SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્ર સૂ. મ.સા. વિ.સં. ૧૧૪૫ કારતક સુદ પૂનમ શનિવારે ગુજરાતમાં ધંધુકામાં મોઢવણિક ચાચિંગની પત્ની પાહિનીદેવીની કુક્ષિએ ચાંગદેવનો જન્મ થયો. આચાર્યશ્રી દેવચંદ્રસૂરિ મહારાજે એકવાર ઉપાશ્રયમાં આવેલા ચાંગદેવને જોયો. શુભલક્ષણોથી મહાન્ શાસનપ્રભાવક રત્ન તરીકે પિછાણીને આચાર્યદેવે પાહિનીદેવી પાસે બાળકની માંગણી કરી. સ્વ-પર : લ્યાણને નજરમાં રાખીને માતાએ ચાંગદેવને આચાર્યશ્રીને સમર્પિત કર્યો. પિતાના વિરોધને ઉદાયનમંત્રીએ કળપૂર્વક શાંત કર્યો. ચાંગદેવની યોગ્યતા જોઈને ખંભાત મુકામે વિ. સં. ૧૧૫૦માં દીક્ષા આપવામાં આવી અને નામ મુનિ સોમચંદ્ર પડ્યું. ભગવતી વાગદેવીની કૃપાના બળે અલ્પકાળમાં જ સર્વ વિદ્યાના પારગામી બન્યા. પ્રચંડ પુણ્યાઈ પણ હતી જ. વિ. સં. ૧૧૬૨માં શ્રી સંઘસમક્ષ ગુરુદેવે તૃતીયપદે આરૂઢ કર્યા ને ત્યારથી તેઓ શ્રી હેમચન્દ્રસૂરિ કહેવાયા. સિદ્ધરાજ જયસિંહ અને પરમાર્હત્ કુમારપાળ મહારાજાને પ્રતિબોધ કરીને શ્રી જૈનશાસનની ખૂબ જાહોજલાલી કરાવી. જડબેસલાક અારિ પ્રવર્તન કુમારપાળ રાજા દ્વારા કરાવ્યું. શ્રી સૂરિમંત્રની બીજી પીઠિકાના અધિષ્ઠાયિકા શ્રી ત્રિભુવનસ્વામિની દેવી દ્વારા પોતાના અને કુમારપાળ રાજાના ભવ વગેરે જાણીને કહ્યા. એક જ વર્ષમાં સાંગોપાંગ શ્રી સિદ્ધહેમ વ્યાકરણની રચના કરી. કોશ-સાહિત્ય-અલંકાર-છંદ-દર્શન- ઇતિહાસ – કાવ્ય-યોગ–ન્યાય-સ્તુતિ-સ્તોત્ર આદિ વિષયોને લઈને અનેક શાસ્ત્રોની રચના કરી. તત્કાલીન લગભગ કોઈ વિષય એવો નહોતો જેનું તેઓશ્રીએ ખેડાણ કર્યું ન હોય. આ સર્વતોમુખી પ્રતિભા–વિદ્વતાના કારણે તેઓ કલિકાલસર્વજ્ઞ કહેવાયા. અધધધ થઈ જાય એટલું સાડા ત્રણ કરોડથી વધુ શ્લોક પ્રમાણ સાહિત્યની રચના દ્વારા તેઓશ્રીએ શ્રી જૈનશાસનની શ્રુતસંપત્તિમાં ખૂબ સમૃદ્ધિ આણી. પોતાનાં ઉપકારી માતા પાહિનીદેવને દીક્ષા પણ અપાવી ને ઠેઠ પ્રવર્તિની પદ સુધી પણ પહોંચાડ્યાં. અંતિમ સમયે અદ્ભુત સમાધિ આપી. શ્રી રામચન્દ્રસૂરિ મહારાજ, શ્રી મહેન્દ્રસૂરિ મહારાજ, શ્રી ગુણચન્દ્રવિજય ગણિવર વગેરે એમના પ્રભાવક શિષ્યો હતા. આજે પણ ગુજરાતની પ્રજામાં દયા વગેરેના જે થોડા ઘણા પણ સંસ્કારો જોવા મળે છે તેના મૂળમાં તેઓશ્રી હતા. વિ. સં. ૧૨૨૯ માં ૮૪ વર્ષની ઉંમરે કાળ કરીને તેઓ ચોથા દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યમાં ઉત્પન્ન થયા છે. Jain Education International For Private ----- ગુજરાતમાં સારસ્વતયુગતા સ્થાપક ભારતવર્ષતા મહાત જૈતાચાર્ય કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય Personal Use Only ૧૬૫ ગુજરાત જેને માટે ગૌરવ લઈ શકે તેવી મહાન વિભૂતિ હેમચંદ્રાચાર્ય. એમને વિદેહ થયાને લગભગ નવસો વર્ષ થવા આવ્યાં છતાં કવિતઅને વ્યાકરણ, છંદ અને અલંકાર, ઇતિહાસ અને પુરાણ, કોશ અને ન્યાય, યોગ અને અધ્યાત્મ, ત્યાગ અને તપસ્યા, જપ અને ધ્યાન, સંયમ અને સદાચાર, રાજકારણ અને લોકકલ્યાણ એવાં વિવિધ ક્ષેત્રોને આવરી લેનારું છસાત દાયકા જેટલા દીર્ઘકાળ સુધીનું જેવું ચિરંજીવ કાર્ય એમણે કર્યું તેવું કાર્ય ભાગ્યે જ બી કોઈ વ્યક્તિએ કર્યું હશે. એમના પ્રતાપે જ ગુજરાતમાં સારસ્વતયુગનાં પગરણ મંડાયાં, એમના પ્રબળ પુરુષાર્થે જ મા શારદાનું ગુજરાતમાં સિંહાસન સ્થપાયું અને ગુજરાતી પ્રજાનાં ભાષા, સાહિત્ય અને સંસ્કારો સમૃદ્ધ બન્યાં. હેમચંદ્રાચાર્યજી ચિરકાળ સુધી અમર બની રહેશે. www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy