SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ વાદવિજેતા શ્રી વાદી દેવસર મહારાજ વીરનાગ નામના સંગ્રહસ્થની જિનદેવી નામની શ્રાવિકા પત્નીએ એકવાર રાત્રે સ્વપ્નમાં પોતાના ઉદરમાં પ્રવેશતા ચંદ્રને જોયો. સવારે પોતાના ગુરુ શ્રી મુનિચન્દ્રસૂરિને બધી વાત કરી ને પ્રભાવક પુત્રપ્રાપ્તિ થવાની વાતથી વધારે હર્ષાવિત બની. ક્રમશઃ વિ. સં. ૧૧૪૩માં પુત્રજન્મ થયો. નામ રાખ્યું પૂર્ણચન્દ્ર. મધાહુત નામના ગામમાં મારી ફેલાવાથી વીરનાગ સપરિવાર ભરૂચ આવ્યા. વિચરતાં વિચરતાં ત્યાં પધારેલા પૂ. મુનિચન્દ્રસૂરિ મ.ની પ્રેરણાથી માતા-પિતાની સંમતિ મળતાં ૯ વર્ષની ઉંમરે પૂર્ણચન્દ્રની દીક્ષા થઈ, નામ પડ્યું રામચંદ્ર. તર્ક-લક્ષણ-ન્યાય અને સાહિત્યશાસ્ત્રનો સાંગોપાંગ અભ્યાસ કર્યો. આચાર્યપદ પૂર્વે જ અનેક વાદીઓ સાથે વાદ થયા ને સર્વેમાં વિજયની વરમાળા વર્યા. એમના પૂ. શ્રી વિમલચંદ્ર, સોમચંદ્ર (સંભવિત પાછળથી પૂ. આ. શ્રી હેમચન્દ્ર સૂ. મ.) વગેરે સાત વિદ્યાવ્યાસંગી પરમમિત્રો હતા. ૧૧૭૪માં ગુરુજીએ આચાર્યપદવી આપી દેવસૂરિ' તરીકે જાહેર કર્યા. શાસનદેવી તેઓશ્રીને પ્રત્યક્ષ દર્શન આપતાં હતાં. એમનાં ચરણોદકથી સિદ્ધરાજનો અંબાપ્રસાદ મંત્રી નિર્વિષ બનેલો. કમુદચંદ્ર નામના દિગંબર ભટ્ટારકે એક શ્વેતાંબર વૃદ્ધ સાધ્વીને હેરાન કર્યા. ફરિયાદ શ્રી દેવસૂરિ મહારાજ પાસે પહોંચી, એટલે પાટણમાં સિદ્ધરાજની સભામાં કુમુદચન્દ્ર સાથે મોટો વાદ યોજાયો. સાલ હતી ૧૧૮૧ ને શરત હતી જે હારે એને પોતાના આખા સંઘ સાથે ગુજરાત છોડી દેવાનું. અકાર્ય તર્ક અને શાસ્ત્રનવચનોના બળે શ્રી વાદીદેવસૂરિ મહારાજે કુમુદચંદ્ર પર વિજય મેળવ્યો. એમના આ વિજયની કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્ર સુ.મ. વગેરે આચાર્યોએ ખૂબ ખૂબ અનુમોદના કરી છે. અન્યાન્ય દર્શનોની માન્યતાઓનું નિરસન કરી જૈનદર્શનની સર્વોપરિતા સાબિત કરતો “પ્રમાણનયતત્તાલોક' તેઓશ્રીનો સૂત્રાત્મક ગ્રન્થ છે ને એના પર તેઓશ્રીએ જ સ્યાવાદ-રત્નાકર' નામે આકરટીકા લખી છે, જેમાં પ્રમાણનયના વિસ્તૃત નિરૂપણ સાથે તત્કાલીન દરેક દાર્શનિક વિષયોના પર્વપક્ષોનું વિસ્તારપૂર્વક વર્ણન કરીને તે દરેકનું વિકલ્પોની જાળ બિછાવી અત્યંત તર્કપૂર્ણ ખંડન કર્યું છે. વિશાળગ્રન્થમાં વચ્ચે વચ્ચે તેઓની કવિત્વશક્તિ પણ ઝળહળ્યા વિના રહી નથી. ચતુર્વિધ સંઘ તેઓએ અન્ય પણ “મુનિચંદ્ર ગુરુ થઈ વગેરે ગ્રંથો રચ્યા છે એમ ત્રિપુટી મહારાજનું કથન છે. શ્રી ભદ્રેશ્વર સૂરિ મ., શ્રી માણેકસૂરિ મ., શ્રી રત્નપ્રભસૂરિ મ. વગેરે અનેક વિદ્વાનુપ્રભાવક શિષ્યોનો પરિવાર તેઓશ્રી ધરાવતા હતા. વિ. સં. ૧૨૨૯માં ૮૩ વર્ષની ઉંમરે સમાધિપૂર્વક કાળધર્મ પામેલા, વાદીઓમાં દેવસમાન એવા શ્રી વાદીદેવસૂરિ મહારાજનાં ચરણોમાં લાખ લાખ વંદન. આ. શ્રી રત્નાપભસૂરિ મહારાજ “અતિનિર્મળબુદ્ધિવાળા ભદ્રેશ્વર અને પ્રવરયુક્તિરૂપી સુધાના ઝરણારૂપ રત્નપ્રભ જો સહાયક તરીકે છે તો મારે ગ્રન્થરચનામાં શું તકલીફ પડવાની?” આ રીતે “સ્યાદ્વાદરત્નાકર'ના પ્રથમ પરિચ્છેદના અંતે ખુદ શ્રી વાદીદેવસૂરિ મહારાજે જેમને યાદ કર્યા છે તે રત્નપ્રભસૂરિ મ.ના જન્મ, ગામ વગેરેની માહિતી મળી શકતી નથી, પણ એમણે પોતે જ રચેલ શ્રી નેમિનાથ ચરિત્ર'ની પ્રશસ્તિમાં પોતે જ લખ્યું છે કે “શ્રી દેવસૂરિ મ.ની આજ્ઞાથી લઘુભ્રાતા એવા શ્રી વિજયસેનસૂરિ મ. એ એમને દીક્ષા આપી હતી.” કુમુદચન્દ્ર સાથેના વાદકાળે તેઓ પણ વિદ્વાનું બની ચૂકેલા છે, માટે ૧૧૮૧ પૂર્વે એમની દીક્ષા થઈ ગયેલી છે એમ જણાય છે. વળી શ્રી ધર્મદાસગિવિરચિત ઉપદેશમાળાની વિશેષવૃત્તિ “અપરનામ દોઘટ્ટી ટીકા' એમણે ભરૂચ મુકામે વિ. સં. ૧૨૩૮માં પૂર્ણ કરી છે, માટે એ પછી જ એમનો કાળધર્મ થયો હોવો સ્પષ્ટ છે. ‘પ્રમાણનયતત્તાલોક'ની સ્વોપજ્ઞવૃત્તિ ગ્રન્થ “સ્યાવાદરત્નાકર” તો ખરેખર રત્નાકર = સમુદ્ર શો વિશાળ છે. એમાં અવતરણ કરવાને નૌકાસમાન લઘુટીકા “રત્નાકરઅવતારિકા'ની રચના એ રત્નપ્રભાચાર્યની કાવ્ય-વ્યાકરણ-શબ્દકોશ પરની પ્રભુતાની સાથે ન્યાય-તર્ક પરની પ્રભુતાની અવ્વલ કક્ષાની દ્યોતક છે. લાંબા લાંબા સમાસ, સ્થાને સ્થાને વ્યંજનોના પ્રાસ, ક્યાંક ક્યાંક વિશેષ કલ્પનાશીલ પદ્યો, શ્રી હરિભદ્રસૂરિ કૃત ‘અનેકાન્તજયપતાકા'ની સ્મૃતિ કરાવે એવી પક્ષ-પ્રતિપક્ષ વગેરે વિકલ્પોની જાળ, આ બધું એમને સહજ છે. ઈશ્વર-કર્તુત્વવાદના ખંડન અવસરે માત્ર તિ અને તે પ્રત્યયાન્ત ક્રિયાપદો, પ્રથમ, તૃતીયા અને ષષ્ઠી એકવચનાન્સ નામનાં રૂપો અને ત-થ-દ-ધ-ન-પફ-બે–ભ–મ–૨–૧–લ–વ આ તેર વ્યંજનોનો જ ઉપયોગ કરીને તેઓશ્રીએ પોતાની ભાષા પરની પણ મજબૂત પકડને સહજ રીતે વ્યક્ત કરી છે. તવાલીક' અને સ્યાદ્વાદરનાકર' સિવાય Jain Education Intemational Jain Education Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy