SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1010
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮૬ નાની ઉંમરમાં જીવીબહેનનું મૃત્યુ થયું. તેને મંગલમય બનાવવા અને એમની અંતસમયની ભાવનાને પૂર્ણ કરવા પ્રભુ ભક્તિનો મહોત્સવ કરવાનો વિચાર આવ્યો. આ રીતનો મહોત્સવ હાલારના ઇતિહાસમાં પ્રથમ જ વાર હશે. ઘણાંને થયું કે લોકો મહોત્સવની નિંદા કરશે-કે આ ધર્મી વળી કેવો?” છતાં મોટાભાઈ વીરપારભાઈ ધર્મને સમજતા હોવાથી નિર્ણય એ નિર્ણય અને મહોત્સવને અનુરૂપ વાતાવરણ થયું. તેમાં નિશ્રા આપવા પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજીને વિનંતી કરી અને ગુરુ-આજ્ઞાથી પૂ. મુનિ શ્રી કુંદકુંદ વિ. મ. તેમના શિષ્ય સાથે ત્યાં પધાર્યા. ભવ્ય મહોત્સવ ઊજવાયો. ત્યારે પૂ. કુંદકુંદ વિ.મ.ને દીક્ષામાટે સહાયક થનાર માણેકભાઈનો વિચાર આવ્યો, જેમણે મને ધર્મ બતાવ્યો, ચિન્તામણિ જેવા ગુરુદેવ બતાવ્યા, તો તેમને પણ હું સંસારમાંથી ઉગારી લઉં' અને એમની પ્રેરણાથી ગુરુદેવ પાસે મુહૂત કઢાવીન બે જ દિવસમાં તૈયારી કરીને માણેકભાઈએ દીક્ષા ગ્રહણ કરી. સાચાં ધર્મપત્નીના મહોત્સવમાં જ પતિને સંયમ મળી ગયું. માતૃશ્રી તારાબહેન છોટાલાલ હરિચંદ શાહ તપ-આકાશનો તેજસ્વી ધ્રુવતારો, કરુણાર્દ નારી, અમૃતમયી માતા, આદર્શ સાસુ. તારાઓ આકાશની કવિતા છે, તો માતા એ પૃથ્વીની કવિતા છે. તારાબહેન એમના સમગ્ર જીવનમાં ચમકતાં રહ્યાં હતાં. આખું આકાશ જેટલા સિતારાઓથી ભરેલું છે, એટલું જ એમનું સમગ્ર જીવન ધર્મના સંસ્કારોથી, પરગજુપણાથી ભરેલું છે. મા ઈશ્વર નથી, તીર્થ નથી પણ તીર્થોત્તમ છે એ વિધાનના તેઓ જીવંત ઉદાહરણ હતાં. તારાબહેનનો જન્મ સં. ૨૦૮૦માં ફાગણ વદ અમાસને દિવસે તળાજા પાસે પીપરલા ગામમાં થયો હતો. પિતાનું નામ પીતામ્બરદાસ પારેખ અને માતાનું નામ અચરતબહેન. આપણે કોઈને કટાક્ષમાં કહીએ છીએ કે “બાપને ઘરે વહાણ છે?” ખરેખર તેમના ઘરે વહાણ હતાં. કાજુ-બદામના ડબ્બા નહીં પણ ગુણીઓ ભરેલી રહેતી એવા સુખી પરિવારમાં એમનો જન્મ થયો હતો. નાનપણથી જ ધર્મના સંસ્કાર એમનામાં આવી ગયેલા. આઠ વર્ષની ઉંમરે દીક્ષા ન લેવાય ત્યાં સુધી શીખંડની બાધા લીધેલી. અને તેમની માતા અચરતબહેનને પાંચ વર્ષીતપ કરાવ્યાં હતાં, જે અંધ હતાં. Jain Education International For Private ચતુર્વિધ સંઘ ૧૪ વર્ષની ઉંમરે મૂળ જસપરાના, મુંબઈ રહેતા શ્રી છોટાલાલ હરચંદ શાહ સાથે લગ્ન થયાં. સાસરું મધ્યમ હતું. શરૂઆતમાં તબેલાવાળા માળામાં પછી પ્રાર્થનાસમાજ રહેવા આવ્યાં. બાજુમાં જ હરકિસનદાસ હોસ્પિટલ. રોજ તેઓ હોસ્પિટલમાં ચક્કર મારે. કોઈ જૈન દરદી હોય તેના સંબંધી હોસ્પિટલમાં રહેતા હોય તેને ઘરે લાવે, જમાડે, દરદીને ટિફિન પહોંચાડે. ઓઢવા-પાથરવાની જરૂર હોય તો તે આપે. સાધુસાધ્વી હોય તો તેમની વૈયાવચ્ચ કરે. એમનો આ ક્રમ લગાતાર ૨૭ વર્ષ, તેઓ જ્યાં સુધી પ્રાર્થનાસમાજ રહ્યાં ત્યાં સુધી ચાલ્યો હતો. અજૈન એવા દર્દી એક માજીને તેણે દોઢ મહિના સુધી ટિફિન પહોંચાડ્યું હતું. કુટુંબકબીલામાં કોઈને પણ આફત આવે તો તારાબહેન તન--મન-ધનથી તેની બાજુમાં હોય જ! તેમના પતિ છોટાલાલભાઈ પણ એટલા જ ભદ્રિક જીવ. ૩૨૫ જેટલાં સ્તવનો તેમને મોઢે હતાં. પાંચ-છ ગાથા નહીં પણ મોટાં મોટાં સ્તવનો–મહાવીર સ્વામીના ૨૭ ભવનું સ્તવન જેવાં સ્તવનો તેમને કંઠસ્થ હતાં. એમણે પ્રાર્થનાસમાજમાં સ્નાત્રમંડળની સ્થાપના કરી. પાર્લા રહેવા ગયા ત્યાં પણ સ્નાત્રમંડળની સ્થાપના કરી. અંધેરી રહેવા ગયા ત્યાં પણ સ્નાત્રમંડળની સ્થાપના કરી. બન્નેએ સાથે પાલિતાણામાં ચોમાસાં કર્યાં, નવ્વાણુ યાત્રાઓ કરી, ત્રણેય ઉપધાન કર્યાં અને સમગ્ર ભારતનાં તીર્થસ્થાનોનું તીર્થાટન કર્યું. પૂ. તારાબહેન પતિ છોટાલાલભાઈના અંતિમ સમયે મનની જાગૃતતાથી ચિત્તને સ્વસ્થ રાખી. આંખમાં આંસુનું ટીપું લાવ્યા વિના, ડૂસકું પણ નહીં, જે ધર્મ પમાડ્યો, આરાધના કરાવી તે અત્યંત પ્રશંસનીય છે. કોઈ લાંબી બિમારી નહોતી પણ અચાનક છાતીમાં શૂળ ઊપડેલું. અસહ્ય દુઃખાવો છતાં નવરાવ્યા. પૂજાનું ધોતિયું પહેરાવ્યું. પછી સામે ભગવાનનો ફોટો મૂક્યો. પુણ્યપ્રકાશનું સ્તવન, નવ સ્મરણો સંભળાવ્યાં. પછી શત્રુંજયની ભાવયાત્રા કરાવી. છેલ્લે ભાવયાત્રાથી જ મહાવિદેહ ક્ષેત્રમાં લઈ ગયાં. પૂછ્યું “ક્યાં છો?'' જવાબ મળ્યો “મહાવિદેહમાં.” “હવે શું કરશો?' જવાબ મળ્યો દીક્ષા લઈશ.”. બધાં પચ્ચક્ખાણો કરાવી દીધાં. અંતિમ ક્ષણો બે કલાક સુધી આરાધના કરાવી ધન્ય બનાવી, પરલોક સુધાર્યો પત્નીને મળતું ધર્મપત્નીનું બિરુદ સાર્થક કર્યું. એમની સમયસૂચકતા અને આત્મવિશ્વાસની પ્રતીતિ કરાવતા ઘણા પ્રસંગો છે. એમની દેરાણી જસુમતીબહેનને જસપરામાં બાબો અવતર્યો. સુયાણી સહિત બધાંએ કહ્યું “બાળક Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy