SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ જેવો સત્કાર ન જણાતા શ્રેષ્ઠી સુદર્શનને તેમના નવા ગુરુના દર્શન કરાવવા આગ્રહ કર્યો. સાથે મનમાં ભાવના રાખી કે જો તેમના મનના અમુક પ્રશ્નોના સુખદ સમાધાન આચાર્યશ્રી આપે તો તેમના શિષ્ય બની દીક્ષા લેવી. સુદર્શન શ્રેષ્ઠી પોતાના પૂર્વગુરુને નૂતનગુરુ પાસે લઈ ગયા. ત્યાં પરિવ્રાજકે નાના-મોટા અનેક પ્રશ્નો કર્યા અને બધાયના સચોટ જવાબ પણ મેળવ્યા, પણ છેલ્લે એક પ્રશ્નના જવાબે તેમનું મન હરી લીધું અને તેઓ પોતાનો વનવાસી સંન્યાસ ત્યાગી પરમાત્માકથિત પ્રવજ્યા માર્ગને પામી ગયા. પ્રશ્ન હતો કે, શું જૈન સાધુઓ દેહશુદ્ધિના સ્નાન વગર આત્માની શુદ્ધિ પામી શકે? નાના પ્રશ્નનો નક્કર જવાબ પાછો પ્રશ્નાત્મક જ હતો. થાવચ્ચાપુત્ર આચાર્યશ્રીએ સામો પ્રશ્ન કર્યો કે, શું રક્તરંજિત વસ્ત્ર રક્તરંગ વડે શુદ્ધ થાય ખરૂં? સ્નાનદ્વારા દેહનો રાગ પોષાય ઉપરાંત અસંખ્ય અકાયના જીવોની હાનિ થાય. પાણીથી હિંસાત્મક સ્નાનક્રિયા દ્વારા અંદર રહેલો હિંસાભાવી આત્મા વધુ હિંસક બને કે અહિંસક? લોહીના ડાઘાવાળું કપડું લોહીના પાણીથી જેમ વધારે મલીન થાય તેમ સ્નાનની હિંસાથી આત્માની હિંસક વૃત્તિ વધે અને આત્મા શુદ્ધ થવાને સ્થાને વધુ અશુદ્ધ બને. સચોટ ખુલાસાએ શુક પરિવ્રાજકને બોધિત કર્યા, તેમણે આચાર્યશ્રીને જીવન સમર્પિત કર્યું અને શ્રેષ્ઠી સુદર્શને ખૂબ અનુમોદના કરી. ૪ ચરમભવ છતાંય કર્મથી પરાભવઃ શૈલકાચાર્ય દ્વારિકા નગરીની નિકટના રાજા શૈલકે ખૂબ વૈરાગ્ય સાથે આખુંય રાજ્ય છોડી ધામધૂમથી પ્રવજ્યા લીધી હતી. ચારિત્ર પ્રાપ્તિ પછી પણ સવિશુદ્ધ સંયમચર્યા પાળતાં ઉગ્ર તપસ્વી બન્યા હતા. પાંચસો શિષ્યોના પરિવારને મેળવનાર તથા પંચપરમેષ્ઠિ પદમાં તૃતીય આચાર્યપદ સુધી પહોંચનાર તેઓ સંવેગી આત્મા હતા. જેમના ચારિત્રજીવનની સુવાસ ચોતરફ ફેલાયેલ હતી. પણ વક્ર કર્મનો ઉદય થતાં જીવનમાં વંટોળ આવી ગયો. દેહાધ્યાસથી પર બની લૂખું-સૂકું ભોજન કરતાં તેમની કાયા એકવાર દાહજ્વરમાં સપડાઈ ગઈ. સંયમજીવનમાં વ્યાધિએ ઘેરો નાખ્યો છતાંય તપ ને આયંબિલનો આહાર ન છોડ્યા. સહન કરતાં તેઓ પોતાના મૂળવતન શેલકપુર નગરે પધાર્યા અને રાજા મંડુકની ભાવ-વિનંતિ સ્વીકારી રાજાના વાહન રાખવાની યાનશાળાએ સશિષ્ય બીરાજીત થયા. વંદનાર્થે આવેલ રાજાએ આચાર્યશ્રીની કાયામાં ઉદ્ભવેલ તાવના ઉપચાર માટે ખાસ Jain Education International For Private ચતુર્વિધ સંઘ વિનંતિ કરી સ્વયં સેવાભાવથી વૈદ્યરાજોને લઈ આવ્યા. મંડુક રાજાની ભાવિવભોરતાથી શૈલકાચાર્યનો રોગોપચાર ચાલુ થયો. ઉદ્દેશ્ય હતો નિરોગી કાયાથી ફરી વિશેષ આરાધનામાં જોડાવાનો તેથી રાજશાહી ઔષધો વાપરવા ચાલુ કર્યા; પણ ઊંડા મૂળ સુધી ગયેલ રોગને કારણે બિમારી ન વધી ન ઘટી. છેલ્લા બધાય ઉપચારો નિષ્ફળ જતાં જાણી વૈદ્યોએ જકડાઈ ગયેલ શરીરના સાંધા તથા તાવને ભગાડવા મદ્યપાનને ઔષધીય ઉપચારરૂપે જણાવ્યું. પ્રથમ તો હા-ના થઈ, પણ પછી રાજા મંડુક અને અન્યના પણ કહેવાથી આચાર્યશ્રીએ વ્રતનિયમોમાં અપવાદ ઊભા કરી દવા સાથે મદ્યપાન ચાલુ કરી. રોગ દૂર થવા લાગ્યો. તે પછીની અશક્તિ દૂર કરવા શૈલકાચાર્યે વિગઈઓના સેવન પણ ચાલુ કરી દીધા. તેમાંય બાદશાહી વાનગીઓ અને રાજશાહી સેવા મળતાં ટૂંક સમયમાં જ સ્વાસ્થ્ય સુંદર બની ગયું. આમ દ્રવ્યરોગ તો ગયો પણ ભાવરોગ પ્રમાદ-આળશ-શિથિલતા વગેરેએ આક્રમણ કરી દીધું. આવશ્યક ક્રિયા જેવું પ્રતિક્રમણ ગયું. ઉપયોગ પણ ગયો કે હું પાંચસો શિષ્યોનું સંચાલન કરનારો આચાર્યપદના ગૌરવથી યુક્ત છું. મદ્યપાન કરવું, ઊંઘવું ને પ્રમાદમાં દિવસ વીતાવવો તેવું ક્ષુલ્લક સંયમ હવે હાથમાં રહ્યું. શિષ્યો પણ ગુરુની મર્યાદા રાખી તેમને ઉપદેશ આપી ન શક્યા. તેથી એક પછી એક બધાય અન્ય આચાર્યશ્રી પાસે જઈ સંયમની આરાધના કરવા લાગ્યા. પણ પંથક નામના એક અતિવિનીત શિષ્ય ગુરુની વૈયાવચ્ચ ન છોડી. બધીય રીતે તેમની દેખરેખ કરી તેમની ઇચ્છાઓ સાચવે છે, પણ પોતાની સંયમારાધનામાં જરાય ઓટ આવવા ન દીધી. ન ન ચાતુર્માસ પ્રવેશ થયો પણ પાપોદયના કારણે શુદ્ધાચારનો માર્ગ ન ખૂલ્યો. છતાંય આશાવાદમાં પંથકે આચાર્ય શૈલકની સેવા ચાલુ રાખી. જોતજોતામાં ચાતુર્માસ પૂર્ણ થઈ ગયું. છેલ્લો ચૌમાસી ચૌદશનો દિવસ આવી ગયો. તે દિવસનું ચૌમાસી પ્રતિક્રમણ પંથક મુનિ એકલા કરવા લાગ્યા. અને જ્યારે ખમાવવાની વિધિ આવી ત્યારે શિષ્ય પંથક મુનિએ શિથિલ બનેલ ગુરુના ચરણો સ્પર્શી તેમને ક્ષમાપના કરી. નિદ્રામાં ખલેલ પાડવા બદલ મિચ્છામિ દુક્કડમ્ માંગતા શિષ્યને પૂછતાં ગુરુજીને ખ્યાલ આવ્યો કે આજે તો ચોમાસું પૂરું થાય છે, ને કાલે તો વિહાર કરવાનો છે. પોતે દોષમાં છતાંય ખમાવે છે શુદ્ધાચારી શિષ્ય. અચાનક વિચાર કરતાં પોતાનો પ્રમાદ, આરોગ્ય લેવા જતાં ખોયેલ સંસ્કારધન ઉપરાંત સાફ થઈ રહેલ સંયમસાધના વગેરે ખટકી ગયા. એકદમ ઊભા થઈ શિષ્યમુનિના વિનયથી ક્ષોભ Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy