SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ મુખ્ય પટ્ટધર હતા. તેઓ સિદ્ધાંતના અજોડ જ્ઞાતા અને શાસ્ત્રવિવેચન તથા અનિરૂપણ વિષયક અદ્ભુત શક્તિ ધરાવતા હતા. ન્યાયશાસ્ત્રના પારગામી અને પરમધ્યાની હતા. પાંચ ઉપાંગસૂત્રોની વૃત્તિ ઉપરાંત નિશીથ ચૂર્ણિ-વૃત્તિ (સં. ૧૧૭૪) ‘વંદિત્તાસૂત્ર’ની વૃત્તિ (સં. ૧૨૨૨), ‘નંદીસૂત્ર દુર્ગપદ વ્યાખ્યા’, (સં. ૧૨૨૬), ‘જિતકલ્પ બૃહદ્ભૂર્ણિ વ્યાખ્યા’, ‘ચૈત્યવંદનસૂત્રવૃત્તિ’, ‘ઇર્યાપથિકીચૂર્ણિ’, ‘વંદનકચૂર્ણિ’, ‘પાક્ષિકસૂત્ર વૃત્તિ’ ઇત્યાદિ આગમ વ્યાખ્યા ગ્રન્થો સિવાય ‘પંચાશક વૃત્તિ’, ‘સૂક્ષ્માર્થવિચાર’, ‘પ્રતિષ્ઠાકલ્પ' આદિ અનેક ગ્રંથરચના કરેલી હતી. તેમનું મૂળનામ પાર્શ્વદેવ હતું. (૧૬) ક્ષેમકીર્તિસૂરિ—બૃહત્કલ્પની મલયગિરકૃત અપૂર્ણ ટીકાને ૧૩૩૨ માં સમાપ્ત કરનાર, તેરમી–ચૌદમી સદીની મધ્યમાં થયેલ ક્ષેમકીર્તિ, આચાર્ય જગચંદ્રસૂરિના શિષ્ય ચંદ્રસૂરિના શિષ્ય હતા. તેમને જીવનપર્યન્ત છ વિગઈઓનો સર્વથા ત્યાગ હતો. (૧૭) હરિભદ્રસૂરિ—૧૪૪૪ ગ્રંથના રચયિતા અને યાકિની મહત્તરા ધર્મસુનુ રૂપે પ્રસિદ્ધ આ પ્રખર વ્યાખ્યાતા વિશે પરિચય આપવો એ સૂર્ય સામે દીપક ધરવા જેવું કૃત્ય ગણાય. ‘આવશ્યકસૂત્ર' અને ‘દશવૈકાલિકસૂત્ર’ પર તો તેમની વૃત્તિ અત્યંત પ્રસિદ્ધ જ છે. મહાપ્રભાવક, મહાન ગ્રંથકાર, પ્રકાંડ વિદ્વાન્ એવા આ હરિભદ્ર મૂળભૂત ચિત્તોડના નિવાસી અને ચૌદ વિદ્યાના પારગામી હતા. તેઓ જિનદત્તસૂરિના શિષ્ય બન્યા. ‘મહાનિશીથ છેદ સૂત્ર’નો જિર્ણોદ્ધાર પણ કર્યો. ‘અણુઓગદ્વાર સૂત્ર’, ‘ઓનિર્યુક્તિ’, ‘ચેઈયવંદણ ભાષ્ય’, ‘જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિ’, જીવાજીવાભિગમ સૂત્ર', નંદીસૂત્ર, પિંડ નિર્યુક્તિ’ ‘વિશેષાવશ્યકભાષ્ય’ધ્યાનશતક ટીકા' પ્રજ્ઞાપના સૂત્રપ્રદેશપદ' ઇત્યાદિ અનેક આગમગ્રંથોની વૃત્તિ તેઓએ રચી છે. પ્રાયઃ આઠમી સદીમાં થયેલા આ આચાર્યનો રચેલ વિપુલ ગ્રંથરાશિ અસ્તિત્વ ધરાવે છે, જેમાં દિનશુદ્ધિ’, ‘પંચવસ્તુ પંચાશક', ‘યોગદૃષ્ટિ', ‘યોગબિંદુ', ‘યોગશતક', ‘લલિત વિસ્તરા’, ‘શાસ્ત્રવાર્તા સમુચ્ચય' ઇત્યાદિ અતિ પ્રસિદ્ધ છે. (૧૮) દ્રોણાચાર્ય—અગિયારમી–બારમી સદી મધ્યે થયેલ દ્રોણાચાર્યનું નામ આગમની વ્યાખ્યામાં ‘ઓઘ નિર્યુક્તિ’ના વૃત્તિકાર રૂપે અને ‘ઔપપાતિક’ની ‘અભયદેવસૂરિયાવૃત્તિ'ના સંકલનકારરૂપે પ્રસિદ્ધ થયેલ છે. તેઓ નાડોલના નિવાસી હતા. તેમણે નિવૃત્તિગચ્છમાં દીક્ષા લીધી હતી. આગમના પારગામી પંડિત હતા. Jain Education International For Private ચતુર્વિધ સંઘ (૧૯) વાદિવેતાલ શાંતિસૂરિ—થારાપદ્ર ગચ્છમાં થયેલા આચાર્ય વિજયસિંહે ઉણ-નિવાસી શેઠ ધનદેવના પુત્રની સંઘના કલ્યાણને માટે માંગણી કરી. દીક્ષા આપી શાંતિભદ્ર નામ રાખ્યું. શાસ્ત્રો અને સિદ્ધાંતો ભણાવી શાંતિસૂરિને ગચ્છભાર સોંપ્યો. શાંતિસૂરિએ અભયદેવસૂરિ (રાજગચ્છીય) પાસે તર્કશાસ્ત્રનું અને સ્વગચ્છના આચાર્ય સર્વદેવસૂરિ પાસે જિનાગમનું જ્ઞાન મેળવ્યું. ' કાળક્રમે તેઓ કવીન્દ્ર અને વાદિચક્રવર્તીનાં બિરુદ પામ્યા. અગિયારમી સદીમાં થયેલા આ આચાર્યએ ‘ઉત્તરાધ્યયનસૂત્ર'ની પાઈયટીકા રચી. તે ઉપરાંત ‘સંઘાચાર’ ‘ચૈત્યવંદન’ ભાષ્ય રચ્યું. અંગવિજ્જાનો ઉદ્ધાર કર્યો. બીજા પણ ગ્રન્થોની રચના કરી. (૨૦) મલધારી હેમચંદ્રસૂરિ—બારમી સદીમાં આ આચાર્ય થયા. આચાર્ય અભયદેવ સૂરિના ઉપદેશથી વૈરાગ્ય પામેલ મહામાત્ય પ્રદ્યુમ્ન તે જ આ મલધારી હેમચંદ્રસૂરિ. તેઓએ એક લાખ શ્લોક પ્રમાણ સાહિત્યનું સર્જન કર્યું. જેમાં ‘આવશ્યક સૂત્ર'ની ટીપ્પણક, ‘અનુયોગદ્વાર સૂત્ર'ની વૃત્તિ, ‘નંદીસૂત્ર ટીપ્પણક’, ‘વિશેષાવશ્યક’ની બૃહત્કૃત્તિ એ મુખ્ય આગમિક વ્યાખ્યાઓ છે. તે સિવાય પણ તેમણે શતક ‘કર્મગ્રંથવિવરણ', ‘ઉપદેશમાલા-પુષ્પમાલાપ્રકરણ’, ‘જીવસમાસવિવરણ’ ‘ભવભાવના' આદિ અનેક ગ્રંથોની રચના કરી. (૨૧) વિજયવિમલ ગણિ—પં. વાનરૠષિ વિમલની પરંપરામાં હેમવિમલસૂરિ પછી વિજયવિમલગણિ થયા જે ‘વાનરૠષિ’ નામે પણ ઓળખાય છે. તેઓએ સંવત ૧૬૨૨ થી સં. ૧૬૩૪ સુધીમાં ‘ગચ્છાચાર પયન્ના’ની નાની અને મોટી બે ટીકા (અવસૂરી) રચી, તદુપરાંત ‘ચતુઃશરણ’ અને ‘તંદુલ વૈચારિક પયન્ના'ની ટીકા (અવચૂરી) પણ તેમણે રચી. ત્રણ પયન્ના સૂત્રના અવસૂરી કે ટીકાકાર એવા આ મહર્ષિએ બીજા ગ્રંથો પણ રચેલા. તેઓએ ‘ભગવતીસૂત્ર'ની ટીકાને આધારે ‘બંધછત્રીસીની અવચૂરી'ની પણ રચના કરી છે. (૨૨) ભુવનતંગસૂરિ—અંચલગચ્છીય આચાર્ય મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય આચાર્ય ભુવનનુંગસૂરિ થયા, જે મોટા મંત્રવાદી હતા. તેમણે ‘આઉરપ્રત્યાખ્યાન' અને ‘ચતુઃ શરણ પયન્ના’ની ટીકાની રચના કરી. તેઓ પંદરમી સદીમાં થયા. (૨૩) માણિક્ય શેખર—અચલગચ્છીય આચાર્ય મેરુતુંગસૂરિના શિષ્ય કે જે માણિક્યસુંદર સૂરિ નામે પણ ઓળખાય છે. તેઓ પંદરમી સદીમાં થયા. તેઓએ આગમસાહિત્ય-વિવરણમાં ‘કલ્પનિર્યુક્તિ’ અવસૂરિ, “આવશ્યક Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy