SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1012
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮૮ આ પ્રસંગે તેમના પુત્રો જિતેન્દ્રભાઈ, રજનીભાઈ અને સંદીપભાઈએ ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે જીવદયા માટે રૂા. ૭૫,000નું દાન જાહેર કર્યું હતું અને સગાંસંબંધીઓએ તેમાં ઉમેરો કર્યો હતો. સગાં-સંબંધીઓએ ઘણાં બધાં સામાયિક પણ આપ્યાં હતાં. આ નિમિત્તે તારાબહેને પૂ. શ્રી અશોકચંદ્રસૂરીશ્વર મ.સા. અને તેમના બહોળા શિષ્યગણને પોતાના ઘરે બે દિવસ વાસ કરાવ્યો હતો અને હદયના પૂરા ભક્તિભાવથી તેઓની ઉત્કૃષ્ટ વૈયાવચ્ચ કરી હતી. તારાબહેનના પરિવારે ઘણાં રૂડાં કાર્યો કર્યા છે. ૩ણી તીર્થમાં ધર્મશાળાના હોલ માટે યોગદાન. જહગલીના ઉપાશ્રય માટે યોગદાન, કલિકુંડ તીર્થમાં સુપાર્શ્વનાથ ભગવાન બેસાડ્યા. પોતાના ગામ જસપરા સંઘ કાઢી ચાર બસ કરી લઈ ગયા અને ગામધુમાડો બંધ કરી ત્યાંના દેરાસરની વર્ષગાંઠનો પ્રસંગ ઊજવ્યો હતો. પૂ અશોકચંદ્રસૂરીશ્વરજીની નિશ્રામાં મુલુંડથી નીકળેલ છ'રીપાલિત સંઘમાં એક સંઘપતિ બન્યાં હતાં. તારાબહેને અંધેરી ઘોઘારી મહિલા મંડળનાં ઘણાં વર્ષ પ્રમુખ તરીકે સેવા આપી હતી. પાલિતાણામાં ચંદ્રદીપક ધર્મશાળા ઊભી કરવામાં શ્રી છોટુભાઈ શાહની ઘણી મહેનત છે. અમૃત મહોત્સવની ઉજવણીના છ મહિના બાદ કોઈપણ જાતની માંદગી વિના તેમનું સમાધિમરણ થયું. તે દિવસે વળતે દિવસે નાગેશ્વર જવા તેમણે ટિકિટ કઢાવેલી હતી. તેમના મૃત્યુ બાદ તેમની ત્રણે વહુઓ દમયંતી, દક્ષા અને પ્રીતિ ડૂસકે ડૂસકે તેમની માં સમાન સાસુને યાદ કરી ચોધાર આંસુએ રડી હતી. તેમની નાની વહુ પ્રીતિનાં આંસુ રોકાતાં જ ન હતાં. તેણે કહ્યું કે છેલ્લે દિવસે બાએ મને બાજુમાં બોલાવી કચાંય સુધી મારા માથા પર, વાંસા પર, શરીર પર હાથ ફેરવી વહાલ કર્યા કર્યું. ત્યારે એમની આંખમાં મારી મમ્મીનો પ્રેમ અને ચહેરામાં મારી મમ્મીનો ચહેરો મને દેખાતો હતો. મારી મમ્મી ગજરી ગઈ ત્યારે નહોતું થયું એટલું દુઃખ આજે મને થાય છે. તારાબહેન ખરેખર એક આદર્શ સાસુ પણ હતાં. શ્રી જીતુભાઈ, રજનીભાઈ અને સંદીપભાઈ ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ બનાવવાના વ્યવસાયમાં છે. તેમની કંપની સેકસ ફાયર સર્વિસીઝ લિ. ફાયર ફાઇટિંગ ક્ષેત્રમાં મોખરાનું નામ છે. શ્રી જીતુભાઈ ISI ની ફાયર ફાઇટિંગ પેનલના સક્રિય સભ્ય છે. “પ્રભુના એ પ્રેમ તણી ઉક્તિ રે લોલ, જગથી જૂદેરી એની જાત રે, જનનીની જોડ જગા નહીં જડે રે લોલ.” ચતુર્વિધ સંઘ કવિ બોટાદકરના પ્રખ્યાત કાવ્યની આ પંક્તિ માતુશ્રી તારાબહેન જીવી ગયાં. એમનું જીવન અનુકરણીય અને પ્રેરણા લેવા લાયક છે. [ગામ કચ્છ શેરડી] હાલ સાંગલી મહારાષ્ટ્ર, નિવાસી સુશ્રાવિકા માતુશ્રી પાનીબહેન નાગજીભાઈ ગડા મહિયરમાં ત્રણ ભાઈઓની એકની એક લાડકવાયી બહેન તરીકે ઉછેર પામેલી, પિતૃગૃહે ધર્મના સંસ્કાર પામેલી કોડભરી કન્યા સાસરે સિધાવી. સાસરિયામાં પણ ધર્મમય વાતાવરણ હોવાથી ધર્મઆરાધના ખીલી ઊઠી.. પતિદેવશ્રી નાગજીભાઈ પણ ધર્મમય જીવન ગાળી રહ્યા હતાં. તેમાં પ.પૂ. આચાર્યદેવશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.નું સાનિધ્ય પ્રાપ્ત થતાં, ધર્મારાધનાને અનેરો ઓપ મળ્યો. જીવનમાં સદંતર કંદમૂળનો ત્યાગ. નિત્ય નવકારશી, ચોવિહાર તથા સમયાનુસાર સામાયિક-પ્રતિક્રમણ આદિ આરાધનાને જીવનમાં અપનાવ્યાં. ભરયુવાનવયે સજોડે ચોથા વ્રતને ઉચ્ચરી, બ્રહ્મચર્યનું પાલન કર્યું. પરંતુ વિધિની વક્રતા કંઈક જુદી જ હોય છે. કર્મસત્તા ભલભલાને હચમચાવી મૂકતી હોય છે. નાગજીભાઈને પણ આ યુવાનવયે વેદનીયકર્મો ઉદયમાં આવ્યાં અને તેને સમતાભાવે સહન કરવા લાગ્યા. પુણ્યોદયે ૫.પૂ. આચાર્યભગવંતશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.ના મુખે નવકારમંત્ર સાંભળવા મળ્યો અને અંતિમ કારણમાં તેનું રટણ કરતાં કરતાં જ આ ફાની દુનિયાને છોડી ગયા. પાનીબહેન માટે તો આ કારમો આઘાત હતો. માત્ર ૩૩ વર્ષની યુવાન વયે વૈવિધ્ય પ્રાપ્ત થતાં ભલભલાના હાજા ગગડી જાય. એવા કારમાં પ્રસંગે પણ પાનીબહેને હિંમત રાખી. ધીરજ રાખી અને એક પુત્ર તથા ત્રણ પુત્રીઓને ઉછેરવાની જવાબદારી પાંચ વર્ષ પહેલાં જ એક પુત્રને ગુમાવી બેઠાં હતાં. તેમાં પતિદેવનો દેહાંત થયો અને કર્મસત્તા જ બધું કરાવતી હોવાનું સમજી ધર્મઆરાધનામાં ચિત્ત પરોવ્યું. ધર્મ એ જ તારણહાર છે એમ સમજી બાળકોમાં ધર્મસંસ્કારોનું સિંચન કરી, ધર્મ માર્ગે આગળ વધવા તેમને સદાય પ્રોત્સાહન આપ્યું. તેમની પ્રેરણાથી જ તેમની બબ્બે દીકરીઓ સંયમમાર્ગે વિચરવા પામી. મોટી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy