SearchBrowseAboutContactDonate
Page Preview
Page 999
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯૫ તવારીખની તેજછાયા અનેક સ્ત્રીઓએ અસાર સંસારનો ત્યાગ કરવાપૂર્વક દીક્ષા અંગીકાર કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જેની વિગતો આગમગ્રંથો અને ચરિત્રોમાંથી પ્રાપ્ત થાય છે. જૈન અને હિંદુ ધર્મ-પરંપરામાં સ્ત્રીઓને વિવિધરૂપે આદરભર્યું સ્થાન આપવામાં આવ્યું છે. વેદકાલીન સ્ત્રીઓ પતિવ્રતા–સહધર્મચારિણી દર્શાવવામાં આવી છે. બૌદ્ધ ધર્મમાં સ્ત્રીઓને જાતિપ્રધાન માનવામાં આવી છે. જૈન ધર્મમાં ઉદાર મતથી ચતુર્વિધ સંઘમાં સ્ત્રીઓને સાધ્વી અને શ્રાવિકારૂપે સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાગૈતિહાસિક સમયમાં વિદુષી સ્ત્રીઓ ભગવાનની માતા, બહેન, પત્ની અને ભક્તરૂપે આલેખાયેલી છે. ઋષભદેવ પછીના તીર્થકરોના સમયની પ્રભાવશાળી સાધ્વી વિશે બહુ માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી, પરંતુ છેલ્લા તીર્થકર મહાવીર સ્વામીના સમયમાં ચંદનબાળા સાધ્વી તરીકે પ્રભાવશાળી અને ગણનાપાત્ર સ્થાન ધરાવે છે, તેનો ઉલ્લેખ જૈન ઇતિહાસમાં અને ચરિત્રોમાંથી મળી આવે છે. તેમણે પ્રવર્તિનીપદ પ્રાપ્ત કર્યું હતું. નારી શબ્દપ્રયોગ સૌ પ્રથમ સત્રકતાંગનિયક્તિ અને ચૂર્ણિમાં થયેલો છે. તેમાં દ્રવ્યસ્ત્રી અને ભાવત્રી એવો ઉલ્લેખ છે. દ્રવ્યસ્ત્રી એટલે શરીરનાં સ્ત્રીકારક ચિહ્નો (શરીરરચના), અને ભાવસ્ત્રી એટલે સ્ત્રીવેદ એવો અર્થ છે. દ્રવ્યસ્ત્રીનો વિશેષ વિચાર કરીએ તો રોમરહિત મુખ, સ્તન, યોનિ, ગર્ભાશયથી રચાયેલા શરીરવાળી સ્ત્રી. અને ભાવસ્ત્રી એટલે પુરુષની સાથે સ્ત્રીસહજ કામવાસના ભોગવવાની વૃત્તિ ધરાવનાર સ્ત્રી. જૈન કર્મસિદ્ધાંત પ્રમાણે નામકર્મને આધારે સ્ત્રી-પુરુષ લિંગ, એટલે શરીર પ્રાપ્ત થાય છે. જ્યારે મોહનીયકર્મના ઉદયથી સ્ત્રી કે પુરુષ વેદ મળે છે. સ્ત્રી સન્માન સ્ત્રી સન્માનની ભાવનાના પ્રસંગોનો ઉલ્લેખ પણ આ ગ્રંથોમાં થયેલો છે. ગુણવાન સ્ત્રી, મનુષ્યલોકમાં યશપ્રાપ્તિ કરે છે અને દેવો પણ પૂજા કરે છે. સ્ત્રી તીર્થકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ અને ગણધરોને જન્મ આપનાર માતા છે. આવી માતાની પ્રશંસા કે ગુણગાથા ગાઈએ તેટલી ઓછી છે. સ્ત્રીનું માતૃત્વરૂપ પૂજનીય, વંદનીય અને પ્રશંસનીય છે. એકપતિવ્રતધર્મનું પાલન કરવું, શીલનું રક્ષણ કરવું, શીલના પ્રભાવથી અગ્નિ, જળ, વિષ વગેરેથી રક્ષણ થવું, વૈધવ્યનું પાલન કરવું, વગેરે પ્રસંગો પણ ગ્રંથોમાં નોંધાયેલા છે. “માતૃ દેવો ભવ' એ સૂત્ર આજકાલનું નથી, એ તો પૂર્વકાલીન છે. શ્રીકૃષ્ણ ભગવાન પ્રતિદિન સાંજના સમયે પોતાની માતાને વંદન કરવા જતા હતા. ભગવાન મહાવીરે પોતાનાં માતાને દુઃખ ન થાય તે માટે માતાપિતા જીવે ત્યાં સુધી દીક્ષા ન લેવી એવો અભિગ્રહ કર્યો હતો, તે પણ ભગવાનનો માતા પ્રત્યેનો સ્નેહ પ્રગટ કરે છે. સ્ત્રી સન્માન વિશે વિચારીએ તો ભગવાનના શાસનની સ્થાપનામાં રક્ષક દેવીને પણ સ્થાન આપવામાં આવ્યું છે અને થોમની ચોથી ગાથામાં દેવીનું ભાવપૂર્વક સ્મરણ કરવામાં આવે છે. અધિષ્ઠાયિકા દેવીઓમાં ચક્રેશ્વરી, અંબિકા, પદ્માવતી, સિદ્ધાયિકા વગેરે છે. શ્વેતામ્બર મત પ્રમાણે ૧૯મા મલ્લિનાથ ભગવાન એ અપવાદ રૂપે મલ્લિકુમારી તરીકે જન્મ્યા હતા. તીર્થકરના સર્વોચ્ચ પદ પર મલ્લિકુમારી બિરાજમાન છે, જે વંદનીય અને પૂજનીય સ્થાન ધરાવે છે. જૈન ધર્મમાં દેવીપૂજા ગુપ્તકાળથી શરૂ થઈ હોવાનું મનાય છે. તેનો પ્રભાવ હિંદુ ધર્મ પર પડ્યો છે. પ્રાચીન કાળમાં સ્ત્રીઓ ૧૧ અંગ સુધી અભ્યાસ કરી શકતી હતી. “દૃષ્ટિવાદ'. નિશીથસૂત્ર', “અરુણોપપાત' જેવા ગ્રંથોનો અભ્યાસ ન કરી શકે તેનું કારણ બુદ્ધિની અલ્પતા છે, છતાં સ્ત્રી દીક્ષા ગ્રહણ કરીને મોક્ષપ્રાપ્તિ કરી શકે છે. “ઉત્તરાધ્યયન’ અને ‘દશવૈકાલિક' ચૂર્ણિમાં બાહુબલીને બ્રાહ્મીસુંદરીએ અને રથનેમિને રાજીમતીએ ઉન્માર્ગેથી સન્માર્ગે લાવવા માટે પ્રતિબોધિત કર્યા હતા. જયંતી શ્રાવિકા ભગવાન મહાવીરના ઉપદેશને સમયે પ્રશ્નોત્તર કરતી હતી. જૈન ધર્મગ્રંથોમાંથી પ્રાપ્ત થતાં આવાં ઉદાહરણો સ્ત્રી–સન્માનની ભાવના પ્રગટ કરે છે. “મનુસ્મૃતિ'માં સ્ત્રીના પૂજ્ય ભાવનો સંદર્ભ આ મુજબ છે : “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્ત રમત્તે તત્ર રેવતા ” સ્ત્રીઓને શિક્ષણ આપવા સંબંધી વિચારીએ તો ઋષભદેવ ભગવાનને પોતાની પુત્રી બ્રાહ્મી અને સુંદરીને ગણિત, લિપિ અને વિજ્ઞાનનું શિક્ષણ આપ્યું હતું. “જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં સ્ત્રીઓની ૬૪ કળાઓનો ઉલ્લેખ છે. સ્ત્રીઓને ઘેર અભ્યાસ કરાવવામાં આવતો હતો તથા ગુરુકુળમાં રહીને પણ શિક્ષણ મેળવતી હતી. સાધ્વીને ધાર્મિક અભ્યાસ વડીલ સાથ્વી કરાવતી હતી. આમ, વ્યવહારુ શિક્ષણ અને આધ્યાત્મિક જ્ઞાન–એમ બંને રીતે સ્ત્રીઓને શિક્ષણની સુવિધા ઉપલબ્ધ હતી. સ્ત્રી જાતિ વિશેની ઉપરોક્ત ધાર્મિક અને ઐતિહાસિક પૂર્વભૂમિકા તેની બહુમુખી વિભાવના પ્રગટ કરે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy