિવસે દીક્ષા લઈને મુનિ શ્રી ભાનુવિજયજી બન્યા, ઊછળતો વૈરાગ્ય, આજીવન ગુરુકુલવાસ, અત્યંત અપ્રમત્તસાધના, તીક્ષ્ણ બુદ્ધિપ્રતિભા, સતત સ્વાધ્યાયમગ્નતા આ બધાના સથવારે અલ્પપર્યાયમાં વિશિષ્ટ બહુશ્રુત ગીતાર્થ બન્યા. ન્યાયશાસ્ત્ર, ષગ્દર્શનમાં સવિશેષ નિપુણતા પ્રાપ્ત કરી. શાસ્ત્રોનું સંક્ષિપ્ત અને છતાં સરળ-સુગમ દોહન તારવાની વિશેષ હથોટી ધરાવનારા બન્યા ને તેથી ન્યાય–વૈશેષિક દર્શનમાં સરળ પ્રવેશ માટેનો જેવો ગ્રન્થ સેંકડો વર્ષોમાં બ્રાહ્મણ પંડિતો ન બનાવી શક્યા એવા ‘ન્યાયભૂમિકા' નામના ગ્રન્થની એમણે રચના કરી, જે જોઈને હિંદુ પંડિતોના મુખમાંથી પણ “ધન્ય-ધન્ય' ઉદ્ગાર સરી પડ્યા. ‘લલિતવિસ્તરા’નું ગુજરાતી વિવેચન પરમ તેજ’, પંચસૂત્ર’નું વિવેચન–ઉચ્ચપ્રકાશના પંથે', ‘શ્રી યોગદૃષ્ટિસમુચ્ચયનાં વ્યાખ્યાનો' તેઓશ્રીની તર્કપ્રધાન શાસ્ત્રાનુસારી દાર્શનિક શૈલીની જીવંત યશોગાથા છે. તેઓશ્રીના ક્ષયોપશમમાં ન્યાય-તર્ક એવા વણાઈ ગયેલા કે રોજિંદુ વ્યાખ્યાન હોય કે ઉપદેશાત્મક લેખ હોય તર્ક આવ્યા વિના ન રહે. તે તે સ્તવન-સજ્ઝાયના રહસ્યાર્થોને પણ તર્કસંગત કર્યા વિના તેઓની બુદ્ધિ જંપતી નહોતી. વિક્રમની વસમી એવી વીસમી આ સદીમાં નાસ્તિકતા અને ભોગવિલાસ જ્યારે ચોતરફ ખૂબ વકર્યાં છે, ત્યારે પણ હજારો યુવાનોને શ્રદ્ધા અને આચરણમાં ધર્માભિમુખ રાખનારા ધાર્મિક શિબિરના તેઓશ્રી આદ્ય પ્રેરણાદાતા ને આઘ વાચનાદાતા હતા. ભાવુકો ધર્મમાર્ગે અને વૈરાગ્યમાર્ગે આગળ વધતા રહે એ માટે તેઓશ્રીએ શતાધિક પુસ્તકો અને ૪૨-૪૨ વર્ષ સુધી દિવ્યદર્શન સાપ્તાહિક’ લોકભોગ્યભાષામાં પ્રકાશિત કરાવ્યું હતું. ઇષ્ટફળસિદ્ધિ વગેરે શાસ્ત્રીય બાબતોમાં તેઓશ્રીની માર્ગાનુસારી પ્રજ્ઞાએ પ્રકાશિત કરેલા પદાર્થો શાસ્ત્રાનુકારી Jain Education International કા ચતુર્વિધ સંઘ For Private & Personal Use Only BROWS સાબિત થયા હતા. કોઈપણ સમુદાયના મહાત્મા હોય....કોઈના - પણ શિષ્ય હોય. શાસનનું રત્ન કેમ બને? એ માટે તેઓશ્રી સતત પ્રયત્નશીલ રહ્યા. કોઈની પણ રોગાદિ પીડા વખતે સમાધિ જાળવવામાં–નિર્યામણા કરાવવામાં તેઓશ્રી માહેર હતા ને સક્રિય હતા. વિ.સં. ૨૦૪૯ ચૈ. વદ ૧૩ના રોજ અમદાવાદ મુકામે અત્યંત સમાધિપૂર્વક કાળ કરનારા તેઓશ્રીનો શ્રમણ સમુદાય, આજે વિદ્યમાન સર્વ સમુદાયોમાં સર્વાધિક શ્રમણો ધરાવે છે. વર્ધમાન તપની ૧૦૮ ઓળી કરવાથી વર્ધમાન તપોનિધિ તરીકે પ્રસિદ્ધ થયેલા, તપ-ત્યાગ-તિતિક્ષામૂર્તિ, સિદ્ધાન્તમહોદધિ સ્વ. પૂ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાંકિત પટ્ટધર એવા પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.નાં ચરણો ં લાખ-લાખ વંદન. (સૌજન્ય : શ્રી સત્યેનભાઈ શાહ-મુંબઈ) www.jainelibrary.or
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy