SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૧૧છે. પ્રભાવશાળી પૂર્વધશે : મહિમાવંતા મહર્ષિઓ મુનિ વાત્સલ્યદીપ' કેવળજ્ઞાનની પ્રાપ્તિ બાદ પરમતારક કૃપાનિધાન એવા શ્રી તીર્થંકર પરમાત્માઓ જીવમાત્રના કલ્યાણના આશયથી પોતાની પ્રથમ દેશનામાં ચતુર્વિધ સંઘરૂપ તીર્થ અને તેના સંચાલક ગણધર ભગવંતોની સ્થાપના કરે છે. તત્ત્વજિજ્ઞાસા રૂપે પુછાયેલા ગણધર ભગવંતોના પ્રશ્નનો ઉત્તર પ્રભુ ફક્ત ત્રણ જ પદમાં ‘ઉપન્નઈ વા વિગમેઈ વા ધુવેઈ વા’ આપે છે અને ત્યારબાદ ગણધર ભગવંતોનાં મસ્તક પર વાસનિક્ષેપ કરે છે, જેના પ્રભાવે થયેલ જ્ઞાનાવરણીય Jકર્મના પ્રચંડ ક્ષયોપશમથી ગણધર ભગવંતો દ્વાદશાંગી રૂપ જિનાગમોની રચના કરે છે. બારે અંગોમાં બારમું દૃષ્ટિવાદ' નામનું અંગ સૌથી વિશાળ છે, જેની અંદર ચૌદ પૂર્વોનો સમાવેશ થઈ જાય છે. દૃષ્ટિવાદ' અંગના પાંચ વિભાગ છે : પરિકર્મ, સૂત્ર, પૂર્વાનુયોગ, પૂર્વગત, ચૂલિકા. તેમાંના ‘પૂર્વગત’ નામના વિભાગમાં જ ચૌદ પૂર્વોનો સમાવેશ થાય છે. તેમાંના પ્રથમ પૂર્વનું નામ “ઉત્પાદ પૂર્વ છે, જેમાં સર્વ દ્રવ્ય અને પર્યાયોના ઉત્પાદથી પ્રરૂપણા કરવામાં આવી છે. તેમાં ૧૧ કરોડ પદ છે. (પરંપરાના અભાવે ૧ પદનું પ્રમાણ અત્યારે જાણમાં નથી. ૧ પદ = ૫૧,૦૮,૮૬,૮૪૦ શ્લોક + ૨૮ અક્ષર એવું દ્રવ્યલોકપ્રકાશમાં મહોપાધ્યાયશ્રી વિનયવિજયજી મ.સા.એ કહ્યું છે.) બીજું પૂર્વ અગ્રાયણી પૂર્વ છે, જેમાં સર્વે દ્રવ્યો, પર્યાયો અને જીવવિશેષોનું પરિમાણ જણાવવામાં આવ્યું છે. તેની સંખ્યા ૯૬ લાખ છે. ત્રીજા વીર્યપ્રવાદ પૂર્વમાં સંસારી જીવનો, સિદ્ધના જીવો અને અજીવોનાં વીર્યવિષયક નિરૂપણ છે. તેમાં ૭૦ લાખ પદો છે. ચોથા પૂર્વનું નામ છે અસ્તિનાસ્તિપ્રવાદ પૂર્વ, એમાં ૬૦ લાખ પદો છે. પાંચમું પૂર્વ, જેનું નામ જ્ઞાનપ્રવાદ છે. તેમાં મતિ વ. પાંચ પ્રકારના જ્ઞાનનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે. તેની પદ સંખ્યા ૯૯,૯૯,૯૯૯ છે. છઠ્ઠા સત્યપ્રવાદ પૂર્વમાં સત્યવચનો, તેના ભેદો અને તેનાં વિરોધી અસત્યવચનોનું વર્ણન છે. તેમાં ૧,૦૦,૦૦,૦૦૬ પદો છે. સાતમું છે આત્મપ્રવાદ પૂર્વ, જેમાં અનેક નયોથી જીવ-આત્મા વિશેની વિચારણા કરવામાં આવી છે. તેમાં ૩૬ કરોડ પદો છે. આઠમા પૂર્વનું નામ કર્મપ્રવાદ છે. તેમાં જ્ઞાનાવરણ વગેરે આઠ કર્મો, તેના પ્રકૃતિ–સ્થિતિરસ-પ્રદેશ વ. ભેદોનું વિસ્તૃત વર્ણન છે. તેમાં ૧ કરોડ ૮૦ લાખ પદો છે. નવમા પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વમાં બધા જ પચ્ચખાણોનું વિસ્તારથી સ્વરૂપ કહ્યું છે. તેની પદસંખ્યા ૮૪ લાખ છે. દશમું પૂર્વ છે વિદ્યાપ્રવાદ, તેમાં અનેક વિદ્યાઓ, તેની સાધના, સિદ્ધિ વ.નું વર્ણન છે અને ૧ કરોડ ૧૫ હજાર પદો તેમાં છે. અગિયારમા અવંધ્ય નામના પૂર્વમાં શુભ ફળવાળા જ્ઞાન, તપ વ. અને અશુભ ફળવાળા પ્રમાદ વ.નું વર્ણન કરવામાં આવ્યું છે. જેનું પ્રમાણ ૨૬ કરોડ પદોનું છે. બારમું પૂર્વ છે પ્રાણાયુ, જેમાં જીવો અને તેના દશ પ્રાણો (પાંચ ઈન્દ્રિય, ત્રણ બળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય)નું નિરૂપણ કરાયું છે. તેમાં ૧ કરોડ ૫૬ લાખ પદો છે. તેરમા પૂર્વનું નામ ક્રિયાવિશાલ છે, જેમાં કાયિકી વગેરે ક્રિયાઓની વિસ્તૃત પ્રરૂપણા કરવામાં આવી છે અને ૯ કરોડ પદો વિશાળતા છે. ચૌદમું લોકબિંદુસાર પૂર્વ સર્વોત્તમ છે, જે સક્ષર-સંનિપાતલબ્ધિનું કારણ છે અને તેમાં સાડા બાર કરોડ ( પદો છે. ક્યાંક ૮મા, પૂર્વનું નામ સમયપ્રવાદ અને ૧૧મા પૂર્વનું નામ “કલ્યાણપણ કહ્યું છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy