SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ‘નયરહસ્ય’, ‘સ્યાદ્વાદ રહસ્ય' વગેરે ૧૦૮ ગ્રન્થોની એમણે રચના કરી હતી. આ ઉપરાંત અન્ય પણ ઢગલાબંધ ‘સ્વોપજ્ઞવૃત્તિ’સહિત ગ્રન્થો રચ્યા છે તો સ્વતંત્ર ગ્રન્થો પણ રચ્યા છે. અન્યકર્તૃક ગ્રન્થો પર વૃત્તિ પણ રચી છે તો ગુજરાતીભાષામાં સ્તવન-સજ્ઝાય-ઢાળ-ટબો વગેરે રચીને લોકભોગ્ય સાહિત્ય પણ રચ્યું છે. એક વિશેષતા તો ખરી જ, ભલેને ‘કર્મપ્રકૃતિવૃત્તિ’ જેવો કર્મવિષયક ગ્રન્થ કેમ ન હોય? નવ્યન્યાયની શૈલીથી તર્કપૂર્ણ ચર્ચા આવે જ. જૈનવાડ્મયમાં નવ્યન્યાયનો પ્રવેશ કરાવવાનો અને એના દ્વારા પદાર્થોને વધુ ચોક્કસ રીતે પ્રરૂપવાનો મુખ્ય યશ તેઓશ્રીને ફાળે જાય છે. કેવલજ્ઞાનકેવલદર્શન અંગેના ક્રમિકવાદ, યુગપાદ અને એકત્વવાદ. આ ત્રણે મતોનો જુદા-જુદા નયનું આલંબન લઈને સમન્વય કરવાનો યશ પણ તેઓ શ્રીમને ફાળે છે. ઓઠ્ય વ્યંજન (૫, ફ, બ, ભ, મ)નો ઉપયોગ કર્યા વગર કરવાના તર્કકર્કશવાદમાં તેઓશ્રીને ખંભાતમાં વિજયની વરમાળા વરી હતી. આચાર્યશ્રી દેવસૂરિજી મહારાજાની અનુજ્ઞાથી અને શ્રીસંઘની આગ્રહભરી વિનંતીથી તેઓ શ્રીમદ્ન વિ.સં. ૧૭૧૮માં ઉપાધ્યાય પદથી અલંકૃત કરાયા હતા. વિ. સં. ૧૭૪૩માં ડભોઈ નગરીમાં ચાતુર્માસ કર્યું અને પછી ત્યાં જ અનશન કરીને પંડિતમરણને તેઓશ્રીએ સાધ્યું હતું. તેઓશ્રીનું સમાધિમંદિર આજે પણ ત્યાં તેઓશ્રીની યશોગાથા ગાઈ રહ્યું છે. બાલ્યવયમાં માતાની સાથે ગુરુમુખે ‘શ્રી ભક્તામરસ્તોત્ર’નું શ્રવણ કરતાં કરતાં જ શુદ્ધ ઉચ્ચાર સાથે કંઠસ્થ કરી લેનાર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરનાં ચરણોમાં લાખ લાખ વંદન. મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિવર ‘વિદ્યા વિનય વિવેક વિચક્ષણ, લક્ષણલક્ષિત દેહા જી; સોભાગી ગીતારથ સારથ સંગત સખર સનેહા જી.'' મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે જેમના માટે આવા શબ્દો વાપર્યા છે તે મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મ., જગદ્ગુરુ શ્રી હીરસૂરિ મ.