SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1000
Loading...
Download File
Download File
Page Text
________________ etos ચતુર્વિધ સંઘમાં સાધ્વીજીનો ક્રમ બીજો છે; અને એ દૃષ્ટિએ ભગવાન ઋષભદેવથી મહાવીરસ્વામી સુધીના દીર્ઘકાળ પર્યંતની મુખ્ય સાધ્વીઓ વિશેની માહિતી એ શ્રમણીસંઘના અંગરૂપ અનન્ય પ્રેરણાદાયક બની રહે તેમ છે. શ્રમણીઓનો પરિચય માત્ર સ્ત્રીઓને માટે જ છે એમ માનવાનું નથી. જૈનશાસન સ્યાદ્વાદને અને ગુણાનુરાગને વરેલું છે. એ ન્યાયે શ્રમણીસંઘની આદર્શ નમૂનારૂપ વંદનીય શ્રમણીઓનાં જીવન અને ગુણો સૌ કોઈને હૃદયસ્પર્શી બની રહેશે. એટલા જ માટે વિદુષી શ્રમણીઓનું જીવન અને કાર્યનું સ્તુતિજ્ઞાન વાચકોનાં જીવનમાં પુનિત ગંગાનો પ્રવાહ વહેતો કરીને દિવ્યપંથે પ્રયાણ કરવાનો રાજમાર્ગ દર્શાવે છે. પરિશિષ્ટ : (૧) પા. ૭૩, Jainism in Nutshell by Acharya Shri Vilay Kirtichandrasuriji. (૨) શાંતિનાથ પંચકલ્યાણક પૂજા (પ્રસ્તાવના) —પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ. (૩) પા. ૯ જૈન ધર્મ કી પ્રમુખ સાલ્વિયાં એવું મહિલાએં–ડૉ. હીરાબાઈ ચોરડિયા. (૪-૫-૬) પા. ૫, એજન. (૭) પા. ૧૧૪. નિત્ય જિનગુણમણિમાળા, સં. મેરુવિજયજી. (૮-૯) પા. ૧૧-૧૬. જૈન ધર્મ કી પ્રમુખ સાલ્વિયાં એવું મહિલાએં-ડૉ. હીરાબાઈ ચોરડિયા. સંસારમુક્તિની સંસ્કારદાત્રીઓ [પહેલી સદીથી અઢારમી સદી] આ પ્રકરણમાં પહેલીથી અઢારમી સદી સુધીની પ્રતિનિધિ નારીઓનો પરિચય આપવામાં આવ્યો છે. અર્થાત્, મૌર્યવંશ, ગુપ્તવંશ અને સોલંકી યુગની કેટલીક પ્રસિદ્ધ ઐતિહાસિક નારીઓ, કેટલાક રાજાઓએ આપેલો વિદ્વાનોને રાજ્યાશ્રય, જૈન સાહિત્યની અમર કૃતિઓની પ્રેરણાસ્રોત તરીકે સ્ત્રીઓની કામગીરી વિશે વિગતો આપવામાં આવી છે. ઐતિહાસિક વિગતો અને અન્ય રાજપુરુષો વિશેની વિગતો નારીપાત્રોના પરિચયના સંદર્ભમાં દર્શાવવામાં આવી છે. સ્ત્રીઓની વિશેષ પ્રકારની જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ અને સાહિત્યસર્જનની વિવિધતાયુક્ત માહિતી આપીને આર્ય Jain Education International For Private ચતુર્વિધ સંઘ સન્નારીની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો ક્રમ દર્શાવવામાં આવ્યો છે. આ પ્રકરણની સર્વ માહિતી ઐતિહાસિક વિગતો સાથે સુસંવાદી રીતે ગૂંથાયેલી છે, એટલે પહેલેથી અઢારમી સદી સુધીનું વિહંગાવલોકન સમસ્ત જૈન સમાજની સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રગતિનો પૂર્ણ પરિચય થવા સાથે નારીસમાજનું ગૌરવ પ્રસ્થાપિત થયેલું જોવા મળે છે. આર્યા ચંદનબાળાથી અઢારમી સદી સુધીની સાધ્વી પરંપરાનો આ ઇતિહાસ ચતુર્વિધ સંઘના બીજા ક્રમે સ્થાન ધરાવનાર સાધ્વી વિશેનો એક વિશાળ અને ઉદાર અભિગમ પ્રગટ કરે છે, જે અધ્યાત્મસાધનાના માર્ગમાં પુરુષ સમાન સ્રીઓને પણ મુક્ત રીતે આવકારે છે. વિશેષ જિજ્ઞાસા રાખનાર જ્ઞાનપિપાસુઓ માટે ‘કલ્પસૂત્રટીકા’, જૈન સાહિત્યનો ઇતિહાસ’, ‘ઉપાસકદશાંગસૂત્ર', ‘વિશેષાવશ્યક ભાષ્ય', ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચારિત્ર', ‘જ્ઞાતાધર્મકથા’, ‘જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ' વગેરે ગ્રંથોના અભ્યાસથી ઉપલબ્ધ થશે. આ રીતે જૈન સાધ્વીસંસ્થાના વિકાસનો ક્રમિક પરિચય આપતું આ પ્રકરણ સાધ્વીઓની પ્રગતિનો મૂલ્યવાન દસ્તાવેજ પ્રવર્તમાન સાધ્વીસંસ્થા અને શ્રાવિકાઓને માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાનું લક્ષણ અને સંવર્ધન દ્વારા આત્મોન્નતિના માર્ગનું પુણ્યકાર્ય કરવા દિશાસૂચન કરે છે. ઉત્તર ભારતમાં નંદરાજાના સમયમાં જૈન ધર્મ પ્રચાર પામ્યો હતો. ત્યાર પછી ગુપ્ત સમયમાં પણ જૈન ધર્મનો પ્રચાર અને પ્રભાવ કાર્યરત રહેલો જોવા મળે છે. ચીની યાત્રી ફાહિયાને ભારતનો પ્રવાસ કરીને નોંધ કરી છે, તેમાં એવો ઉલ્લેખ છે કે, ગુપ્ત સમયમાં જૈન ધર્મને રાજ્યાશ્રય પ્રાપ્ત થયો હતો. રાજ્યમાં જૈન ધર્મના આચાર પ્રમાણે આહાર ગ્રહણ કરવામાં આવતો હતો. એટલે કે ‘અહિંસા પરમો ધર્મ'નું પાલન કરવામાં આવતું હતું. ગુપ્તવંશના આદ્ય સ્થાપક શ્રી ગુપ્તરાજા ચંદ્રપ્રભ સ્વામી ભગવાનના પરમ ભક્ત હતા. તેણે ચંદ્રપ્રભ ભગવાનની મૂર્તિ બનાવડાવી હતી. તેના પરનો શિલાલેખ બ્રાહ્મી લિપિમાં લખેલો છે. પ્રાચીનકાળમાં માળવા જૈન ધર્મનું સુપ્રસિદ્ધ કેન્દ્ર હતું. ત્યાં જૈન ધર્મના અનુયાયીઓની મોટી સંખ્યા હતી. ગુપ્તકાલીન રાજાઓએ પ્રતિમા ભરાવી હશે એમ માનવામાં આવે છે. ગુપ્ત સમયના ત્રીજા રાજા રામગુપ્તાના સમયની મૂર્તિ પણ પ્રાપ્ત થાય Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy