Book Title: Yogavatar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 24
________________ अध्यात्मं निर्विचारत्ववैशारखे प्रसीदति । ऋतम्भरा ततः प्रज्ञा, श्रुतानुमितितोऽधिका ॥२०-१२॥ “નિર્વિચારસમાપત્તિની વિશારદતા પ્રાપ્ત થયે છતે યોગીને અધ્યાત્મ પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થયેલા એ અધ્યાત્મથી ઋતસ્મા પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે, જે શ્રુત અને અનુમિતિથી અધિક વિષયવાળી છે.” આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સવિતકદિ ગ્રાહ્યસમાપત્તિઓમાંની પ્રથમ ત્રણ સમાપત્તિઓનું ફળ નિર્વિચારસમાપત્તિ છે-એ સમજી શકાય છે. તેથી તેનું નિરૂપણ ન કરતાં નિર્વિચારસમાપત્તિના ફળનું વર્ણન કર્યું છે. ચરમ સમાપત્તિ સ્વરૂપ નિર્વિચારસમાપત્તિની નિર્મળતા પ્રાપ્ત થયે છતે અધ્યાત્મની પ્રાપ્તિ થાય છે. આ છેલ્લી ગ્રાહ્મસમાપત્તિના અભ્યાસની પ્રકૃષ્ટતાથી તેમાં નિર્મળતા પ્રાપ્ત થાય છે. તેને લઈને શુદ્ધસત્વસ્વરૂપ અધ્યાત્મ પ્રાપ્ત થાય છે. એ અધ્યાત્મ કલેશ અને વાસનાથી રહિત એવી સ્થિતિના પ્રવાહને યોગ્ય બને છે. આશય એ છે કે રજોગુણ અને તમોગુણની અધિકતાથી ચિત્ત અશુદ્ધ બને છે. અને આવરણના કારણે તે મલિન હોય છે. એ અશુદ્ધિ અને મલના વિગમથી પ્રકાશસ્વરૂપ બુદ્ધિમાં સત્ત્વગુણનું પ્રાધાન્ય હોય છે. તેથી ચિત્તસ્વરૂપ અધ્યાત્મ સ્વચ્છ સ્થિરતારૂપ એકાગ્ર પ્રવાહને યોગ્ય બને છે. આ જ અધ્યાત્મની પ્રાપ્તિમાં કારણભૂત નિર્વિચારસમાધિની વિશારદતા છે. “નિર્વિવારત્વવૈશાડધ્યમિકસદ્ધિઃ - જળા” આ યોગસૂત્રથી એ વાત જણાવી છે. જેનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. ચિત્તની એકાગ્રતા માટે ચિત્તની અશુદ્ધિ

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62