SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૧૩૩ પામેલ તેઓ લઘુતા ધારણ કરી શિષ્યને ખમાવવા લાગ્યા. આત્મસાક્ષીએ બધાય પ્રમાદનું પ્રતિક્રમણ કરી પશ્ચાત્તાપ પણ કર્યો. બીજે જ દિવસે રાજા મંડુકને બોલાવી વિહાર કર્યો. પ્રમાદ ત્યાગી ફરી સુંદર સંયમ પાળવા લાગ્યા. બંધાય શિષ્યો પાછા ગુરુજીની સેવામાં આવી ગયા. ભૂલોને ભૂલી આચાર્યશ્રી એકદમ વ્યવસ્થિત થઈ સપરિવાર શત્રુંજય આવ્યા. કમાલ તો એ થઈ કે માસક્ષમણ કરતાં કેવળી બની મોક્ષે ગયા. ૫ ભીખ મુનિવરની ભીખતા: મહાત્મા ભીખ જૈન મહાભારતમાં ભીષ્મની છાપ એક અવ્વલ અને ઉમદા ગુણોથી સંપન્ન પીઢ અને પ્રૌઢ તરીકે ઉપસી આવે છે. સાવ નાની ઉમથી જ માતાના ખોળામાં ખેલી જે સંસ્કારો ઉપસ્થિત કર્યા હતા તે ભરયુવાનીમાં ઉદય પામ્યા. કિશોરાવસ્થામાં જ પોતાના પિતાના સંસાર સુખ અને એક કન્યાના લગ્ન પ્રસ્તાવના ખાતર આજીવન માટે સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચારી સૌને હેરત પમાડી દેનાર યુવા ભીષ્મની યુવાની કહેવાય છે કે વૃદ્ધાવસ્થાની છેલ્લી ઘડી સુધી જોમવંતી રહી. ને પોતાના જીવનમાં સદાચારનો પક્ષપાત એટલો વિકસિત કર્યો કે નિષ્પક્ષિતા અને નિઃસ્પૃહિતા નામના બેગુણો તેમની જીવનસંધ્યા સુધી ખીલતા ચાલ્યા. ધર્મનો પુરુષાર્થ જબ્બર હતો, પણ તેમનું પ્રારબ્ધ કંઈક પાછળ ચાલતું રહ્યું, જેથી સત્યમાર્ગના પક્ષપાતી પાંડવોના સહયોગી બનવાના સ્થાને દુર્યોધન અને કૌરવોના પક્ષમાં રહી તેમનું અન્ન ખાઈ જીવનસત્વ વિકાસ ખોવાનો પ્રસંગ આવી ગયો. છતાંય અપ્રમત્ત તેઓ યુવાવસ્થામાં દ્રૌપદીના વસ્ત્રાહરણ પ્રસંગ પછી સાવધાન બની ગયા. દુર્યોધનના પક્ષમાં છતાંય પાંડવોની તરફેણ કરતા રહ્યા, દુર્યોધનને દુષ્ટતાથી ડારતા રહ્યા. બેઉ પક્ષના સમાધાન કરવા જતાં પોતાની યશ-કામના પણ ગૌણ બની, બધાયનું સારું કરવા જતાં પોતાનું બુરું થતું ચાલ્યું, છતાંય સમાજ અને પ્રજાના હિતમાં બસ સહન કર્યે રાખ્યું. છેલ્લે દુષ્ટતાએ જ્યારે દુર્યોધનને ઘેરી પાંડવો સાથે યુદ્ધની નૌબત વગડાવી, ત્યારે યુદ્ધ માટે નકારો કરનાર ભીષ્મ જ હતા. બ્રહ્મચર્ય પ્રભાવે ખૂબ શક્તિમાન હતા છતાંય દસ દિવસના પ્રારંભિક યુદ્ધમાં સેનાપતિપદનો બોજ લીધો, પણ પાંડવો સાથે યુદ્ધ ન કર્યું. અંતે જ્યારે દુર્યોધને અશિષ્ટ શબ્દોનો ઉપયોગ કરી તેમને છંછેડ્યા ત્યારે પણ પાંડવોને ઘાયલ કરવાને બદલે પોતે ઘવાયા. અને પોતાને ત્યાં રહેલ કર્ણ મહારથી હતો છતાંય સત્યનો પક્ષ લઈ દુર્યોધન સામે અર્જુનની બાણકળા પ્રશંસી. ગમે તેમ કરી પણ દુર્યોધનમાંથી દુર્બુદ્ધિ હટાવી સંભાવના સંચારવા મથતા રહ્યા. નપુસંક, નારી, નિર્ધન અને નિઃશસ્ત્ર સાથે યુદ્ધ ન કરવાની નીતિ યુદ્ધમાં પણ પ્રયોજી. આખું શરીર બાણોથી વિંધાણું ત્યારે પણ યુદ્ધમાં દેહવેદના ભૂલી આત્મદર્શનને પ્રધાન બનાવ્યું. છેલ્લે સખત વેદના વચ્ચે પણ બાલપણની ભાવનાને સાકાર કરતાં સંયમવેશ સ્વીકાર્યો. જૈન મહાભારત જણાવે છે કે છેલ્લે જીવનનું વરસ ભીખે એવું તો આત્મસાધનામાં ગાળ્યું કે કૌરવ-પાંડવ બધાયને બોલાવી પ્રથમ તો બધાય સાથે સ્વયં ક્ષમાપના કરી. પછી બધાયને શાંતિસમાધિનો ઉપદેશ આપ્યો. પોતાની કાયામાં ખૂંપેલ બાણોને કાઢ્યા વગર જ વેદના સહેવા દ્વારા સકામ નિર્જરા કરી, દેહાધ્યાસ છોડી આત્મજ્ઞાન દ્વારા દેહ છતાં દેહાતીત દશાનું ભેદજ્ઞાન કર્યું. જીવનમાં કુટીલ રાજનીતિ અને કૌરવના પક્ષે જતાં થયેલ પાપોને આલોચી, છેલ્લે ચૌવિહારો માસક્ષમણ કરી ભીષ્મ પોતાની ભીષ્મતા પ્રકટ કરી. છેલ્લે ભીષ્મ મુનિરાજ સમાધિપૂર્વક કાળધર્મ પામી બારમા દેવલોકે ગયા છે. ભીષ્મની માતા થકી તેમનામાં વિકસેલ ગુણપુષ્પો હતા નૈષ્ઠિક બ્રહ્મચર્ય, માતા-પિતાની ઉત્કટ ભક્તિ, નિષ્પક્ષિતા, સમાધાનવૃતિ, અહિંસક પ્રવૃતિ, જ્ઞાતા-દ્રષ્ટાભાવ, તપસ્યા અને સાત્વિકતા. આવા ગુણવંતો માટે જ સંયમના કષ્ટો પણ દેવગતિ કે મોક્ષગતિના સુખો હોય છે. ૬ ધન્ય માતા ને ધન્ય જાયા : મહાત્મા અરણિક મુનિ “અરે! તમે મારી પાછળ કેમ દોડો છો? મારો દીકરો ક્યાં ગયો છે? તેને જોયો? સુંદર સંયમ પાળતો હતો. કોણે તેને કામણ કરી સંતાડી દીધો છે? આવી જીવતા જીવની ચોરી થાય અને તમને ખબર પણ ન પડે? અરે અરણિક! તું જ હવે જ્યાં હો ત્યાંથી બહાર આવ. જો તો ખરો, તારી મા ઉપાશ્રયથી નીકળી તને શોધવા ભમી રહી છે, અને તું મળવા પણ નથી માંગતો? અરણિક! તું ક્યાં ગયો છો?” પ્રૌઢાવસ્થાએ પહોચેલી સાધ્વી ભદ્રામાતા ભાંગેલા-તૂટેલા અવાજે બૂમો પાડતી ગલીઓમાં ભમી રહી હતી. તેને છંછેડવા શેરીના બાળકોપાછળ પડેલા હતા. તેને જોઈ કોઈ પાગલ સમજે છે તો કોઈકને હૃદયમાં કરુણા ઊપજે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy