SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ કોઈપણ ગ્રન્થ મૂળગ્રન્થના નામથી જ પ્રસિદ્ધ થતો હોય છે, વૃત્તિગ્રન્થનું નામ તો ક્યારેક સાવ વિસરાઈ જાય એટલી હદે પણ ગૌણ થઈ જતું હોય છે, પણ શ્રી મલ્લિષ્ણસૂરિ મહારાજની પ્રાસાદિક છતાં પ્રૌઢ, (તર્કકર્કશ નહીં, પણ) સુગમ છતાં તર્કપૂર્ણ એવી શૈલી ને કોઈ અકલ્પનીય સૌભાગ્ય' આના કારણે ગ્રન્થ મૂળના નામથી નહીં, પણ વૃત્તિના નામથી પ્રસિદ્ધ થયો છે. જૈન પ્રાચીન ન્યાયમાં પ્રવેશ કરવાના ઇચ્છુકે ‘સ્યાદ્વાદમંજરી' કર્યા વિના છૂટકો જ નહીં, એવાં આજે આ ગ્રન્થનાં માન–સ્થાન છે. એનું કારણ છે બહુ સૂક્ષ્મચર્ચાના કારણે થતી બોઝિલતાનો અભાવ ને છતાં જૈનદર્શનમાન્ય લગભગ બધા મુખ્ય દાર્શનિક પદાર્થોનું તર્કપૂર્ણ મંડન. તેઓશ્રીએ ‘સજ્જનચિત્તવલ્લભ' નામે એક અન્ય માત્ર ૨૫ બ્લોકમય નાની પણ કમનીય કૃતિના રચયિતા શ્રી મલ્લિષણસૂરિનાં ચરણોમાં લાખ-લાખ વંદન. થયેલા સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજ પૂર્વધર મહર્ષિઓની નિકટના કાળમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજ પૂર્વાવસ્થામાં ચિત્તોડના મહારાણાના રાજપુરોહિત હતા. બ્રાહ્મણ હોવાના નાતે દર્શનશાસ્ત્રો સહિત હિંદુશાસ્રોના પ્રકાંડ વેત્તા હતા. પોતાની વિદ્વતાનો એમને એવો ખ્યાલ હતો કે “જગતમાં કોઈ એવું શાસ્ત્ર નથી જેને હું ન સમજી શકું” ને સાથે માનસિક પ્રતિજ્ઞા હતી કે “કદાચ ન સમજું તો એ સમજવા માટે જરૂર પડ્યે સમજાવનારનો જીવનભર ગુલામ થઈને રહું.” આમ તો જૈન ધર્મના પક્કા દ્વેષી હતા. પણ એક વખત સાધ્વીજીના મુકામ પાસેથી પસાર થતી વખતે સ્વાધ્યાય કરાતી ‘સંગ્રહણી’ શાસ્ત્રની ‘ચક્કીદુર્ગં હરિપણગં.....' એ ગાથા સાંભળી. જૈન ઇતિહાસના અજાણ તેઓને ગાથાનો અર્થ સમજાયો નહીં, એટલે સાધ્વીજીના મુકામમાં ગયા. સાધ્વીજીઓના વિશાલ વૃંદને શાંત-પ્રશાંત અને જ્ઞાન-ધ્યાનમાં મગ્ન જોઈને એમના તરફ અને જૈન ધર્મ તરફ આકર્ષાયા. પ્રવર્તિની સાધ્વીજીને અર્થ પૂછ્યો. એમણે અર્થ આવડતો હોવા છતાં દીર્ઘદૃષ્ટિ વાપરી આચાર્યભગવંત શ્રી જિનભદ્રસૂરિજી મ. પાસે જઈને અર્થ પૂછવા જણાવ્યું. ગયા. આચાર્યો છે જિનધરમના દક્ષ વ્યાપારી શૂરા. આકૃતિ, વેશ અને બોલ પરથી ઉત્તમ પાત્રતા પિછાણીને આચાર્ય ભગવંતે કહ્યું “એકડે એકથી ભણવું પડે.” “ભણાવો.” “પણ આ વેશમાં નહીં, સાધુપણું લેવું પડે.” “તૈયાર છું.” દીક્ષા આપીને મુનિ હરિભદ્ર બનાવ્યા. Jain Education International For Private ચતુર્વિધ સંઘ વિદ્વત્તા તો હતી જ ને સાથે સાથે અપૂર્વ જ્ઞાન સંપાદન કરવાની તીવ્ર લગન હતી. આગમશાસ્ત્રોમાં ડૂબી ગયા. જીવ અને જડનું વાસ્તવિક પણ અપૂર્વ સ્વરૂપ જાણીને હૈયું શાસ્ત્રો પર ઓવારી ગયું.-‘દા ઝળાહારૂં કુંતા ગડ઼ ળ હુંતો નિખાયો....'' એમના મુખમાંથી ઉદ્ગાર નીકળ્યા : “હા! હા! જો જિનાગમ ન હોત તો અમારા જેવા અનાથની શું હાલત થાત!' બે ભાણેજ મુનિઓ હંસ અને પરમ હંસનાં બૌદ્ધોના કારણે મોત થયાં. એટલે બૌદ્ધો સાથે વાદ કરવા ગયા. બૌદ્ધ વિદ્વાનોને જીતતા ગયા ને શરત મુજબ હારેલા ૧૪૪૪ બૌદ્ધભિક્ષુઓને મરવાનું હતું. ગુરુતત્ત્વ વહારે આવ્યું. સમરાદિત્યકેવલી અને અગ્નિશર્માના નવભવોને જણાવતી ત્રણ ગાથા મોકલી. ક્રોધના દારુણ વિષયો નજર સામે તરવરવા લાગ્યા. હરિભદ્રસૂરિજીનો ક્રોધ શાંત થયો. બૌદ્ધોને ક્ષમા આપી. ગુરુભગવંત પાસે આવી ક્રોધનું પ્રાયશ્ચિત્ત માંગ્યું. ગુરુદેવે પણ એમના વ્યક્તિત્વને અનુરૂપ ૧૪૪૪ ગ્રન્થોની રચના કરવાનું પ્રાયશ્ચિત્ત આપ્યું, જે તેઓશ્રીએ સ્વીકાર્યું ને અમલમાં મૂક્યું. આગમોપર વિવેચનો લખ્યાં. આગમોમાંથી તેમજ વિસ્મૃતિના પંથે જઈ રહેલા પૂર્વોમાંથી પદાર્થોનું સંકલન કરી ગ્રન્થો બનાવ્યા. વળી વધુ ને વધુ પદાર્થોને તર્કપૂર્વક રજૂ કરવાનો નવો ચીલો સ્થાપ્યો. સ્યાદ્વાદ જ યથાર્થવાદ છે એ સિદ્ધ કરતાં ઢગલાબંધ ગ્રન્થો દાર્શનિક શૈલીથી ને દાર્શનિક ચર્ચાઓથી યુક્ત બનાવ્યા. આ ઉપરાંત યોગની આઠ દૃષ્ટિઓ, પ્રણિધાન વગેરે પાંચ આશયો, ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ, સામર્થ્યયોગ, સ્થાન– વર્ણાદિ પાંચ યોગો, પ્રીતિ વગેરે અનુષ્ઠાન આવા બધા યોગોની સ્પષ્ટ સમજણ આપતા ગ્રન્થો સર્જ્યો. ૧૪૪૪ ગ્રન્થોની સર્જનયાત્રા આ રીતે મંઝિલે પહોંચવાના આરે આવી. છેલ્લા ગ્રન્થ તરીકે પ્રભુવીરની સ્તુતિરૂપ-સંસારદાવાનલ સૂત્ર'ની રચના ચાલુ હતી. અવસ્થા પણ અંતિમ આવવા માંડી છે. છેલ્લી સ્તુતિની પ્રથમ આમૂલાલોલ. પંક્તિ બોલતાં ગળામા કફ ભરાઈ ગયો એટલે ખોંખારો ખાતાં જોરથી “ઝંકારારાવસારા...” બોલ્યા, માટે સંઘમાં પણ આ ત્રણ લીટીઓ મોટેથી બોલાય છે. આવાં સેંકડો શાસ્ત્રોના સર્જક મહા....મહા...મહાપંડિત હોવા છતાં કૃતજ્ઞતા એવી હતી, જે સાધ્વીજી મહારાજના હિસાબે પ્રતિબોધ પામ્યા. એમને ક્યારેય વીસર્યા નહીં ને પોતાને એમના ધર્મપુત્રરૂપે “યાકિનીમહત્તરાસૂનું!” આ શબ્દોથી ઓળખાવ્યા. એમના લગભગ દરેક ગ્રોના અંતે ‘વિરહ’ શબ્દ આવતો હોવાથી તેઓશ્રી ‘વિરહાંક્તિ' પણ કહેવાયા. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy