SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા આ જ્ઞાની પુરુષે પર્યુષણ મહાપર્વની આરાધના માટે ‘કલ્પસૂત્ર' જેવા મહાનગ્રંથની રચના પણ કરી હતી. ઉપરાંત શ્રમણસંઘની આજ્ઞા અને ઇચ્છાને પ્રધાનતા આપવા પોતાની બાર વરસની મહાપ્રાણ ધ્યાનની સાધનામાંથી સમય કાઢી નિઃસ્વાર્થ ભાવે પંદરસો મહાત્માઓને નેપાળ મુકામે વાચના આપી હતી. અને જ્ઞાનોપાસક સ્ફુલિભદ્રજીને તો દસપૂર્વ અર્થથી અને બાકીના ચાર પૂર્વ સૂત્રથી પણ આપ્યા. સંઘવાત્સલ્યના જીવંતરૂપ જેવા ભદ્રબાહુસ્વામી પ્રાચીનગોત્રીય હતા, તથા તેમના ગુરુભાઈ માઢરગોત્રીય સંભૂતિવિજયજી હતા. બેઉ આચાર્યોએ પોતાના સમયમાં ખૂબ શાસનપ્રભાવનાઓ કરી છે. ૧૮ સંઘ એકતાના હિમાયતી : આચાર્ય રત્નપ્રભસૂરિજી ૫રમાત્મા મહાવીરદેવ અને પ્રભુ પાર્શ્વનાથજી વચ્ચે ફક્ત અઢીસો વર્ષનું અંતર રહ્યું, જેથી તીર્થપતિ ભગવાન મહાવીરની ચતુર્વિધ સંઘ સ્થાપના સ્વતંત્ર છતાંય તે સમયકાળે કેશીગણધર, સ્વયં પ્રભુજીના માતા-પિતાજીની જેમ પ્રભુ પાર્શ્વનાથના શાસનની આરાધના કરનારા અનેક શ્રમણ-શ્રમણી અને શ્રાવક-શ્રાવિકા થયા હતા. પ્રભુ વીરના નિર્વાણ સમયે પોતાની આસુરી અસર દેખાડનારા ભસ્મગ્રહની વક્રગતિને સ્વયં પરમાત્મા સ્વયંના આયુષ્ય વધારી ટાળી ન શક્યા, કારણ કે આયુષ્યનો વધારો તીર્થંકરોને પણ અશક્ય છે. પણ તે થવાથી તે વક્રગ્રહની અસર નીચે પ્રભુજીના શાસનને બેથી અઢી હજાર વરસો સુધી અનેક આઘાત-પ્રત્યાઘાતો નડી ગયા. તેથી પ્રસંગે પ્રસંગે વિખવાદો, મતાંતરો અને વૈમનસ્યના નિમિત્તો સર્જાયા. તેના મૂળભૂત કારણમાં તે તે જીવંત પાત્રો કરતાંય કાળનો કુપ્રભાવ જ તથાપ્રકા૨ી વાતાવરણમાં મુખ્ય નિમિત્ત છે. એક નાની સરખી ઘટના દુર્ઘટનાના સ્વરૂપ લેતાં રહી ગઈ. જેના મૂળ કારણમાં તે સમયના આચાર્યશ્રીની ગીતાર્થતા હતી. પ્રસંગ બન્યો છે પ્રભુ વીરના નિર્વાણના ફક્ત સો વરસોની આસપાસ કે જ્યારે પ્રભુવીરના શાસનમાં એકસંપિતા, ભવ્યતા અને અભ્યુદયની સર્વાંગી વિકાસશ્રેણિ વિલસી રહી હતી. પ્રભુ વીરના નિર્વાણના લગભગ સો વરસની આસપાસ સમયકાળે પણ પાર્શ્વપ્રભુજીના શાસનના પાંચમાં પટ્ટધર રત્નપ્રભસૂરિજી મ.સા.નું વિચરણ જેસલમેર તીર્થની નિકટના ક્ષેત્રોમાં હતું. આચાર્યશ્રીને સાધનાબળે વિશિષ્ટ વૈક્રિય લબ્ધિઓ Jain Education International ૧૪૩ પ્રગટ હતી જેથી તેઓ મૂળ દેહ થકી નવી કાયા બનાવી શકવા સમર્થ હતા. લબ્ધિધારીઓ પોતાના લબ્ધિનો ઉપયોગ ફક્ત શાસનપ્રભાવના અથવા શાસનહીલના નિવારણ માટે જ કરતા હોય છે. જે વરસે આચાર્યશ્રી રત્નપ્રભસૂરિજી ઓસીયા નગરે બીરાજમાન હતા તે વરસે તેમના શિષ્ય કનકપ્રભમુનિ કોરટા મુકામે વિચરતા હતા. બેઉ નગરના દહેરાસરના પ્રતિમાજીની પ્રતિષ્ઠાનું મુહૂર્ત વસંતપંચમીનો દિવસ હતો. બેઉ સ્થાનના પ્રતિમાજીની પ્રતિષ્ઠાનો સામટો લાભ લઈ લેવાની ભાવના હોવાથી આચાર્યશ્રીએ મહાસુદ પાંચમના શુભ દિવસે ઓસીયામાં પોતાના મૂળદેહથી અને કોરટામાં વૈક્રિય શરીરથી પ્રાણ પ્રતિષ્ઠા કરી. મૌલિક દેહથી પ્રતિષ્ઠા ન કરી માયાવી કાયાદ્વારા કોરટામાં પ્રતિષ્ઠા થઈ છે તેની જાણ શ્રીસંઘમાં થઈ જતાં સકળ શ્રીસંઘ નારાજ થઈ ગયો. અને તે રોષનો બદલો વાળવા આચાર્યશ્રીના શિષ્ય કનકપ્રભમુનિને કોરટાના શ્રીસંઘે મુનિરાજની અનિચ્છા છતાંય પરાણે આચાર્યપદવી એનાયત કરી દીધી, જેથી તેમના ગુરુની સમાન સ્તરે તેઓ આવી ગયા. પોતાથી જે સ્ખલના થઈ, તેનો પશ્ચાત્તાપ આચાર્ય રત્નપ્રભસૂરિજીને થતાં તેઓ તરત કોરટા સંઘના વિખવાદને ટાળવા અને સંઘની શાંતિ માટે ઓસીયાથી કોરટા પધારી ગયા અને કોરટા સંધે પોતાના શિષ્યને જે આચાર્યપદ આપ્યું હતું તેનો લગીર વિરોધ ન કરતાં સમર્થન કર્યું. સ્વયંના હાથે વાસક્ષેપ વિધિ કરી અને ઉપરાંત કોરટા સંઘની પદવીદાન પ્રસંગની અનુમોદના કરી. મતભેદ થતાં રહી ગયા, બલ્કે સુખદ સમાધાન થયું અને સૌની આંખોમાં સુખ-દુઃખના મિશ્રીત આંસુઓ હતા. તે પછીનું નૂતન આચાર્યશ્રીનું ચાતુર્માસ ખાસ ઓસીયા મુકામે થયું. જ્યારે ગુરુજીએ ચાતુર્માસ કોરટા મુકામે કર્યું. ૧૯ સફળ સંયમ સાધના : અવંતિ સુકુમાલ માતા ભદ્રા અને બત્રીસ પુત્રવધૂઓ ગુરુદેવ પાસે ઉપાશ્રયે આવ્યા અને નૂતન દીક્ષિતના દર્શન-વંદન કરવાની ભાવના દર્શાવી. ગુરુજીએ જણાવ્યું કે, હે ભદ્રાદેવી! તમારા સુપુત્રે આત્મકલ્યાણના માર્ગે પ્રગતિ કરી છે. તેનો જીવ જે દેવલોકથી આવ્યો છે, તે જ દેવલોકના સુખ ભોગવવા અહીથી પરલોકે ગયો છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy