Book Title: Vitrag Vigyana Pathmala 3
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 45
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ૯ દશલક્ષણ મહાપર્વ જિનેશ – કેમ ભાઈ વિનોદ, મંદિર આવો છો? વિનોદ - ના ભાઈ, આજે તો સિનેમામાં જવાનો વિચાર છે. જિનેશ – કેમ? વિનોદ – કેમકે આજે મનમાં શાંતિ નથી, કાંઈક મનોરંજનની જરૂર છે. જિનેશ – વાહ ભાઈ, સિનેમામાં શાંતિ ગોતવા નીકળ્યા છો? સિનેમા તો રાગ દ્વેષ (અશાંતિ) ને જ વધારનાર છે. અને હવે તો દશલક્ષણ મહાપર્વ શરૂ થઈ ગયાં છે. આ દિવસો તો ધર્મની આરાધનાનાં છે. આ દિવસોમાં બધા માણસો આત્મચિંતન, પૂજા-પાઠ, વ્રત-ઉપવાસ વગેરે કરે છે અને આખો દિવસ સ્વાધ્યાય, તત્ત્વચર્ચા વગેરેમાં પસાર કરે છે. વિનોદ – આ દશલક્ષણ ધર્મ શું છે? જિનેશ - આત્મસ્વભાવની પ્રતીતિપૂર્વક ચારિત્ર (ધર્મ) ની દશ પ્રકારે આરાધના કરવી તે જ દશલક્ષણ ધર્મ છે. આચાર્ય ઉમાસ્વામીએ તત્ત્વાર્થસૂત્રમાં લખ્યું છે ૪). Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55