SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ . વાત ન સમજાણી, તેથી સાવ ખુલાસા સાથે આર્ય સુહસ્તિસૂરિજીએ રજૂઆત કરવી યોગ્ય જાણી સત્ય હકીકત કહી આપી. તરત આખોય પરિવાર આઘાતજનક સમાચાર સાંભળી સ્તબ્ધ બની સ્મશાને ચાલ્યો. ત્યાંનું દ્રશ્ય દેખી સૌના મન અધ્ધર બની ગયા. હજુ આગલે દિવસે જ બત્રીસ-બત્રીસ રૂપવંતી અને ગુણવંતી નારીઓના સંસારસુખને ત્યાગી દેનાર ને ચડતા પરિણામે દીક્ષા લઈ લેનાર શ્રેષ્ઠી ધન અને શ્રીમતી ભદ્રાનો ચિરંજીવ અવંતિ સુકમાલ સ્મશાને ચિર નિદ્રામાં પોઢી ગયો હતો.. કાયાની માયા મૂકી નલિની ગુલ્મ વિમાનમાં દેવલોકે જવાની મહેચ્છા સાથે સ્મશાનમાં ગુરુદેવની અનુમતિ મેળવી કાઉસગ્ગ ધ્યાન કરનાર અવંતિ મુનિરાજને રાત્રિના એક શિયાલણનો ઉપસર્ગ નડ્યો. આગલા ભવની પત્ની જેની સાથે વેરના અનુબંધ બાકી હતા તે ફરતી–રખડતી બચ્ચાઓ સાથે સ્મશાને આવી. ઉપાશ્રયથી ત્યાં આવતા નૂતન દીક્ષિતને કાંટા પગમાં લાગ્યા ને રક્ત વહેવા લાગ્યું. તેની પરવાહ વૈરાગ્યભાવમાં ન કરી; પણ લાલ લોહીની ગંધ સુંઘતી તે લોમડીએ કાયોત્સર્ગમાં ઉભેલ મુનિરાજ અવંતિ સુકુમાલના અંગોપાંગ ચાવવાનું ચાલુ કર્યું અને ધીમે ધીમે કરી બચ્ચાઓ સાથે મુનિમહાત્માના શરીરને વિદારતી હાડમાંસની મિજબાની કરવા લાગી. છતાંય પણ સંયમૈકલક્ષી મુનિવરે ધ્યાનયોગ ન છોડ્યો. કાયાની માયાથી પર થઈ ફક્ત જે નલિની ગુલ્મ વિમાનમાંથી ચ્યવી મનુષ્યભવમાં આવ્યા હતા તે જ સ્થાનને ફરી પ્રાપ્ત કરવા ધ્યાનસ્થ રહ્યા અને સમાધિપૂર્વક ઉપસર્ગને સહન કરતાં ફરી દેવલોકમાં જન્મ પામ્યા. સ્મશાનની બંજર ભૂમિમાં વિચિત્ર દ્રશ્ય દેખી સૌના હૈયા કંપી ગયા; પણ હવે થાય પણ શું! મુનિવર અવંતિ સુકુમાલની માતા તો પોતાના સુપુત્રના દેહની ક્ષય પામેલ ને ટૂકડા-ટૂકડા થઈ ગયેલ સ્થિતિ જોઈ ત્યાંને ત્યાં ટગર-ટગર જોતી રડવા લાગી, તેણીની સામે બધાય દ્રશ્યો એક સાથે ખડા થઈ ગયા. તેને દેખાવા લાગ્યું કે હજુ તો પોતાની ઉજ્જૈની નગરીમાં પાંચસો મુનિઓ સાથે આર્ય સુહસ્તિસૂરિજી પધાર્યા છે. પોતાની યાનશાલામાં સ્થિરતા કરી છે. રાત્રિના સમયે પ્રતિક્રમણ પછી તેઓ શિષ્ય-પ્રશિષ્યોને સ્વાધ્યાયમાં નલિની ગુલ્મ વિમાન અધ્યયનનું પરાવર્તન કરાવી રહ્યા છે. તે સાંભળતાં જ હવેલીના ઊંચા માળે રહેલ પોતાના દીકરાને ઉત્કંઠા થઈ ને નીચે આવી તે અધ્યયનનો ભાવાર્થ પૂછ્યો. જવાબમાં જે જાણવા મળ્યું તેમાંથી જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું ને પોતાનો પૂર્વભવ તે જ દેવવિમાનમાં હતો. પૃથ્વીલોકની નારીઓના સંગસુખ કરતાંય ચતુર્વિધ સંઘ અલૌકિક આનંદ તે દેવલોકમાં હતો તેમ જાણ્યું. આથી જ ફરી ત્યાં જવા માટે ઉપાય હોય તો તે ગુરુદેવને પૂછયો. ગુરુદેવના ઉત્તરથી અવંતિએ ચારિત્ર અંગીકાર કર્યું. પણ વિશેષ તપ કે ઉગ્ર આચાર પાળવામાં અસમર્થતા જણાવી, સીધું જ અણસણ માંગ્યું. ગુરુદેવે પણ શ્રુતબળે નૂતનદીક્ષિતનું કલ્યાણ દીઠું. અનુમતિ આપી ને મુનિરાજ સ્મશાને પહોંચી ગયા, પછીની ઘટના આંખ સામે પ્રત્યક્ષ હતી. સ્ત્રીઓના કોમળ દિલ કંપી ગયા, માતાને પુત્ર અને પત્નીઓને પતિદેવ ખોયાનો વિષાદ હતો. સ્મશાનભૂમિ સૌની વૈરાગ્યભૂમિ બની ગઈ. એક સગર્ભા પત્નીને છોડી એકત્રીસ પત્નીઓ અને માતા એમ બત્રીસ નારીઓએ પણ ગુરુદેવની વૈરાગ્યવાણી સાંભળી ચારિત્ર લઈ લીધું. સંસારમાં રહેલ પત્નીને ત્યાં પુત્રનો જન્મ થયો, જેણે યુવાવસ્થામાં પોતાના પિતાની સ્મૃતિમાં ઉજ્જૈનમાં અવંતિ પાર્શ્વનાથનું જિનાલય બંધાવ્યું. ૨૦ જુગારીમાંથી આણગારી : સિદ્ધષિ મહારાજ પરમાત્માનું શાસન કેટલું પાવન છે, ભવ્ય છે, ઉદાર છે, અનેકાંતવાદી છે, ગુણોથી ભરપૂર છે તેનો આછો પરિચય કરવો હોય તો ભૂતકાળના ઇતિહાસના અમુક પાના ઉથલાવવા જ પડે. કારણ કે આ શાસન તથા ચતુર્વિધ શ્રીસંઘને સમર્પિત થઈ જનાર અનેકોના જીવનના રંગ-ઢંગ સાવ બદલાઈ ગયા છે. પાપીઓ, પુણ્યાત્માઓ બની ગયા છે. પુણ્યશાળી ભાગ્યશાળી બની ગયા છે અને ભાગ્યશાળીઓ ભવસમુદ્ર તરી ગયા છે. જે શાસનની મહાનતા ખૂનીને પણ મુનિ બનાવી શકે, જુગારીને પણ અણગારી આલમમાં સ્થાન આપી શકે. કે બ્રાહ્મણને પણ શ્રમણ બનાવી જીવન દિશા બદલાવી શકે તેમ વ્યસની પણ સંયમી બની તરી જાય કે આશાતક પણ આરાધક બની સ્વપરહિતને સાધી જાય તેમ થવામાં મૂળભૂત કારણ છે જિનશાસનની પાવનકારી નિશ્રા. આ કથા છે એક જુગારીની જેને ધર્મ સાથે બાર ગાઉ છેટું હતું. હાર્યો જુગારી બમણું રમે ના ન્યાયે તે જુગારીના ભાગ્યમાં જીત કરતાં હાર વધારે હતી. માટે જુગાર પણ નવા જુગારનું કારણ બનતું હતું. જુગારની લત્તમાં સપડાઈ જનાર તેનું મન ધર્મ માટે ધરાર અયોગ્ય હતું. નામ હતું સિદ્ધ પણ તેની પ્રસિદ્ધિ હતી જુગારી તરીકે. કારણ કે જુગાર દ્વારા જ જીવન વીતાવવું તે તેને જન્મસિદ્ધ કર્તવ્ય માનતો હતો. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy