SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1002
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ મહાવીર પાસે દીક્ષા લીધી. ધારિણી માતાના એકના એક પુત્રની દીક્ષાના પ્રસંગથી માતાના ચિત્તમાં પુત્રના શિશુવયનાં સંસ્મરણો ઊભરાઈ આવવાં મંડ્યાં. ચંચળ ચિત્ત ખિન્ન થઈ ગયું. ધારિણીની એક સ્ત્રી તરીકેની સમજશક્તિ અને ધર્મજ્ઞાન અનુમોદના કરાવે તેમ છે. ભગવાનના ઉપદેશથી વૈરાગ્યભાવ જાગે તે તો સ્વાભાવિક છે, પણ તે કાળમાં આવી સ્ત્રીઓ હતી કે સંયમજીવનની મુશ્કેલીઓથી પોતાના પુત્રને માર્ગે જતાં પહેલાં ચેતવણી આપીને સંયમને સ્વીકાર્યા પછી તેની મહત્તા-ગૌરવ વધારે એવી ભાવના હતી. સંયમમાર્ગ-ધર્મપ્રચારના કાર્યમાં ધારિણીની કર્તવ્યપરાયણતા નારી તરીકે બિરદાવવા યોગ્ય છે. માતૃસ્નેહનો ત્યાગ કરીને સુકોમળ કાયાવાળા લાડલા દીકરાને સંયમપંથે પ્રયાણ કરવાની અનુમતી આપી એ જ માતાના જીવનની પરમોચ્ચ શુદ્ધ ચારિત્રની પારાશીશી છે. શ્રાવિકા વત્સપાલિકા: ભગવાન મહાવીરે ચારિત્ર અંગીકાર કર્યા પછી વિવિધ તપની આરાધના કરી હતી. દીક્ષાના અગિયારમા વરસે ૬ મહિનાના ઉપવાસનાં પારણાં માટે વત્સપાલિકા નામની વૃદ્ધ ગોવાલણને ત્યાં પધાર્યા હતા. કૃશકાય છતાં તેજસ્વી એવા પ્રભુને જોઈને હર્ષપૂર્વક વંદન કરીને ગોવાલણે પ્રભુને ક્ષીર વહોરાવીને પારણું કરાવ્યું. ગોવાલણીની શ્રદ્ધા, ભક્તિ અને દાનના પ્રભાવથી પંચદિવ્ય પ્રગટ થયાં, દાનનો મહિમા ગાવામાં આવ્યો. લોકો દાનધર્મની પ્રશંસા કરવા લાગ્યાં. ગોવાલણનું ભાગ્ય ખૂલી ગયું. દારિદ્રચ દૂર થઈ ગયું. આ પ્રસંગ બન્યો ત્યારથી ગોવાલણે ભગવાન મહાવીરના સિદ્ધાંતો પ્રમાણે જૈન ધર્મનું પાલન કર્યું. આમ, એક સામાન્ય સ્ત્રીએ અસામાન્ય લાભ પ્રાપ્ત કરીને જીવન સફળ કર્યું. સામાજિક વ્યવસ્થામાં નાના-મોટાના ભેદ હશે, છતાં ભગવંત મહાવીર સ્વામીએ સમાન રીતે આવા ભેદભાવ વગર સામાન્ય માનવીને ત્યાંથી પણ ગોચરી મેળવીને સમાનતાનો આદર્શ ચરિતાર્થ કરી બતાવ્યો છે. ભગવાન ભાવના ભૂખ્યા છે. પાત્ર ઊંચામાં ઊંચું હોય, વસ્તુ પણ કિંમતી હોય, છતાં ભાવ ન હોય તો નકામું છે. વત્સપાલિકાને ધન્ય છે કે સુપાત્ર દાન કરી જીવન ધન્ય બનાવી જાણ્યું. શ્રાવિકા સુસેનાંગની : રાજગૃહી નગરીના સુપ્રસિદ્ધ રાજા શ્રેણિકની બહેન સુસેનાની લાડલી પુત્રી સુસેનાંગની. સુસેનાનો વિવાહ રાજાએ પોતાના શ્રેષ્ઠ મિત્ર વિદ્યાધર સાથે કર્યો હતો. કાળક્રમે સુસેના એક પુત્રીને જન્મ આપીને મૃત્યુ પામી. પિતાને પુત્રીના ઉછેર માટે ચિંતા થઈ. છેવટે વિદ્યાધરે શ્રેણિક Jain Education International For Private ચતુર્વિધ સંઘ રાજાને આ પુત્રીના ઉછેર માટે બહેનની એક માત્ર સ્મૃતિ ભેટ રૂપે આપી. શ્રેણિક રાજાના અંતઃપુરમાં સુસેનાંગની ક્રમશઃ વિકાસ પામી. રાજદરબારના પરિવારને અનુકૂળ શિક્ષણ અને કળાઓમાં નિપુણ બની. મંત્રીશ્વર અભયકુમારને યોગ્ય વર જાણીને તેની સાથે રાજાએ સુસેનાંગનીનો લગ્નોત્સવ ઊજવ્યો. અભયકુમારનાં ઘણાં કાર્યોમાં તેણીએ ઘણો સહકાર આપ્યો. અસાધારણ બુદ્ધિપ્રતિભા અને ગુણવાન પતિ પ્રાપ્ત કરવા બદલ પોતાની જાતને ધન્ય માનતી. દાનધર્મનું પાલન કરીને પતિપત્નીએ પોતાના જીવનને સફળ બનાવ્યું અને સાથે સાથે ભગવાન મહાવીરે બતાવેલા જૈન ધર્મના આચારનું પણ પાલન કર્યું. શ્રાવિકા (મનકની માતા) : ભગવાન મહાવીરના નિર્વાણ પછી પણ ચંદનબાળાના પરિવારમાં વૃદ્ધિ થયેલી જોવા મળે છે. પ્રભવસૂરિ મહારાજે હૃદયયજ્ઞ અને ભાવયજ્ઞની તાત્ત્વિક મીમાંસા કરતો લોકોને ઉપદેશ આપ્યો. તેમાં શયંભવ વિશેષ · પ્રભાવિત થયા. પ્રભવસૂરિના ઉપદેશથી વૈરાગ્યવાસિત બનીને ‘શુભસ્ય શીઘ્રમ્’ એ ન્યાયે પોતાની ગર્ભવતી પત્નીનો ત્યાગ કરીને ગુરુ પાસે ચારિત્રનો સ્વીકાર કર્યો. ગુરુની નિશ્રામાં રત્નત્રયીની આરાધના કરતાં તેઓશ્રી આચાર્યપદથી અલંકૃત થયા અને શયંભવસૂરિ નામથી વિખ્યાત થયા. કાળક્રમે ગર્ભવતી પત્નીએ પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ મનક પાડવામાં આવ્યું. મનકે પણ બાલ્યાવસ્થામાં પિતા પાસે દીક્ષા ગ્રહણ કરી. આચાર્ય પિતાએ જ્યોતિષજ્ઞાનના પ્રભાવથી જાણ્યું કે દીક્ષિત થયેલ પોતાના પુત્રનું આયુષ્ય અલ્પ છે, એટલે અલ્પકાળમાં વિશેષ આરાધના માટે દશવૈકાલિક સૂત્રની રચના કરી. આચાર્ય મહારાજે જૈન ધર્મના સિદ્ધાંતોને આ સૂત્રમાં સ્થાન આપ્યું. તેનું ધ્યાન કરીને મનકનું અવસાન થયું. માતાએ માતૃસ્નેહની વૃષ્ટિનો કાળ હતો ત્યારે બાળકનો બાલ્યાવસ્થામાં દીક્ષા માટે ત્યાગ કર્યો! અને દીક્ષા પછી અલ્પકાળમાં પુત્રના અવસાનથી માતા કેવી શોકમગ્ન બની હશે ! કર્મની કેવી વિચિત્રતા છે! ગર્ભાવસ્થા દરમિયાન પતિએ દીક્ષા લીધી ત્યારે તેણીએ કેટલી મુશ્કેલીએ જીવન ચલાવ્યું હશે! અને તો પણ, અંતે તો શોકસાગરમાં જ રહેવાનો વખત આવ્યો! પણ, આ આર્યસન્નારીએ શેષ જીવન ધર્મારાધનામાં જ પસાર કર્યું. શ્રાવિકા બહુલિકા : સાનુયષ્ટિક ગામના નિવાસી આનંદ શ્રાવકની કેટલીક દાસીઓમાંની એક જાણીતી દાસી. તે પોતાની કર્તવ્યપરાયણતા અને સેવાવૃત્તિથી પોતાના સ્વામીને સદા Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy