SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1009
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮૫ તવારીખની તેજછાયા દીક્ષા લોનાવાલા મુકામે નક્કી થઈ. ત્યાં ગયાં. પૂ. પંન્યાસજી મ.ની પાવની નિશ્રા હતી. દીક્ષાના આગલા દિવસની રાતે આ પ્રસંગ બન્યો. સતીસ્ત્રીઓમાં ગણના થાય તેવી પવિત્ર માતા ખૂબ પ્રસન્ન છે. જેમ ગજસુકમાલની માતાએ તેમને ચારિત્ર માટે રજા આપી, ત્યારે કહેલું કે “બેટા! ભલે, સંયમ ગ્રહણ કર. પણ એવું જીવન જીવજે કે બીજી માતા ન કરવી પડે.” તે જ યાદ કરાવતાં હોય, તેમ જીવીબહેનને ખબર હતી કે આવતી કાલથી મારો પુત્ર એ સંઘનો પુત્ર થશે. દીક્ષીત થયા પછી હું સ્પર્શ પણ નહીં કરી શકું, તેથી આગલા દિવસે રાત્રે ખૂબ જ હેત કરી લીધું. ભલામણો કરી, ખોળામાં બેસાડીને પ્રેમનાં, વાત્સલ્યનાં, લાગણીનાં આંસુઓથી નવરાવી દીધેલો. ત્યારે કેશુએ માતાને કહ્યું-“બા! હું દીક્ષા લઉં છું તે સારું જ છે ને! તું કેમ રડે છે? હું સારા માર્ગે જ જાઉં છું ને બા! ઓ બા ! તું રડ નહીં.” ત્યારે રડતી આંખે, ફફડતા મુખેથી મા જીવીબહેન બોલ્યાં-“કેશુ..વધુ બોલી ન શક્યા. પછી ઘણી હિંમત કરીને બોલ્યાં-“તું દીક્ષા લે છે તેનું જરા પણ દુઃખ નથી. મને આનંદ થાય છે મારી કુક્ષિ તે અજવાળી છે.” આટલું બોલતાં તો માનું કોમળ હૃદય ભરાઈ ગયું. કેશુએ માના છેડાથી જ એમનાં આંસુ લૂક્યાં. આ દૃશ્ય જેણે નિહાળ્યું, તે પણ ધન્ય બની ગયાં. માએ કહ્યું-માતાના નાતે સ્નેહવશ રહી જવાય છે. તારો પંથ તો કલ્યાણકારી છે. તું તારું તો કલ્યાણ કરજે. અમારું પણ કરર્જ.” વૈશાખ સુદ-૭ ના દીક્ષા થઈ. વર્ધમાનનું નામ–‘વજસેન વિજયજી' પડ્યું. દીક્ષા પછી બધાં હાલાર આવ્યાં. ઘરમાં એકદમ શૂન્યતા લાગતી પણ સાથે આનંદ પણ થતો. જીવીબહેન હવે વિશેષે માણેકભાઈની સેવા તથા સામાયિક-ધર્મ ધ્યાનમાં જોડાઈ ગયાં. વ્યવહારની ચોક્સાઈ, બુદ્ધિની તીક્ષ્ણતા અનેરી હતી. એમણે ઘરમાં લોટ દળતાં દળતાંજ ૧૨ ભાવનાની સઝાય મોઢે કરેલી. એ બોલે ત્યારે સાંભળનારને ભાવનાઓના ભાવોથી ભાવિત કરી દે, એવો કંઠ હતો. જીવન પણ કેવું પવિત્ર-શુદ્ધ, કે એમના મસ્તકમાંથી વાસક્ષેપ ઝરતો અને કંકુનાં પગલાં પડતાં. પૂ. પંન્યાસજી શ્રી ભદ્રંકર વિજયજી મ.ની નિશ્રામાં શંખેશ્વર મુકામે ઉપધાન તપ શરૂ થયું. ત્યાં જીવીબહેન બીજું ૧૨૪ ઉપધાન કરવાં જોડાયાં અને માણેકભાઈ ગુરુદેવની આજ્ઞાથી સ્વાધ્યાય-જાપ-આરાધનામાં મગ્ન બન્યા. બધાની સાથે ઉલ્લાસથી અટ્ટમ કર્યું. અપ્રમત્તતાપૂર્વક ક્રિયા, કાઉસ્સગ્ન વ. કરતાં ૩૫ દિવસ વ્યતીત થઈ ગયા. પાછાં હાલાર- ‘દાતા” આવ્યાં. દોઢ મહિનાથી ઘર બંધ હતું, તે સાફ કર્યું, પણ શરીર તપથી કૃશ થઈ ગયું હતું. તેથી સાફ કરવામાં ધૂળ ઊઠી તે જીવીબહેનને અસર કરી ગઈ. ખાંસી-તાવ લાગુ પડી ગયો. ખાટલો મંડાયો. માંઢાથી મોટાભાઈ વીરપારભાઈ તથા કુટુંબીઓ આવ્યાં અને એમને ગાડામાં માંઢા લઈ ગયાં. તાવ ટાઇફોઇડનો લાગુ પડ્યો. અવસરે માણેકભાઈ પૂછે “તને કેમ છે?” “નવકાર મંત્રના પ્રભાવે મને સમાધિ છે.” તેમ જીવીબહેન કહેતાં. કુટુંબીઓ જ્યારે વાપરવા જાય ત્યારે જીવીબહેન એકલાં પડે ત્યારે માણેકભાઈ પોતાને ગમતી આરાધના કરાવી આવે. એમાં એક દિવસ તબિયતે પલટો ખાધો. તબિયત વધુ કથળવા લાગી. માણેકભાઈએ જીવીબહેનને જાગૃત કર્યા. પુણ્યપ્રકાશનું સ્તવન સંભળાવ્યું. જીવીબહેનનું જીવન હવે સંકેલાઈ રહ્યું હતું. દીપકમાં તેલ પૂરું થઈ રહ્યું હતું. વાટ જ બળી રહી હોય તેમ જીવન પૂર્ણતા તરફ જઈ રહ્યું હતું. જીવીબહેને હાથ જોડ્યા“પચ્ચકખાણ આપો.” એટલે માણેકભાઈ પણ સમજી ગયા-હવે દીપક બુઝાતાં વાર નહીં લાગે. તેથી સામાયિક–આરે આહારના પચ્ચકખાણ આપી દીધાં, એમની પાછળ પુણ્યની જાહેરાત કરી. એમણે પણ કહ્યું – “તમે સંપૂર્ણ સમાધિમાં રહેજો.” માણેકભાઈએ પણ કહ્યું-“આપણો આજ સુધી ઋણાનુબંધ હતો. તે હવે પૂરો થાય છે.” હવે નમસ્કાર મહામંત્રની ધૂન શરૂ થઈ. એમના હાથનાં ટેરવાં ફરી રહ્યાં હતાં, મન પ્રસન્ન હતું, જરાપણ દીનતા કે ગ્લાનિ ન હતી. નવકારના ધ્યાનમાં મનને એકાગ્ર કરીને જીવીબહેન આંચકા સાથે અર્ધ ખુલ્લી આંખોને એકદમ તેજસ્વી તારલિયાના ટમટમાટની જેમ ખોલી દીધી. હંસલો દિવ્યલોકના દર્શને ઊડી ચૂક્યો. આ નાની ઉંમરનું મૃત્યુ હતું. તેથી રડવાનું જ શરૂ થાય, પણ મરતાં પહેલાં તેમણે કહેલું-“મારા મૃત્યુ પછી કોઈએ રોકકળ ન કરવી પણ આરાધના કરવી-કરાવવી.” તે માણેકભાઈને પણ ખૂબ ગમેલું. તેમણે બધાને રડવાની સ્પષ્ટ ના પાડી. Son Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy