Book Title: Yogavatar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 35
________________ જુદા દ્રવ્યને આશ્રયીને જણાવ્યા હતા અને આ શ્લોકથી એકાત્મદ્રવ્યને આશ્રયીને તે તે દશાની અપેક્ષાએ ત્રણ આત્માઓનું નિરૂપણ કર્યું છે. આ વિષયમાં વસ્તુતત્ત્વનું નિરૂપણ અધ્યાત્મમત પરીક્ષામાં ગ્રંથકારશ્રીએ કહ્યું છે, તત્ત્વજિજ્ઞાસુએ તે ગ્રંથથી જાણી લેવું જોઈએ. ર૦-૧૮, પરમાત્મસમાપત્તિની જેમ વિષય(ભાવ્ય બાહ્ય વિષય)સમાપત્તિ પણ હોય છે તે જણાવવાપૂર્વક તે બન્નેની તાત્ત્વિક્તાદિ જણાવાય છેविषयस्य समापत्तिरुत्पत्तिर्भावसंज्ञिनः । आत्मनस्तु समापत्ति वो द्रव्यस्य तात्त्विकः ॥२०-१९॥ વિષયાત્મક ભાવનામવાળાની ઉત્પત્તિ સ્વરૂપ વિષયની સમાપત્તિ કહેવાય છે અને આત્માની સમાપત્તિ તો પરમાત્મસ્વરૂપ દ્રવ્યના પરિણામને કહેવાય છે-આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે સામાન્ય રીતે ભાવ્ય એવા પદાર્થના તે તે સ્વરૂપની આત્માને જે પ્રાપ્તિ થાય છે તેને સમાપત્તિ કહેવાય છે. આત્મા અને આત્માતિરિત વિષયો એ બે ભાવ્ય છે. આત્મતિરિક્ત વિષયોની જ્યારે ભાવના પ્રવર્તે છે, ત્યારે આત્મા તે વિષયાકાર પરિણામવાળો થાય છે. અર્થાત્ તે વિષયના ઉપયોગવાળો બને છે. અને તસ્વરૂપ તે ઉપયોગને લઈને તે ભાવના નામને આત્મા ધારણ કરે છે, જેથી ભાવ્યની સંજ્ઞા અને આત્માની સંજ્ઞા બન્ને એક થાય છે. આને વિષયસમાપત્તિ કહેવાય છે.

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62