SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ' s A ; વરઘોડાની વૈવિધ્યતા : યાત્રાસંઘનો ( / ) & વરઘોડો ભારતીય સંસ્કૃતિમાં વરઘોડાનો મહિમા જેમ અકલ્પનીય છે તેમ વરઘોડાની વિવિધતા પણ અપરંપાર છે. વળી વરઘોડો સૌ કોઈને આકર્ષે છે તેમ કુતુહલતા .. પણ જગાડે છે. “વરઘોડી શેનો છે તે જાણવાની જિજ્ઞાશા આમાં જોવા મળે છે. વરઘોડો કયાં પ્રસંગને અનુલક્ષી ચઢયો તેને વિવિધ નામોલ્લેખથી જાણી શકાય જેમ કે- વરસીદાનનો વરઘોડો, ઉપધાનતપની માળનો વરઘોડો, રથયાત્રાનો વરઘોડો, યાત્રાસંઘનો વરઘોડો, ચૈત્યપરિપાટીનો વરઘોડો, આગમસૂત્રોનો વરઘોડો, તપસ્વીઓનો વરઘોડો, પૂજ્ય ગુરુદેવોનો વરઘોડો, પૂજય દેવગુરુઓના આગમન પ્રસંગનો સામૈયાનો વરઘોડો, ભ, મહાવીરસ્વામીના જન્મકલ્યાણક (ચૈત્ર સુદિ ૧૩)નો વરઘોડો અને પ્રભુજીના પ્રવેશનો, પ્રતિષ્ઠા પ્રસંગનો કે વિવિધ મહોત્સવને અનુલક્ષીને અનેકવિધ વરઘોડા ચઢતા-નીકળતા હોય છે. અહીં ચિત્રમાં આપેલ દેશ્ય કોઈ યાત્રાસંઘના વરઘોડાની ઝાંખી કરાવે છે. પૂજ્ય ગુરુદેવોના, આગમનને વધાવતો વરઘોડો એ ભારતીય સંસ્કૃતિમાં વરઘોડાનું મહત્ત્વ અને મહિમા ચિરંજીવ રહ્યો છે. ધાર્મિક અને સામાજિક પ્રસંગોએ ચઢતા વરઘોડાની વર્તમાનમાં જળવાય રહેલી વ્યાપકતા અને વિવિધતા એ વાતની પ્રતીતિ કરાવે છે. ધર્મપ્રસંગને અનુલક્ષી ચઢતા વરઘોડાને શોભાયાત્રા કહેવી વધુ યથાર્થ છે. આ શોભાયાત્રામાં ધર્મની પ્રભાવનાનો હેતુ મુખ્ય હોય છે. સાથે સાથે સ્વધર્મીઓમાં ધર્મચેતના અને ધર્મોલ્લાસ જાગે; પરધર્મીઓમાં અનુમોદના અને પ્રચાર-પ્રસારનું કારણ બને; અને તે પ્રસંગ અને વ્યક્તિનું મહત્ત્વ અને મહિમાં અભિવ્યક્ત કરવાનો અભિગમ સામુહિકરૂપે અને જાહેરમાં પ્રાપ્ત થાય. શોભાયાત્રા ખરેખર ! અકલ્પનીય હેતુઓને ચરિતાર્થ કરતું વટવૃક્ષ છે. અહીં ચિત્રમાં પૂજ્ય ગુરુદેવોના પ્રવેશને ભવ્ય સામૈયાપૂર્વક વધાવતું શોભાયાત્રાનું એક દૃશ્ય નજરે પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy