SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1013
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા દીકરી મીનાબહેન તથા નાની દીકરી હીનાબહેને દીક્ષા ગ્રહણ કરી પોતાનું જીવન સાગર સમુદાયના પ.પૂ. વિદુષી સાધ્વી કુસુમશ્રીજી મ.સા.નાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું. આજે બન્ને બહેનો કલ્ચરત્નાશ્રીજી તથા હર્ષનંદિતાશ્રીજીના નામે વિચરી રહ્યા છે. સાગર સમુદાયના ઉગ્ર તપસ્વી તથા શાસનપ્રભાવક તરીકે શાસનના અનુમોદનીય કાર્યો કરી રહ્યાં છે. સ્વયં આરાધના કરતાં વિચરતાં દરેક સંઘોમાં પણ સુંદર ધર્મારાધના કરાવી રહ્યાં છે. શ્રીમતી પાનીબહેન પણ આજે ધર્મનિષ્ઠ જીવન ગાળી રહ્યા છે. હાલમાં જ વર્ધમાનતપની ૫૬-૫૭-૫૮મી ઓળીઓ સળંગપણે કરેલ છે. સિવાય ધર્મકાર્યોમાં પણ સ્વદ્રવ્યનો સુંદર સર્વ્યય કરી રહ્યાં છે. શાહ મંજુલાબહેન મનુભાઈ રાંધેજાવાળા ચિમનલાલ નાથાલાલ પરિવાર ધર્મપ્રેમી ગણાય છે, તેથી પરિવારનો ધર્મવારસો પરંપરાગત જળવાતો રહે છે. આજ પણ આ પરિવારના શ્રી મનુભાઈ તથા તેમનાં ધર્મપત્ની મંજુલાબહેન એવું જ ધાર્મિક જીવન જીવી રહ્યાં છે. સુખી ઘરમાં અને સુખની છોળોમાં પણ કાયાને કષ્ટ આપી કર્મોમાં ખપાવતાં રહેવું એ ખરેખર કપરું છે, પણ જેણે કાયાથી પર એવા એક માત્ર આત્માના અસ્તિત્વને જ સ્વીકાર્યું છે અને જેને શાશ્વતધામ મોક્ષમાં વહેલા પહોંચવાની તમન્ના છે, તેઓ આ દેહને ભોગનું નહીં પણ ધર્મ–તપનું સાધન માની તેની પાસેથી કામ લે છે. એવાં મંજુલાબહેનને જૈનશાસનના જ્યોતિર્ધર તપાગચ્છાધિપતિ સ્વ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શુભાશિષથી તેઓના પટ્ટાલંકાર સિંહગર્જનાના સ્વામી સ્વ. પ. પૂ. આ. દેવ શ્રીમદ્વિજયમુક્તિચંદ્રસૂરિજી મ.સા.ને ધર્મદાતા ગુરુદેવપદે સ્વીકારી જે કાંઈ ધર્મઆરાધના કરી છે તે ખરેખર અનુમોદનીય છે. તેઓ મોટાભાગનાં સત્કાર્યો સ્વ.પૂ.આ.ભ. શ્રી મુક્તિચંદ્ર-સૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં તથા તેમના પરિવારના પ.પૂ.આ. શ્રી વિચક્ષણસૂરિજી, પ.પૂ.આ. દેવ પ્રભાકરસૂરિજી, પૂ.આ. શ્રી જયકુંજરસૂરીશ્વરજી, પૂ.આ. ભ. પૂર્ણચંદ્રસૂરિજી તથા પૂ.આ.ભ. શ્રી મુક્તિપ્રભાસૂરિજીના માર્ગદર્શન નીચે કરતાં રહ્યાં છે. તેઓનાં તપ અને સત્કાર્યો અનુમોદવાં યોગ્ય છે, જે આ મુજબ છે : ૧. સં. ૨૦૩૨માં અમદાવાદથી તારંગાજી છ'રીપાલક સંઘ, ૨. સં. ૨૦૩૦, અમદાવાદના કૃષ્ણનગરમાં અંજન Jain Education International For Private ૯૮૯ શલાકા-પ્રભુપ્રતિષ્ઠા-ધ્વજપ્રતિષ્ઠા (કાયમી), ૩. અમદાવાદરંગસાગરમાં પ્રભુ તથા ધ્વજપ્રતિષ્ઠા (કાયમી), ૪. રાંધેજા : બે મંદિરમાં પ્રભુપ્રતિષ્ઠા, પ. હસ્તગિરિ : પ્રભુપ્રતિષ્ઠા, ૬. પાલિતાણા : ગણધરપ્રતિષ્ઠા, ૭. અમદાવાદ તથા રાંધેજામાં ઉદ્યાપન મહોત્સવ, ૮. અનેક વખત શાંતિસ્નાત્ર-સિદ્ધચક્ર પૂજન વગેરે અનેક પ્રકારનાં પૂજન, ૯. પાલિતાણા તથા શંખેશ્વરના બસ, ટ્રેન દ્વારા સંઘ, તેમ જ પાલિતાણામાં ચોમાસું, ૧૦. રાંધેજામાં ઉપધાન તપ કર્યાં તથા ૧૬૧ તપસ્વીઓને કરાવ્યાં. ૧૧. શેરિસા વગેરે છ'રીપાલક યાત્રા કરી ૧૦ વાર, ૧૨. શાંતિનગરમાં મંગલમૂર્તિ તથા ઉત્કૃષ્ટા એકસો સિત્તેરમાં ૧૦ પ્રતિમા ભરાવી પ્રતિષ્ઠા. તેઓએ દંડક, લઘુસંગ્રહણી, ચારપ્રકરણ, ત્રણભાષ્ય, છ કર્મગ્રંથ-(સઅર્થ), તત્ત્વાર્થસૂત્ર, વૈરાગ્યશતક, પંચ પ્રતિક્રમણ, (સઅર્થ), વિતરાગસ્તોત્ર જેટલો ધાર્મિક અભ્યાસ તથા તમામ તપ, ઉપધાન વગેરે મૂળ વિધિથી કર્યાં છે. ૧ માસક્ષમણ, ૧ સોળ, ૧ પંદ૨, ૪૬ અટ્ટાઈ, ૧૦૮ અક્રમ સળંગ, ૨૨૯ છઠ્ઠ સળંગ, ૫૦૦ આયંબિલ, ૨ વર્ષી તપ, છ માસી, પાંચ માસી, ત્રણ માસી, બે માસી (બે વખત), સત્તારી, અઠ્ઠ, દશ, દોય, શ્રેણિતપ, સિદ્ધતપ, ભદ્રતપ, ૬૪ ઓળી, ૬૫ નવપદ ઓળી, ૨ કર્મસૂદન તપ, નરનિગોદ નિવારણ તપ, ૫૨ જિનાલય તપ, ૫૫ દીપાવલી છઠ્ઠ, ૨૪ ભગવાનક, ૨૦ વિહરમાન ઉપવાસથી સહસૂકૂટ તપ, યુગપ્રધાન તપ, અષ્ટમહાસિદ્ધિ તપ, ઇન્દ્રિય વિજય તપ, ૪૫ આગમ તપ, ૧૭૦ જિન તપ, સમવસરણ તપ, ગૌતમનિધિ તપ, કાઠિયાના અઠ્ઠમ તપ, પાંચમાસ પચ્ચીસ દિવસ એકાંતરે ઉપવાસ તપ, અષ્ટપ્રતિહાર તપ, ચૌદ પૂર્વ તપ, શેત્રુંજય રોહિણીતપ, દાનતપ, મેરુમંદિર તપ, ગણધર તપ, ચતુર્વિધ તપ, પાંચમ, અગિયારસ, પોષ દશમી, તીર્થંકર જ્ઞાન તપ, ત્રણેય ઉપધાન તપ, સુધિ ગૌતમ કમળતપ, મોક્ષદંડ તપ, પ્રદેશી રાજ તપ, કંઠાભરણ તપ, ચૌદપૂર્વનું તપ, પંચપરમેષ્ઠી તપ, લોકનાવિકા તપ, જિનગુણ સંપત્તિ તપ, નવનિધાન તપ, મોટાં દશ પચ્ચક્ખાણ તપ, દારિત્ર્યાહરણ તપ, બે વખત એકાંતરે કલ્યાણ તપ, ધર્મચક્ર તપ, વીશસ્થાનક તપ જેવાં ઘણાં તપ-તપશ્ચર્યા કર્યાં છે અને હજુ ચાલુ છે. ઉપરાંત સાત કરોડ પિસ્તાલીશ લાખ ઉપરાંત (અને હજુ પણ ચાલુ) નવકાર મંત્રનો જાપ કર્યો છે. ચિમનલાલ નાથાલાલની સઘળી મિલ્કત તેમના આદેશ અનુસાર તેમના દીકરાએ બંગલાની કિંમત સહિત ધર્મકાર્યમાં વાપરી છે. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy