SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ લાગી આવ્યું. સવાર થતાં જ સંયમ છોડી ફરી સંસારમાં પાછા વળવાના વિકટ વિચારોએ મનને ઘેરી લીધું અને મહાત્મા પોતાને સાવ એકલા અનુભવી રહ્યા. મન અદ્ધર થતાં સૌ સાથે અને પાસે છતાંય, હતાશ બની સવારે રજોહરણ પાછું કરી વ્રત છોડવાના વિકલ્પ સાથે પ્રભુવીરને મળ્યા. પણ સંયમની સાક્ષાતુમૂર્તિસમાં ભગવંતે જ્યારે મેઘકુમારને પૂર્વના હાથીના ભાવમાં જંગલમાં પ્રગટેલ દાવાનળ વખતે અઢી-અઢી દિવસ સુધી એક પગ અદ્ધર રાખી એક નાના સસલાને અભયદાન આપી જે પુણ્યોપાર્જન કરેલ તેની હકીકત જણાવી. એક તિર્યંચના અભયદાન થકી ઉત્પન્ન પુણ્યથી સીધા જ તિર્યંચ હાથીના ભવમાંથી મનુષ્યભવ, રાજકુળ, જૈનપરિવાર અને ધર્મપુરુષાર્થ જેવી ફળ સંપદાને પામવાની ઘટમાળ સમજાવી. ઉપરાંત જણાવ્યું કે એક જીવની દયાથી આટલો બધો લાભ તો ચૌદ રાજલોકના સર્વે સૂમિ-બાદર, સ્થાવર-જંગમ બધાય જીવોને અભયદાન આપનાર પ્રવજ્યાનો પવિત્ર પંથ કેટલી બધી પુણ્યરાશિ પેદા કરશે? મનથી થાકેલાનો ભગવાન વિશ્રામ બન્યા. અસ્થિરતાને હટાવી ઉલ્લાસ પ્રગટાવનાર માર્ગદર્શક બન્યા. આમ જીવનના પણ સાચા સારથિ બની આત્મકલ્યાણની સાચી દીક્ષા બક્ષી. જેથી મુનિરાજ મેઘકુમાર લીધેલ વ્રતમાં અપ્રકંપ બની ગયા. જીવદયાનું સાધન ચક્ષુસિવાય દેહના સર્વે અંગોપાંગોની માયા મૂકી દીધી. સંયમ અને સંયમીઓના બંધન પણ મુક્તિનું કારણ માની સુંદર સાધના કરી. માઠા વિચારોને ખમાવી શુદ્ધ બનવા પ્રબુદ્ધ મેઘકુમારે વ્રત અને તપ દ્વારા કર્મો ખપાવી ઉત્તમ વિજય વિમાને જન્મ લીધો છે. આવતા ભવે તો ત્યાંના ઉત્તમ સુખો ભોગવી મહાવિદેહ ક્ષેત્રથી મોક્ષને પામી જશે. ધન્ય છે ભગવાનનું શાસન. પ્રભુ હતાશ સંયમીના હમસાથી પણ બન્યા અને સંયમરથના સાચા સારથી પણ. ૧૭ જ્ઞાની પુરુષની નિષ્પક્ષતા : ભદ્રબાહુસ્વામી તીર્થકર પ્રભુના સ્થાપેલ ચતુર્વિધ શ્રીસંઘનો યોગક્ષેમ કરી સકળ શ્રીસંઘમાં આરાધના અને શાસનપ્રભાવનાઓ વધારવાની જીમેદારી આચાર્ય ભગવંતોની હોય છે, તે જ કારણ છે કે એ જ પ્રભુના નિર્વાણ પછી પણ પરમાત્માનું શાસન અવિચલ જયવંતુ છે. ચતુર્વિધ સંઘ પ્રભુ વીરના શાસનમાં થઈ ગયેલ ચૌદપૂર્વધારી-શ્રુતકેવલીનું બીરૂદ પામનાર ભદ્રબાહુસ્વામીનું નામ ખ્યાત-વિખ્યાત છે. જન્મ બ્રાહ્મણ પણ શ્રમણ સંસ્થામાં સાધુપદથી પ્રગતિ પામી આચાર્યપદ સુધી જનાર તેઓ શાસનપ્રતિ કેવા વફાદાર હતા તેનો પરિચય તો બે-ત્રણ પ્રસંગોથી ખાસ જાણવા-માણવા જેવો છે. સંસારી પક્ષે ભદ્રબાહુ નાનાભાઈ અને મોટાભાઈ હતા વરાહમિહિર. બેઉની દીક્ષા છતાં નાનાભાઈ ભદ્રબાહુ બહુશ્રુત બન્યા અને બારેય અંગ જાણી વિશિષ્ટ જ્ઞાની કહેવાયા. જ્યારે મોટાભ્રાતા વરાહમિહિરની પ્રજ્ઞા અગીયાર અંગના અભ્યાસ સુધી જ વિકાસ પામી અટકી ગઈ. ગુણોમાં પણ લઘુભ્રાતા ભદ્રબાહુસ્વામી આગળ થવાથી ગુરુજી અને યશોભદ્રસૂરિજીએ તેમને આચાર્ય પદ એનાયત કર્યું. ગુણાનુરાગની ઓછપના કારણે પોતે મોટાભાઈ છતાંય માનસન્માનવાળું તૃતીય પદ પોતાને ન મળતાં વરાહમિહિર મુનિએ મૂનિપદ જ છોડી દીધું. મનોમન અકળાઈને ગૃહસ્થધર્મ સ્વીકારી લીધો. અને સંયમત્યાગી જ્યોતિષશાસ્ત્રના જ્ઞાનનો ઉપયોગ કરી રાજા નંદના મુખ્ય પુરોહિત બની ગયા. પોતાના સગાભાઈની આવી અવનતિ તથા ગલત નિર્ણયના પ્રત્યાઘાત ભદ્રબાહુસ્વામીને પણ લાગ્યા, પણ જિનશાસનને પામી ગંભીરતાથી શાસનહિત માટે સહન કરી લીધું. તે પછી પણ નંદરાજાના નવજાત બાળકની કુંડળી બનાવી બાળકનું આયુષ્ય પૂરા સો વરસનું જાહેર કરાયું ત્યારે તેવી જાહેરાતની સામે આચાર્યશ્રીએ પોતાના મોટા સંસારી ભાઈનો વિચાર ન કરી બાળકનું આયુષ્ય ફક્ત સાત દિવસનું જાહેર કરી સત્યપક્ષનો પરિચય આપ્યો. ખરેખર સાતમા દિવસે આચાર્યશ્રીની આગાહી મુજબ જ બાળકનું મરણ થતા પોતાના જ્ઞાનનું અપમાન માની જ્યારે વરાહમિહિર જ્યોતિષશાસ્ત્રના ગ્રંથો પાણીમાં પધરાવવા ચાલ્યા ત્યારે પણ કરૂણા લાવી આચાર્યશ્રીએ તેમ કરતાં અટકાવ્યા અને ગ્રંથોની ભૂલના બદલે વરાહમિહિરને તેના ગણિતની ભૂલ સમજાવી. છતાંય મત્સરભાવમાં જ પરાભવ પામેલ વરાહમિહિરે આર્તધ્યાનમાં મૃત્યુ પામી વ્યંતર બની જૈનસંઘ ઉપર મરકી રોગ પ્રસારી બધાયને ઉપદ્રવ આપવાનું શરૂ કર્યું ત્યારે જ્ઞાનબળે પોતાના જ ભાઈ દ્વારા દેવતાઈ શક્તિના દુરુપયોગને જાણી ભદ્રબાહુસૂરિજીએ સંઘની રક્ષા માટે ચમત્કારિક ઉવસગ્ગહર સ્તોત્રની રચના કરી. જેનો વિશિષ્ટ મહિમા આજેય પ્રસિદ્ધ છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy