SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા તેની પાસે પૂર્વભવના સારા-નરસા કાર્યોની યાદી પૂછે છે. ત્યારે અડધી ભાન દશામાં આવેલ રોહિણીયો ચોર અભયકુમારનું કાવત્રું જાણી જઈ પોતાનો ચોરીનો ધંધો ને પાપો છૂપાવી ધર્માત્મા તરીકે ઓળખ થાય તેવી જૂઠી વાતો કરે છે. કારણ કે તે મહેલમાં ઉપજાવેલ દેવલોક જેવા વાતાવરણ વચ્ચે પણ ઊભી રહેલ દેવાંગનાઓ અને દેવોના શરીર જમીનને અડેલા, પુષ્પની કરમાયેલી માળા, આંખો પણ પલકારા મારતી અને શરીર પણ ઔદારિક જણાતા પ્રભુ વીરે કરેલ દેવલોકના વર્ણન કરતાં સાવ વિરૂદ્ધ દેખાઈ જતાં તે ચેતી ગયો હતો. તેને ખ્યાલ પડી ગયો કે મને મારા મોઢેથી જ ચોર તરીકે કબૂલ કરાવી અભયકુમાર સજા કરવા માંગે છે. તેથી અર્ધભાનદશામાં પણ તે સફેદ જૂઠ બોલી પોતાને ધર્માત્મા તરીકે લેખાવવામાં સફળ બન્યો. ચોરી કરવા જતાં પકડાયેલ તેની પાસેથી કંઈ જ ન મળતાં રાજા શ્રેણિક પણ તેને દંડ ન કરી શક્યા. અને રોહિણીયો બચી ગયો. પણ મંત્રીશ્વર અભયકુમારના સકંજામાંથી બચીને પણ પાછા પોતાની ગુફા તરફ જતાં વિચારો ઝબૂકી ગયા કે ફક્ત પ્રભુ વીરની વાણીના ચાર જ વાક્યો તે પણ કાંટાને કારણે પરાણે સાંભળતા જો આટલો બધો લાભ અને જીવન બચી ગયું હોય સાક્ષાત્ ભગવાનની જીવંત દેશના સુણતાં શું શું લાભ ન થાય! ઘટના એ બની છે કે ચોરશિરમોર રોહિણીયાએ પિતાની પ્રતિજ્ઞાભંગમાં પણ પોતાનું આત્મિક ભલું વિચારી ચોરીના પાપને સદાય માટે તિલાંજલિ આપતાં સમવસરણમાં પ્રભુ પાસે પ્રાયશ્ચિત્ત કર્યું. ત્યાં ઉપસ્થિત રાજા શ્રેણિકનું અભયદાન મેળવી અભયકુમારને ચોરીનું સ્થાન ને મિલ્કત સુપ્રત કરી દીધા અને આગળ વધતાં જીવનના પાપોને ધોઈ પવિત્ર બનવા સ્વયં પ્રભુ પરમાત્મા મહાવીર પાસે પુનિત પ્રવજ્યા પંથ પસંદ કર્યો. આગળ એક ઉપવાસથી લઈ છ માસ સુધીના ઘોર તપ દ્વારા છેલ્લે વૈભારગિરિ ઉપર જ અંતિમ સમયે અણસણ આદર્યું. સમાધિમરણ દ્વારા દેવલોક મેળવ્યો ને આવતા ભવમાં તો મુક્તિ પણ પામશે. ૧૬ સંયમરથના સાચા સારથિઃ મેઘકુમાર કંચન અને કામિનીના બંધન કરતાંય રાગ અને દ્વેષના બંધન ગાઢ હોય છે અને રાગ-દ્વેષ કરતાંય મનમાં ઉઠતા સંકલ્પ–વિકલ્પોના બંધનનો પરિગ્રહ એ જ વધુ ગાઢ હોય છે. માનવીને સર્વજીવો કરતાં સર્વોત્તમ મનની મૂડી મળી છે પણ Jain Education International For Private ૧૪૧ સ્વયં જાતે જ વિચારો વિકારોમાં સપડાઈ બંધ ને મુક્તિના દ્વંદ્રને અનુસરી કાલ્પનિક દુઃખ સુખને અનુભવે છે. જ્યારે જ્ઞાની પુરુષોની જ્ઞાનદ્રષ્ટિ આવા વિચારોના વમળોમાં પણ જ્ઞાતા-દ્રષ્ટા હોવાથી કર્મબંધથી લેપાતી નથી. જીવનમાં ગુરુતત્ત્વની જરૂરત પણ માનસિક તાણથી મુક્તિ મેળવી સાચા માર્ગદર્શન માટે છે. બાકી જો મનનું તંત્ર સંતુલિત છે તો આત્મા સ્વયં જ સ્વનો ગુરુ છે. પરમાત્મા મહાવીરના સમયકાળની યશોગાથા કેવળજ્ઞાન પછીના ત્રીસ વરસમાં રોજરોજની દેશના નિત્યનવી દીક્ષાઓ અને અવનવા પ્રસંગો આ બધાયથી પ્રભુ મહાવીરયુગની અદ્ભુત વાતો આજેય લોકજગતમાં ધર્મપુરુષાર્થ માટે જીવંત પ્રેરણા કરે છે. ફક્ત એક જ દિવસના ચારિત્રપર્યાય પછી ચડતા પરિણામે જ્ઞાનગર્ભિત વૈરાગી શ્રેણિક અને રાણી ધારિણીપુત્ર મેઘકુમાર મુનિરાજને તે જ સંયમજીવનની પ્રથમ રાત્રિએ ચારિત્રજીવનની કર્કશતા ઉપર આછો-આછો પણ દુર્ભાવ થઈ ગયો કારણ કે રાત્રિના પોતાના દીક્ષા ક્રમ પ્રમાણે સંથારાની ભૂમિ ઉતારાના કિનારભાગે આવી. જ્યાંથી રાત્રિના સમયે માત્ર પરઠવવા ને અવર-જવર કરતાં મુનિ મહાત્માઓના ચરણની ઠેસ-સ્પર્શ તેમને નડતરરૂપ બની ગઈ. આખીય રાત્રિ સ્થાનફેર, જીવનક્રમફેર અને વિચારફેરના કારણે નિદ્રા વગરની ગઈ. બધાય મહાત્માઓ અજાણ હતા. ફક્ત પ્રભુવીરનું નામ–ઠામ અને ગુણધામ જાણી સુણી સંયમ લેવા આ રાજપુત્રે હિમ્મત કરી લીધી હતી. દીક્ષા પૂર્વે રાજભુવનમાં એવી જાહોજલાલી માણી હતી કે પાણી માગે ત્યાં દૂધ હાજર થતું હતું. તેથી જ તો પ્રભુવીરની પ્રથમ દેશના સાંભળી વૈરાગી બની જનાર પોતાના માનીતા પુત્રને સંયમ માર્ગે જતા અટકાવવા મહોત્સવને આડંબરપૂર્વક રાજગાદીએ બેસાડી બધીય અનુકૂળતા બક્ષી હતી. છતાંય વચનથી બંધાયેલ પિતા રાજા શ્રેણિક પાસે રાજા બની મેઘકુમારે રજોહરણ અને પાત્રા જ મંગાવ્યા તેથી વચનભંગ ટાળવા તેમ જ કરવું પડ્યું અને અંતે ખૂબ ઉલ્લાસ દાખવી મેઘકુમારે સ્વયં પરમાત્મા વીર પાસે જ દીક્ષા પણ લીધી. પણ ફક્ત અડધા-પોણા દિવસના પરિવર્તિત જીવન પછી સંયમી સાધુઓના સંઘટ્ટાથી ઉત્પન્ન થયેલ શારીરિક ફ્લેશ સહન ન થઈ શકવાથી મન પણ બગડી ગયું ને રાજસુખ યાદ આવી ગયું. પોતે દીક્ષાર્થી હતા ત્યારે કેવા માનપાન ને સન્માન હતા અને ચારિત્ર પછી વૈભવને ત્યાગે હવેનું જીવન અપમાન ભરેલ Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy