SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૧૦૩ જૈન ધર્મ-દિવાકશે . પંન્યાસશ્રી અજિતશેખરવિજયજી ગણિવર મ. સા. પ્રસ્તુત લેખમાળામાં ભગવાન મહાવીર સ્વામીજીની પરંપરામાં થયેલા શાસ્ત્રવિશારદજૈનધર્મદિવાકરો-જૈન શાસન પ્રભાવક આચાર્ય ભગવંતોની સંક્ષિપ્ત જાણકારી આપવામાં આવી છે. છેલ્લાં ૨૫૩૦ વર્ષોમાં અનેકાનેક પ્રસિદ્ધપ્રસિદ્ધ જૈનાચાર્યોએ પોતાની તપોમયસાધનામય-બ્રહ્મચર્યમય-જ્ઞાન–પ્રતિભાથી જૈન શાસનરૂપી આકાશને ઝળહળતું કર્યું છે અને ભવ્ય જીવો રૂપી કમળને વિકસિત કર્યા છે. જૈનસંઘમાં થયેલા કેટલાંક દિવાકરરૂપ આચાર્યોની ઝાંખી કરાવાઈ છે. ભલે જૈનધર્મ દિવાકરોરૂપી વિશાળ સરોવરમાંથી અહીં ચુલુરૂપ આચાર્યદર્શન જ કરાવાયું હોય પણ સરોવરના સલીલની મધુરી મીઠાશ તો એક ચુલ્લુથી પણ અનુભવી શકાય છે. આ લેખમાળામાં સ્થાન પામેલા ચરિત્રોમાં ગ્રંથસર્જનકારોનું પ્રાબલ્ય છે. મંત્રશક્તિના જ્ઞાતાઓની પણ જરૂર ઉલ્લેખ છે. શાસનપ્રભાવનાની ઝલકો પણ ક્યાંક ક્યાંક દષ્ટિગોચર થાય છે. આવા પૂજ્ય જૈનાચાર્યોનો આપણને પરિચય કરાવનાર પ્રસ્તુત લેખમાળાના લેખક પૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી અજિતશેખરવિજયજી મહારાજ વર્તમાનકાલીન જૈન શાસનમાં અગ્રગણ્ય વિદ્વાન મહાત્માઓની હરોળમાં ગણાય છે. પૂજ્ય આચાર્ય શ્રી પ્રેમ–ભુવનભાનુ-જયઘોષ ધર્મજિત-જયશેખર–અભયશેખરસૂરિ આદિ પવિત્ર ગુરુવર્યોના પરમ કૃપાપાત્ર શિષ્ય છે. જ્ઞાન-સાધના કરવી તથા જ્ઞાન-સાધક અન્યને સહાયક થવું, રુચિ-રસ ઊભાં કરવાં એ પૂજ્યશ્રીનો શ્રેષ્ઠ ગુણ છે. જ્ઞાનાવરણીયના અદ્ભુત ક્ષયોપશમથી શાસ્ત્રના કઠિન-જટિલ ગણાતા પદાર્થોને સહેલાઈથી બીજાના મગજમાં ઉતારવાની હથોટી ધરાવqાર પૂજ્યશ્રી શ્રેષ્ઠ પ્રવચનકાર છે. જ્યાં જ્યાં વિચરણ કરે છે ત્યાંની વ્યક્તિને પૂજ્યશ્રીના નિર્દભ-નિષ્કપટ, શાંતિપ્રિયતા વગેરે ગુણવૈભવ પ્રત્યે આકર્ષણ સાહજિક થઈ જાય છે. વકતૃત્વકલાની જેમ લેખનકલામાંય પૂજ્યશ્રી માહિર છે. બાળ-યુવાન-વૃદ્ધ દરેક પૂજ્યશ્રી દ્વારા લિખિત ૩૫ જેટલા પુસ્તકોનું રસપૂર્વક વાચન કરે છે. સ્યાદ્વાદમંજરી-પ્રતિમાશતક, ધર્મસંગ્રહણી ભાગ-૧ તથા ભાગ૨ આ ગ્રંથોના કરેલ સુંદર અનુવાદનું વાચન ચતુર્વિધ સંઘમાં થઈ રહ્યું છે. આવા ગુણનિધિ પૂજ્યશ્રીના ચરણે લાખ લાખ વંદન કરી પૂજ્યશ્રી લિખિત લેખમાળાનું અવગાહન કરીએ.... શ્રુતજ્ઞાનને રક્ષિત અને અસ્મલિત બનાવનારા આચાર્ય ઔદિલસરિ આદિ આચાર્યો ઉત્તરમથુરાના બ્રાહ્મણ મેઘરથ અને બ્રાહ્મણી રૂપસેનના આ પુત્રે બ્રહ્મદ્વિપી શાખાના આચાર્ય સિંહસૂરિ પાસે દીક્ષા લીધેલી ને અનુક્રમે આચાર્ય થયા. બાર વર્ષીય દુકાળના કારણે જૈનસંઘની સંખ્યા ઘટવા પર અને શ્રત ભુલાવા માંડતાં એમણે વિ.સં. ૧૫૩માં ઉત્તર મથુરામાં આચાર્ય મધુમિત્ર અને આચાર્ય ગંધહતિ વગેરે ૧૨૫ સ્થવિર મુનિવરોના સહકારથી અગિયાર અંગસૂત્રોને વ્યવસ્થિત કરવા શ્રમણ સંઘ ભેગો કર્યો હતો. આ “માઘુરીવાચના' તરીકે પ્રસિદ્ધ થયું. આ આચાર્યદેવ ત્રણ પૂર્વ જેટલા શ્રતના જ્ઞાની હતા અને યુગપ્રધાન ગણાતા હતા. એમને સાથ આપનારા ગંધહસિઆચાર્યે અંગસૂત્રો પર અનેક વિવરણો રચ્યાં અને તત્ત્વાર્થસૂત્ર પર “એંશી હજાર શ્લોક પ્રમાણ મહાભાષ્ય રચ્યું હતું. એજ અરસામાં નાગેન્દ્રવંશના શ્રી નાગંજનસૂરિએ દક્ષિણ પથમાં સંઘને ભેગો કરી આગમવાચનાઓ કરી હતી. • આ જ સ્કંદિલસૂરિ નામના પૂર્વે પણ આચાર્ય વીર સંવત ૩૭૬ થી ૪૧૪ સુધી યુગપ્રધાન તરીકે રહ્યા. તેઓ “પંડિલસરિ' Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy