________________
લીયાસ-અધિકાઇ. કેવા કેવા મનુષ્યમાં લક્ષ્મી રહેતી નથી.
મનુષ્યપૂ . द्यूतपोषी निजद्वेषी, धातुवादी सदालसः । आयव्ययावनालोची नात्र तिष्ठाम्यहं सदा ॥१॥
* મૂ¢િમુવી. લક્ષ્મીજી કહે છે કે–જુગટાથી પિષણ ચલાવનાર, પિતાના કુટુંબી જન) ને દ્વેષ કરનાર, કિમીયાની વાત કરનાર, હમેશાં આળસુ અને પેદાશ તથા ખર્ચને હીસાબ ન રાખનાર આવા દુર્લક્ષણવાળા પુરૂષમાં હું સદા ટકતી નથી. ૧. ચક્રવતી રાજામાં પણ જે દુષ્ટલક્ષણો હોય તો લક્ષ્મીજી
તેને પણ છોડી દે છે.
વંશી (૨–૨). कुचैलिनं दन्तमलावधारिणं, बहाशिनं निष्ठुरवाक्यभाषिणम् । सूर्योदये चास्तमने शयानं, विमुञ्चति श्रीरपि चक्रधारिणम् ॥ २ ॥
રાપરપદ્ધતિ. મલિન વસ્ત્રો પહેરનાર, દાંતમાં મળને ધારણ કરનાર, ઘણું ભજન જમનાર, કઠેર વાક્યોને ઉચ્ચાર કરનાર અને સૂર્યના ઉદય તથા અસ્ત સમયે શયન કરનાર એવા શ્રીચકધારી રાજા હોય તે પણ તેને લક્ષ્મીજી ત્યાગ કરે છે ત્યારે ઈતર મનુષ્યની શી કથા? ૨.
લક્ષ્મીને નાશ કરનારાં કારણે असत्यता निष्ठुरताकृतज्ञता, भयं प्रमादोऽलसता विषादिता । वृथाभिमानो ह्यतिदीर्घसूत्रता, तथाङ्गरौक्ष्यादि विनाशनं श्रियः॥३॥
सुभाषितरत्नभाण्डागार. જૂઠું બોલવું, શઠતા, અકૃતજ્ઞતા (કરેલ ઉપકાર ભૂલી જ તે), ભય, પ્રમાદ, આળસ, ખેદ, ખેટું અભિમાન, દીર્ઘસૂત્રતા (કામ કરતાં હદ ઉપરાંત ગેરવ્યાજબી વખત ગુમાવવું તે) અને શરીરનું લખાપણું આ સર્વ કારણે ધનનાશક સમજવાં. ૩.