________________
૪૦૮
યુગવીર આચાર્ય
“ગરીબ પરવર ! જૈન લેકેના એ મહાન્ ધર્મગુરુ છે. ધર્માત્મા છે. તેમના લૂંટાવાથી ગામેગામના લોકોને બહુ આઘાત થયે છે.” હાથ જોડીને તે સાંભળેલી હકીકત કહી સંભળાવી.
સર પ્રતાપસિંહજીએ તેજ વખતે પોલીસ અફસરને હુકમ આપ્યો કે મહાત્માના લૂંટારાઓને પકડી લાવો અને તેઓને સખ્ત સજા કરે.
અનેક પ્રયત્ન પછી એક માણસ પકડાયે. પછી તે બીજા પણ પકડાયા અને તેઓને સખ્ત સજા કરવામાં આવી.
આ દુઃખદ ઘટના સાંભળી ગુરુભક્ત મુનિ મહારાજશ્રી લલિતવિજયજી તથા તેમના શિષ્ય મુનિશ્રી પ્રભાવિજયજી મોટામેટા વિહાર કરી ગુરુદેવની સેવામાં આવી પહોંચ્યા. ગુરુદેવની આ પરિસ્થિતિ સ્વયં ગુરુદેવના મુખે સાંભળીને ગુરુદેવના આવા પરિસહ માટે ઉદાસ થઈ ગયા.
યાદ આવે કલ્પસૂત્રને પ્રસંગ. ભગવાન મહાવીર સ્વામીને પરિસહ–ભગવાનની કરુણદષ્ટિ, ભગવાનની સમતા, પરિસહ સહન કરવાની શક્તિ અને ભગવાનના પરિસહને જાણીને સુખશાતા પૂછવા આવેલ ઈન્દ્રાદિ રાજા મહારાજા. સજળનેત્રે ગુરુદેવને ધન્યવાદ આપવા લાગ્યા.
સ્વામીજી ! આપનું નામ સાંભળી આવ્યો છું. આપના વચનામૃત સાંભળવાની ઇચ્છા છે.”
“સાહેબ! સેવાડી ને લુણાવ વચ્ચે એક નાનું રમ