Book Title: Yugadi Deshna Bhashantar
Author(s): Sommandan Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 196
________________ ૧૯૦ યુગાદેિશના અને બળથી વિસ્મય પામેલા દેવતાઓએ તે વખતે બાહુબલિના મસ્તક પર પુષ્પવૃષ્ટિ કરી. પછી તેવા પ્રકારના પરાભવથી લજ્જિત થયેલા ભરતરાજાએ ક્રેાધથી બાહુબલિની છાતીપર તરતજ મુષ્ઠિપ્રહાર કર્યાં. તે પ્રહાર દૃઢ છતાં પણ યજ઼પર જેમ ધણના પ્રહાર નિષ્ફ ળ જાય અને કૃતાપરનો ઉપકાર જેનિષ્ફળ જાય તેમ વજ્રતુલ્ય વક્ષ:સ્થલમાં તે વિલ થયા. પછી પુન: જેને કાપાગ્નિ પ્રદીપ્ત થયા છે એવા અલિષ્ઠ બાહુબલિએ ચઢીની છાતીમાં વજતુલ્ય એવા મુષ્ઠિ પ્રહાર કર્યાં. તેના ઘાતથી ભરતને ચકરી ( ભમરી ) આવી ગઇ અને અત્ય ત વ્યથિત થતા એવા તે જાણે વિશ્વ બધું ચક્રપર પડ્યુ હોય તેમ તેને ક્ષણવાર સત; જોઇ રહ્યા. પછી તત્કાળ એશુદ્ધ થયેલા અને મુર્છાથી જેની આખા ઢંકાઇ ગઈ છે એવા તે પેાતાના સેવકોના આંમુઓની સાથે પૃથ્વી પર ઢળી પડ્યા. મલી અને સામતાથી શીતલ ચંદનજળે સિ`ચન કરાતા અને ચળાયમાન વસ્રના છેડાથી વારવાર વીંજાતા એવા પેાતાના ડિલ બહુને, ભ્રાતૃહત્યા થવાના ભયથી જેને પશ્ચાત્તાપ ઉત્પન્ન થયો છે એવા અને સ્નિગ્ધ આશયવાળા બાહુબલિ પણ આંખમાં આંસુ લાવીને પવન નાખવા લાગ્યા. ક્ષણવાર પછી સાવધાન થઈને ચક્રીએ આંખ ઉઘાડી અને સૈન્યના કાલાહુલ વચ્ચે ઉભા થયા. તે વખતે વજ્રથી સેવકની જેમ પેાતાને પવન નાખતા માહુબલિને આગળ ઉભેલા જોઇને ભરત લજ્જિત થઇ નીચે જોઇ રહ્યા. એટલે લજ્જાથી જેનું સુખ વિલક્ષ થઇ ગયુ છે. એવા તેને બાહુબલિ આ પ્રમાણે કહેવા લાગ્યા: હું ખરેખર પરાભવ પામ્યા ! ” એવી રીતે હે વીર! તમે મનમાં ખેદ લાવશે નહિ. જેણે સમગ્ર પૃથ્વી લીલામાત્રથી જીતીને સ્વાધીન કરી છે એવા તમારી આગળ જંગમાં પણ કાઈ તુલ્યમળવાળો નથી. આ સ્થળે જૈવવશાત્ તમારો પરાજય થયે, તા પણ ખરેખર તમે તા વીરપુરૂષજ છે. કારણ કે દેવ અને અસુરોએ વલાવ્યા છતાં સમુદ્ર તા સમૃદ્રજ છે. ” આ પ્રમાણે તેની પ્રશંસા

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208