SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ચતુર્વિધ સંઘ પ્રભુ તીર્થની સ્થાપના કરે ત્યારે સૌ પ્રથમ આ પૂર્વેના અર્થરૂપ ત્રિપદી કહે છે, તેથી તેને પૂર્વ’ એવું નામ આપવામાં આવ્યું છે. ભગવાન મહાવીરે વર્ણવેલા સકળ શ્રુતજ્ઞાનનો જેમાં સમાવેશ થતો હતો તે ચૌદ પૂર્વનાં નામ ઉપર મુજબ છે. પ્રભુના નિર્વાણ પછી તેના જ્ઞાતા ગણધર ભગવંત શ્રી સુધર્માસ્વામીજી રહ્યા અને તેમની પટ્ટપરંપરામાં શ્રી ભદ્રબાહુસ્વામીજી અર્થ સહિત તેના સંપૂર્ણ અંતિમ જ્ઞાતા રહ્યા. વિદ્યમાન ૪૫ જૈન આગમો તે ચૌદપૂર્વનાં અંશસ્વરૂપ જ્ઞાનવાહક ધર્મગ્રંથો છે. [‘પૂર્વના’ શ્લોક પ્રમાણની માહિતી પૂ. મુનિશ્રી મુક્તિવલ્લભવિજયજી મ.સા. પાસેથી પ્રાપ્ત થઈ છે.] આ લેખમાળા રજૂ કરનાર પરમ પૂજ્ય, શાંતમૂર્તિ, આચાર્ય ભગવંત શ્રી દુર્લભસાગર સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય, વિદ્વાન મુનિરાજશ્રી પ્રેમપ્રભસાગરજી મહારાજ સંસ્કારપ્રિય જૈન-જૈનેતર સમાજમાં ‘મુનિ વાત્સલ્યદીપ'ના નામે વિશેષ લોકપ્રિય છે. મૂળ ભાવનગર નજીક થોરડી ગામના વતની આ ગુરુશિષ્ય સંસારીપક્ષે પણ સંબંધિત થાય છે ઃ ૫. પૂ. આચાર્ય મહારાજ શ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મહારાજના નાનાભાઈ શ્રી પ્રેમચંદભાઈ ત્રિભોવનદાસ શાહ અને તેમના ધર્મપત્ની શ્રીમતી પ્રભાવતીબહેનના સુપુત્ર એટલે મુનિ વાત્સલ્યદીપજી. જન્મ સં. ૨૦૧૪ના માગશર સુદિ ૬, બુધવારના રોજ ભાવનગરમાં થયો અને તેમણે પ.પૂ. આ.શ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય તરીકે સં. ૨૦૨૬ના મહા સુદિ ત્રીજના સાબરમતી (અમદાવાદ) મુકામે સંયમમાર્ગ સ્વીકાર્યો અને નામાભિધાન થયું. ‘શ્રી પ્રેમપ્રભસાગરજી મહારાજ' આ નામ પાડવામાં પણ માતા-પિતાનાં નામની સ્મૃતિ જળવાઈ રહે તેવા હેતુથી નામ સ્થાપન થયું. પિતાશ્રીનું નામ પ્રેમચંદભાઈ અને માતુશ્રીનું નામ પ્રભાવતી બહેન-તેમાંથી નામ પડ્યું પ્રેમપ્રભસાગરજી' મહારાષ્ટ્ર. દીક્ષા સ્વીકારીને તેમણે ગુરુજનો તથા વિદ્યાગુરુજનોના સંગમાં રહીને અધ્યયનનો પ્રારંભ કર્યો. સતત વાચન અને અદ્ભુત ગ્રહણશક્તિ ધરાવતા આ મુનિવર ‘વાત્સલ્યદીપ’ના નામે સુવિખ્યાત થઈ ગયા. આ ઉપનામનું કારણ પૂછતાં મુનિશ્રી કહે છે : “નાનપણમાં લેખો લખવાની શરૂઆત કરી ત્યારે કોઈ જાણે અને વખાણ કરે ત્યારે સંકોચ થતો હતો તેવા સમયે સાગરજી મહારાજના સમુદાયના પૂ.પં.શ્રી અભયસાગરજી મહારાજે શંખેશ્વરથી પાટણના વિહાર દરમિયાન હારીજમાં આ નામ પસંદ કર્યું અને તે નામે લખવાની શરૂઆત થઈ અને પછી તો તે જ નામ ચલણી થઈ ગયું!” લગભગ ૪૦ પુસ્તકોનું જેમના હાથે સર્જન થયું છે તેવા અને પ્રસિદ્ધવક્તા, જૈન ધર્મ અને સાહિત્યના ઊંડા અભ્યાસી પૂજ્ય મુનિશ્રી વાત્સલ્યદીપજી મ.સા. દ્વારા રજૂ થતી પ્રભાવશાળી પૂર્વધરો અને મહિમાવંતા મહર્ષિઓની આ લેખમાળા વાંચતાં આપણને તે ચિંતનની દિશામાં દોરી જાય છે. -સંપાદક થયો. પ્રથમ શ્રુતકેવળી, પ્રથમ ચૌદ પૂર્વધર શ્રી પ્રભવસ્વામીજી રાજકુમાર પ્રભવનો જન્મ વીર નિર્વાણ પૂર્વે ૩૦માં વિંધ્યાચલ પર્વતની ગોદમાં વસેલા જયપુરને સુખ, શાંતિ અને સમૃદ્ધિ વર્યાં હતાં. જયપુરનરેશને બે પુત્રો હતા. રાજકુમાર પ્રભવ પરાક્રમી અને લોકપ્રિય હતો કિંતુ કોને ખબર કેમ, તેણે પિતાનો પ્રેમ પ્રાપ્ત કર્યો નહોતો. મહારાજાનો લાડકવાયો પુત્ર Jain Education International For Private હતો નાનો રાજકુમાર અને રાજા-રાણી ઇચ્છતાં હતાં કે નાનો જ મહારાજા બને! રાજકુમાર પ્રભવે આ વાત જાણી અને તેનું બંડખોર મન ધ્રૂજ્યું. તે જયપુર છોડીને જંગલમાં ચાલ્યો ગયો. ૫૦૦ ચોરોની ટોળી જમાવી. એ ચોરસમૂહનો નાયક બન્યો. તેને બે દૈવીવિદ્યાઓ પણ પ્રાપ્ત હતી. અવસ્વાપિની અને તાલોદ્ઘાટિની. એક વિદ્યાથી તે નિંદ્રા પ્રસરાવતો અને બીજી વિદ્યાથી ગમે તેવાં મજબૂત તાળાં ખોલી નાખતો. પ્રભવ ચોરનો સર્વત્ર હાહાકાર ફેલાઈ રહ્યો. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy