SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ અનુરાગી બુદ્ધિનિધાન અભયકુમાર દ્વારા યુક્તિપૂર્વક અનાર્ય રાજપુત્ર આર્દ્રકુમારને આદેશ્વર પરમાત્માની પ્રતિમા મોકલાવવી. જે પ્રાપ્ત થતાં જ એકાંતમાં પેટી ઉઘાડી દર્શન-ચિંતન-ઉહાપોહ કરતાં આર્દ્રકુમારને થયેલ જાતિસ્મરણ જ્ઞાન. પૂર્વભવના સાધુજીવનની સંયમ સાધનામાં લાગેલ અતિચારોનો ખ્યાલ આવતાં વૈરાગ્ય થવો અને આર્યભૂમિએ જઈ અભયકુમારને મળી નવા ધાર્મિકજીવનની શુભ શરૂઆત કરવાની લગની. પિતા દ્વારા તે ભાગીને મગધ દેશ ન જાય તે માટે પાંચસો સામંતોનો કડક પહેરો. છતાંય બધાયને છેતરી એકલા ભાગી છૂટી આર્દ્રકુમારનું ભારત-દેશમાં આવી જવું. આર્યક્ષેત્રમાં પ્રવેશતાં જ ચારિત્રની ભાવના. પોતાની જાતે જ દીક્ષા લઈ લેવી. પણ લેતા સમયે આકાશવાણી થવી કે ભોગકર્મ બાકી છે માટે દીક્ષા હમણાં ન લેવી, છતાંય સંયમના પુરુષાર્થે આગળ વધવું. પણ કર્મસંજોગે પૂર્વભવની સાધ્વીપત્નીનો જીવ દેવદત્ત શ્રેષ્ઠીની કન્યા શ્રીમતીરૂપે ફરી પિરચયમાં આવવો. આર્દ્રમુનિને પતિ તરીકે સ્વીકારી. અંતે હઠ કરી બાર વર્ષની પર્યાય વટાવી ગયેલ મુનિવરની સાથે જ લગ્ન કરવા. આર્દ્રમુનિનું ફરી સંસારમાં આવવું, પુત્રજન્મ પછી ફરી દીક્ષાના ભાવ થવા. પણ પુત્ર દ્વારા જ સૂતરના બાર તાંતણે બંધાઈ જતાં બીજા બાર વરસ ગૃહસ્થવેશમાં વીતાવી, પછી કિશોરાવસ્થામાં આવેલ પુત્ર તથા પત્ની શ્રીમતીને સમજાવી દીક્ષા લઈ લેવી. તેમ આર્દ્રકુમારનું જીવન આશાતના-આરાધનાનો ઇતિહાસ છે. પણ બીજી વાર લીધેલ સંયમમાં આશાતનાના પાપોને ધોઈ નાખવા જબ્બર પુરુષાર્થ કરવો. સ્વયં લઈ લીધેલ મુનિવેશ છતાંય પોતાના જ પિતા રાજા દ્વારા નિષ્કાષિત જેવા પાંચસો સામંતોને પ્રતિબોધી તેમને પણ પ્રવજ્યાનો માર્ગ પ્રદાન કરવો. પછી હાથીના માંસભક્ષી તાપસોને પણ પ્રતિબોધી સંયમ માર્ગે ચડાવી, બલિદાન માટે રખાયેલ હાથીને મુક્ત કરી અહિંસાનો આહ્લાદ ગજવવો અને અનેકોને ધર્મનો સાચો માર્ગ ચીંધી પ્રભુ મહાવીર પાસે મોકલી અંતે અભયકુમાર તથા રાજા શ્રેણિકને મળવું. હાથીની મુક્તિ સહેલી પણ પુત્રના સ્નેહબંધનની ગાંઠમાં બાર વરસ સુધીનું ગૃહસ્થજીવનનું કઠોર બંધન કેવું હતું તેનું સ્વયંના મુખે સ્વયંના અનુભવનું સત્યકથન કરી લઘુતાનું દર્શન કરાવવું. સ્વયં સંયમી વેશમાં છતાં અભયકુમાર દ્વારા મોકલાયેલ આદિનાથપ્રભુની પ્રતિમાના ઉપકારથી જીવનપરિવર્તન થવાનું કબૂલી તેમનો નિઃસ્વાર્થ ઉપકાર અનુમોદવો અને અંતે પ્રભુ મહાવીરના સ્થાપેલ ચતુર્વિધ શ્રીસંઘમાં ભળી જઈ આત્મકલ્યાણ Jain Education International ચતુર્વિધ સંઘ માટે બાકીનું જીવન પણ ધર્મપરિણતિ પૂર્વકનું વીતાવી હશુકર્મી બની આત્મકલ્યાણ સાધી જવું. આ આર્દ્રકુમારનો જીવન પ્રસંગ જીવનમાંથી થતી ઉન્નતિ—અવનતિ—પુનઃ ઉન્નતિ અને પરંપરાએ મુક્તિનું સચોટ દૃષ્ટાંત છે, જે પતિતોને આલંબનભૂત છે. ચારિત્રધર્મની આરાધનામાં આવેલ આશાતનાનો વંટોળ અને પછીની ઉત્કટ આરાધનાનો ઇતિહાસ છે. ૧૫ ચોરીના પાપને છોડી-તરછોડી રોહિણેય જુગારી પણ અણગારી બને, કામી પણ નામી બને, બ્રાહ્મણ પણ શ્રમણ બને, ખૂની પણ મુનિ બની મોક્ષે જાય કે મિથ્યાત્વી પણ સમિકતી બની સ્વર્ગે સીધાવે તેવા અનેક પ્રસંગો જિનશાસનમાં જોવા મળે છે. બની ગયેલ એક સત્ય પ્રસંગ પ્રભુવીરના સમકાલીન ઇતિહાસની સાક્ષી પૂરે છે. રાજગૃહિ નગરીની નિકટમાં આજેય વૈભારગિરની ગુફા છે, જ્યાં રહેનારો ભયંકર લોહખુર ચોર જેણે પોતાના જીવનમાં અનેક નાગરિકોને ચોરી કરી સતાવ્યા હતા. સાથે પોતાના પુત્ર રોહિણેયને પણ મૃત્યુ સમયે ચોરીના ધંધાનો વિકૃત વારસો સુપ્રત કરી, ભગવાન મહાવીરની વાણી ન સાંભળવાની પ્રતિજ્ઞા કરાવી હતી. કહેવાય પણ છે કે પાપીઓ પાપના ચેપ દ્વારા પાપનો પ્રચાર જ કરતા હોય છે, માટે પાપી નિમિત્તોથી બચતા રહેવામાં ભલાઈ છે. પિતાની પ્રતિજ્ઞાથી બદ્ધ તે ચોરપુત્ર જંગલનો એક જ રસ્તો હોવાથી જ્યારે જ્યારે સમવસરણની નિકટથી જવાનું થાય ત્યારે ત્યારે જિનવાણી ન સંભળાઈ જાય માટે કાનમાં આંગળીઓ ભરાવી પસાર થાય છે. પણ એક દિવસ પગમાં કાંટો લાગી જવાથી ઉપાય રહિત તે જેવો કાંટો કાઢવા હાથ પગ ઉપર મૂકે છે તેટલી વારમાં તેના ખુલ્લા રહેલ કાનમાં દેવલોકના દેવોનું વર્ણન કરતાં પ્રભુ વીરના વાક્યો અનાયાસ પડી જાય છે. પ્રતિજ્ઞાભંગના ભયથી તરત કાંટો કાઢી આંગળીઓ કાનમાં ભરાવી તે રોહિણીયો ત્યાંથી ભાગી છૂટે છે. પણ પાછળથી બુદ્ધિશાળી અભયકુમારની વ્યૂહરચનામાં સપડાઈ જતાં પકડાય છે; પણ પ્રાણ બચાવવા પોતાનું નામ . દુર્ગચંડ પટેલ તરીકે ઓળખાવી બચાવ કરે છે. તપાસ કરતાં શાલિગ્રામવાસી તે જ નામનો પટેલ બહારગામ હોવાથી અભયકુમાર યુક્તિ કરી ચોર પાસે સત્ય કઢાવવા તેને જમાડી ઉપરથી દારૂ પીવડાવી નશામાં દેવલોક જેવું વાતાવરણ દેખાડી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy