SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા એક હજાર ને આઠ વિદ્યાઓ, પાછા તે વિદ્યાઓના રક્ષક દેવતાઓ. આમ બધું જ શુભ ભેગું થવાથી મહામંત્રના આરાધકોને અધિષ્ઠાયક દેવતાઓ રક્ષે છે, ચમત્કારિક ફળ બક્ષે છે અને અશુભ અને કુત્સિત તત્ત્વોને ભક્ષે છે. આવા આરાધકોમાં અમરકુમારનું નામ ઐતિહાસિક ને અમર છે. પ્રભુવીરના વિચરણકાળની વાત છે. રાજગૃહિના રાજા શ્રેણિકની ચિત્રશાળાનો દરવાજો તે સાવ નવો પણ ચણતર સાથે તૂટી જાય છે. જ્યોતિષો-પંડિતોએ આગાહી કરી દીધી કે બત્રીસ લક્ષણવંતા બાળકની જો હોમમાં આહૂતિ અપાય તો જ દરવાજાનું કાર્ય પાર પડે. ભગવાન મહાવીર પાસેથી બોધ પામ્યા પૂર્વેની દશામાં મોહાધીન રાજા શ્રેણિકે નગરમાં ઢંઢેરો પીટાવી બાળકના વજન પ્રમાણે સોનું આપવાની જાહેરાત કરી. લાલચમાં ચાર પુત્રોની માતા ભદ્રા બ્રાહ્મણીએ પતિ ઋષભદાસ બ્રાહ્મણની ઉપરવટ થઈ પોતાનો અણમાનીતો ધાર્મિક, સરળ અને ઉમ્રમાં નાનો દીકરો રાજાને વેચી નાખ્યો. રૂપિયાના સ્વાર્થે સગી જનેતાએ જીવતા બાળકને અનાથ કરી દીધો. નિર્દોષ અમર મરવા નથી માંગતો, અને રાજા–પ્રજા બધાયના પગે પડે છે, આંસુ સારે છે, બચાવોની બૂમ પાડે છે. પણ પૈસાપ્રેમી પાખંડી બ્રાહ્મણ ભટ્ટોએ અમરની આહૂતિ માટે રાજાને ખાસ આગ્રહ કર્યો અને રાજા શ્રેણિકે પણ પોતાની ચિત્રશાળાના સ્વાર્થને આગળ કરી અમરને બલિદાન માટે ભટ્ટોના હાથમાં સોંપી દીધો. અમર કણસતો રહ્યો ને નિર્દય બ્રાહ્મણોએ તેની જીવતી આહૂતિ આપવા અગ્નિકુંડ પાસે લાવી ખડો કીધો. ફક્ત દેખાવની આડંબરી શરીર શોભા, સ્નાન ને આભૂષણોથી અલંકૃત કરાયેલો અમર મોતને સામે દેખી સીધો જ નવકાર મહામંત્રના શરણે ગયો. જંગલમાં લાકડા કાપવા જતાં જૈન મુનિ ભગવંત પાસેથી નવકાર શીખવા મળ્યો હતો. પોતે બ્રાહ્મણ છતાંય જૈની નવકાર ઉપરની શ્રદ્ધા દ્રઢ હતી. ખૂબ ગંભીરતાએ, પ્રણિધાનથી ગણાતા તે નવકારના પ્રભાવે દૈવી ચમત્કાર થયો. રાજા શ્રેણિક સહિત ભટ્ટો જમીન ઉપર લોહી વમતા ગબડી પડ્યા, અગનજ્વાળા ઉપશમી ગઈ, વચ્ચે સિંહાસન આવ્યું ને તેની ઉપર દેવોએ અમરકુમારને બેસાડી દીધો. તે પછી તો અમરકુમારે સ્વયં દયા લાવી નવકાર ગણી પાણી છાંટતા બધાય હોંશમાં આવ્યા. જ્યાં નમસ્કાર ત્યાં ચમત્કાર હતો, તે ચમત્કારને પ્રત્યક્ષ દેખી રાજા સ્વયં બાળકુમાર અમરને નમસ્કાર કરવા લાગ્યો. રાજા શ્રેણિકે અમરને રાજ્ય Jain Education International ૧૩૯ આપવા તૈયારી દેખાડી કારણ કે ચારેય તરફ અમરની અમરકહાણી ચર્ચાવા લાગી. પણ તે લાલચથી પણ મુક્ત અમરકુમારે સ્વાર્થી સંસારનો ત્યાગ કરી જાતિસ્મરણ જ્ઞાન થયે વૈરાગ્યપૂર્વક બ્રાહ્મણ મટી શ્રમણપણું સ્વીકાર્યું. સ્વયં લોચ કરી, વસ્ત્રો પહેરી સ્મશાને જઈ કાઉસ્સગ્ગ ધ્યાને ઊભા રહ્યા. તેની માતા તો પૂર્વભવની વૈરિણી હતી. પાછું ધન-સોનું રાજા માંગી ન લે તેથી બધું સગેવગે કરી દઈ, પોતાના પુત્રના જીવતાં બીજો ઉપદ્રવ ન થાય તેવી ભીતિથી છૂપીછાની રાત્રે શસ્ર લઈ જંગલમાં ગઈ. સગી મા ડાકણથી ભૂંડી બની. નૂતન મુનિરાજ અમરમુનિની હત્યા કરી નાંખી. ભયમાં પાછા ભાગતાં જંગલી વાઘણનો શિકાર બની. મુનિહત્યાના ગોઝારા પાપે મરી છઠ્ઠી નરકે રવાના થઈ. જ્યારે મુનિરાજ અમર નવકારમાં લીન પ્રાણઘાતક ઉપસર્ગ વચ્ચે પણ સમત્વ રાખી શુભ ધ્યાને સમાધિ મૃત્યુ દ્વારા બારમા દેવલોકે ગયા. આવતા ભવે તો મહાવિદેહક્ષેત્રથી નવકાર પ્રભાવે જ કેવળી બની મુક્તિને વરનાર છે. ૧૪ આરાધના આશાતના-આરાધના આર્દ્રકુમાર મનુષ્યનું જીવન આરાધના–વિરાધનાઓનું ચલચિત્ર. જીવનમાં આવતા સુખમાં મૂળમાં ધર્મ અને શારીરિક માનસિક દુઃખોના મૂળમાં થયેલ પાપો–ભૂલો અને વિરાધનાઓ હોય છે. જે પાપોના ઉદયકાળે ડગી જાય છે તે જીવન હારી જાય છે. અને જે ભૂલોને ભૂલી નવા દિવસની નવી શરૂઆત કરે છે તેના જીવનમાં પ્રગતિ–ઉન્નતિને કર્મો પણ અટકાવી નથી શકતા. સામાયિક નામના ખેડૂતના ભવમાં લીધેલ ચારિત્ર પણ ચારિત્રજીવનમાં જીવંત બની ગયેલ પત્ની સાધ્વી ઉપરનો રાગ, જેને કારણે ચારિત્રજીવનની આરાધના-વિરાધના થઈ ગઈ. કર્મે બદલો લાવી તે કૃષક સાધુ જીવને સમુદ્ર મધ્યે અનાર્ય દેશમાં રાજા આર્દકને ત્યાં આર્દ્ર નામે જન્મ આપ્યો. અનાર્યભૂમિ છતાં કુમા૨વયે નિમિત્તો એવા સર્જાણા કે આર્યભૂમિમાં આવવાનું થયું ને ફરી પૂર્વભવની અધૂરી સાધના પાર પાડવા અનુકૂળતાઓ મળી. રાજગૃહી નગરીથી આવેલ શ્રેણિકના મંત્રી પાસેથી પોતાના પિતા રાજાને મળેલ ભેટવસ્તુઓ તે કારણે શ્રેણિકની ઓળખાણ થઈ. પછી શ્રેણિકપુત્રને અભયકુમાર મંત્રીશ્વર તરીકે ઓળખી વગર મુલાકાતે પણ મૈત્રી સ્થાપવા આર્દ્રકુમાર દ્વારા ભેંટો મોકલાવવી. અનાર્યભૂમિમાંથી રાજપુત્ર પાસેથી મુક્તાફળપરવાળા વગેરે અભયકુમારને મળવા. વળતામાં જૈનધર્મના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy