SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા સંસારમાં રહેવું પડ્યું. પણ કાળક્રમે રાણી સહદેવીને પુત્ર થયો, જેને પતિની દીક્ષાનું નિમિત્ત માની રાણીએ બાળકને સંતાડી દીધો, જેથી રાજા કીર્તિધર દીક્ષા ન લે. છતાંય ગુપ્તચરોના માધ્યમથી ખાતરી થતાં જ નાના બાળ સુકોશલને રાજગાદી સોંપી રાજવીએ ચારિત્ર લીધું અને ગુરુ વિજયસેન સાથે રહી યોગક્ષેમ પામ્યા. પર્યાય અને પરિણતિ બેઉ વધતાં ગુર્વાશાથી એકાકી વિહારી બન્યા અને આત્મસત્વને વિકસાવવા લાગ્યા. વિચરણ કરતાં પુનઃ અયોધ્યાનગરીના ઉદ્યાને પધાર્યા. માસક્ષમણના તપસ્વી હતા. રાણી સહદેવી પોતાના પતિ મુનિના સમાચાર મળવા છતાંય તેમના દર્શનવંદનથી પાવન થવાને બદલે સંસારરાગથી પોતાના પુત્ર રાજા સુકોશલનું વિચારવા લાગી. રખેને પિતા પાછળ પુત્ર પણ સંસાર છોડી દે, તેમ થયે તેણીની સત્તા-સમૃદ્ધિ-સંસારરંગમાં ભંગ પડતું લાગ્યું. અશુભ વિચારોના વમળમાં તેણીએ પારણા હેતુ ગોચરીભ્રમણ કરતાં મહાત્માને રાણીપદની સત્તાનો દુરુપયોગ કરી, પુત્રને પણ અંધારામાં રાખી, નગરીની બહાર ચાલ્યા જવા ફરમાન કર્યું. રાણીની આજ્ઞા પ્રમાણે રાજસેવકોએ મુનિરાજને નગરીની બહાર કર્યા, જે સમાચાર જાણતાં જ સુકોશલની ધાવમાતા દુ:ખની મારી રડવા લાગી. ધાવમાતાના મુખે માતારાણીના અન્યાયની વિગતો જાણી પુત્ર સુકોશલે ગુપ્ત રીતે નગરીની બહાર રહેલ પિતા મુનિ પાસે જઈ સંસાર ત્યાગની ભાવના દર્શાવી. પિતાના વંશજ પુત્રનો વૈરાગ્ય પણ જબ્બર હતો, તેથી તેની પત્ની ચિત્રમાળાને ગર્ભિણી સ્થિતિમાં જ છોડી, ગર્ભસ્થ બાળકનો જ રાજ્યાભિષેક કરાવી સ્વયં પોતાની મહારાણીની ઇચ્છા વિરુદ્ધ સંયમી બની ગયા. પિતા-પુત્રની અનોખી જોડીએ આત્મારાધનામાં ખૂબ પ્રગતિ સાધી. જ્યારે આ તરફ રાણી-માતા સહદેવીના માનપાન ઓછા થઈ જતાં તેનું મન ભાંગી ગયું અને ન સંસારમાં કે ન સંયમમાં તેમ વિચિત્ર માનસિક સ્થિતિમાં આર્તધ્યાન પામી જંગલની વાઘણ તરીકે તિર્યંચ ગતિમાં જન્મ પામી. બેઉ મુનિવરો સાધના કરવા તે જ જંગલમાં કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા, ત્યારે તે જ વાઘણે પોતાની સમક્ષ બે માનવીને જોતાં જ વેરબુદ્ધિથી તરાપ મારી પ્રથમ સુકોશલ મુનિની કાયાને વિદારી નાખી, પછીના શિકારમાં કીર્તિધર મુનિની પણ હત્યા કરી નાખી. પિતા-પુત્રની જોડીએ સંયમ સાધનામાં દેહાધ્યાસ છોડી આવા મરણાંત ઉપસર્ગ વચ્ચે પણ કર્મક્ષય હેતુ સમતા ધારી, અંતે પોતાના જ પુત્ર અને પતિને ન ઓળખી શકનાર વાઘણને પતિમુનિનાં દાંત Jain Education International ૧૩૧ દેખી જાતિસ્મરણ જ્ઞાન થયું, ખૂબ પશ્ચાત્તાપ થયો. પણ ત્યાં સુધીમાં તો બેઉ આત્મા મોક્ષની સફર કરી ચૂક્યા હતા. ૩ ગુરુના સાચા ગુરુ : મહાત્મા શુક પરિવાજક દ્વારિકા નગરીના અનેક ભવ્ય જીવો આબાલ બ્રહ્મચારી નેમિનાથ પરમાત્માની અમીદૃષ્ટિ પામી સંસારત્યાગી બની રહ્યા હતા. જિનેશ્વર ભગવંતની અસ્ખલિત દેશના અનેકોના કલુષિત કર્મોને ધોઈ તેમના આત્માને પાવન કરી રહી હતી. નગરીના ધનાઢય શ્રેષ્ઠી જેમનું નામ હતું થાવચ્ચા શ્રેષ્ઠી, તેઓ પણ ભાવિત બન્યા હતા. તે જ શ્રેષ્ઠીના સુપુત્ર જેમને લોકો થાવચ્ચાપુત્રના નામે ઓળખતા હતા. તેમના લગ્ન તેમના પિતાશ્રીએ બત્રીસ કોડીલી કન્યાઓ સાથે કર્યા હતા. દરેક પત્નીને થાવચ્ચાપુત્રે એક એક ક્રોડ સુવર્ણમુદ્રા અને અલગ અલગ મહેલો આપ્યા હતા અને સ્વયં પાછા સ્વતંત્ર ગોળાકાર મહેલમાં નિવસતા હતા. તે ધનાઢ્ય અને રૂપાત્મ્ય થાવચ્ચાપુત્ર પણ જોગાનુજોગ પરમાત્માના સંપર્કમાં આવ્યા અને જેમજેમ પ્રભુજીની અતિશયયુક્ત વાણી સુણતા ગયા તેમ તેમ તેમની પ્રજ્ઞા વિકસતી ચાલી. પરિણામ એ આવ્યું કે પોતાને રંગ-રાગવિલાસ અને બત્રીશ–બત્રીશ યુવતીઓના પતિ છતાંય પુણ્યોદયે મળેલું ભોગસુખનું વાતાવરણ ભવદુઃખનું કારણ લાગી આવ્યું. ભવ વૈરાગ્ય થતાં તેઓએ બધુંય પળવારમાં સંકેલી ભાગવતી દીક્ષા લીધી અને સંયમની સુંદર સાધના કરતાં ગુણાઢ્ય બન્યા. જ્ઞાન અને ગુણોની પ્રગતિ થતાં તેમના ગુરુદેવે તેમને આચાર્યપદ અર્પણ કર્યું. સન્માનયુક્ત તૃતીયપદ પ્રાપ્ત થતાં તેમના થકી ખૂબ શાસનપ્રભાવનાઓ થવા લાગી અને અનેક અજૈનો પણ જૈનધર્મના અનુયાયી બનવા લાગ્યા. સુદર્શન નામના એક સુખી– સંપન્ન શ્રાવકે પણ જ્યારે થાવચ્ચાપુત્ર આચાર્યની પ્રવચનધારાનું પાન કર્યું ત્યારે તેમની ભાવના જાગૃત થઈ ગઈ. પણ તથાપ્રકારી ચારિત્ર-મોહનીય કર્મોના કારણે તે શ્રાવક ફક્ત દેશવિરતિના વ્રતો લઈ શક્યા, પણ મનમાં સંકલ્પ રાખ્યો કે પોતાના વિશિષ્ટ તપત્યાગ દ્વારા તેઓ જૈનેતરોને પણ જૈનધર્મનું રહસ્ય સમજાવી, સન્માર્ગ દેખાડશે. આજ શ્રાવક આચાર્ય-ભગવંતના પરિચય પૂર્વે શુક-પરિવ્રાજક નામના સંન્યાસીને ગુરુપદે સ્થાપી ધર્મને જીવતો હતો; પણ પાછળથી જિનેશ્વર-પ્રભુના ધર્મને પામી ચુસ્ત શ્રાવક બની ગયો હતો. એકદા તેમના પૂર્વગુરુ શુક નગરીમાં આવ્યા અને પહેલા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy