SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ધારાનગરી તરફ વિ. સં. ૧૦૮૩ આસપાસ વિહાર કરાવ્યો. એક રાતે શ્રી સરસ્વતીદેવીએ આશીર્વાદ આપ્યા કે તમે તમારો હાથ ઊંચો કરીને વાદ કરશો તો દરેક સ્થાને વિજય વરશો. ધારાના આગલા મુકામે ભોજ સામે આવ્યો ને કહ્યું કે ધારાના ઉદ્દામવાદીઓમાંથી જેટલાને જીતશો એટલા લાખ માલવી દ્રમ્મ તમને આપીશ. સૂરિજીએ ૮૪ વાદીઓને જીત્યા. બીજા ૫૦૦ વાદીઓ ધારામાં આવી પહોંચ્યા. ઇનામ આપવાના દ્રવ્યના વિચારે રાજા મૂંઝાયો. કવિ ધનપાલ રાજાના મનને પામી ગયો. તેણે કહ્યું : “આચાર્યનું નામ શાંતિ છે, પણ વાદીઓ સામે વેતાલ જેવા છે, માટે હવે વાદની જરૂર નથી. રાજાએ આચાર્યશ્રીને ૮૪ લાખ દ્રમ્પ આપવાના હતા. એ દ્રવ્યથી ધારામાં જૈનમંદિર બંધાવવામાં આવ્યાં. રાજાએ એમને ‘વાદીવેતાલ' બિરુદ આપ્યું. એમણે ‘તિલકમંજરી’માં ઉત્સૂત્ર ન રહે એટલા પૂરતું સંશોધન કરી આપ્યું. વાદીવેતાલ શ્રી શાંતિસૂરિ મહારાજે ૪૧૫ રાજકુમારોને જૈન બનાવેલા ને ધૂળનો કોટ પડી જવાની આગાહી કરી ૭૦૦ શ્રીમાલી પરિવારોને બચાવ્યા ને દૃઢ જૈનધર્મી બનાવ્યા હતા. તેઓએ ‘ઉત્તરજ્જીયણ પાઈયટીકા’, ‘જીવવિયારપયરણ’, ‘સંઘાચારચૈત્યવંદનભાષ્ય’, ધમ્મરયણપયરણ’ ને ‘પર્વપંજિકા’ (જેનું ૭મું પર્વ ગૃહશાંતિ છે)... આ ગ્રન્થોની રચના કરી હતી. આમાંની પાઈયટીકા વાદસ્થાનો—અપૂર્વ તર્કોથી ભરેલી હોઈ શ્રીવાદીદેવસૂરિ મહારાજે કુમુદચન્દ્ર સાથેના વાદમાં એનો ઉપયોગ કર્યો હતો. વ્યાખ્યાનમાં આવતી નાગિનીદેવીને બેસવા માટે આચાર્યશ્રી પાટલા પર વાસક્ષેપ નાખતા. એક દિવસ એ ભૂલી ગયા, એટલે દેવીએ કહ્યું : “હવે તમારું આયુષ્ય માત્ર ૬ મહિના છે. માટે ગચ્છની વ્યવસ્થા અને પરભવની સાધના કરી લેવી જોઈએ.'' બીજે જ દિવસે પોતાના ત્રણ શિષ્યોને આચાર્ય બનાવ્યા. એમાંથી શ્રી શાલિભદ્રસૂરિ અને શ્રી સર્વદેવસૂરિની શિષ્યપરંપરા લાંબાકાળ સુધી ચાલી હતી. આ. શ્રી મુનિચન્દ્રસૂરિ મ.ને પદર્શનનો અભ્યાસ કરાવનાર પૂ. વાદીવેતાલ આ. શ્રી શાંતિસૂરિ મ.નાં ચરણોમાં લાખ લાખ વંદન. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર મોગલસમ્રાટ અકબર બાદશાહના પ્રતિબોધક જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજની પરંપરામાં થયેલા શ્રી નયવિજય મ.સા. પાસે, પાટણ નજીક કનોડુ ગામના જૈન વણિક્ શ્રેષ્ઠી નારાયણની ધર્મપત્ની શ્રાવિકા સૌભાગ્યદેવીની કુક્ષિથી જન્મેલા જશવંતકુમારની વિ. સં. ૧૬૮૮માં દીક્ષા થઈ. નામ પડ્યું મુનિ Jain Education International ચતુર્વિધ સંઘ तस्मै श्री गुखे नमः महोपाध्याय पूज्यपाद श्री यशोविनयजी गणी. (આચાર્યશ્રી યશોદેવસૂરિજી મ.ના કલાસંગ્રહમાંથી સાભાર) યશોવિજય. સહોદર પદ્મસિંહ પણ દીક્ષિત થઈ બન્યા મુનિ પદ્મવિજય. મુનિ શ્રી યશોવિજયજીની તેજસ્વિતા, બુદ્ધિપ્રતિભા અને સુયોગ્યતા વગેરેને અવધાનના પ્રયોગ દ્વારા પિછાણીને આવર્જિત થયેલા શ્રેષ્ઠી શ્રી ધનજી સુરાએ ગુરુ ભગવંતને વિનંતી કરી કે આ મહાત્માને કાશી જઈ વિદ્યાભ્યાસ કરાવો તો શ્રી જૈનશાસનને બીજા હિરભદ્રસૂરિ મ. કે હેમચંદ્રસૂરિ મ. મળશે. એ માટેની બધી વ્યવસ્થાનો લાભ પણ પોતે જ લેવાની તત્પરતા બતાવી ને તદ્નુસાર ગુરુ ભગવંત સાથે તેઓનો વિહાર કાશી તરફ થયો. ગંગાનદીના કિનારે ઐકારના જાપથી શ્રી સરસ્વતીદેવીને પ્રસન્ન કરી વરદાન મેળવ્યું. કાશીમાં ૩ વર્ષ અને પછી આગ્રામાં ચાર વર્ષ સુધી પ્રકાંડ વિદ્વાન્ ભટ્ટાચાર્ય પાસે ષદર્શન વગેરેનું તલસ્પર્શી અધ્યયન કર્યું. કાશીમાં બહારથી આવેલા વિદ્વાને વાદનો પડકાર ફેંક્યો. કોઈ ઝીલી ન શક્યું, કોઈ જીતી ન શક્યું....ત્યારે તેઓશ્રીએ એ પડકારને ઝીલી લીધો ને સ્યાદ્વાદનું આલંબન લઈને વિજય મેળવ્યો..... વળી સો ગ્રન્થો રચ્યા એટલે કાશીના વિદ્વાનોએ એમને ‘ન્યાયવિશારદ' અને ‘ન્યાયાચાર્ય’ આ બે માનવંતાં બિરુદ આપ્યાં હતાં. પા For Private & Personal Use Only તેઓ શ્રીમદે સંસ્કૃત-પ્રાકૃત અને ગુર્જર ગિરામાં અનેક અજોડ રચનાઓ કરી છે. જેના નામના અંતે રહસ્ય આવે એવા www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy