SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1019
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા યાત્રા કરી અને સૌને યાત્રા કરાવી. દિલમાં રહેલી ધર્મની લાગણીનાં દર્શન થયાં. આ પ્રસંગ દ્વારા ખરેખર જીવનમાં યાદગાર સુકૃતની કમાઈ કરી. ઈ.સ. ૧૯૮૮ના જાન્યુઆરીની ૧લી તારીખે સમાધિપૂર્વક નવકારનું સ્મરણ કરતાં કરતાં નશ્વર દેહને તજી ગયાં. પરિવારને કદી ન ભુલાય તેવા ધર્મસંસ્કારનો મૂલ્યવાન વારસો આપી ગયાં. ઘણા જ ઉમદા સ્વભાવનાં શ્રી મધુરીબહેને જૈન ધર્મના આચારવિચારને જીવનમાં ખરેખર આત્મસાત કરેલ. તેઓ પરગજુ, સેવાભાવી અને તપસ્વિની હતાં. સાધના અને પ્રભાવનાનાં હંમેશાં સાધક રહ્યાં હતાં. સંસારની અસારતાનો તેમને ઘણો વહેલો ખ્યાલ આવી ગયો હતો અને તેથી જ તેમનું સમગ્ર જીવન ધર્મપ્રવૃત્તિઓથી જ ધબકતું હતું. આવા ધર્મપ્રેમી સન્નારીઓથી જ જૈનશાસન ગૌરવવંતુ બન્યું છે. વૈયાવચ્ચ, સહનશીલતા અને વાત્સલ્યનો ત્રિવેણી સંગમ રત્નપ્રસૂતા પૂ. મૂળીબા સંવત ૧૯૫૬ની જ્ઞાનપંચમીએ ખંભાતમાં વીસા ઓસવાળ જ્ઞાતીય દલપતભાઈ ખુશાલચંદ ઝવેરીનાં ધર્મપત્ની રતનબહેનની કુક્ષિએ જન્મ પામી, મૂળીબહેને નાની ઉંમરમાં જ પૂર્વના ધર્મસંસ્કારોને દૃઢ કર્યા. નાનપણથી જ આવશ્યક ધર્મપ્રવૃત્તિ ચાલુ હતી. યુવાવસ્થામાં પોતાની જ્ઞાતિના જ અંબાલાલભાઈ સાથે લગ્ન થયાં. અંબાલાલભાઈનાં પૂર્વ પત્નીનાં પુત્રી ચંપાબહેનને સ્વપુત્રી જેમ ઉછેર્યાં. અંધ સાસુની દિલ લગાવીને માતા સમાન માની ભક્તિ કરી. પતિની દીર્ઘ માંદગીમાં બિલકુલ કંટાળ્યા વગર સતત દિવસ-રાતના ઉજાગરા કરીને સેવા કરી. પતિ તથા પોતે બંને બાળપણથી જ સુપાત્રદાનના અત્યંત પ્રેમી હતા. નબળી આર્થિક દશામાં પણ બાળકોને શેરીના નાકે ઊભા રાખી ગોચરી નીકળેલા સાધુસાધ્વીજીઓને ઘેર બોલાવી ખૂબ ખૂબ ભક્તિથી વહોરાવતાં અને આનંદ પામતાં. પતિના મૃત્યુ પછી પુત્રોને વાત્સલ્યપૂર્વક ઉછેર્યા, સાથે ધર્મસંસ્કારી બનાવ્યા. એક પુત્ર હીરાલાલને મોહથી દીક્ષા આપવાની ઇચ્છા નહીં થતાં તેને દીક્ષાની તીવ્ર ઇચ્છાના કારણે સંસારમાં વ્યથિત થતાં જોઈ હૃદય કઠણ કરીને મહોત્સવપૂર્વક દીક્ષા આપી. ચારિત્રની ભાવનાવાળી પુત્રીને પણ મોહથી પરણાવી દીધાં, પણ લગ્ન પછી પણ બ્રહ્મચર્યનું પાલન કરતી તથા ચારિત્રમાં મક્કમ રહેતી દીકરીને પણ મહોત્સવપૂર્વક દીક્ષા અપાવી. Jain Education International ૯૫ પુત્ર હીરાલાલે દીક્ષાનાં ત્રણ વર્ષ પૂર્વે સ્વેચ્છાથી જેની સાથે સગપણ કરેલ, તે સરસ્વતીબહેને પણ દીક્ષા ગ્રહણ કરી. પુત્ર હીરાલાલ મુનિ હેમચંદ્રવિજયજી બન્યા. પુત્રી વિજ્યા સાધ્વીશ્રી વસંતપ્રભાજી બન્યાં. પુત્રવધૂ સરસ્વતીબેન સાધ્વીજીશ્રી સ્વયંપ્રભાશ્રીજી બન્યાં. આ ત્રણેની દીક્ષા પછી મૂળીબહેનનું જીવન જોરદાર પલટાઈ ગયું. પુત્રીને દીક્ષા માટે અંતરાય કરવા બદલ પૂજ્ય આચાર્ય ભગવંત પાસે પ્રાયશ્ચિત કરી, હવે કોઈને પણ દીક્ષામાં અંતરાય નહીં કરવાનો દૃઢ અભિગ્રહ કર્યો. થોડાં વર્ષ પછી પૌત્રી દિવ્યાની દીક્ષા ઉજમણા સાથે મહોત્સવપૂર્વક ઉલ્લાસથી આપી, સાધ્વી દિવ્યયશાશ્રીજી બન્યાં. પુત્રોને ઝવેરીબજારમાં દુકાન કરવાની ભાવના થઈ, પણ પૈસાની મુશ્કેલી હતી. તે વખતે પોતાના પિયરથી મળેલા બધા જ દાગીના સુપ્રત કરી દીધેલા હતા. આમાંથી જ મુંબઈની પ્રસિદ્ધ ઝવેરાતની દુકાન ‘બી. એ. શાહ એન્ડ બ્રધર્સ'ની સ્થાપના થઈ. વૈયાવચ્ચ ઃ—તેમના જીવનનો મહત્ત્વનો ગુણ. વર્ષો સુધી ખંભાતના દરેક ઉપાશ્રયોમાં બિરાજમાન સાધુ-સાધ્વીને ઔષધદાનનો લાભ મૂળીબહેન તરફથી લેવાયો. આ સિવાય પણ જ્યારે જ્યારે ખંભાત જાય ત્યારે બધા જ ઉપાશ્રયે ફરી સાધુસાધ્વીની દ૨૨ોજ દેખરેખ રાખીને જરૂરી અનુપાન વગેરેને લાભ લે. સાધર્મિકોની ભક્તિ પણ દિલ લઈને કરે. ખાનગી સહાય પણ કરે. વૈયાવચ્ચનું ફળ તેમને આ લોકમાં જ મળ્યું કે ૮૧ વર્ષની ઉંમર સુધી તો ખડે પગે વૈયાવચ્ચ કરી. વૈયાવચ્ચના ગુણના કારણે સાધુ-સાધ્વીઓ પણ તેમના પ્રત્યે એટલી લાગણીવાળાં થઈ ગયેલાં કે પાલિતાણા પુત્રવધૂને વરસી તપનાં પારણાં તથા. હસ્તગિરિમાં પોતે નિર્માણ કરાવેલ આદિનાથ પ્રભુની પ્રતિષ્ઠા પ્રસંગે ગયેલ, ત્યાં તબિયત અસ્વસ્થ થતાં, આખો દિવસ સેંકડો સાધુ-સાધ્વીઓ તેમને સમાધિ આપવા શાતા પૂછવા આવતાં અને આરાધના કરાવવા લાગ્યા. જીવનની છેલ્લી ક્ષણે પણ તેમને સાધુનો યોગ મળી ગયો. સહનશીલતા :—આર્ય સંસ્કૃતિમાં નારીનો મુખ્યગુણ સહનશીલતા છે. કંઈક સ્ત્રીઓને આ સ્વાભાવિક ગુણ પ્રાપ્ત થયેલો હોય છે. મૂળીબહેનને પણ બાળપણથી જ આ ગુણ સિદ્ધ થયેલો. સંગ્રહણીની ભયંકર બિમારીમાં પતિની રાતદિવસ સેવા કરતાં, પણ પતિનો થોડો ઉગ્ર સ્વભાવ તથા લાંબી બિમારીથી થોડી ઉગ્રતા આવી જતી. મૂળીબહેન સહર્ષ સહન કરતાં, પૂજ્ય ગુરુદેવશ્રી ભાનુવિજયજી મ.સા. (હાલ પૂ. આચાર્યદેવ શ્રી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy