SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1008
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮૪ પુત્રને જન્મ આપનારી માતા પુણ્યશાળી ગણાય. તેથી બધા પુત્રને જોઈને રાજી થાય છે. બાળકને રમાડે છે, ખવડાવે છે, વાતો કરાવે છે. શુભ દિવસે નામકરણ થયું. રાશિ મુજબ નામ આપ્યું-વર્ધમાનકુમાર, પણ સાથોસાથ તે જે વર્ષે માણેકભાઈએ પોતાના લાડીલા નાનાભાઈ કેશવજીભાઈને દીક્ષા અપાવી હતી, તે જ વર્ષના બીજે જ મહિને આ પુત્ર થયો. ભાઈની યાદ તાજી રાખવા દાદીમાની ઇચ્છાથી બધાએ મળીને હુલામણું નામ રાખ્યું કેશવજી (કેશુ). બાળકની સારસંભાળ ધર્મઆરાધના મુજબ થતી હતી. તેથી બાળકમાં પણ ધર્મના સંસ્કારનાં સિંચન બાલ્યકાળથી થવા લાગ્યાં. દિવસો ધર્મમય પસાર થઈ રહ્યા હતા, પણ પૂજા વગર એક દિવસ પણ ન ચાલે, ગામમાં દેરાસર ન હતું. માટે શું કરવું? તે સમયે ‘દાતા’ ગામમાં ધાતુના પ્રતિમાજી હતાં. ત્યાં પૂજા કરવા જતાં પણ રોજ આવવું-જવું તે બરોબર ન લાગ્યું, એટલે ૨૦૦૦ ની સાલમાં દાતામાં જ ઘર લીધું અને ત્યાં રહેવા ચાલ્યા ગયા. પૂ. ગુરુદેવ પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્યશ્રી આદિ સં. ૨૦૦૪માં પાલિતાણામાં ચોમાસું હતા. એમની નિશ્રામાં પૂરતો લાભ લેવા માણેકભાઈ, જીવીબહેને ત્યાં રસોડું ખોલીને સાધર્મિકોની સાથે સાધુ-સાધ્વીજી ભગવંતોની ખૂબ ભક્તિ કરીને અનેરું પુણ્યોપાર્જન કર્યું. સવારથી સાંજ સુધી જે કોઈ આરાધક આવે, તેને રસોડે તેડી જાય. સાધુ-સાધ્વીજી ભ.ની પણ ઉદારતાપૂર્વક ભક્તિ કરે. એમના ઉદારતાના સંસ્કારો પુત્ર કેશવજીના જીવનમાં એવા સરસ ઊતર્યા કે ૬ વર્ષની વયે પાટલે બેસીને અનેક ચીજો વહોરાવે, પણ જરાય ઢોળાય નહીં. પૂજા, વંદન કરી આવે અને પહેલેથી જ પાટલે બેસી જાય. દરરોજ ૨૦ કિલો પપૈયા, ૪૦ લિટર દૂધ, મીઠાઈ આદિથી દરરોજ સળંગ ૧૨ મહિના સુધી ભક્તિ કરેલી. માણેકભાઈ જેમ ઉદાર હતા, તેમ જીવીબહેન પણ એટલાં જ ઉદાર, લાગણીશીલ હતાં. બન્નેનો યોગ એવો થયેલો કે આ રીતે ભક્તિ કરતાં આનંદઆનંદ જ થયા કરે. એક વખત સિંહણ નદીનો બંધ તૂટ્યો, ત્યારે મોટા માંઢામાં પાણી ભરાયાં. બધાં ઢોર સાથે “દાતા” આવી ગયા. ત્યાં દાતામાં માણેકભાઈએ ૩૬ મણ લાપસી, ૧૧ કાલર ઘાસ વાપર્યું. તે વખતે જીવીબહેન પોતાને પિયર આંબલા હતાં. ત્યાં સમાચાર મળ્યા કે આવું બન્યું છે અને આંબલા ગામ પણ ચતુર્વિધ સંઘ ભયગ્રસ્ત જાહેર કરાયું હતું. તેથી બધાએ ગામ ખાલી કરવાનું હતું. ગામમાં કોઈને રહેવા ન દીધાં. બધાંને કાઢ્યા, પણ જીવીબહેને કહ્યું “મારે ધર્મારાધના કરવી છે. હું તો ઘરે જ રહીશ.” એમના શીલના પ્રભાવે તરત જ અધિકારીએ રજા આપી અને પોતે સામાયિક લઈને બેસી ગયાં. ત્રણ દિવસમાં બધું શાન્ત પડી ગયું. કોઈને કંઈ નુકશાન થયું નહીં. ધર્મારાધના કરતાં કરતાં કેશુ ૧૨ વર્ષનો થયો. એકવાર ઉત્તમ માતા જીવીબહેને એનો હાથ પકડીને બાજુમાં બેસાડીને કહ્યું-“કેશુ! તું કાકા મહારાજ પાસે, પૂ. સાહેબજી પાસે જઈશ?” “હા હું જઈશ.” કેશુને તો પૂજ્ય પંન્યાસજી મ. પાસે માથી પણ વિશેષ મમતા મળતી. પિતાથી વિશેષ પ્રેમ મળતો એટલે તે તૈયાર થઈ ગયો. બીજા દિવસે જવા તૈયાર થયો. બધાને પગે લાગ્યો. છેલ્લે માણેકભાઈને પગે લાગ્યો, ત્યારે પુત્રના સાચા હિતસ્વી પિતાએ કહ્યું-“બેટા! હવે મુહર્ત કઢાવીને જ આવજે.” કેશુ તો ખુશ થઈ ગયો “આજે મારો સોનાનો દિવસ છે. હવે તો હું કાયમ માટે કાકા મહારાજ જેવાં કપડાં પહેરનારો થઈ જઈશ.” અને એ પૂ. પંન્યાસજી મ. પાસે મુંબઈ પહોંચી ગયો. માણેકભાઈએ સાહેબજી ઉપર પત્ર લખ્યો કે “આપને જો યોગ્ય લાગે તો કેશુની દીક્ષાનું મુહૂર્ત કઢાવશો. અમારી બન્નેની રજા છે.” સાહેબજીએ પણ પત્ર લખ્યો. “બાળક ઉત્તમ સંસ્કારી છે. તમે અવસરે આવવાનું રાખશો. ત્યારે વિચારીશું, માતા-પિતા ૨૦૧૧માં માગશરમાં ગયાં. પુત્ર તો માતા-પિતા બન્નેનો હતો. એકનો એક હતો. પિતાને કદાચ પુત્ર પ્રત્યે વિશેષ સ્નેહ ન હોય, પણ માતાને તો વિશેષ હોય તેમાં નવાઈ નથી, પણ સમયના પારખુ માણેકભાઈએ જીવીબહેનને કહ્યું -“જેમ મારો પુત્ર છે, તેમ તારો પણ છે. હું મારા તરફથી રજા આપું છું, પણ તારે જે કહેવું હોય તે તું ગુરુ મ.ને કહી શકે છે.” જીવીબહેન સાચાં ધર્મપત્ની હતા. તરત જ કહ્યું–જે તમારો વિચાર-તે જ મારો વિચાર. આ રન જેવો પુત્ર શાસનને સોંપાતો હોય, તો હું શા માટે ના પાડું?” વાત સાંભળીને પૂ. પંન્યાસજી મ. પણ ખૂબ ખૂબ આનંદિત થયા. આવા તેજસ્વી બાળકનો કેવો પુણ્યોદય, કે આવાં ઉત્તમ માતા-પિતા મળ્યાં. હાલારના 100 વર્ષના ઇતિહાસમાં એક નવો વિક્રમ સ્થપાઈ રહ્યો હતો. તે એ જ કે સૌથી નાની–૧૩ વર્ષની ઉંમરે બાલદીક્ષિત તરીકે આ કેશુનો નંબર આવી રહ્યો હતો. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy