SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ સામાન્યથી ભાષ્યનો અર્થ થાય છે-“નિયુક્તિએ વિવિક્ત કરેલા પારિભાષિક શબ્દોના અર્થ બાહુલ્યને અભિવ્યક્ત કરે તે ભાષ્ય.’ પણ આ અર્થ સર્વથા સંપૂર્ણ નથી. કેમ કે ભાષ્યોની રચના સૂત્ર ઉપર સીધી પણ થયેલી છે. વળી નિર્યુક્તિ કરતાં ભાષ્યો વધુ સંખ્યામાં ઉપલબ્ધ છે. ભાષ્યો પણ પ્રાકૃત-પદ્યમય શૈલીમાં રચાયાં હોય છે. વિવરણ સાહિત્યનો ત્રીજો તબક્કો ચૂર્ણિનો આવે છે. ચૂર્ણિ એ નિર્યુક્તિ અને ભાષ્યનું વિસ્તૃત વિવરણ સ્વરૂપ છે. વળી તેની રજૂઆત ગદ્યાત્મક સ્વરૂપે થયેલી છે, જેથી પધ-વિવરણો કરતાં તે સમજવા સરળ બને છે. તદુપરાંત મુખ્યતાએ પ્રાકૃતભાષામાં જ ચૂર્ણિની રચના થતી હોવાં છતાં તેમાં કિંચિત્ સંસ્કૃતનું મિશ્રણ હોય છે. વૃત્તિ એ વિવરણસાહિત્યનો ચોથો વિસામો છે. ચૂર્ણિ સાહિત્ય સાથે ઘણી જ સામ્યતા ધરાવતા આ વિવરણમાં શાબ્દિક અને પદાર્થ બંનેની બહુલતા ઉમેરાયેલી હોવાથી તેમ જ સંસ્કૃત ભાષામાં ગદ્યાત્મક શૈલીમાં રજૂઆત પામેલ હોવાથી તેનો સ્વીકાર સહજ બન્યો છે. વળી વર્તમાનમાં આગમ વિવરણસાહિત્યમાં વૃત્તિની જ મુખ્યતા છે. આ ઉપરાંત દીપિકા, અવસૂરી, અવચૂર્ણિ, ટીપ્પણક, સંગ્રહણી ઇત્યાદિ નામોથી પણ પછી પછીના આચાર્ય ભગવંતોએ આગમનું વિવરણસાહિત્ય સર્જેલું છે. * આગમ વિવરણસાહિત્યમાં ઉપલબ્ધ કેટલું ? —નિયુક્તિ સાહિત્યમાં બાર નિર્યુક્તિની રચનાનો ઉલ્લેખ મળે છે, પણ તે બાર નિર્યુક્તિમાં (૧) ઓઘ નિર્યુક્તિ અને (૨) પિંડનિયુક્તિ એ બંને પિસ્તાળીશ આગમમાં મૂળસૂત્ર રૂપે સ્થાન પામેલ છે. (૩) સૂર્ય પ્રજ્ઞપ્તિ અને (૪) ૠષિભાષિત એ બંને સૂત્રો પરની નિર્યુક્તિ અપ્રાપ્ય બની છે. (૫) બૃહત્કલ્પ અને (૬) વ્યવહાર સૂત્રની નિર્યુક્તિ ભાષ્યમાં ભળી ગયેલ છે. બાકીની છ નિર્યુક્તિઓ સ્વતંત્ર રીતે પ્રાપ્ય છે. –ભાષ્ય સાહિત્યમાં અમારી જાણમાં દશ ભાષ્યો છે, જેમાં છ છેદ સૂત્રમાંના ચાર છેદસૂત્રો પર એક એક ભાષ્ય અને વૈકલ્પિક છેદસૂત્ર એવા પંચકલ્પસૂત્ર પરનું ભાષ્ય ઉપલબ્ધ છે. ચારે મૂલ સૂત્રો ઉપર તેમ જ વૈકલ્પિક એવા એક મૂલસૂત્ર ઉપર એમ પાંચ ભાષ્યો મળીને દશ ભાષ્યો આગમ સાહિત્યમાં ઉપલબ્ધ છે. * ચૂર્ણિ સાહિત્યમાં અમોને સોળ સૂત્રો પરની ચૂર્ણિનો Jain Education International For Private ચતુર્વિધ સંઘ ઉલ્લેખ મળેલ છે, પણ તેમાં જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્રની પૂર્ણિ વિષયે હિરાલાલ કાપડિયાએ પ્રશ્નાર્થચિહ્ન ઊભું કરેલ છે. * વૃત્તિ સંબંધી સાહિત્ય તો અગિયાર અંગ સૂત્રો, બાર ઉપાંગ સૂત્રો, મહાનિશીથ સિવાયનાં પાંચ છેદ સૂત્રો, બધાં જ મૂલ સૂત્રો, બંને ચૂલિકા સૂત્રો સંબંધે ઉપલબ્ધ જ છે. પયન્ના સૂત્રો પરત્વે પાંચ પયન્નાની કોઈ જ વૃત્તિ જોવામાં આવેલ નથી. બીજા પાંચ પયન્ના વિષયક અવસૂરિ જોવા મળે છે, જો કે તેમાંના ત્રણ પયન્નાની વ્યાખ્યાને વૃત્તિ રૂપે પણ ઓળખાવાયેલ છે. * આગમનાં ઉક્ત વિવરણોના પ્રખર વ્યાખ્યાતાઓ- (૧) ભદ્રબાહુસ્વામી—આચાર્ય ભદ્રબાહુ, આચાર્ય યશોભદ્રના શિષ્ય હતા. સમર્થ જ્યોતિર્ધર એવા આ છેલ્લા ચૌદપૂર્વી વિ.સં. ૧૭૦ માં દેવ થયા. તેમણે ચાર છેદ સૂત્રોનું ઉદ્ધરણ તો કરેલ હતું જ પણ ઉક્ત સર્વે નિર્યુક્તિઓના રચિયતા પણ તેઓ જ હતા. અલબત્ત કેટલાંક આ નિયુક્તિ વિવરણકાર સંબંધે વિવાદ ઊભો કરે છે, પણ તેમનો પ્રત્યુત્તર આપવાનું આ સ્થાન નથી. આગમના આ પ્રખર વ્યાખ્યાતાના સમયમાં પાટલીપુત્રમાં સર્વપ્રથમ જિનાગમ વાચના થયેલ હતી. (૨) ગોવિંદવાચક—વાચકવંશમાં થયેલ આ પ્રખર વ્યાખ્યાતાનો ઉલ્લેખ પણ નિર્યુક્તિકારરૂપે જોવા મળેલ છે, પણ તેની કોઈ નિર્યુક્તિ હાલ ઉપલબ્ધ નથી. નાગાર્જુન આચાર્ય પછી તેમનો ઉલ્લેખ મળે છે. વિ.સં. ૮૩૦ની વલ્લભીવાચના સમયે તેમની ઉપસ્થિતિ હતી. (૩) સંઘદાસ ગણિ—વિક્રમની ચોથી, પાંચમી સદીમાં થયેલા સંઘદાસ ગણિ મહત્તર ‘નિશીથ' આદિ છેદસૂત્રોના ભાષ્યકાર રૂપે ઉલ્લેખ પામેલ જોવા મળેલ છે. આગમના ભાષ્ય સાહિત્યના પ્રખર વ્યાખ્યાતા એવા આ શ્રમણે ‘વસુદેવહીંડી’ જેવા ઐતિહાસિક ગ્રંથની રચના પણ કરેલી છે. તેઓ સાતમી સદીમાં થયા. (૪) જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ—વીર સંવત ૧૦૨૫માં દીક્ષિત થયેલા આ યુગપ્રધાન આચાર્યએ ‘વિશેષાવશ્ય ભાષ્ય' તથા તેના પર ‘અપૂર્ણટીકા’ રચેલી. જિતકલ્પ સૂત્રની રચના પણ ભાષ્ય સહિત તેમની કરેલી છે. આગમના આ પ્રખ્યાત વ્યાખ્યાતાએ ‘બૃહસંગ્રહણી’, ‘બૃહક્ષેત્ર સમાસ' આદિ ગ્રંથોની પણ રચના કરેલી. તેઓ સાતમી સદીમાં થયા. તેમનો કાળ સંઘદાસ ગણ પછીનો છે. (૫) 'અજ્ઞાત' ભાષ્યકાર~~~આવશ્યક સૂત્રમાં Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy