Book Title: Yugadi Deshna Bhashantar
Author(s): Sommandan Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 199
________________ યુગાદિદેશના. ૧૯૩ આને દૂરથી જ મુદગરના પ્રહાર વડે અટકાવું ! અથવા તે પાસે આવે ત્યારે મુષ્ટિના સુખ પ્રહારથી એને ચૂર્ણ કરી નાખું! કે નજીક આવતાજ કપતના બરચાની માફક હાથમાં પકડી લઉં! અથવા એ અહીં આવીને શું કરે છે તે એકવાર જોઉં. આ પ્રમાણે નિર્ભય મનથી બાહુબલિ વિચાર કરતા હતા, એટલામાં તેને પ્રદક્ષિણા દઈને ચક્ર જેમ આવ્યું હતું તેમ પાછું ભરત પાસે ચાલ્યું ગયું. હવે કાર્ય સાધ્યા વિના નિષ્ફળ થઈને ચક જ્યારે પાછું આવ્યું, ત્યારે અકબર મનમાં ખેદ લાવીને વિચાર કરવા લાગ્યા કે—“અરે! નિર્દાક્ષિણ્ય અને જગતને નિંઘ એવા પ્રકારનું કામ કર્યા છતાં પણ મારી ઇચ્છિત કાર્યસિદ્ધિ કંઇપણ ન થઈ. તેથી ખરેખર! “ચંડાળના પાડામાં પેઠા છતાં પણ હાડકાની ભૂખ ન ભાંગી” એ કહેવત જેવું મારે થયું, એ લોકવાયકા સાચી ઠરી.” આ પ્રમાણે પિતાના અનુજ બધુપરના તમામ ઉપક્રમ (પ્રયત્ન) નિષ્ફળ થયા, એટલે લાથી વિલખું મુખ કરીને ભરત કિંકર્તવ્યમૂઢ થઈ ગયા. અર્થાત હવે શું કરવું તેની તેને કંઇ ગમ ન પડી. હવે બાહુબળી વિચારે છે કે – અત્યારસુધી ખરેખર! ભ્રાતૃભાવથી જ મેં ઉપેક્ષા કરી, છતાં હજી પણ એ પાપાત્મા પોતાના દુષ્ટ રવભાવને ત્યાગ કરતો નથી. માટે હવે કંઇપણ દરકાર કર્યા વિના એક મુષ્ટિથી જ એને ચૂર્ણ કરી નાખુ ! કારણકે એ મૂઢાત્માને શરીર પર અનુભવ થયા વિના વિશ્વાસ બેસવાને નથી.” આ પ્રમાણે વિચાર કરી ધથી ધમધમિત થઈને બાહુબલિ દૂરથી મુઠી ઉપાડીને ભરતને મારવા દોડ્યા. ભાઇને મારવા દોડતાં કેપથી જેનાં નેત્ર રતાં થઈ ગયાં છે એવા અને સારાસારને વિચાર કરવામાં બૃહસ્પતિ સમાન તે બાહુબલિ આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા કે “જગતને નિંદવાલાયક એવા આ અવિચારિત કાર્યના કરવાપણને ધિક્કાર થાઓ કે જેથી પિતા૧૩

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208