________________
પ્રતિષ્ઠા તથા આચાર્ય પદવીને મહોત્સવ
૪૮૩
મેંતીલાલભાઈ! અમારા પંજાબી ભાઈઓ તે ભેળા છે. પણ તમે આ બધાને વાણિયાવિદ્યા ઠીક શીખવાડી લાગે છે. તમે બે દિવસથી આ ધમાલમાં પડયા છે. બે દિવસથી ધમાલ ચાલે છે પણ મને થયું પ્રતિષ્ઠાની ધમાલ હશે. હવે જ તમારાં પરાક્રમ જાણ્યાં, તમે તે શ્રય પ્રવર્તક અને શાંતમૂર્તિની સંમતિ પણ મેળવી લાવ્યા એટલે હું શું બોલું? પણ..”
ગુરુદેવ! કૃપા કરી હવે કશી શરતબરત ન મૂકશે. શ્રીસંઘ પંજાબની ચિન્તન આશીલતાને હવે આપે અવશ્ય પલ્લવિત કરવી જ જોઈએ, સ્વર્ગવાસી ગુરુદેવ બાદ પંજાબને માટે આપશ્રીએ જે જે કષ્ટ સહન કર્યા છે તેમાંથી અમે એકનો પણ બદલો વાળી શકીએ તેમ નથી. “મેરે બાદ તમારી સાર સંભાલ વલલભ લેગા' એ વચને આજે પણ યાદ છે. હવે કૃપા કરી આ ભાર આપના શિરે આપ ઉઠાવી લેવા દયા કરો. અમને નિરાશ ન કરે. લાલા માણેકચંદજીએ ગદ્ગદ્ કઠે છેલ્લી વિનંતિ કરી.
શ્રીસંઘ પંજાબ અને મારા શ્રદ્ધેયનું માન રાખવું તે પણ મારું કર્તવ્ય છે, પણ મારે વડીલે સાથે વ્યવહાર તે પહેલાં જેવો જ રહેશે.”
ગુરુદેવ શ્રી આત્મારામજી મહારાજની મનમોહક છબી સામે આપણા ચરિત્રનાયકે નજર કરી અને જાણે ગુરુદેવની સંમતિ હોય તેમ બધાના મુખમાંથી “ગુરુ આત્મારામજી મહારાજની જય, સદ્ગુરુ વલ્લભવિજયજીની જય, પ્રવર્તક શ્રી કાંતિવિજયજીની જય, શ્રી હંસવિજયજી