ના શિષ્ય ઉપા. શ્રી કીર્તિવિજય વાચકના શિષ્ય હતા. તેઓ આગમજ્ઞાનના દરિયા હતા, એ એમના ‘લોકપ્રકાશ’ ગ્રન્થ પરથી જણાય છે, જેમાં સેંકડો સાક્ષી પાઠો એમણે આપ્યા છે. તેઓ વ્યાકરણના પણ ખાં હતા એ તેઓશ્રીના ‘હેમપ્રકાશ’ ‘હેમલઘુપ્રક્રિયા’ વગેરે ગ્રન્થ પરથી જણાય છે. તેઓશ્રીની કવિત્વશક્તિનો પરિચય ‘શ્રી શાન્તસુધારસ’ કાવ્યમાં થાય છે. વિવિધ રાગોમાં ગાઈ શકાય એવાં ગેયકાવ્યો Jain Education International For Private ૧૦૧ સંસ્કૃતભાષામાં આંગળીના વેઢે ગણાય એટલાં પણ મળતાં નથી ત્યારે ‘શાન્તસુધારસ’ની આવી રચના તેઓશ્રીની વિશિષ્ટ પ્રતિભાની ચાડી ખાધા વિના રહેતી નથી. તે સિવાય પણ ‘ઇંદુદૂત’કાવ્ય અને ગુજરાતી ભાષામાં સ્તવનાદિની રચેલી ઢગલાબંધ કૃતિઓ પણ તેઓની કવિત્વશક્તિને જણાવ્યા વિના રહેતી નથી. ‘શ્રી કલ્પસૂત્રસુબોધિકાવૃત્તિ' પણ તેઓશ્રીની અમરકૃતિ છે. શ્રી જૈનવાડ્મયમાં બહુ જ વિરલ કહેવાય એવું સૌભાગ્ય તેઓના ગ્રન્થોને મળ્યું છે. પ્રતિવર્ષ પર્યુષણા પર્વ દરમ્યાન, કોઈ પણ સમુદાયના મહાત્મા હોય, પણ લગભગ બધા તેઓશ્રીની ‘સુબોધિકાવૃત્તિ’ જ વાંચે છે, ‘કલ્પસૂત્ર’ પર અનેક વૃત્તિઓ રચાયેલી હોવા છતાં. વળી એને વહોરાવવાના-પૂજવાના ચઢાવા પણ પ્રતિવર્ષ હજારો-લાખો રૂપિયામાં ઠેર ઠેર થાય છે તથા પ્રતિ વર્ષ ચૈત્રી અને આસો....એમ બંને શાશ્વતી ઓળીમાં તેઓશ્રીની કૃતિ ‘શ્રીપાળરાજાનો રાસ' ગામોગામ વંચાય છે. આવી જ એમની અન્ય એક સૌભાગ્યશાળી કૃતિ છે પુણ્યપ્રકાશનું સ્તવન’ કોઈને પણ જીવનની અંતિમપળો ને સાધનામય-નિર્યામણામય બનાવવી હોય તો આ સ્તવનને યાદ કરવું જ પડે. સંપન્ન શ્રાવકો તો સો–બસો-પાંચસો સાધર્મિકોને ભેગા કરી ગુરુ ભગવંતના મુખે આ સાંભળવાનો ખાસ કાર્યક્રમ રાખતાં હોય છે. (રાજસ્થાનીઓમાં આ રિવાજ વિશેષરૂપે છે.) એ જ રીતે શાસ્ત્રીયપદાર્થો માટે લોકપ્રકાશ અને વૈરાગ્યની ૧૬ ભાવનાઓ માટે ‘શાન્તસુધારસ’ને સહુ કોઈ યાદ કરે એવાં આ ગ્રન્થોનાં માન–સ્થાન છે. ‘નયકર્ણિકા’, ‘ત્રિંશજલ્પસંગ્રહ' (ગદ્ય), પાંચ સમવાયકારણના સ્તવનની ૬ ઢાળો' આ બધી કૃતિઓ તથા ન્યાયાચાર્ય શ્રીમદ્યશોવિજયજી મ.ના ધર્મપરીક્ષા' ગ્રન્થની ‘સ્વોપજ્ઞવૃત્તિ’ની રચનામાં કરેલી સહાય આ બાબતો શ્રી વિનયવિજય મ.ની ન્યાય—તર્કકલાને જરૂર સૂચવે છે. વિ. સં. ૧૭૩૮નું ચાતુર્માસ સુરત પાસે રાંદેરમાં કર્યું. શ્રી સંઘના આગ્રહથી ‘શ્રીપાળ–મયણાના રાસ'ની રચના શરૂ કરી. ૭૫૦ ગાથાની રચના થઈ ગઈ પણ પછી તેઓનો સ્વર્ગવાસ થવાથી એ રાસની પૂર્ણાહૂતિ તેઓના વિશ્વાસભાજન શ્રીમદ્ યશોવિજયજી મહારાજે કરી. વણિક જ્ઞાતિના સદ્ગૃહસ્થ શ્રી તેજપાલ અને તેમના ધર્મપત્ની રાજશ્રીના પુત્રરત્ન મહોપાધ્યાય શ્રી વિનયવિજય ગણિવરનાં ચરણોમાં લાખ-લાખ વંદન. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy