SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા સં. ૧૦૫૦ના વચલા કાળમાં થયા છે. ‘સન્મતિતર્ક પ્રકરણ' પર લગભગ ૨૫૦૦૦ શ્લોક પ્રમાણ ‘તત્ત્વબોધવિધાયિનીવૃત્તિ'ના તેઓ વૃત્તિકાર છે. એમના કાળ સુધીમાં સંસ્કૃતભાષામાં કોઈ જ દાર્શનિક ગ્રન્થ આટલો વિસ્તૃત રચાયો હોવાનું જાણવામાં આવ્યું નથી. પાછળના ગ્રન્થકારોએ એમની આ વૃત્તિને ગુણાનુરૂપ ‘વાદમહાર્ણવ’ એવું નામ પણ આપ્યું છે ને એમણે આપેલા તર્કોનો સહારો પણ ઠેરઠેર લીધો છે. વાદીવેતાલ શ્રી શાંતિસૂરિમહારાજે એમનો ‘પ્રમાણશાસ્ત્રના ગુરુ’ એવો સબહુમાન ઉલ્લેખ કર્યો છે. પ્રવચનસારોદ્ધાર’, ‘શ્રી પાર્શ્વનાથચરિત્ર’ તથા ‘પ્રભાવક-ચરિત્ર’ની પ્રશસ્તિમાં પણ તેઓશ્રીનું સબહુમાન સ્મરણ કરવામાં આવ્યું છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પણ સ્વકીય અનેક ગ્રન્થોમાં તેઓશ્રીના આ વ્યાખ્યાગ્રન્થમાંથી ઉદ્ધરણો લીધાં છે. અલબત્ત એમની અન્ય કોઈ કૃતિઓ જાણવામાં નથી....છતાં આ એક જ કૃતિ એમના પ્રૌઢ જ્ઞાનની સબળ સાક્ષી છે. તત્કાલીન લગભગ બધા જ દાર્શનિક વિષયોનું એમનું જ્ઞાન તલસ્પર્શી હતું. બધી ચર્ચાઓમાં તેઓનું જે લક્ષ્યબિન્દુ છે કે ‘અનેકાન્તવાદ એ જ સર્વોત્કૃષ્ટ છે' એવી સ્થાપના કરવી, તે લક્ષ્યબિન્દુને હાંસલ કરવાની એમની ક્ષમતા પરિપૂર્ણ છે ને તેથી એમાં તેઓ સુપેરે સફળ થયા છે. એક દર્શનની માન્યતાના સહારે અન્યદર્શનની માન્યતાનું ખંડન કરવું એ એમની શૈલી છે ને એના દ્વારા છેવટે સર્વદર્શનોરૂપી નદીઓ જૈનદર્શન નામના સમુદ્રમાં આવી મળે છે. એવા શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિના વિધાનનું એમણે સફળ સમર્થન કર્યું છે. નવ અંગો પર વૃત્તિ રચનારા નવાંગીટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજ કરતાં તેઓશ્રી જુદા છે ને પ્રાચીન છે. વાદીવેતાલ શ્રી શાંતિસૂરિ મ.ના વિદ્યાગુરુ પૂ. આ. શ્રી અભયદેવસૂરિ મ.નાં ચરણોમાં લાખ લાખ વંદન. શ્રી મલ્લિવાદીસૂરિ મહારાજ બૌદ્ધોને અને બૌદ્ધવ્યંતરદેવોને વાદમાં જીતનાર શ્રી મલ્લવાદી સૂરિ મહારાજ વિક્રમના પાંચમા સૈકામાં થયા હતા એવો ઇતિહાસવિદોનો અભિપ્રાય છે. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિના ‘સન્મતિતર્કપ્રકરણ’ પર તેઓએ વૃત્તિ રચી હતી એવો ઉલ્લેખ શ્રીહરિભદ્રસૂરિ મહારાજે ‘અનેકાંત જયપતાકા’માં કરેલો છે ને એમાં ‘વાદીમુખ્ય’ આવું વિશેષણ વાપરીને પોતાનો બહુમાનભાવ વ્યક્ત કર્યો છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પણ સમ્યક્ત્વની ૬૭ બોલની સજ્ઝાયમાં આઠ પ્રભાવકના ઢાળમાં, “ત્રીજો વાદી રે તર્કનિપુણ ભર્યો મલ્લવાદી પરે જેહ; Jain Education International For Private ૧૬૩ રાજદ્વારે રે જયકમલા વરે ગાજીંતો જિમ મેહ, ધનધન૦' આ રીતે શ્રી મલ્લવાદીસૂરિને ત્રીજા પ્રભાવક તરીકે જણાવ્યા છે. તેમનો જન્મ વલ્લભીપુરમાં માતા દુર્લભદેવીના ત્રીજા પુત્ર તરીકે થયો હતો. મામા શ્રી જિનાનંદસૂરિએ બહેન અને ત્રણે ભત્રીજાઓને દીક્ષા આપી. ત્રીજા શ્રી મલ્લમુનિ બહુ તેજ ક્ષયોપશમવાળા હતા. ગુરુભગવંતે એક ગોપનીય પુસ્તક વાંચવાનો નિષેધ કર્યો હોવા છતાં ગુરુની ગેરહાજરીમાં એ પુસ્તક ખોલ્યું. એનો પ્રથમ શ્લોક' વિધિનિયમભંગવૃત્તિ... વાંચ્યો. હજુ તો એનો અર્થ વિચારે છે ત્યાં તો શ્રી સરસ્વતીદેવીએ અદૃશ્યપણે એ પુસ્તક છીનવી લીધું, એટલે એમણે શ્રી સરસ્વતીદેવીની આરાધના ગુફામાં બેસીને છઠ્ઠના પારણે છટ્ટ દ્વારા શરૂ કરી. ચોમાસાના કારણે સંઘે આગ્રહ કરીને વિગઈનો ખોરાક લેવડાવ્યો. દેવીએ પરીક્ષા માટે સ્વપ્નમાં પૂછ્યું-મીઠું ભોજન કર્યું?' મુનિ-વાલ, ૬ મહિના પછી ફરીથી પૂછ્યું–“શેની સાથે?” “ગોળની સાથે.” દેવી પ્રસન્ન થયાં..ને એક શ્લોક પરથી આખું શાસ્ત્ર રચવાનું વરદાન આપ્યું. એમણે ૧૦૦૦ શ્લોક પ્રમાણ નવું ‘નયચક્ર શાસ્ત્ર' રચ્યું ને પછી સૂરિપદે અલંકૃત થયા. ભરૂચમાં રાજદરબારે બૌદ્ધ આચાર્ય નંદ સાથે શાસ્ત્રાર્થ કર્યો. એમાં ‘નયચક્ર' શાસ્ત્રાનુસારે અખંડપણે ૬ મહિના સુધી બોલ્યા. બૌદ્ધઆચાર્ય જવાબ ન આપી શક્યા, હાર્યા. સપરિવાર ભરુચ છોડી દેવાનો રાજાનો હુકમ શ્રી મલ્લસૂરિએ ઉદારતાથી રદ કરાવ્યો. રાજાએ ‘વાદી’ બિરુદ આપવાથી ત્યારથી શ્રી મલ્લવાદી સૂરિ તરીકે પ્રખ્યાત થયા. તેઓએ નયચક્ર’ઉપરાંત ૨૪૦૦૦ શ્લોકપ્રમાણ પદ્મચરિત્ર’ તથા ‘સન્મતિતર્ક'ની ટીકા પણ રચી હતી. કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે ‘અનુમલ્લવાદિન તાર્કિકા:' લખીને તાર્કિકશિરોમણિ તરીકે જેમનું બહુમાન કર્યું છે તે શ્રી મલ્લવાદીસૂરિનાં ચરણોમાં લાખ-લાખ વંદન. શ્રી મલ્લિષણસૂરિ મહારાજ અણહિલપુર પાટણના મંડાણમાં જેઓ પ્રાણભૂત હતા તે શ્રી શીલગુણસૂરિજીની પાટપરંપરામાં થયેલા શ્રી મલ્લિષણસૂરિ મહારાજ નાગેન્દ્રગચ્છરૂપ ગગનમાં ઝગમગતા સિતારા હતા. શ્રી આરંભસિદ્ધિ, વગેરે ગ્રન્થોના રચયિતા શ્રી ઉદયપ્રભસૂરિ મહારાજના તેઓ શિષ્ય હતા, કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજની ‘અન્યયોગવ્યવચ્છેદ દ્વાત્રિંશિકા' પર તેઓશ્રીએ ‘સ્યાદ્વાદમંજરી’ નામની વૃત્તિ રચી, જે શક સંવત ૧૨૧૪ (વિ. સં. ૧૩૪૯)માં દિવાળીના દિવસે શનિવારે પૂર્ણ થઈ. સામાન્યથી Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy