Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ શ્રી ટોડરમલ ગ્રન્થમાળા પુષ્પ નં. ૧૮] વીતરાગ-વિજ્ઞાન પાઠમાળા
ભાગ ૩
લેખક-સમ્પાદક :
પં. હુકમચન્દ ભારિલ્લા શાસ્ત્રી, ન્યાયતીર્થ, એમ. એ., સાહિત્યરત્ન સંયુક્ત મંત્રી, શ્રી ટોડરમલ સ્મારક ભવન, જયપુર.
ગુજરાતી અનુવાદક :
બ્ર. વ્રજલાલ ગિરધરલાલ શાહ બી. એ. (ઓનર્સ) એસ. ટી. સી., રાષ્ટ્રભાષા રત્ન.
प्रकाशक : पण्डित टोडरमल स्मारक ट्रस्ट ए-४ , बापूनगर, जयपुर - ३०२०१५
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & Our Request
This shastra has been donated to mark the 15th svargvaas anniversary (28 September 2004) of our mother, Laxmiben Premchand Shah, by Rajesh and Jyoti Shah, London, who have paid for it to be "electronised" and made available on the Internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of Vitraag-Vignaan Pathmala, Part 3 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
Version
Number
001
Date
Version History
Changes
23 Sept 2004 First electronic version. Error corrections
made:
Errors in Original Physical Version
Edition Information & Contents pages are Hindi
Page 3, Line 19: dssl Page 31, Line 31: Assi Page 32, Line 1: H Page 46, last 28: 4
Electronic
Version
Corrections
Translated to
Gujarati
તક કા
2151512
212112
તેમનુ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સર્વાધિકાર સુરક્ષિત ગુજરાતી :
પ્રથમ સંસ્કરણ : ૫૦૦૦
દ્વિતીય સંસ્કરણ : ૩૨૦૦ (૨૨ એપ્રિલ ૧૯૮૬ મહાવીર જયન્તી)
હિન્દી (પ્રથમ પાંચ સંસ્કરણ ) ૩૮,૨૦૦
૪,૦૦૦
૫,૦૦૦
૫,૦૦૦
યોગ ૬૦,૪૦૦
કન્નડ઼ (પ્રથમ બે સંસ્કરણ ) મરાઠી (પ્રથમ સંસ્કરણ ) અંગ્રેજી (પ્રથમ સંસ્કરણ )
મુદ્રક : સિટીજન પ્રિંટર્સ
1813 ચન્દ્રાવલ રોડ઼,
દિલ્લી 110007.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વિષય-સુચી
૧૪
૧૮
| પાઠનું નામ |
લેખક સિદ્ધ પૂજન
શ્રી પં. હુકમચંદજી ભારિલ્લ, જયપુર પૂજા-વિધિ અને ફળ | શ્રી પં. પ્રકાશચંદજી ‘હિતૈષી', દિલ્હી ઉપયોગ
શ્રી પં. રતનચંદજી ન્યાયતીર્થ, વિદિશા ગૃહીત અને અગૃહીત | શ્રી પ. હુકમચંદજી ભારિલ્લ, જયપુર મિથ્યાત્વ હું કોણ છું? | શ્રી પં. હુકમચંદજી ભાટિલ, જયપુર જ્ઞાની શ્રાવકનાં બાર | શ્રી એ. જગન્મોહનલાલજી શાસ્ત્રી, કટની | વ્રત
મુક્તિનો માર્ગ | શ્રી પં. હુકમચંદજી ભારિલ્લ, જયપુર ૮ | નિશ્ચય અને વ્યવહાર | શ્રી પં. હુકમચંદજી ભારિલ, જયપુર
દશલક્ષણ મહાપર્વ | શ્રી પં. રતનચંદજી ન્યાયતીર્થ, વિદિશા ૧૦ બલભદ્ર રામ શ્રી પં. હુકમચંદજી ભારિલ્લ, જયપુર ૧૧ | સમયસાર-સ્તુતિ | શ્રી પં. હિંમતલાલ જેઠાલાલ શાહ,
સોનગઢ
6
| -
૨૭
૩૪
૪૦
४४
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ૧
સિદ્ધ પૂજન
સ્થાપના
૧
૨
૩ ૪ ૫
ચિદાનન્દ સ્વાતમરસી, સત્ શિવ સુન્દર જાન;
જ્ઞાતા દ્દષ્ટા લોકકે, પરમ સિદ્ધ ભગવાન.
ૐૐ હ્રીં શ્રી સિદ્ધચક્રાધિપતે ! સિદ્ધપરમેષ્ઠિન ! અત્ર અવતર અવતર સંવૌષટ્ અત્ર તિષ્ઠ ઠઃ ઠઃ। અત્ર મમ સન્નિહિતો ભવ ભવ વષટ્।
જળ
જ્યોં-જ્યોં પ્રભુવર જલ પાન કિયા, ત્યોં–ત્યોં તૃષ્ણાકી આગ જલી; થી આશ કિ પ્યાસ બુઝેગી અબ, પર યહ સબ મૃગતૃષ્ણા નિકલી. આશા તૃષ્ણાસે જલા હૃદય, જલ લેક ચરણોંમેં આયા;
હોકર નિરાશ સબ જગ ભરસે, અબ સિદ્ધ શરણમેં મેં આયા. ૐૐ હ્રીં શ્રી સિદ્ધચક્રાધિપતયે સિદ્ધપરમેષ્ઠિને જન્મ જરા મૃત્યુ વિનાશનાય જલમ્
નિર્વપામીતિ સ્વાહા.
ચંદન
તનકા ઉપચાર કિયા અબતક, ઉસ ૫૨ ચંદનકા લેપ કિયા; મલ-મલ કર ખૂબ નહી કરકે, તનકે મલકા વિક્ષેપ કિયા. અબ આતમકે ઉપચાર હેતુ, તુમકો ચન્દન સમ હૈ પાયા; હોકર નિરાશ સબ જગ ભરસે, અબ સિદ્ધ શરણમેં મેં આયા. ૐ હ્રીં શ્રી સિદ્ધચક્રાધિપતયે સિદ્ધપરમેષ્ઠિને સંસારતાપવિનાશનાય ચંદનં નિર્વપામીતિ સ્વાહા.
૧. જ્ઞાનાનંદ સ્વભાવી. ૨. પોતાના આત્મામાં લીન રહેવાવાળા. ૩. સત્તાસ્વરૂપ. ૪. કલ્યાણમયી. ૫. ત્રિકાળ શુદ્ધસ્વભાવી.
૧
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અક્ષત સચમુચ તુમ અક્ષત હો પ્રભુવર, તુમ હી અખંડ અવિનાશી હો; તુમ નિરાકાર અવિચલ નિર્મલ, સ્વાધીન સફલ સંન્યાસી હી. લે શાલિકણોંકા અવલંબન, અક્ષય પદ! તુમકો અપનાયા;
હોકર નિરાશ સબ જગ ભરસે, અબ સિદ્ધ શરણમેં મેં આયા. 38 શ્રી શ્રી સિદ્ધચકધિપતયે સિદ્ધપરમેષ્ઠિને અક્ષયપદ પ્રાપ્તયે અક્ષત નિર્વપામીતિ સ્વાત.
પુષ્પ જો શત્રુ જગતકા પ્રબલ કામ, તુમને પ્રભુવર ઉસકો જીતા; હો હાર જગતકે વૈરીકી, ક્યાં નહિં આનંદ બઢે સબકા. પ્રમુદિત મન વિકસિત સુમન નાથ, મનસિજ કો ઠુકરાને આયા;
હોકર નિરાશ સબ જગ ભરસે, અબ સિદ્ધ શરણમેં મેં આયા. ૐ શ્રી શ્રી સિદ્ધચકાધિપતયે સિદ્ધપરમેષ્ઠિને કમબાણવિધ્વંસના પુષ્પ નિર્વપામીતિ સ્વાહા.
નૈવેધ મેં સમજ રહા થા અબ તક પ્રભુ, ભોજનસે જીવન ચલતા હૈ, ભોજન વિન નરકોમેં જીવન, ભર પેટ મનુજ ક્યાં મરતા હૈ. તુમ ભોજન વિન અક્ષય સુખમય, યહ સમઝ ત્યાગને હૂ આયા;
હોકર નિરાશ સબ જગ ભરસે, અબ સિદ્ધ શરણમેં મેં આયા. 3ૐ હ્રીં શ્રી સિદ્ધચકાધિપતયે સિદ્ધપરમેષ્ઠિને સુધારોગ વિનાશનાય નૈવૈદ્ય નિર્વપામીતિ સ્વાહા.
દીપ આલોક જ્ઞાનકા કારણ હૈ, ઈન્દ્રિયસે જ્ઞાન ઉપજતા હૈ* યહુ માન રહા થા, પર ક્યોં કર, જડચેતન સર્જન' કરતા હૈ. મેરા સ્વભાવ હૈ જ્ઞાનમયી, યહું ભેદજ્ઞાન પા હરષાયા;
હોકર નિરાશ સબ જગ ભરસે, અબ સિદ્ધ શરણમેં મેં આયા. 3ૐ હ્રીં શ્રી સિદ્ધચકાધિપતયે સિદ્ધપરમેષ્ઠિને મોહાંધકારવિનાશનાય દીપ | નિર્વપામીતિ સ્વાહા. ૧. કામદેવ. ૨. પ્રકાશ ૩. ઉત્પત્તિ. * કોઈ મતવાળા પ્રકાશને જ્ઞાનનું કારણ અને ઈન્દ્રિયોથી જ્ઞાનની ઉત્પત્તિ
માને છે, પરંતુ પ્રકાશ અને ઈન્દ્રિયો અચેતન છે, તેના વડે ચેતન જ્ઞાનની ઉત્પત્તિ કેવી રીતે થઈ શકે ?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધૂપ મેરા સ્વભાવ ચેતનમય હૈ, ઈસમેં જડકી કુછ ગંધ નહીં; મેં હૈં અખંડ ચિપિંડ ચંડ, પરસે કુછ ભી સંબંધ નહીં. યહ ધૂપ નહીં, જડ-કર્મોકી, રજ આજ ઉડાને મેં આયા;
હોકર નિરાશ સબ જગ ભરસે, અબ સિદ્ધ શરણમેં મેં આયા. ૐ હ્રીં શ્રી સિદ્ધચકાધિપતયે સિદ્ધપરમેષ્ઠિને અષ્ટકર્મદહનાય ધૂપ નિર્વપામીતિ સ્વાત.
ફલ.
શુભ કર્મોકા લ વિષય-ભોગ, ભોગોમે માનસ રમા રહા, નિત નઈ લાલસાયે જાગી, તન્મય હો ઉનમેં સમા રહા. રાગાદિ વિભાવ કિયે જિતને, આકુલતા ઉનકા ફ્લ પાયા;
હોકર નિરાશ સબ જગ ભરસે, અબ સિદ્ધ શરણમેં મેં આયા. ૐ હ્રીં શ્રી સિદ્ધચકાધિપતયે સિદ્ધપરમેષ્ઠિને મોક્ષલપ્રાપ્તયે લૈ નિર્વપામીતિ સ્વાહ.
અર્થ જલ પિયા ઔર ચંદન ચરચા, માલાયં સુરભિત સુમનોંકીપની, તન્દુલ સંયે વ્યંજન, દીપાવલિયો કી રત્નોંકી; સુરભી ધૂપાયનકી ફેલી, શુભ કર્મોકા સબ ફલ પાયા; આકુલતા ફિર ભી બની રહી, ક્યા કારણ જાન નહીં પાયા. જબ દૃષ્ટિ પડી પ્રભુજી તુમ પર, મુઝકો સ્વભાવકા ભાન હુઆ; સુખ નહીં વિષય ભોગોમેં હૈ, તુમકો લખ યહ સજ્ઞાન હુઆ, જલસે ફલ તક કા વૈભવ યહ, મેં આજ ત્યાગને હૂં આયા,
હોકર નિરાશ સબ જગ ભરસે, અબ સિદ્ધ શરણમેં મેં આયા. ૩ૐ હ્રીં શ્રી સિદ્ધચકાધિપતયે સિદ્ધપરમેષ્ઠિને અનર્વપદપ્રાપ્તયે અર્ધ નિર્વપામીતિ સ્વાહા.
૧. તેજસ્વી ૨. સુગંધ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જયમાલા
દોહા આલોકિત હો લોકમે, પ્રભુ પરમાત્મ પ્રકાશ આનંદામૃત પાનકર, મિટે સભીકી પ્યાસ.
પદ્ધરી છંદ જય જ્ઞાનમાત્ર જ્ઞાયક સ્વરૂપ, તુમ હો અનંત ચૈતન્ય રૂપ; તુમ હો અખંડ આનંદ પિંડ, મોહરિ દલનકો તુમ પ્રચંડ. રાગાદિ વિકારી ભાવ જાર, તુમ હુએ નિરામય નિર્વિકાર; નિર્ધ્વન્દ નિરાકુલ નિરાધાર, નિર્મમ નિર્મલ હો નિરાકાર. નિત કરત રહત આનંદરાસ, સ્વાભાવિક પરિણતિર્મ વિલાસ; પ્રભુ શિવ રમણીકે હૃદયહાર, નિત કરત રહત નિજમેં વિહાર. પ્રભુ ભવદધિ યહ ગહરો અપાર, બહતે જાતે સબ નિરાધાર; નિજ પરિણતિકા સત્યાર્થ ભાન, શિવ પદ દાતા જો તત્વજ્ઞાન. પાયા નહિં મેં ઉસકો પિછાન, ઉલ્ટા હી મૈને લિયા ભાન; * ચેતનકો જડમય લિયા જાન, તનમેં અપનાપા લિયા માન. શુભ-અશુભ રાગ જો દુ:ખખાન, ઉસમેં માના આનંદ મહાન; પ્રભુ અશુભ કર્મકો માન હય, માના પર શુભકો ઉપાદેય. જો ધર્મધ્યાન આનંદરૂપ, ઉસકો માના મેં દુ:ખ સ્વરૂપ; મનવાંછિત ચાહે નિત્ય ભોગ, ઉનકો હી માના હૈ મનોગ. ઈચ્છા નિરોધકી નહીં ચાહ, કેસે મિટતા ભવ વિષય દાહ; આકુલતામય સંસાર સુખ, જ નિશ્ચયસે હૈ મહા દુઃખ.
૧. મોહરૂપી શત્રુ. ૨. નાશ કરવો. ૩. બાળીને. ૪. નીરોગ. ૫. મમતારહિત. ૬. સંસારસાગર ૭. ઓળખાણ. * અહીંથી આઠ પંક્તિઓમાં સાત તત્વ સંબંધી ભૂલોનું વર્ણન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉસકી હી નિશદિન કરી આશ, કૈસે કટતા સંસાર પાશ; ભવદુ:ખકા પરકો હેતુ જાન, પરસે હી સુખકો લિયા માન. મેં દાન દિયા અભિમાન ઠાન, ઉસકે ફલ પર નહિં દિયા ધ્યાન; પૂજા કીની વરદાન માંગ, કૈસે મિટતા સંસાર સ્વાંગ. તેરા સ્વરૂપ લખ પ્રભુ આજ, હો ગયે સફલ સંપૂર્ણ કાજ; મો ઉર પ્રગટયો પ્રભુ ભેદજ્ઞાન, મૈને તુમકો લીના પિછાન. તુમ પરકે કર્તા નહીં નાથ, જ્ઞાતા હો સબકે એક સાથ; તુમ ભક્તકો કુછ નહીં દેત, અપને સમાન બસ બના લેત. યહ મૈને તેરી સુની આન, જો લેવે તુમકો બસ પિછાન; વહ પાતા હૈ કૈવલ્ય જ્ઞાન, હોતા પરિપૂર્ણ કલા નિધાન. વિપદામય પરપદ હૈ નિકામ, નિજપદ હી હૈ આનંદધામ;
મેરે મનમેં બસ યહી ચાહ, નિજપદકો પાઉ હે જિના. ૩ૐ હ્રીં શ્રી સિદ્ધચકાધિપતયે સિદ્ધપરમેષ્ઠિને જયમાલા અર્ધ નિર્વપામીતિ સ્વાહા.
દોહા પરકા કુછ નહિં ચાહતા, ચાહૈં અપના ભાવ; નિજ સ્વભાવમેં થિર રહું, મેટો સકલ વિભાવ.
પુષ્પાંજલિ ક્ષિપત્
પ્રશ્ન
૧. જળ, નૈવેધ અને ફળના છંદ અર્થ સહિત લખો. ૨. જયમાળામાંથી જે પંક્તિઓ તમને ગમતી હોય તેમાંથી ચાર પંક્તિ
અર્થસહિત લખો અને ગમવાનું કારણ પણ લખો.
૧. બંધન ૨. લીધા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
રા
66
-પિતાજી, આજ મંદિરમાં માણસો ગાતા હતા- નાથ તેરી પૂજાકો ફ્લ પાયા, નાથ તેરી...” આ પૂજા શું છે અને એનું ફળ શું છે? સુબોધચંદ્ર – ઈષ્ટદેવ, શાસ્ત્ર, ગુરુના ગુણોનું સ્તવન તે જ પૂજા છે.
રા – એ ઈષ્ટદેવ કોણ હોય છે?
પાઠ ૨
પૂજાવિધિ અને ફળ
સુબોધચંદ્ર-મિથ્યાત્વ, રાગ-દ્વેષ આદિનો નાશ કરીને પૂર્ણ જ્ઞાની અને સુખી થવું તે જ ઈષ્ટ છે. જેમને તેની પ્રાપ્તિ થઈ ગઈ હોય તે જ ઈષ્ટદેવ છે. અનંત ચતુષ્ટયના સ્વામી અરહંત અને સિદ્ધભગવાન જ ઈષ્ટદેવ છે અને તેઓ જ ૫૨મપૂજ્ય છે.
રાજૂ
–દેવની વાત તો હું સમજયો, શાસ્ત્ર અને ગુરુ કેવી રીતે પૂજ્ય છે? સુબોધચંદ્ર-શાસ્ત્ર તો સાચા દેવની વાણી હોવાથી અને મિથ્યાત્વ, રાગ-દ્વેષ આદિનો નાશ કરવાને લીધે તેમજ સાચા સુખના માર્ગદર્શક હોવાથી પૂજ્ય છે. નગ્ન દિગંબર ભાલિંગી ગુરુ પણ તે જ માર્ગના પથિક વીતરાગી સંત હોવાથી પૂજ્ય છે.
રા
– અમારા વિદ્યાગુરુ, માતા, પિતા વગેરે પણ ગુરુ તો કહેવાય છે. શું એમની પણ પૂજા કરવી જોઈએ ?
૬
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સુબોધચંદ્ર - લૌકિક દૃષ્ટિથી તેમનો પણ યથાયોગ્ય આદર તો કરવો જ જોઈએ,
પણ તેમને રાગ-દ્વેષ આદિનો નાશ થયો ન હોવાથી મોક્ષમાર્ગમાં તેમને પૂજ્ય ગણવામાં આવતા નથી. આઠ દ્રવ્યોથી પૂજ્ય તો વીતરાગ સર્વજ્ઞ દેવ, વીતરાગ માર્ગનાં નિરૂપક શાસ્ત્ર, નગ્ન દિગંબર ભાવલિંગી ગુરુ જ છે.
રાજૂ
- એ તો હું સમજ્યો કે દેવ-શાસ્ત્ર-ગુરુની પૂજા કરવી જોઈએ, પણ એનાથી લાભ શું છે તે પણ બતાવોને!
સુબોધચંદ્ર- જ્ઞાની જીવ લૌકિક લાભની દૃષ્ટિથી ભગવાનની પૂજા કરતા નથી, તેને
તો સહજ ભગવાન પ્રત્યે ભક્તિનો ભાવ આવે છે. જેમ ધનની ઈચ્છાવાળાને ધનવાનનો મહિમા આવ્યા વિના રહેતો નથી તેવી જ રીતે વીતરાગતાના ઉપાસક અર્થાત્ મુક્તિના પથિકને મુક્ત આત્માઓ પ્રત્યે ભક્તિનો ભાવ આવે જ છે.
સુબોધચંદ્ર - તો શું ભગવાનની ભક્તિથી લૌકિક ( સાંસારિક ) સુખ નથી મળતું?
સુબોધચંદ્ર – જ્ઞાની ભક્ત સાંસારિક સુખ ઈચ્છતા જ નથી, પણ શુભભાવ થવાથી
તેમને પુણ્યબંધ અવશ્ય થાય છે અને પુણ્યોદયના નિમિત્તે સાંસારિક ભોગસામગ્રી પણ તેમને મળે છે, પણ તેમની દષ્ટમાં તેનું કાંઈ મૂલ્ય નથી. પૂજા ભક્તિનો સાચો લાભ તો વિષય-કષાયથી બચવું તે જ છે.
રાજદૂ - તો પૂજા કેવી રીતે કરવામાં આવે છે? સુબોધચંદ્ર- દિવસે, ગળેલા પાણીથી સ્નાન કરીને, ધોયેલાં વસ્ત્રો પહેરીને,
જિનમંદિરમાં જિનેન્દ્ર ભગવાનની સમક્ષ વિનયપૂર્વક ઊભા રહીને પ્રાસુક દ્રવ્યથી એકાગ્ર ચિત્ત થઈને પૂજા કરવામાં આવે છે.
રાજૂ
- પ્રાસુક દ્રવ્ય એટલે....?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સુબોધચંદ્ર - જીવ-જંતુઓથી રહિત શુદ્ધ કરેલ અચિત્ત પદાર્થ જ પૂજાનાં પ્રાસુક દ્રવ્ય
છે. જેમ કે ન ઊગે તેવાં અનાજ, ચાવલાદિ, સૂકાં ફળ, બદામ વગેરે
અને શુદ્ધ ગળેલું જળ વગેરે. રાજૂ - દ્રવ્ય વિના શું પૂજા ન થઈ શકે? સુબોધચંદ્ર - કેમ નહિ? પૂજામાં તો ભાવોની જ મુખ્યતા છે. ગૃહસ્થાવસ્થામાં કોઈ
કોઈને દ્રવ્ય વિના જ પૂજાના ભાવ થાય છે. કોઈ કોઈને આઠ દ્રવ્યોથી પૂજાના ભાવ થાય છે અને કોઈ કોઈને એક-બે દ્રવ્યથી જ પૂજા
કરવાના ભાવ થાય છે. રાજા - એ તો સમજ્યો, પણ પૂજાની પૂરી વિધિ સમજમાં આવી નથી...... સુબોધચંદ્ર- તમે તો અહીં જ ઊભા ઊભા વાતોથી જ બધું સમજી લેવા ઈચ્છો
છો. કાલે સવારે મારી સાથે પૂજા કરવા મંદિરમાં આવજો. ત્યાં
જોઈને બધી વિધિ તમારી જાતે સમજમાં આવી જશે. રાજૂ - હા, હા, જરૂર આવીશ. મારે માત્ર વિધિ જ સમજવી નથી. હું પણ
દરરોજ પૂજા કરીશ. સુબોધચંદ્ર - તમારો વિચાર સારો છે. સાંસારિક આકુળતાઓ અને અશુભ ભાવથી
થોડો સમય બચવાને માટે આ પણ એક ઉપાય છે. પ્રશ્ન
૧. પૂજા કોને કહે છે? પૂજા કોની કરવામાં આવે છે? અને શા માટે? ૨. પૂજાનું ફળ શું છે? જ્ઞાની શ્રાવક ભગવાનની પૂજા શા માટે કરે છે? ૩. પ્રાસુક દ્રવ્ય કોને કહે છે? શું દ્રવ્ય વિના પણ પૂજા થઈ શકે?
૧. અધ્યાપકોએ ઉપરોક્ત પાઠ શીખવતી વખતે વિધાર્થીઓને યોગ્ય સમયે
મંદિરમાં લઈ જઈને પૂજાની પૂરી વિધિ પ્રયોગાત્મરૂપે સમજાવવી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ૩
| ઉપયોગ
આચાર્ય દ્ધપિચ્છ ઉમાસ્વામી
(વ્યક્તિત્વ અને કર્તુત્વ) तत्त्वार्थसूत्रकर्तारं गृद्धपिच्छोपलक्षितम् ।
वन्दे गणीन्द्रसंजातमुमास्वामीमुनीश्वरम् ।। ઓછામાં ઓછું લખીને વધારેમાં વધારે પ્રસિદ્ધિ મેળવનાર આચાર્ય ગૃદ્ધપિચ્છ ઉમાસ્વામીના તત્ત્વાર્થસૂત્રથી જૈનસમાજ જેટલો અધિક પરિચિત છે, તેટલો જ તેમના જીવન-પરિચયના સંબંધમાં અપરિચિત છે.
તેઓ કુન્દકુન્દ્રાચાર્યના પટ્ટશિષ્ય હતા. તેઓ વિકમની પ્રથમ શતાબ્દીના અંતિમ કાળમાં અને દ્વિતીય શતાબ્દીના પૂર્વાર્ધમાં ભારતવર્ષને પવિત્ર કરી રહ્યા હતા.
આચાર્ય વૃદ્ધપિચ્છ ઉમાસ્વામી તે ગૌરવશાળી આચાર્યોમાંના એક છે જેમને સમગ્ર આચાર્ય પરંપરામાં પૂર્ણ પ્રામાણિકતા અને સન્માન પ્રાપ્ત થયેલ છે. જે મહત્વ વૈદિકોમાં ગીતાનું, ઈસાઈઓમાં બાઈબલનું અને મુસલમાનોમાં કુરાનનું માનવામાં આવે છે, તે જ મહત્ત્વ જૈન પરંપરામાં ગૃદ્ધપિચ્છ ઉમાસ્વામીના તત્ત્વાર્થસૂત્રને મળેલું છે. એનું બીજું નામ મોક્ષશાસ્ત્ર પણ છે. એ સંસ્કૃત ભાષાનો સર્વ પ્રથમ જૈન ગ્રંથ છે.
પ્રસ્તુત ભાગ તત્ત્વાર્થસૂત્રના આધારે લખવામાં આવ્યો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપયોગ દર્શનલાલ – ભાઈ જ્ઞાનચંદ, એ મારા સમજવામાં નથી આવતું કે પિતાજીએ
આપણાં આ નામ કયાંથી પસંદ કર્યા છે? જ્ઞાનચંદ - અરે, તમને ખબર નથી કે આ બન્નેય નામ ધાર્મિક દૃષ્ટિએ પૂરેપૂરા
સાર્થક છે. આપણા આત્માનું સ્વરૂપ જ જ્ઞાન-દર્શનમય છે. મોક્ષશાસ્ત્રમાં લખ્યું છે- “ઉપયોગોનક્ષણ” | ૨ || ૮ાા અર્થાત્ જીવનું લક્ષણ ઉપયોગ છે અને જ્ઞાનદર્શનના વ્યાપારને અર્થાત્ કાર્યને
જ ઉપયોગ કહે છે. દર્શનલાલ – અરે વાહ! શું એવી વાત છે? મને તો આ નામ બહુ અટપટાં લાગે છે. જ્ઞાનચંદ - ભાઈ, તમે બરાબર કહો છો. જ્યાં સુધી જે વાત કદી સાંભળી ન
હોય, જાણી ન હોય ત્યાં સુધી એમ જ થાય છે. આચાર્ય કુંદકુંદસ્વામીએ પણ લખ્યું છે- આ જીવે વિષય-કષાયની વાતો તો ખૂબ સાંભળી, પરિચય કર્યો અને તેનો અનુભવ કર્યો છે તેથી તે સરળ લાગે છે; પરંતુ આત્માની વાત આજ સુધી સાંભળી નથી, તેનો પરિચય કર્યો નથી અને આત્માનો અનુભવ પણ કર્યો નથી, તેથી
અટપટી લાગે જ. દર્શનલાલ – ભાઈ જ્ઞાનચંદ! તો આપ આ ઉપયોગ વિષે જરા સ્પષ્ટતા કરીને
સમજાવો કે જેથી ઓછામાં ઓછું આપણાં નામનું રહસ્ય તો જાણી શકું? જ્ઞાનચંદ – ઠીક વાત છે, સાંભળો.
ચૈતન્ય સાથે સંબંધ રાખનાર (અનુવિધાયી) જીવના પરિણામને ઉપયોગ કહે છે, અને ઉપયોગને જ જ્ઞાન-દર્શન પણ કહે છે. તે જ્ઞાનદર્શન બધા જીવોમાં હોય છે અને જીવ સિવાય બીજા કોઈ દ્રવ્યમાં હોતાં નથી. તેથી એ જીવનું લક્ષણ છે. એના વડે જ જીવની ઓળખાણ થાય છે. આ ઉપયોગના મુખ્ય બે ભેદ છે:
(૧) દર્શનોપયોગ, (૨) જ્ઞાનોપયોગ. દર્શનલાલ - દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગમાં શું તફાવત છે? એ સમજાવો.
૧૦ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનચંદ - જેમાં સામાન્યનો પ્રતિભાસ (નિરાકાર ઝલક) હોય તેને દર્શનોપયોગ
કહે છે અને જેમાં સ્વપર પદાર્થોનું ભિન્નતાપૂર્વક અવભાસન હોય, તે
ઉપયોગને જ્ઞાનોપયોગ કહે છે. દર્શનલાલ – બધા જીવોનું જ્ઞાન એક સરખું તો નથી હોતું? જ્ઞાનચંદ – હા, શક્તિ અપેક્ષાએ તો બધામાં જ્ઞાનગુણ એક સરખો જ છે પરંતુ
વર્તમાન વિકાસની અપેક્ષાએ જ્ઞાનના મુખ્યપણે ૮ ભેદ હોય છે(૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યય જ્ઞાન (૫) કેવળજ્ઞાન
(૬) કુમતિ (૭) કુશ્રુત (૮) કુઅવધિ દર્શનલાલ – મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન આદિનું તાત્પર્ય શું છે? જ્ઞાનચંદ – પરાશ્રયની બુદ્ધિ છોડીને દર્શનોપયોગપૂર્વક સ્વસમ્મુખતાથી પ્રગટ
થનાર નિજ આત્માના જ્ઞાનને મતિજ્ઞાન કહે છે, અથવા જેમાં ઈન્દ્રિયો અને મન નિમિત્ત છે તે જ્ઞાનને મતિજ્ઞાન કહે છે. મતિજ્ઞાન દ્વારા જાણેલા પદાર્થના સંબંધથી અન્ય પદાર્થ ને જાણનાર જ્ઞાનને શ્રુતજ્ઞાન કહે છે.
ઈન્દ્રિય કે મનના નિમિત્ત વિના તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને
ભાવની મર્યાદા સહિત રૂપી પદાર્થના સ્પષ્ટ જ્ઞાનને અવધિજ્ઞાન કહે છે. દર્શનલાલ – અને મન:પર્યયજ્ઞાન? જ્ઞાનચંદ - સાંભળો, બધું બતાવું છું. જ્ઞાની મુનિરાજને ઈન્દ્રિય મનનાં નિમિત્ત
વિના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા સહિત બીજાના મનમાં સ્થિત રૂપી વિષયનું સ્પષ્ટ જ્ઞાન થાય તેને મન:પર્યયજ્ઞાન કહે છે. અને જે ત્રણલોક તથા ત્રણકાળવર્તી સર્વ પદાર્થો અને તેના સમસ્ત ગુણો અને સમસ્ત પર્યાયોને તથા અપેક્ષિત ધર્મોને પ્રતિસમય, સ્પષ્ટ
અને એકસાથે જાણે છે, એવા પૂર્ણજ્ઞાનને કેવળજ્ઞાન કહે છે. દર્શનલાલ – એ તો ઠીક, પરંતુ કુમતિ આદિ પણ કોઈ જ્ઞાન છે?
૧૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનચંદ – આત્મસ્વરૂપને ન જાણનાર મિથ્યાષ્ટિને જે, મતિ, શ્રુત, અવધિજ્ઞાન
હોય છે, તે કુમતિ, કુશ્રુત અને કુઅવધિ કહેવાય છે, કેમકે મૂળતત્વમાં વિપરીત શ્રદ્ધા હોવાથી તેનું જ્ઞાન મિથ્યા હોય છે. ભલે તેને અપ્રયોજનભૂત લૌકિકજ્ઞાન યથાર્થ હોય પણ પ્રયોજનભૂત તત્વજ્ઞાન
યથાર્થ ન હોવાથી તેનાં તે બધાં જ્ઞાન મિથ્યા જ છે. દર્શનલાલ -શું દર્શનોપયોગના પણ ભેદ હોય છે? જ્ઞાનચંદ – હા, દર્શનોપયોગના ચાર પ્રકાર છે:
(૧) ચક્ષુદર્શન (૨) અચક્ષુદર્શન
(૩) અવધિદર્શન (૪) કેવળદર્શન દર્શનલાલ - ચક્ષુદર્શન તો બરાબર છે અર્થાત્ આંખોથી દેખવું તે, પરંતુ અચક્ષુદર્શન
શું છે ? જ્ઞાનચંદ - ના ભાઈ, એમ નથી. ચાઈન્દ્રિય જેમાં નિમિત્ત હોય તે મતિજ્ઞાન
પહેલાં જે સામાન્ય પ્રતિભાસ અથવા અવલોકન થાય છે તેને ચક્ષુદર્શન કર્યું છે. અને ચક્ષુઈન્દ્રિય સિવાયની બાકીની ચાર ઈન્દ્રિયો અને મન જેમાં નિમિત્ત હોય એવા મતિજ્ઞાનની પહેલાં થનાર સામાન્ય
પ્રતિભાસને અચક્ષુદર્શન કહે છે. દર્શનલાલ – બહુ સારું અને અવધિદર્શન? જ્ઞાનચંદ – એવી જ રીતે અવધિજ્ઞાનની પહેલાં થવાવાળા સામાન્ય પ્રતિભાસને
અવધિદર્શન કહે છે, પરંતુ કેવળદર્શનમાં કાંઈક વિશેષતા છે. દર્શનલાલ - તે શું? જ્ઞાનચંદ - કેવળજ્ઞાનની સાથે થનાર સામાન્ય પ્રતિભાસ અર્થાત અવલોકનને
કેવળદર્શન કહે છે. કેવળદર્શન અને કેવળજ્ઞાનમાં કાળભેદ હોતો નથી. દર્શનલાલ – વાહુ ભાઈ, સરસ સમજાવ્યું, ધન્યવાદ!
૧૨
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપયોગના ભેદ
ઉપયોગ
દર્શનોપયોગ
જ્ઞાનોપયોગ
ચક્ષુદર્શન
અચક્ષુદર્શન
અવધિદર્શન
કેવળદર્શન
મતિજ્ઞાન
શ્રુતજ્ઞાન
અવધિજ્ઞાન
મન:પર્યયજ્ઞાન કેવળજ્ઞાન
| | _ | | કુમતિ સુમતિ | | કુશ્રુત સુશ્રુત | કુઅવધિ સુઅવધિ
પ્રશ્ન
૧. ઉપયોગ કોને કહે છે? તે કેટલા પ્રકારનો છે? ભેદ-પ્રભેદ સહિત ગણાવો. ૨. દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગમાં શું તફાવત છે? સ્પષ્ટ કરો. ૩. નીચે જણાવેલમાંથી કોઈ પણ બેની વ્યાખ્યા આપો :
મતિજ્ઞાન, કેવળજ્ઞાન, ચક્ષુદર્શન, કેવળદર્શન. ૪. આચાર્ય ઉમાસ્વામીના જીવન અને કવન ઉપર પ્રકાશ ફેંકો.
૧૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ૪
ગૃહીત, અગૃહીત મિથ્યાત્વ
અધ્યાત્મપ્રેમી પં. દૌલતરામજી
વ્યક્તિત્વ અને કર્તૃત્વ
(સંવત્ ૧૮૫૫-૧૯૨૩). અધ્યાત્મરસમાં નિમગ્ન રહેનાર, ઓગણીસમી સદીના તત્ત્વદર્શી વિદ્વાન કવિવર પં. દોલતરામજી પલ્લીવાલ જાતિના નરરત્ન હતા. તેમનો જન્મ અલીગઢની પાસે સાસની નામના ગામમાં થયો હતો. પછી તેઓ કેટલાક દિવસ અલીગઢ પણ રહ્યા હતા. તેમના પિતાનું નામ ટોડરમલજી હતું.
આત્મપ્રશંસાથી દૂર રહેનાર આ મહાન કવિનો જીવનપરિચય હજી પૂર્ણપણે મળ્યો નથી, પણ તેઓ એક સામાન્ય ગૃહસ્થ હતા અને સરળ સ્વભાવી, આત્મજ્ઞાની પુરુષ હતા.
તેમણે રચેલું “છઢાળા” જૈન સમાજનું બહુ પ્રચલિત અને ખૂબ આદર પામેલું ગ્રંથરત્ન છે. ભાગ્યે જ કોઈ જૈન ભાઈ હશે કે જેણે છઢાળાનો અભ્યાસ ન કર્યો હોય. બધાંય જૈન પરીક્ષા બોર્ડના પાઠયક્રમમાં એને સ્થાન મળેલું છે.
એની રચના તેમણે સંવત ૧૮૯૧ માં કરી હતી. તેમણે એમાં ગાગરમાં સાગર ભરવાનો સફળ પ્રયત્ન કર્યો છે. એ ઉપરાંત તેમણે અનેક સ્તુતિઓ અને અધ્યાત્મ-રસથી ભરપૂર અનેક ભજનો લખ્યાં છે, જે આજે પણ આખા ભારતની શાસ્ત્ર-સભાઓમાં પ્રતિદિન બોલાય છે. તેમના ભજનોમાં માત્ર ભક્તિ જ નથી, ગૂઢ તત્ત્વ પણ ભરેલું છે.
ભક્તિ અને અધ્યાત્મની સાથોસાથ તેમના કાવ્યમાં કાવ્યતત્ત્વ પણ તેના પ્રૌઢતમ રૂપમાં જોવામાં આવે છે. ભાષા સરળ, સુબોધ, પ્રવાહી છે, ભર્તીના શબ્દોનો અભાવ છે. તેમનાં પદ હિન્દી ગીત-સહિત્યના કોઈ પણ મહારથીની સામે ખૂબ જ ગર્વ સાથે રાખી શકાય તેમ છે. પ્રસ્તુત ભાગ તેમની પ્રસિદ્ધ રચના છઢાળાની બીજી ઢાળને આધારે લખેલ છે.
૧૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગૃહીત, અગૃહીત મિથ્યાત્વ વિદ્યાર્થી - છ ઢાળામાં કોની કથા છે? શિક્ષક - મારી, તમારી અને બધાની કથા છે. તેમાં તો આ જીવના
સંસારભ્રમણની કથા છે. આ જીવ અનંતકાળથી ચાર ગતિઓમાં ભ્રમણ કરી રહ્યો છે, પરંતુ એને કયાંય પણ સુખ મળ્યું નથી-પહેલી ઢાળમાં એ
જ બતાવ્યું છે. વિદ્યાર્થી – એ સંસારમાં કેમ ભમી રહ્યો છે અને કયા કારણે દુઃખી છે? શિક્ષક - આ જ પ્રશ્નનો ઉત્તર તો બીજી ઢાળમાં આપ્યો છે –
ઐસે મિથ્યા દગ-જ્ઞાન-ચર્ણ,
વશ ભ્રમત ભરત દુઃખ જન્મ-મર્ણ. ૧. આ જીવ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રને વશ થઈને આ
રીતે સંસારમાં ભમતો થકો જન્મ-મરણનાં દુ:ખો ભોગવી રહ્યો છે. વિધાર્થી – આ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર શું છે? જેને કારણે
બધા દુ:ખી છે. શિક્ષક - જીવાદિ સાત તત્ત્વોની વિપરીત શ્રદ્ધા જ મિથ્યાત્વ છે, એને જ
મિથ્યાદર્શન પણ કહે છે. જીવ, અજીવ આદિ સાત તત્ત્વો જેના વિષે તમે પહેલાં શીખ્યા હતા ને, તે જેવાં છે તેવા તેને ન માનતાં વિપરીતપણે માનવાં તે જ વિપરીત શ્રદ્ધા છે. કહ્યું પણ છેજીવાદિ પ્રયોજનભૂત તત્ત્વ,
સરદૈ તિનમાંહિ વિપર્યયત્વ ૨. વિદ્યાર્થી – આ મિથ્યાત્વના ચક્કરમાં આપણે કયારથી આવ્યા? શિક્ષક – એ તો અનાદિથી છે. જ્યારથી આપણે છીએ ત્યારથી તે છે પણ આપણે
તેને બાહ્યકારણો વડે વધારે પુષ્ટ કરતા રહ્યા છીએ. એ બે પ્રકારનું છે. એક અગૃહીત મિથ્યાત્વ અને બીજાં ગૃહીત મિથ્યાત્વ.
૧૫ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વિદ્યાર્થી – આ ગૃહીત અને અગ્રહીત એ શી બલા છે? શિક્ષક - જે શિખવ્યા વિના અનાદિથી જ શરીર, રાગાદિ પરપદાર્થોમાં અહંબુદ્ધિ છે
તે તો અંગૃહીત મિથ્યાત્વ છે અને જે કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રના ઉપદેશાદિથી ઊલટી માન્યતા પુર્ણ થાય છે, તે ગૃહીત મિથ્યાત્વ છે.
અગૃહીત અર્થાત્ ગ્રહણ નહિ કરેલું અને ગૃહીત અર્થાત્ ગ્રહણ કરેલું. વિદ્યાર્થી – એવી રીતે તો ગૃહીત અને અગૃહીત મિથ્યાજ્ઞાન પણ હોતું હશે? શિક્ષક - હા હા, હોય છે. જીવાદિ તત્ત્વોના વિષયમાં જે અનાદિથી જ અજ્ઞાનપણું
છે, તે તો અગૃહીત મિથ્યાજ્ઞાન છે તથા જેમાં વિપરીત વર્ણન દ્વારા રાગાદિનું પોષણ કરવામાં આવ્યું હોય, તે શાસ્ત્રોને સાચાં માનીને
અભ્યાસ કરવો તે જ ગૃહીત મિથ્યાજ્ઞાન છે. વિદ્યાર્થી - શું મિથ્યાચારિત્રને પણ એમ જ સમજીએ. શિક્ષક - સમજીએ શું? એમ જ છે. અજ્ઞાની જીવની વિષયોમાં પ્રવૃત્તિ તે જ
અગૃહીત મિથ્યાચારિત્ર છે અને પ્રશંસાદિના લોભથી જે બાહ્ય આચાર પાળવામાં આવે છે તે ગૃહીત મિથ્યાચારિત્ર છે. બાહ્ય ક્રિયાકાંડ, આત્મા (જીવ) અને અનાત્મા (અજીવ)ના જ્ઞાન અને શ્રદ્ધાનથી રહિત હોવાને કારણે સર્વ અસફળ છે. કહ્યું પણ છેજો ખ્યાતિ લાભ પૂજાદિ ચાહું,
ધરિ કરન વિવિધ વિધ દેહદાવું; આતમ અનાત્મ કે જ્ઞાન હીન,
જે જે કરની તન કરન છીન. ૧૩. વિદ્યાર્થી – અજ્ઞાની જીવોની બધી ક્રિયાઓ અધર્મ કેમ છે? જે સારી હોય, તેને તો
ધર્મ કહેવી જોઈએ. શિક્ષક - એના જ ઉત્તરમાં તો પં. દોલતરામજી કહે છે
રાગાદિ ભાવ હિંસા સમેત, | દર્વિત ત્રસ થાવર મરણ ખેત; જે ક્રિયા તિર્વે જાનહુ કુધર્મ,
તિન સરધે જીવ લહૈ અશર્મ. ૧૨.
૧૬
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અંતરમાં ઉત્પન્ન થતા રાગ અને દ્વેષરૂપ ભાવહિંસા તથા ત્રસ અને સ્થાવરના ઘાતરૂપ દ્રવ્યહિંસાથી સહિત જે કોઈ કિયાઓ છે, તેને ધર્મ
માનવો એ કુધર્મ છે. એમાં શ્રદ્ધા રાખવાથી જીવ દુઃખી થાય છે. વિધાર્થી – એનાથી બચવાના ઉપાય શું છે? શિક્ષક - દેવ-શાસ્ત્ર-ગુરુનું સાચું સ્વરૂપ સમજીને તો ગૃહીત મિથ્યાત્વથી બચી
શકાય છે અને જીવાદિ તત્ત્વોની સાચી જાણકારીપૂર્વક આત્માનુભવ
કરીને અગૃહીત મિથ્યાત્વ દૂર કરી શકાય છે. વિદ્યાર્થી – તો સમજાવોને એ બધાનું સ્વરૂપ! શિક્ષક - ફરી કોઈ વાર....
પ્રશ્ન
૧. જીવ દુઃખી કેમ છે? શું દુ:ખથી છૂટી શકાય છે? જો હા, તો કેવી રીતે? ૨. ગૃહીત અને અગૃહીત મિથ્યાત્વમાં શું તફાવત છે? સ્પષ્ટ કરો. ૩. શું રાગાદિને પોષનારાં શાસ્ત્રો વાંચવાં એટલું જ માત્ર ગૃહીત મિથ્યાજ્ઞાન
છે? ૪. સંયમીની લોકમાં પૂજા થાય છે, તેથી સંયમ ધારણ કરવો જોઈએ. શું આ
કથન યુક્તિયુક્ત છે? નહિ, તો શા માટે? ૫. પં. દોલતરામજીનો પરિચય આપો. તેમની છ ઢાળામાં પહેલી અને બીજી
ઢાળમાં કઈ બાબત સમજાવવામાં આવી છે તે સ્પષ્ટ કરો.
૧૭
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ૫
હું કોણ છું?
“હું” શબ્દનો ઉપયોગ આપણે દરરોજ કેટલીયે વાર કરીએ છીએ પણ ઊંડાણથી કદી એ વિચારવાનો પ્રયત્ન નથી કરતા કે “હું” નો ખરો અર્થ શું છે? હું” નો અસલી વાચ્યાર્થ શું છે? “હું” શબ્દ કઈ વસ્તુનો વાચક છે?
સામાન્ય રીતે વિચારીને તમે કહી શકો કે એમાં ઊંડાણથી વિચારવા જેવી વાત જ શી છે? શું અમે એટલું પણ નહિ સમજતા હોઈએ કે “હું કોણ છું? અને તમે જવાબ પણ આપી શકો છો કે “હું બાળક છું અથવા યુવાન છું, હું પુરુષ છું અથવા સ્ત્રી છું, હું પંડિત છું અથવા શેઠ છું.” પણ મારો પ્રશ્ન તો એ છે, શું તમે એ સિવાય બીજું કાંઈ નથી? એ બધી તો બહારથી દેખાતી સંયોગી પર્યાય માત્ર છે.
મારું કહેવાનું એમ છે કે જો તમે બાળક છો, તો બાળકપણું તો એક દિવસ સમાપ્ત થઈ જવાનું છે અને છતાં તમે તો રહેશો, માટે તમે બાળક ન હોઈ શકો. એવી જ રીતે યુવાન પણ ન હોઈ શકો. કેમકે બાળકપણું અને યુવાની એ તો શરીરના ધર્મો છે તથા “હું” શબ્દ શરીરનો વાચક નથી. મને વિશ્વાસ છે કે તમે પણ તમને પોતાને શરીર નહિ માનતા હો.
એવી જ રીતે તમે શેઠ તો ધનના સંયોગથી છો પણ ધન તો ચાલ્યું જવાનું છે, તો શું જ્યારે ધન નહિ રહે ત્યારે તમે પણ નહિ રહો? તથા પાંડિત્ય તો શાસ્ત્રજ્ઞાનનું નામ છે, તો શું જ્યારે તમને શાસ્ત્રજ્ઞાન નહોતું ત્યારે તમે નહોતા? જો હતા, તો જણાય છે કે તમે ધન અને પાંડિત્યથી પણ જુદા છો અર્થાત તમે શેઠ અને પંડિત પણ નથી.
ત્યારે પ્રશ્ન ઊંઠે છે કે આખરે “હું છું કોણ ?' જો એક વાર આ પ્રશ્ન અંતરના ઊંડાણમાંથી ઊંઠ અને તેના સમાધાનની સાચી જિજ્ઞાસા જાગે તો એનો ઉત્તર મળવો દુર્લભ નથી. પણ આ “હું” પરની ખોજમાં સ્વને ભૂલી રહ્યો છે. કેવી વિચિત્ર
૧૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
વાત છે કે ખોજ કરનાર, ખોજ કરનારને જ ભૂલી રહ્યો છે. આખું જગત પરની સંભાળમાં એટલું ડૂબેલું જણાય છે કે ‘હું કોણ છું?' એ વિચારવાની કે સમજવાની એને ફુરસદ જ નથી.
‘હું’ શરીર, મન, વાણી અને મોહ-રાગ-દ્વેષથી તો ભિન્ન છું જ, પરંતુ ક્ષણિક પરલક્ષી જ્ઞાનથી પણ ભિન્ન એક ત્રૈકાલિક, શુદ્ધ, અનાદિ અનંત, ચૈતન્ય જ્ઞાનાનંદ સ્વભાવી ધ્રુવ તત્ત્વ છું, જેને આત્મા કહે છે.
જેવી રીતે ‘હું બંગાળી છું, હું મદ્રાસી છું, અને હું પંજાબી છું' એવા પ્રાન્તીયતાના ઘટાટોપમાં માણસ એ ભૂલી જાય છે કે ‘હું ભારતીય છું' અને પ્રાન્તીયતાના ગાઢ અનુભવથી ભારતીય રાષ્ટ્રીયતા ખંડિત થવા લાગે છે તેવી જ રીતે ‘હું માણસ છું, દેવ છું, પુરુષ છું, સ્ત્રી છું, બાળક છું, યુવાન છું, વગેરેમાં આત્મબુદ્ધિનાં વાદળાંમાં આત્મા ઢંકાઈ ગયા જેવો થઈ જાય છે. જેમ આજના રાષ્ટ્રીય નેતાઓનું કહેવું છે કે દેશપ્રેમી ભાઈઓ ! તમે બધા મદ્રાસી અને બંગાલી હોવા પહેલાં ભારતીય છો એ કેમ ભૂલી જાઓ છો? તેવી જ રીતે મારું કહેવાનું છે કે ‘હું શેઠ છું, હું પંડિત છું, હું બાળક છું, હું વૃદ્ધ છું,' ના કોલાહલમાં ‘હું આત્મા છું' તેને આપણે કેમ ભૂલી જઈએ છીએ ?
જેમ ભારતદેશની અખંડતા ટકાવી રાખવાને માટે એ જરૂરી છે કે દરેક ભારતીયમાં ‘હું ભારતીય છું' એવી લાગણી પ્રબળ હોવી જોઈએ. ભારતની એકતા માટે ઉપરોક્ત લાગણી જ એકમાત્ર સાચો ઉપાય છે. તેવી જ રીતે ‘હું કોણ છું' નો સાચો ઉત્તર મેળવવા માટે ‘હું આત્મા છું’ ની અનુભૂતિ પ્રબળ બન્ને, એ અત્યંત જરૂરી છે.
હા, તો સ્ત્રી, પુત્ર, મકાન, રૂપિયા, પૈસાથી તો ભિન્ન છું જ પરંતુ શરીરથી પણ ભિન્ન હું તો એક ચેતનતત્ત્વ આત્મા છું. આત્મામાં ઉત્પન્ન થતા મોહ-રાગદ્વેષભાવ પણ ક્ષણિક વિકા૨ીભાવ હોવાથી આત્માની મર્યાદામાં આવતા નથી અને પરલક્ષી જ્ઞાનનો અલ્પવિકાસ પણ પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવી આત્માનું જ્ઞાન કરાવવામાં સમર્થ નથી. એટલે સુધી કે જ્ઞાનની પૂર્ણ વિકસિત અવસ્થા પણ અનાદિ ન હોવાથી, અનાદિ અનંત પૂર્ણ એક જ્ઞાનસ્વભાવી આત્મા થઈ શકતી નથી કેમ કે આત્મા તો એક દ્રવ્ય છે અને આ તો આત્માના જ્ઞાનગુણની પૂર્ણવિકસિત એક પર્યાય માત્ર છે.
૧૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
‘હું’ નો વાચ્યાર્થ ‘આત્મા’ તો અનાદિ અનંત અવિનાશી ત્રૈકાલિક તત્ત્વ છે. જ્યાં સુધી તે જ્ઞાનસ્વભાવી અવિનાશી ધ્રુવતત્ત્વમાં અહંબુદ્ધિ (તે જ હું છું એવી માન્યતા ) થતી નથી ત્યાં સુધી ‘હું કોણ છું’ એ પ્રશ્ન પણ અનુત્તર જ રહેશે.
‘હું’ દ્વારા જે આત્માનું કથન કરવામાં આવે છે, તે આત્મા અંતરસન્મુખ દષ્ટિનો વિષય છે, અનુભવગમ્ય છે, બહિર્લક્ષી દોડ-ધામથી તે પ્રાપ્ત કરી શકાતો નથી. તે સ્વસંવેધ તત્ત્વ છે, તેથી તેને મનના વિકલ્પોમાં બાંધી શકાતો નથી. તેને ઈન્દ્રિયો દ્વારા પણ પ્રાપ્ત કરી શકાતો નથી. કેમકે ઈન્દ્રિયો તો માત્ર સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળા જડતત્ત્વને જ જાણવામાં નિમિત્ત માત્ર છે. તે ઇન્દ્રિયો અરસ, અરૂપી આત્માને જાણવામાં એક રીતે નિમિત્ત પણ થઈ શકતી નથી.
આ અનુભવગમ્ય આત્મવસ્તુ જ્ઞાનનો ઘનપિંડ અને આનંદનો કંદ છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને મોહ-રાગ-દ્વેષ આદિ સર્વ પરભાવોથી ભિન્ન, સર્વાંગ પરિપૂર્ણ શુદ્ધ છે. સમસ્ત પરભાવોથી ભિન્નતા અને જ્ઞાનાદિમય ભાવોથી અભિન્નતા જ એની શુદ્ધતા છે. એ એક છે, અનંત ગુણોની અખંડતા જ એની એકતા છે. એવો આ આત્મા માત્ર આત્મા છે, બીજું કાંઈ નથી એટલે કે ‘હું' હું જ છું, બીજું કાંઈ નહિ. ‘હું’ હું જ છું અને મારામાં જ સર્વસ્વ છું. પરને આપવા જેવું મારામાં કાંઈ નથી અને મારામાં પિરપૂર્ણ હોવાથી પરના સહયોગની મને કાંઈ જરૂર નથી. આ આત્મા વાણી-વિલાસ કે શબ્દજાલથી ૫૨ છે, માત્ર અનુભવગમ્ય છે. આત્માનુભવને પ્રાપ્ત કરવાનો પ્રારંભિક ઉપાય તત્ત્વનો વિચાર છે પણ તે આત્માનુભવ આત્મતત્ત્વ સંબંધી વિકલ્પનો પણ અભાવ કરીને પ્રકટ થનારી સ્થિતિ છે.
‘હું કોણ છું' એ જાણવાની વસ્તુ છે, એ અનુભૂતિ દ્વારા પ્રાપ્ત થનારું સમાધાન છે. એ વાણીથી વ્યક્ત કરવાની અને લેખિનીથી લખવાની વસ્તુ નથી. વાણી અને લેખિનીની આ વિષયમાં માત્ર એટલી જ ઉપયોગિતા છે કે એ તેની તરફ સંકેત કરી શકે છે, એ દિશાનું સૂચન કરી શકે છે, દશા લાવી શકતી નથી. પ્રશ્ન
૧. ‘હું કોણ છું’ –આ વિષય ઉપર તમારી ભાષામાં એક નિબંધ લખો.
૨૦
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ૬
જ્ઞાની શ્રાવકનાં
બા૨વત (પંચમ ગુણસ્થાનવર્તી)
જેને નિશ્ચય (સાચું) સમ્યગ્દર્શન પ્રગટ થઈ ગયું છે, તેને જ જ્ઞાની કહે છે. એવા જ્ઞાની જીવ જ્યારે અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયના અભાવમાં પોતાની દેશચારિત્ર-સ્વરૂપ આત્મશુદ્ધિ પ્રગટ કરે છે ત્યારે તે વ્રતી શ્રાવક કહેવાય છે.
જે આત્મશુદ્ધિ પ્રગટ થઈ, તેને નિશ્ચયવ્રત કહે છે અને તે આત્મશુદ્ધિના સદ્ભાવમાં જે હિંસાદિ પાંચ પાપોનો ત્યાગ તથા અહિંસાદિ પાંચ અણુવ્રત આદિ ધારણ કરવા રૂપ શુભ ભાવ હોય છે, તેનો વ્યવહારદ્રત કહે છે. આ જાતના શુભ ભાવ જ્ઞાની શ્રાવકને સહજપણે પ્રગટ થાય છે.
એ વ્રત બાર પ્રકારના હોય છે. તેમાં હિંસાદિ પાંચ પાપોના એકદેશ ત્યાગરૂપ પાંચ અણુવ્રત હોય છે. આ અણુવ્રતોના રક્ષણ અને તેમાં અભિવૃદ્ધિરૂપ ત્રણ ગુણવ્રત તથા મહાવ્રતોના અભ્યાસરૂપ ચાર શિક્ષાવ્રત હોય છે :
૨૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચ અણુવ્રત ૧. અહિંસાણુવ્રત – હિંસાભાવના સ્થૂળરૂપ ત્યાગને અહિંસાણુવ્રત કહે છે. એને સમજવા માટે પહેલાં હિંસાને સમજવી આવશ્યક છે. કપાયભાવ ઉત્પન્ન થતાં આત્માના ઉપયોગની શુદ્ધતા (શુદ્ધોપયોગ)નો ઘાત થવો તે ભાવહિંસા છે અને ઉક્ત કપાયભાવ જેમાં નિમિત્ત છે એવા પોતાના અને પરના દ્રવ્યપ્રાણનો ઘાત થવો તે દ્રવ્યહિંસા છે.
શ્રી અમૃતચંદ્રાચાર્ય પુરુષાર્થસિદ્ધયુપાય નામના ગ્રંથમાં લખ્યું છે –“આત્મામાં રાગાદિ દોષોનું ઉત્પન્ન થવું તે જ હિંસા છે અને તેમનું ઉપન્ન ન થવું તે જ અહિંસા છે.”
જો કોઈ માણસ રાગ-દ્વેષાદિ ભાવ ન કરે, અત્યંત યોગ્ય આચરણ કરે અને સાવધાની રાખે છતાં પણ જો કોઈ જીવનો ઘાત થઈ જાય તો તે હિંસા નથી. તેનાથી વિપરીત, કોઈ જીવ અંતરંગમાં કપાયભાવ રાખે અને બાહ્યમાં પણ અસાવધાન રહે પરંતુ તેના નિમિત્તે કોઈ જીવનો ઘાત નયે થયો હોય તો પણ તે હિંસક છે. સારાંશ એ છે કે હિંસા અને અહિંસાનો નિર્ણય પ્રાણીના મરવા કે ન મરવા વડે નથી, રાગાદિ ભાવોની ઉત્પત્તિ અને અનુત્પત્તિ વડે છે.
નિમિત્તના ભેદથી હિંસા ચાર પ્રકારની છે :(૧) સંકલ્પી હિંસા, (ર) ઉધોગી હિંસા, (૩) આરંભી હિંસા અને (૪) વિરોધી હિંસા.
જેમાં કેવળ નિર્દય પરિણામ જ હેતુ હોય એવા સંકલ્પ (ઈરાદા) પૂર્વક કરવામાં આવતા પ્રાણઘાત તે જ સંકલ્પી હિંસા છે.
વ્યાપારાદિ કાર્યોમાં તથા ગૃહસ્થનાં આરંભાદિ કાર્યોમાં સાવધાનીથી વર્તવા છતાં પણ જે હિંસા થઈ જાય છે, તે ઉદ્યોગી અને આરંભી હિંસા છે.
પોતાના તથા પોતાના કુટુંબ, ધર્મના સ્થાનો વગેરે પર કરવામાં આવેલા આક્રમણથી રક્ષણ કરવાને માટે અનિચ્છાપૂર્વક કરવામાં આવેલી હિંસા તે વિરોધી હિંસા છે. * अप्रादुर्भावः खलु रागादीनां भवत्यहिंसेति।
तेषामेवोत्पत्तिहिंसेति जिनागमस्य संक्षेपः ।।४४ ।।
૨૨
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વ્રતી શ્રાવક ઉપરોક્ત ચાર પ્રકારની હિંસાઓમાંથી સંકલ્પી હિંસાનો તો સર્વથા ત્યાગી હોય છે અર્થાત્ સહજપણે તેને એ પ્રકારના ભાવ જ ઉત્પન્ન થતા નથી, અન્ય ત્રણ પ્રકારની હિંસાથી પણ બને તેટલો બચવાનો પ્રયત્ન કરે છે. હિંસાભાવનો એકદેશ ત્યાગ હોવાથી એ વ્રત અહિંસાણુવ્રત કહેવાય છે.
૨. સત્યાણુવ્રત- પ્રમાદના યોગથી અસત્ય વચન બોલવું તે અસત્ય છે, એનો એકદેશ ત્યાગ તે જ સત્યાણુવ્રત છે. અસત્ય ચાર પ્રકારનું હોય છે :
(૧) સત્નો અપલા૫, (૨) અસનું ઉદ્દભાવન, (૩) અન્યથા પ્રરૂપણ અને (૪) ગર્વિત વચન વિદ્યમાન પદાર્થને અવિદ્યમાન કહેવો તે સના અ૫લાપ છે. અવિધમાનને વિધમાન કહેવું તે અસતનું ઉલ્કાવન છે.
કાંઈનું કાંઈ કહેવું અર્થાત્ વસ્તુસ્વરૂપ જેવું છે તેવું ન કહેતાં અન્યથા કહેવું તે અન્યથા પ્રરૂપણ છે. જેમકે જેમ કે હિંસામાં ધર્મ બતાવવો.
નિંદનીય, કલકારક, પીડાકારક, શાસ્ત્રવિરુદ્ધ, હિંસાપોષક, પરાપવાદકારક આદિ વચનોને ગર્વિત વચન કહે છે.
૩. અચૌર્યાણુવ્રત- જે વસ્તુમાં લેવા-દેવાનો વ્યવહાર છે, એવી વસ્તુને પ્રમાદના યોગથી તેના માલિકની રજા વિના લેવી તે ચોરી છે. એવી ચોરીનો ત્યાગ તે અચૌર્યવ્રત છે. ચોરીનો ત્યાગી હોવા છતાં ગૃહસ્થ કૂવા, નદી વગેરેમાંથી જળ અને ખાણમાંથી માટી વગેરે વસ્તુઓનું પૂછયાં વિના પણ ગ્રહણ કરે છે તેથી એકદેશ ચોરીનો ત્યાગી હોવાથી અચૌર્યાણુવ્રત કહેવાય છે.
૪. બ્રહ્મચર્યાણુવ્રત- સપૂર્ણપણે સ્ત્રી-સેવનનો ત્યાગ તે બ્રહ્મચર્યવ્રત છે. જે ગૃહસ્થ તેને ધારણ કરવામાં અસમર્થ છે તે સ્ત્રીમાં જ સંતોષ કરે છે અને પરસ્ત્રી-રમણ ભાવનો સર્વથા ત્યાગ કરે છે, તેમનું આ વ્રત એકદેશરૂપ હોવાથી બ્રહ્મચર્યાણુવ્રત કહેવાય છે.
૨૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫. પરિગ્રહ પરિમાણવ્રત- પોતાનાથી ભિન્ન પર પદાર્થોમાં મમત્વબુદ્ધિ તે જ પરિગ્રહ છે. એ અંતરંગ અને બહિરંગના ભેદથી બે પ્રકારનો છે. મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ તથા હાસ્યાદિ નવ નોકષાય એ ચૌદ અંતરંગ પરિગ્રહના ભેદ છે. જમીન-મકાન, સોનું-ચાંદી, ધન-ધાન્ય, નોકર-નોકરાણી, વાસણ વગેરે અન્ય વસ્તુઓ એ બાહ્ય પરિગ્રહ છે. ઉક્ત પરિગ્રહોમાં ગૃહસ્થને મિથ્યાત્વ નામના પરિગ્રહનો તો પૂર્ણપણે ત્યાગ થઈ જાય છે અને બાકીના અંતરંગ પરિગ્રહોનો કષાય અંશનો સદ્દભાવ હોવાથી એકદેશ ત્યાગ હોય છે તથા બાહ્ય પરિગ્રહની પણ મર્યાદા નક્કી કરી લે છે. આ વ્રતને પરિગ્રહ પરિમાણવ્રત કહે છે.
ગુણવ્રત દિવ્રત, દેશવ્રત અને અનર્થદંડવ્રત એ ત્રણ ગુણવ્રત કહેવાય છે.
૧. દિવ્રત - કષાયનો અંશ ઘટી જવાથી ગૃહસ્થ દશે દિશાઓમાં પ્રસિદ્ધ સ્થાનોના આધારે પોતાના આવાગમનની હદ નક્કી કરી લે છે અને જીવનપર્યત તેનું ઉલ્લંઘન કરતા નથી, એને દિવ્રત કહે છે.
૨. દેશવ્રત - દિવ્રતમાં બાંધેલી વિશાળ હદને ઘડી, કલાક, દિવસ, સસાહ, માસ આદિ કાળની મર્યાદાપૂર્વક વધારે મર્યાદિત ઓછી) કરી લેવી તે દેશવ્રત છે.
૩. અનર્થદંડ વ્રત- વિના પ્રયોજન હિંસાદિ પાપોમાં પ્રવૃત્તિ કરવી અથવા તે પ્રકારનો ભાવ કરવો તે અનર્થદંડ છે અને તેના ત્યાગને અનર્થદંડવત કહે છે. વ્રતી શ્રાવક પ્રયોજન વિના જમીન ખોદવી, પાણી ઢોળવું, અગ્નિ સળગાવવો, પવનસંચાર કરવો, વનસ્પતિ છેડવી વગેરે કાર્ય કરતા નથી અર્થાત્ ત્રસહિંસાના તો તે ત્યાગી છે જ પણ અપ્રયોજનીય સ્થાવર હિંસાનો પણ ત્યાગ કરે છે. તથા રાગ-દ્વેષાદિક પ્રવૃત્તિઓમાં પણ તેની વૃત્તિ રમતી નથી, તે એનાથી વિરક્ત રહે છે. આ જ વ્રતને અનર્થદંડવ્રત કહે છે.
શિક્ષાવ્રત સામાયિક, પ્રોપધોપવાસ, ભોગપભોગ પરિમાણવ્રત અને અતિથિ સંવિભાગ વ્રત એ ચાર શિક્ષાવ્રત છે.
૨૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧. સામાયિક- સર્વ દ્રવ્યોમાં રાગ-દ્વેષના ત્યાગપૂર્વક સમતાભાવનું અવલંબન કરીને આત્મભાવની પ્રાપ્તિ કરવી તે જ સામાયિક છે. વ્રતી શ્રાવકો દ્વારા પ્રાતઃકાળે, બપોરે અને સાંજે ઓછામાં ઓછું એક અંતર્મુહૂર્ત એકાન્ત સ્થાનમાં સામાયિક કરવી તે સામાયિક વ્રત છે.
૨. પ્રોષધોપવાસ- કષાય, વિષય અને આહારનો ત્યાગ કરી આત્મસ્વભાવની સમીપમાં વસવું તે ઉપવાસ છે. દરેક આઠમ અને ચૌદસે સર્વ આરંભનો ત્યાગ કરીને ઉપવાસ કરવો તે જ પ્રોષધોપવાસ છે.
એ ત્રણ પ્રકારે કરવામાં આવે છે – ઉત્તમ, મધ્યમ અને જઘન્ય.
ઉત્તમ- પર્વના એક દિવસ અગાઉ અને એક દિવસ પાછળ એકાશન પૂર્વક પર્વને દિવસે પૂર્ણ ઉપવાસ તે ઉત્તમ પ્રોષધોપવાસ છે.
મધ્યમ- કેવળ પર્વના દિવસે ઉપવાસ કરવો તે મધ્યમ પ્રોષધોપવાસ છે.
જઘન્ય- પર્વના દિવસે કેવળ એકાશન કરવું તે જઘન્ય પ્રોષધોપવાસ છે.
૩. ભોગોપભોગ પરિમાણવ્રત- પ્રયોજનભૂત મર્યાદિત પરિગ્રહની અંદર પણ કષાય ઓછો કરીને ભોગ અને ઉપભોગનું પ્રમાણ ઘટાડવું તે ભોગોપભોગ પરિમાણ વ્રત છે. પાંચ ઇંદ્રિયના વિષયોમાં જે એકવાર ભોગવવામાં આવી શકે તેને ભોગ અને વારંવાર ભોગવવામાં આવી શકે તેને ઉપભોગ કહે છે.
૪. અતિથિ સંવિભાગ વ્રત- મુનિ, વ્રતી શ્રાવક અને અવ્રતી શ્રાવક-આ ત્રણે પ્રકારના પાત્રોને પોતાના ભોજનમાંથી ભાગ પાડીને વિધિપૂર્વક દાન દેવું તે અતિથિ સંવિભાગ વ્રત છે.
નિશ્ચય સમ્યગ્દર્શન પૂર્વક ઉપરોક્ત બાર વ્રતોને અતિચાર રહિત ધારણ કરનાર શ્રાવક જ વ્રતી શ્રાવક કહેવાય છે કેમકે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન વિના સાચાં વ્રતાદિ હોતાં જ નથી. તથા નિશ્ચય સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પૂર્વક અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો અભાવ થતાં પ્રગટ થનાર આત્મશુદ્ધિની સાથે સહજ જ જ્ઞાની શ્રાવકને ઉપરોક્ત વ્રતાદિરૂપ ભાવ હોય છે. આત્મજ્ઞાન વિના જે વ્રતાદિરૂપ શુભ ભાવ હોય છે, તે સાચાં વ્રત નથી.
૨૫
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અણુવ્રત
જ્ઞાની શ્રાવકનાં બાર વ્રત
૧ અહિંસાણુવ્રત
૨ સત્યાણુવ્રત
૩ અચૌર્યાણુવ્રત
૪ બ્રહ્મચર્યાણુવ્રત
૫ પરિગ્રહ પરિમાણાણુવ્રત
૫ +
ગુણવ્રત
૧ દિવ્રત
૨ દેશવ્રત
૩ અનર્થદંડવ્રત
૩
+
શિક્ષાવ્રત
૧ સામાયિક
૨ પ્રોષધોપવાસ
૩ ભોગોપભોગ પરિમાણ
૪ અતિથિ સંવિભાગ
૪
૧૨
પ્રશ્ન
૧. વ્રતી શ્રાવક કોને કહે છે? શ્રાવકનાં વ્રત કયા છે? તે કેટલા પ્રકારના છે? નામ સહિત ગણાવો.
૨. અહિંસાણુવ્રત અને સત્યાણુવ્રતનું વિસ્તારથી વિવેચન કરો.
૩. નીચે જણાવ્યામાંથી કોઈ પણ ત્રણની વ્યાખ્યા આપો :
દિવ્રત, અનર્થદંડવ્રત, સામાયિક, શિક્ષાવ્રત અને ભોગોપભોગ પરિમાણ વ્રત.
66
૪. “જ્ઞાની શ્રાવકનાં બાર વ્રત ” એ વિષય ઉપર તમારી ભાષામાં એક નિબંધ લખો.
૨૬
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ૭
- મુક્તિનો માર્ગ
આચાર્ય અમૃતચંદ્ર
(વ્યક્તિત્વ અને કર્તુત્વ) આધ્યાત્મિક સંતોમાં કુન્દ્રકુન્દાચાર્ય પછી જો કોઈનું નામ લઈ શકાય તો તે છે આચાર્ય અમૃતચંદ્ર. દુઃખની વાત છે કે બારમી સદીના લગભગ થયેલા આ મહાન આચાર્યના વિષયમાં તેમના ગ્રંથો સિવાય એક રીતે આપણે કાંઈ પણ જાણતા નથી.
લોક-પ્રશંસાથી દૂર રહેનાર આચાર્ય અમૃતચંદ્ર તો અપૂર્વ ગ્રંથોની રચના કર્યા પછી પણ લખે છે –
वर्णैः कृतानि चित्रैः पदानि, तु पदैः कृतानि वाक्यानि । वाक्यैः कृतं पवित्रं शास्त्रमिदं न पुनरस्माभिः ।।२२६ ।।
- पुरुषार्थसिद्ध्यु पाय જાતજાતના વર્ષોથી પદ બની ગયાં, પદોથી વાકય બની ગયાં અને વાકયોથી આ પવિત્ર શાસ્ત્ર બની ગયું. મેં કાંઈ પણ કર્યું નથી.
આ જ જાતનો ભાવ તેમણે તત્ત્વાર્થસારમાં પણ પ્રગટ કર્યો છે.
ર૦
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પં. આશાધરજીએ તેમને “ઠક્કુર” શબ્દથી સંબોધિત કર્યા છે, તેથી જણાય છે. કે તેઓ કોઈ ઉચ્ચ ક્ષત્રિય કુળ સાથે સંબંધ ધરાવતા હોવા જોઈએ.
તેમનો સંસ્કૃત ભાષા ઉપર અપૂર્વ અધિકાર હતો. તેમની ગદ્ય અને પદ્ય બને પ્રકારની રચનાઓમાં તેમની ભાષા ભાવને અનુસરતી અને સહજ બોધગમ્ય, માધુર્ય ગુણથી યુક્ત છે. તેઓ આત્મસમાં નિમગ્ન રહેનાર મહાત્મા હતા, તેથી તેમની રચનાઓ અધ્યાત્મ-રસથી ભરપૂર છે.
તેમના બધા ગ્રંથ સંસ્કૃત ભાષામાં છે. તેમની રચનાઓ ગદ્ય અને પદ્ય બન્ને પ્રકારની મળે છે. ગદ્ય રચનાઓમાં આચાર્ય કુન્દ્રકુન્દના મહાન ગ્રંથો ઉપર લખેલી ટીકાઓ છે.
૧. સમયસાર ટીકા - જે “આત્મખ્યાતિ” નામથી જાણીતી છે. ૨. પ્રવચનસાર ટીકા - જેને “તાત્પર્યદીપિકા કહે છે. ૩. પંચાસ્તિકાય ટીકા - જેનું નામ “સમય વ્યાખ્યા” છે. ૪. તત્ત્વાર્થસાર - આ ગ્રંથ ગૃદ્ધપિચ્છ ઉમાસ્વામીના ગદ્યસૂત્રોનો એક રીતે
પદ્યાનુવાદ છે. ૫. પુરુષાર્થસિદ્ધિયુપાય - ગૃહસ્થ ધર્મ પર તેમનો મૌલિક ગ્રંથ છે. એમાં
હિંસા અને અહિંસાનું ઘણું જ સારભૂત વિવેચન કરવામાં આવ્યું છે. પ્રસ્તુત ભાગ તેમના ગ્રંથ પુરુષાર્થસિદ્ધયુપાયના આધારે લખ્યો છે.
૨૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મુક્તિનો માર્ગ
પ્રવચનકાર- એ તો સર્વમાન્ય અને સર્વનું અનુભવેલું સત્ય છે કે સંસારમાં બધાં પ્રાણી દુઃખી છે અને બધાં દુ:ખમાંથી મુક્તિ ચાહે છે, તેના માટે પ્રયત્ન પણ કરે છે. પણ તે મુક્તિના સાચા માર્ગનો પત્તો ન હોવાથી તેમનો કરેલો બધો જ પ્રયત્ન નકામો જાય છે. તેથી મૂળભૂત પ્રશ્ન તો એ છે કે વાસ્તવિક મુક્તિનો માર્ગ શું છે?
મુક્તિનો માર્ગ શું છે? આ પ્રશ્ન પહેલાં વાસ્તવિક મુક્તિ શું છે એ સમસ્યાનો ઉકેલ મેળવવો જરૂરી છે. મુક્તિનો અર્થ દુઃખોથી સમ્પૂર્ણપણે છૂટકારો થવો એ છે. દુઃખ આકુળતારૂપ છે, તેથી મુક્તિ પૂર્ણ નિરાકુળ હોવી જોઈએ. જ્યાં પંચમાત્ર પણ આકુળતા રહે તે પરિપૂર્ણ સુખ નથી અર્થાત્ મુક્તિ નથી.
મુક્તિનો માર્ગ શું છે? એનું નિરૂપણ કરતાં આચાર્ય અમૃતચંદ્ર લખે છે -
एवं सम्यग्दर्शन बोध चरित्रत्रयात्मको नित्यम् ।
तस्यापि मोक्षमार्गो भवति निषेव्यो यथाशक्ति ।।२०।।
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણેની એકતા જ મોક્ષમાર્ગ છે. પ્રત્યેક જીવે એનું સેવન યથાશક્તિ કરવું જોઈએ.
તેથી એ તો નક્કી થયું કે સમ્યગ્દર્શન અર્થાત્ સાચી શ્રદ્ધા, સમ્યજ્ઞાન અર્થાત્ સાચું જ્ઞાન અને સમ્યક્ચારિત્ર અર્થાત્ સાચું ચારિત્ર-એ ત્રણેની એકતા જ સાચો મોક્ષનો માર્ગ છે. પણ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર શું છે?
૨૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિશ્ચયથી તો ત્રણે આત્મરૂપ જ છે અર્થાત્ આત્માની શુદ્ધ પર્યાયો જ છે. ૫૨૫દાર્થોથી ભિન્ન પોતાના આત્માનું વાસ્તવિક સ્વરૂપ સ્વસન્મુખ થઈને સમજીને, તેમાં પોતાપણાની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન, પરપદાર્થોની ભિન્ન પોતાના આત્માની તથા ૫૨ પદાર્થોની સ્વસન્મુખ થઈને યથાર્થ જાણકારી કરવી તે સમ્યજ્ઞાન અને પરપદાર્થો તેમ જ પરભાવોથી ભિન્ન પોતાના જ્ઞાનસ્વભાવી આત્મસ્વરૂપમાં લીન થતા જવું તે જ સમ્યક્ચારિત્ર છે.
એનો વિશેષ ખુલાસો કરતાં આચાર્ય અમૃતચંદ્ર લખે છે जीवाजीवादीनां तत्त्वार्थानां सदैव कर्तनम् । श्रद्धानं विपरीताऽभिनिवेश विविक्तमात्मरुपं तत् ।।२२।।
વિપરીત માન્યતા રહિત જીવાદિક તત્ત્વાર્થોનું શ્રદ્ધાન (પ્રતીતિ ) કરવું તે જ સમ્યગ્દર્શન છે, એને પ્રાપ્ત કરવાનો નિત્ય પ્રયત્ન કરવો જોઈએ કેમકે તે આત્મરૂપ જ છે.
આપણે સૌથી પહેલાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ કેમકે એને પ્રાપ્ત કર્યા વિના મોક્ષમાર્ગનો આરંભ જ થતો નથી. કહ્યું પણ છે કે–
तत्रादौ सम्यक्त्वं समुपाश्रयणीयमखिल यत्नेन । तस्मिन् सत्येव यतो भवति ज्ञानं चरित्रं च ।।२१।।
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણેમાં સૌથી પહેલાં સમ્યગ્દર્શન પૂર્ણ પ્રયત્ન કરીને પ્રાપ્ત કરવું જોઈએ કેમકે એ થતાં જ જ્ઞાન સમ્યગ્નાનરૂપ અને ચારિત્ર સમ્યક્ચારિત્રરૂપ પરિણમે છે.
સમ્યગ્દર્શન વિના બધું જ્ઞાન અજ્ઞાન અને સમસ્ત મહાવ્રતાદિરૂપ શુભાચરણ મિથ્યાચારિત્રરૂપે જ રહે છે. – એ સમ્યગ્દર્શન કેવી રીતે પ્રાપ્ત થાય છે?
મુમુક્ષુ
પ્રવચનકાર – સૌથી પહેલાં તત્ત્વોના અભ્યાસ વડે સાત તત્ત્વનું યથાર્થ સ્વરૂપ સમજવાનો અને ૫૨ પદાર્થ તથા પરભાવોમાં પરબુદ્ધિ અને તેમનાથી ભિન્ન પોતાના આત્મામાં આત્મબુદ્ધિ પૂર્વક ત્રિકાળી આત્માની સન્મુખ
૩૦
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
થઈને આત્માનુભૂતિ પ્રાપ્ત કરવાનો ઉદ્યમ કરવો તે જ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો ઉપાય છે.
પ્રશ્નકાર – અને સમ્યજ્ઞાન....?
પ્રવચનકા૨ – ર્તવ્યોથ્યવસાય: સવનેાન્તાત્મગુ તત્ત્વપુ ।
संशय विपर्ययानध्यवसाय विविक्तमात्मरुपं तत् ।।३५।।
શંકાકાર
સંશય, વિપર્યય અને અનધ્યવસાયથી રહિત અને અનેકાન્તાત્મક પ્રયોજનભૂત તત્ત્વનું સાચું જ્ઞાન તે જ સમ્યજ્ઞાન છે. આ સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવાનો પણ સદા પ્રયત્ન કરવો જોઈએ.
જિજ્ઞાસુ – સંશય, વિપર્યય અને અનધ્યવસાય કોને કહે છે?
પ્રવચનકાર – સંશય-પરસ્પર વિરુદ્ધ અનેક પડખાંને સ્પર્શ કરનાર જ્ઞાનને સંશય કહે છે. જેમ કે-શુભરાગ તે પુણ્ય છે કે ધર્મ છે અથવા આ છીપ છે કે ચાંદી ?
66
L
વિપર્યય વિપરીત એક પ્રકારનો નિશ્ચય કરનાર જ્ઞાનને વિપર્યય કહે છે. જેમ કે-શુભરાગને ધર્મ માનવો, છીપને ચાંદી જાણવી. અનધ્યવસાય આ શું છે” અથવા કાંઈક છે”- માત્ર એટલું જ અરુચિ અને અનિર્ણયપૂર્વક જાણવાને અનધ્યવસાય કહે છે. જેમ કે-આત્મા કાંઈક હશે! રસ્તે ચાલતા કોઈ કોમળ પદાર્થના સ્પર્શથી એમ જાણવું કે કાંઈક છે!
જિજ્ઞાસુ – હવે સમ્યક્ચારિત્ર વિષે પણ બતાવો. પ્રવચનકાર – ચારિત્રં મવતિ યત: સમસ્તસાવદ્યયોાપરિહરખાતા
सकल कषाय विमुक्तं विशदमुदासीनमात्मरुपं तत् ।।३६।।
સમસ્ત સાવધયોગથી રહિત, શુભાશુભ ભાવરૂપ કષાયભાવથી વિમુક્ત, જગતથી ઉદાસીનરૂપ નિર્મળ આત્મલીનતા જ સભ્યશ્ચારિત્ર છે.
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રને રત્નત્રય પણ કહે છે અને એ જ મુક્તિનો માર્ગ છે.
-તો શું રત્નત્રય ધારણ કરવાથી મુક્તિની જ પ્રાપ્તિ થાય, સ્વર્ગાદિક નહિ ?
૩૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનકાર- ભાઈ ! સ્વર્ગાદિ તો સંસાર છે. જે મુક્તિનો માર્ગ છે તે જ સંસારનો
માર્ગ કેવી રીતે હોઈ શકે? સ્વર્ગાદિકની પ્રાપ્તિ તો મોક્ષમાર્ગના પથિકને થાત યરૂપ શુભભાવથી દેવાયુ આદિ પુણ્યનો બંધ થતાં સહેજે જ થઈ જાય છે. રત્નત્રય તો મુક્તિ-માર્ગ છે, બંધનનો માર્ગ
નથી. શંકાકાર - તો પછી રત્નત્રયના ધારક મુનિરાજ સ્વર્ગાદિમાં કેમ જાય છે? પ્રવચનકાર – રત્નત્રય તો મુક્તિનું જ કારણ છે, પણ રત્નત્રયના ધારક મુનિવરોને
જે રાગાંશ છે, તે જ બંધનું કારણ છે. શુભભાવરૂપ અપરાધના
ફળથી જ મુનિવર સ્વર્ગમાં જાય છે. શિકાકાર - શુભોપયોગને અપરાધ કહો છો? પ્રવચનકાર – સાંભળો ભાઈ, હું થોડો જ કહું છું! આચાર્ય અમૃતચંદ્ર પોતે જ લખ્યું
ननु कथमेव सिद्धयति देवायुःप्रभृति सत्प्रकृतिबन्धः । सकल जन सुप्रसिद्धो रत्नत्रयधारिणां मुनिवराणाम् ।।२१९ ।।
જો રત્નત્રય બંધનું કારણ નથી તો પછી શંકા ઊઠે છે કે રત્નત્રયના ધારક મુનિવરોને દેવાયુ આદિ સત્ પ્રકૃતિઓનો બંધ કેવી રીતે થાય છે?
તે પ્રશ્નના ઉત્તરમાં આગળ લખે છેरत्नत्रयमिह हेतुर्निर्वाणस्यैव भवति नान्यस्य । आस्त्रवति यत्तु पुण्यं शुभोपयोगोऽयमपराधः ।।२२०।।
રત્નત્રય ધર્મ નિર્વાણનું જ કારણ છે, અન્ય સ્વર્ગાદિનું નહિ. મુનિવરોને જે સ્વર્ગાદિનાં કારણ પુણ્યનો આસ્રવ થાય છે, તેમાં
શુભોપયોગનો જ અપરાધ છે. શંકાકાર - તે મુનિરાજોને રત્નત્રય પણ હતાં તો પછી તેમને બંધ કેમ થયો? પ્રવચનકાર – જેટલા અંશે રત્નત્રય છે, તેટલા અંશોમાં અબંધ છે. જેટલા અંશોમાં
રાગાદિ છે, તેટલા અંશોમાં બંધ છે. કહ્યું પણ છે –
૩ર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
येनांशेन सुदृष्टिस्तेनांशेनास्य बंधनं नास्ति । येनांशेन तु रागस्तेनांशेनास्य बंधनं भवति ।।२१२।। येनांशेन ज्ञानं तेनांशेनास्य बंधनं नास्ति । येनांशेन तु रागस्तेनांशेनास्य बंधनं भवति ।।२१३।। येनांशेन चरित्रं तेनांशेनास्य बंधनं नास्ति । येनांशेन तु रागस्तेनांशेनास्य बंधनं भवति ।। २१४।।
આ આત્માને જેટલા અંશે સમ્યગ્દર્શન છે, તે અંશથી (પર્યાયથી ) બંધ નથી અને જેટલા અંશે રાગ છે, તે અંશથી બંધ થાય છે. અને જેટલા અંશે જ્ઞાન છે, તે અંશથી બંધ નથી અને જેટલા અંશે રાગ છે, તે અંશથી બંધ થાય છે. અને જેટલા અંશે ચારિત્ર છે, તે અંશથી બંધ નથી અને જે અંશથી રાગ છે, તે અંશથી બંધ થાય છે.
તેથી જો આપણે બંધનો અભાવ કરવો હોય અર્થાત્ દુ:ખ મટાડવું હોય તો રત્નત્રયરૂપ પરિણમન કરવું જોઈએ. એ જ એકમાત્ર સાંસારિક દુ:ખોથી છૂટવાનો સાચો મોક્ષનો માર્ગ છે.
પ્રશ્ન
૧. મોક્ષ શું છે અને મોક્ષમાર્ગ કોને કહે છે?
૨. નિશ્ચય સમ્યગ્દર્શન, નિશ્ચય સમ્યજ્ઞાન અને નિશ્ચય સમ્યક્ચારિત્રની વ્યાખ્યા આપો.
૩. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો ઉપાય શું છે?
૪. સંશય, વિપર્યય અને અનધ્યવસાયની વ્યાખ્યા લખો.
૫. રત્નત્રય સ્વર્ગાદિનું કારણ કેમ નથી? તર્કસંગત ઉત્તર આપો.
૩૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ૮
નિશ્ચય અને વ્યવહાર
આચાર્યકલ્પ પં. ટોડરમલજી
(વ્યક્તિત્વ અને કર્તુત્વ) આચાર્યકલ્પ પં. ટોડરમલજી વિ. સં. ૧૭૯૭ લગભગ જયપુરમાં જન્મ્યા હતા. તેમના પિતાશ્રી જોગીદાસજી ખંડેલવાલ દિ. જૈન ગોદીકા ગોત્રના હતા. તેમની માતાનું નામ રંભાબાઈ હતું. તેઓ તેમનાં મા-બાપના એકમાત્ર પુત્ર હતા. તેમના મોટા પુત્રનું નામ હરિશ્ચન્દ્ર અને નાનાનું નામ ગુમાનીરામ હતું. ગુમાનીરામ મહાન પ્રતિભાશાળી અને કાન્તિકારી હતા.
બાળક ટોડરમલની પ્રતિભા જોઈને એમને ભણાવવા માટે બનારસથી વિદ્વાન બોલાવવામાં આવ્યા હતા. એમની સ્મરણશક્તિ વિલક્ષણ હતી. તેમણે ૧૦-૧૧ વર્ષની ઉમરમાં જ ન્યાય, વ્યાકરણ અને ગણિત જેવા અઘરા વિષયોનું ગંભીર જ્ઞાન મેળવી લીધું હતું. તેમની બહુજ્ઞતા અદ્વિતીય હતી. તેઓ પોતે મોક્ષમાર્ગ-પ્રકાશકમાં લખે છે :
ટીકા સહિત સમયસાર, પંચાસ્તિકાય, પ્રવચનસાર, નિયમસાર, ગોમટસાર, લબ્ધિસાર, ત્રિલોકસાર, તત્ત્વાર્થસૂત્ર ઈત્યાદિ શાસ્ત્ર અને ક્ષપણાસાર, પુરુષાર્થસિદ્ધયુપાય, અષ્ટપાહુડ, આત્માનુશાસન આદિ શાસ્ત્ર અને શ્રાવક-મુનિના આચારનું નિરૂપણ કરનારાં અનેક શાસ્ત્રો તથા સુષ્ક કથા સહિત પુરાણાદિ શાસ્ત્ર ઈત્યાદિ અનેક શાસ્ત્ર છે, તેમાં અમારી બુદ્ધિ અનુસાર અભ્યાસ પ્રવર્તે છે.”
३४
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તેમનું મૃત્યુ ૨૭-૨૮ વર્ષની નાની ઉમરમાં સામાજિક વિષને કારણે થયું.
તેમના વિષયમાં સં. ૧૮૨૧માં પં. રાજમલજી લખે છે- “આવી મહાન બુદ્ધિના ધારક પુરુષ આ કાળે હોવા દુર્લભ છે, તેથી તેમને મળવાથી સર્વ સદેહ દૂર થાય
છે.”
તેમની કુલ દસ રચનાઓ પ્રાપ્ત છે. જેમાં ગદ્ય અને પદ્ય બન્ને પ્રકારની છે. ગદ્યમાં કેટલીક તો ટીકાઓ અને કેટલીક સ્વતંત્ર રચનાઓ છે. (૧) ગોમટસાર જીવકાંડ ટીકા (૨) ગોમ્મસાર કર્મકાંડ ,, (૩) લબ્ધિસાર-ક્ષપણાસાર , (૪) ત્રિલોકસાર (૫) આત્માનુશાસન , (૬) પુરુષાર્થસિદ્ધિયુપાય (૭) અર્થ સંદષ્ટિ વિચાર (મૌલિક) (૮) મોક્ષમાર્ગ પ્રકાશક (મૌલિક ) (૯) રહસ્યપૂર્ણ ચિઠ્ઠી (મૌલિક) (૧૦) ગોમ્મદસાર પૂજા સંસ્કૃત (મૌલિક)
તેમની ગદ્ય શૈલી પરિમાર્જિત, પ્રાઢ અને સહજ બોધગમ્ય છે. ભાષા ઉપર તેમનો અસાધારણ કાબુ હતો. તેઓ હિન્દીની સાથો-સાથ પ્રાકૃત અને સંસ્કૃતના પણ મહાન વિદ્વાન હતા.
પ્રસ્તુત ભાગ મોક્ષમાર્ગ પ્રકાશકનાં સાતમા અધ્યાયના આધારે લખવામાં આવ્યો છે.
૩૫ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિશ્ચય અને વ્યવહાર
ગુમાનીરામ - પિતાજી, કાલે આપે કહ્યું હતું કે રત્નત્રય જ દુઃખથી છૂટવાનો
માર્ગ (મોક્ષમાર્ગ) છે. મોક્ષમાર્ગ તો બે છે ને? નિશ્ચય મોક્ષમાર્ગ
અને વ્યવહાર મોક્ષમાર્ગ. પં. ટોડરમલજી - ના બેટા, મોક્ષમાર્ગ બે નથી, મોક્ષમાર્ગનું કથન (વર્ણન) બે
પ્રકારે છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ કહેવામાં આવે તે નિશ્ચય મોક્ષમાર્ગ છે અને જે મોક્ષમાર્ગ તો છે નહિ, પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત અને સહચારી છે, તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહેવામાં આવે, તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. કેમકે નિશ્ચય અને વ્યવહારનું સર્વત્ર એ જ લક્ષણ છે :
“સાચા નિરૂપણને નિશ્ચય કહે છે અને ઉપચરિત નિરૂપણને વ્યવહાર.
સમયસારમાં કહ્યું છે કે- વ્યવહાર અભૂતાર્થ (અસત્યાર્થ) છે, કેમકે તે સત્ય સ્વરૂપનું નિરૂપણ કરતો નથી. નિશ્ચય ભૂતાર્થ
(સત્યાર્થ) છે, કેમ કે તે વસ્તુ સ્વરૂપનું સાચું નિરૂપણ કરે છે. ગુમાનીરામ - તો એમ જાણું છું કે સિદ્ધ સમાન શુદ્ધ આત્માનો અનુભવ
કરવો તે નિશ્ચય છે અને વ્રત-શીલ-સંયમાદિ પ્રવૃત્તિ તે વ્યવહાર
છે..
૫. ટોડરમલજી – એ બરાબર નથી, કેમકે “કોઈ દ્રવ્યભાવનું નામ નિશ્ચય અને
કોઈનું નામ વ્યવહાર” એમ નથી, પણ “એક જ દ્રવ્યના ભાવને તે જ સ્વરૂપે વર્ણવવો તે નિશ્ચયનય છે અને તે દ્રવ્યના ભાવને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુમાનીરામ
ઉપચારથી અન્ય દ્રવ્યના ભાવસ્વરૂપ વર્ણવવો તે વ્યવહાર છે.” જેમ-માટીના ઘડાને માટીનો કહેવો તે નિશ્ચય અને ઘીનો સંયોગ જોઈને ઉપચારથી તેને ઘીનો ઘડો કહેવો તે વ્યવહાર છે.
–સમયસારમાં તો શુદ્ધાત્માના અનુભવને નિશ્ચય અને વ્રત, શીલ, સંયમાદિને વ્યવહાર કહેલ છે.
પં. ટોડરમલજી – શુદ્ધાત્માનો અનુભવ સાચો મોક્ષમાર્ગ છે, તેથી તેને નિશ્ચય મોક્ષમાર્ગ કહ્યો છે; તથા વ્રત તપ આદિ મોક્ષમાર્ગ નથી, તેને નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે; તેથી તેને વ્યવહાર મોક્ષમાર્ગ કહે છે.
માટે નિશ્ચયનયથી જે નિરૂપણ કર્યું હોય તેને સાચું (સત્યાર્થ ) માની તેનું શ્રદ્ધાન કરવું અને વ્યવહારનયથી જે નિરૂપણ કર્યું હોય તેને અસત્ય (અસત્યાર્થ ) માની તેનું શ્રદ્ધાન છોડવું. – શ્રદ્વાન તો નિશ્ચયનું રાખીએ અને પ્રવૃત્તિ વ્યવહારરૂપ.
ગુમાનીરામ
પં. ટોડરમલજી –ના બેટા, નિશ્ચયનું નિશ્ચયરૂપ અને વ્યવહારનું વ્યવહારરૂપ શ્રદ્ધાન રાખવું જોઈએ. અને પ્રવૃત્તિમાં તો નયનું પ્રયોજન જ નથી. પ્રવૃત્તિ તો દ્રવ્યની પરિણતિ છે. જે દ્રવ્યની જે પરિણતિ હોય તેને તેની જ કહેનાર નિશ્ચયનય છે અને તેને જ અન્ય દ્રવ્યની કહેનાર વ્યવહા૨નય છે. માટે એમ શ્રદ્ધાન કરવું કે નિશ્ચયનયનું કથન સત્યાર્થ છે અને વ્યવહારનયનું કથન ઉપરિત હોવાથી અસત્યાર્થ છે.
– આપે એમ કેમ કહ્યું કે નિશ્ચયનયનું શ્રદ્ધાન કરવું અને વ્યવહારનયનું શ્રદ્ધાન છોડવું ?
ગુમાનીરામ
પં. ટોડરમલજી – સાંભળો, વ્યવહારનય સ્વદ્રવ્ય-પદ્રવ્યને તથા તેના ભાવોને અને કારણ-કાર્યાદિને કોઈને કોઈમાં મેળવીને નિરૂપણ કરે છે, આ જાતના શ્રદ્ધાનથી મિથ્યાત્વ થાય છે, માટે વ્યવહારનય ત્યાગ કરવા
૩૭
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
યોગ્ય છે. વળી નિશ્ચયનય તેમને જ યથાવત્ નિરૂપણ કરે છે, કોઈને કોઈમાં મેળવતો નથી, એવા શ્રદ્ધાનથી સમ્યકત્વ થાય છે,
તેથી તેનું શ્રદ્ધાન કરવું. ગુમાનીરામ - તો પછી જૈન શાસ્ત્રોમાં બન્ને નયોનું ગ્રહણ કરવાનું કેમ કહ્યું
છે? પં. ટોડરમલજી – જ્યાં નિશ્ચયનયનું કથન હોય તેને તો “સત્યાર્થ એમ જ છે.”
એમ માનવું અને જ્યાં વ્યવહારની મુખ્યતાથી કથન હોય, તેને “ એમ નથી, નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચારથી કથન કર્યું છે, ”
એમ માનવું તે જ બન્ને નયોનું ગ્રહણ છે. ગુમાનીરામ - જો વ્યવહારને હેય કહેશો તો લોકો વ્રત, શીલ, સંયમાદિ છોડી
દેશે. ૫. ટોડરમલજી – કાંઈ વ્રત, શીલ, સંયમાદિનું નામ તો વ્યવહાર નથી, એને
મોક્ષમાર્ગ માનવો તે વ્યવહાર છે. એને સાચો મોક્ષમાર્ગ માનવાનું તો છોડવું જ જોઈએ. અને જો વ્રતાદિ છોડશો તો શું હિંસાદિરૂપ પ્રવર્તશો, તો તો એથી પણ વધારે બૂરું થશે. માટે વ્રતાદિને છોડવા એ પણ બરાબર નથી અને તેમને સાચો મોક્ષમાર્ગ
માનવો એ પણ બરાબર નથી. ગુમાનીરામ – જો એમ છે તો પછી જિનવાણીમાં વ્યવહારનું કથન જ શા માટે
૫. ટોડરમલજી – જેવી રીતે સ્વેચ્છને પ્લેચ્છ ભાષા વિના સમજાવી ન શકાય તેમ
વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ આપી શકાતો નથી. તેથી જિનવાણીમાં વ્યવહારનું કથન આવ્યું છે. જેમ પ્લેચ્છને સમજાવવા માટે ભલે મ્લેચ્છ ભાષાનો આશ્રય લેવો પડે, પણ પ્લેચ્છ થઈ જવું તો સારું નથી, તેવી જ રીતે પરમાર્થનો પ્રતિપાદક હોવાથી ભલે તેનું કથન થાય પણ તે અનુસરવા યોગ્ય નથી.
૩૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુમાનીરામ - વ્યવહાર નિશ્ચયનો પ્રતિપાદક કેવી રીતે છે? ૫. ટોડરમલજી – જેમ હિમાલય પર્વતમાંથી નીકળીને બંગાળની ખાડીમાં મળનારી
સેંકડો માઈલ લાંબી ગંગાની લંબાઈ તો શું, પહોળાઈ પણ આંખથી જોઈ શકાતી નથી. તેથી તેની લંબાઈ, પહોળાઈ અને વહેણના વળાંકો જાણવા માટે આપણે નકશાની મદદ લેવી પડે છે. પણ જે ગંગા નકશામાં છે તે સાચી નથી, તેનાથી તો માત્ર ગંગાને સમજી શકાય છે, તેનાથી કોઈ મુસાફર તરસ છિપાવી શકતો નથી. તરસ છિપાવવા માટે સાચી ગંગાને કિનારે જ જવું પડશે. તેવી જ રીતે વ્યવહાર દ્વારા કથિત વચન નકશાની ગંગા જેવાં છે. તેનાથી સમજી શકાય છે પણ તેના આશ્રયથી આત્માનુભવ પ્રાપ્ત કરી શકાતો નથી. આત્માનુભવ પ્રાપ્ત કરવા માટે તો નિશ્ચયનયના વિષયભૂત શુદ્ધાત્માનો જ આશ્રય લેવો આવશ્યક છે. માટે વ્યવહારનય તો માત્ર જાણવા (સમજવા) માટે જ પ્રયોજનવાન છે.
પ્રશ્ન
૧. મુક્તિનો માર્ગ શું છે? શું તે બે પ્રકારનો છે? સ્પષ્ટ કરો. ૨. નિશ્ચય મોક્ષમાર્ગ અને વ્યવહાર મોક્ષમાર્ગમાં શું તફાવત છે? સ્પષ્ટ કરો. ૩. નિશ્ચય અને વ્યવહારની વ્યાખ્યા આપો. ૪. નીચેના કથનમાં શું દોષ છે? સમજાવો.
સિદ્ધ સમાન શુદ્ધાત્માનો અનુભવ કરવો તે નિશ્ચય અને વ્રત, શીલ,
સંયમાદિની પ્રવૃત્તિ તે વ્યવહાર છે.” ૫. જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ આપ્યો જ કેમ ? ૬. બન્ને નયોનું ગ્રહણ કરવું એનું તાત્પર્ય શું છે?
૩૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ૯
દશલક્ષણ મહાપર્વ
જિનેશ – કેમ ભાઈ વિનોદ, મંદિર આવો છો? વિનોદ - ના ભાઈ, આજે તો સિનેમામાં જવાનો વિચાર છે. જિનેશ – કેમ? વિનોદ – કેમકે આજે મનમાં શાંતિ નથી, કાંઈક મનોરંજનની જરૂર છે. જિનેશ – વાહ ભાઈ, સિનેમામાં શાંતિ ગોતવા નીકળ્યા છો? સિનેમા તો રાગ
દ્વેષ (અશાંતિ) ને જ વધારનાર છે. અને હવે તો દશલક્ષણ મહાપર્વ શરૂ થઈ ગયાં છે. આ દિવસો તો ધર્મની આરાધનાનાં છે. આ દિવસોમાં બધા માણસો આત્મચિંતન, પૂજા-પાઠ, વ્રત-ઉપવાસ વગેરે કરે છે અને
આખો દિવસ સ્વાધ્યાય, તત્ત્વચર્ચા વગેરેમાં પસાર કરે છે. વિનોદ – આ દશલક્ષણ ધર્મ શું છે? જિનેશ - આત્મસ્વભાવની પ્રતીતિપૂર્વક ચારિત્ર (ધર્મ) ની દશ પ્રકારે આરાધના
કરવી તે જ દશલક્ષણ ધર્મ છે. આચાર્ય ઉમાસ્વામીએ તત્ત્વાર્થસૂત્રમાં લખ્યું છે
૪).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
“
ધર્મ: || શ્।। ૬।।
उत्तमक्षमामार्दवार्जवशौचसत्यसंयमतपस्त्यागाकिंचन्यब्रह्मचर्याणि
"
અર્થાત્ ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આર્જવ, ઉત્તમ શૌચ, ઉત્તમ સત્ય, ઉત્તમ સંયમ, ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ આકિંચન્ય અને ઉત્તમ બ્રહ્મચર્ય એ ધર્મના દશ પ્રકાર છે.
વિનોદ -આ દશ ધર્મોની થોડી સ્પષ્ટતા કરીને સમજાવી શકશો ?
1
જિનેશ – કેમ નહિ? સાંભળો.
અનંતાનુબંધી આદિ ત્રણ કષાયના અભાવમાં જ્ઞાની મુનિવરોને જે વિશિષ્ટ ચારિત્રની શુદ્ધ પરિણતિ થાય છે, નિશ્ચયથી તેને ઉત્તમ ક્ષમા, માર્દવ વગેરે દશ ધર્મ કહે છે, અને તે ભૂમિકામાં મુનિવરોને સહજરૂપે જે ક્ષમાદિરૂપ શુભભાવ હોય છે તેને વ્યવહારથી ઉત્તમ ક્ષમાદિ દશ ધર્મ કહે છે જે પુણ્યરૂપ છે. ‘ઉત્તમ ’ શબ્દ ‘નિશ્ચય-સમ્યગ્દર્શનપૂર્વક'નાં અર્થમાં વપરાય છે.
નિશ્ચયથી તો ત્રિકાળી ક્ષમાસ્વભાવી આત્માના આશ્રયે અનંતાનુબંધી આદિ ત્રણ પ્રકારના ક્રોધના ત્યાગરૂપ શુદ્ધિ તે જ ઉત્તમ ક્ષમા છે. નિશ્ચય ક્ષમાની સાથે રહેનારી, નિંદા અને શીરવાત આદિ અનેક પ્રતિકૂળ સંયોગો આવી પડવા છતાં પણ ક્રોધરૂપ અશુભભાવ ન થતાં શુભભાવરૂપ ક્ષમા થવી તે વ્યવહારથી ઉત્તમ ક્ષમા છે.
એવી જ રીતે નિશ્ચયથી તો ત્રિકાળી માર્દવસ્વભાવી આત્માના આશ્રયે અનંતાનુબંધી આદિ ત્રણ પ્રકારના માનના ત્યાગરૂપ શુદ્ધિ તે ઉત્તમ માર્દવ ધર્મ છે તથા નિશ્ચયમાર્દવની સાથે રહેનાર, જાતિ આદિના લક્ષે ઉત્પન્ન આઠ મદરૂપ અશુભભાવ ન થતાં નિરભિમાનરૂપ શુભભાવ થવો તે વ્યવહારથી ઉત્તમ માર્દવ ધર્મ છે.
૪૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
વિનોદ – અને આર્જવ ?
જિનેશ –નિશ્ચયથી ત્રિકાળી આર્જવ સ્વભાવી આત્માના આશ્રયે ત્રણ પ્રકારની માયાના ત્યાગરૂપ શુદ્ધિનું થવું તે ઉત્તમ આર્જવ ધર્મ છે અને નિશ્ચય આર્જવની સાથે જ કપટરૂપ અશુભભાવ ન થતાં શુભભાવરૂપ સરળતા થવી તે વ્યવહારે ઉત્તમ આર્જવ ધર્મ છે.
એવી જ રીતે ત્રિકાળી શૌચસ્વભાવી આત્માના આશ્રયે ત્રણ પ્રકારના લોભના ત્યાગરૂપ શુદ્ધિ તે નિશ્ચયથી ઉત્તમ શૌચ ધર્મ છે અને નિશ્ચય શૌચની સાથે લોભરૂપ અશુભ ભાવ ન થતાં શુભભાવરૂપ નિર્લોભતાનું થવું તે વ્યવહારે ઉત્તમ શૌચ ધર્મ છે.
વિનોદ – અને સત્ય બોલવું એ તો સત્ય ધર્મ છે જ?
જિનેશ – અરે ભાઈ, વાણી તો પુદ્દગલની પર્યાય છે, તેમાં ધર્મ કેવો ? ત્રિકાળી જ્ઞાનસ્વભાવી આત્માના આશ્રયે જે ત્રણ કષાયના અભાવરૂપ શુદ્ધ પરિણિત છે તે જ નિશ્ચયથી ઉત્તમ સત્ય ધર્મ છે, અને નિશ્ચય સત્યધર્મની સાથે રહેનાર, સત્ય વચન બોલવારૂપ શુભભાવ તે વ્યવહારે ઉત્તમ સત્ય ધર્મ છે.
એવી જ રીતે ત્રિકાળી સંયમસ્વભાવી આત્માના આશ્રયે થતી ત્રણ કષાયના અભાવરૂપ શુદ્ધ પરિણતિ તે નિશ્ચયથી ઉત્તમ સંયમ ધર્મ છે અને નિશ્ચય સંયમની સાથે રહેનારી, મુનિની ભૂમિકાનુસાર હિંસાદિથી પૂર્ણ વિરતિ અને ઈન્દ્રિયનિગ્રહ તે વ્યવહારે ઉત્તમ સંયમ ધર્મ છે. વિનોદ – ભાઈ, તમે તો ઘણું સારું સમજાવો છો, સમય હોય તો થોડું વિસ્તા૨થી કહો ને ?
જિનેશ – અત્યારે સમય ઓછો છે, પ્રવચનનો સમય થઈ ગયો છે. દ૨૨ોજ સાંજે આ જ દશ ધર્મો ઉપર પ્રવચન થાય છે, માટે વિસ્તારથી ત્યાં સાંભળજો. હજી બાકી રહેલા તપ, ત્યાગ વગેરે વિષે પણ સંક્ષેપમાં બતાવવાનું છે. ત્રિકાળી જ્ઞાનસ્વભાવી આત્માના આશ્રયે ત્રણ કષાયના અભાવરૂપ શુદ્ધ નિશ્ચયથી ઉત્તમ તપ ધર્મ છે તથા તેની સાથે રહેનાર અનશનાદિ સંબંધી શુભભાવ તે વ્યવહારે ઉત્તમ તપ ધર્મ છે.
૪૨
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ત્રિકાળી જ્ઞાનસ્વભાવી આત્માના આશ્રયે ત્રણ કષાયના અભાવરૂપ શુદ્ધ નિશ્ચયથી ઉત્તમ ત્યાગ ધર્મ છે અને તેની સાથે રહેનાર, યોગ્ય પાત્રોને દાનાદિ આપવાના શુભભાવ તે વ્યવહારે ઉત્તમ ત્યાગ ધર્મ છે.
એવી જ રીતે ત્રિકાળી જ્ઞાનસ્વભાવી આત્માના આશ્રયે ત્રણ કષાયના અભાવરૂપ શુદ્ધ નિશ્ચયથી ઉત્તમ આકિંચન ધર્મ છે અને તેની સાથે રહેનાર, પરિગ્રહના ત્યાગરૂપ શુભભાવ તે વ્યવહારે ઉત્તમ આર્કિચન ધર્મ છે.
આનંદસ્વભાવી પરમ બ્રહ્મ ત્રિકાળી આત્મામાં ચરવું – રમવું અર્થાત્ લીન થવા રૂપ શુદ્ધિ તે નિશ્ચયથી ઉત્તમ બ્રચર્ય ધર્મ છે અને તેની સાથે રહેનાર, સ્ત્રીસંગમાદિના ત્યાગરૂપ શુભભાવ તે વ્યવહારે ઉત્તમ
બ્રહ્મચર્ય ધર્મ છે. વિનોદ - નિશ્ચય અને વ્યવહાર ધર્મમાં શું તફાવત છે? જિનેશ – જે ઉત્તમ ક્ષમાદિ શુદ્ધ ભાવરૂપ નિશ્ચય ધર્મ છે, તે સંવર નિર્જરારૂપ
હોવાથી મુક્તિનું કારણ છે અને જે ક્ષમાદિરૂપ શુભભાવ વ્યવહારધર્મ છે,
તે પુણ્યબંધનું કારણ છે. વિનોદ – તે નિશ્ચય-વ્યવહારરૂપ ઉત્તમ ક્ષમાદિ દશ ધર્મ તો મુનિવરોને માટે છે,
પણ આપણા માટે .....? જિનેશ – ભાઈ, ધર્મ તો બધાને માટે એક જ છે. એ વાત જુદી છે કે મુનિરાજ
પોતાના ઉગ્ર પુરુષાર્થથી અનંતાનુબંધી આદિ ત્રણ કષાયના અભાવરૂપ વિશેષ શુદ્ધિ પ્રાપ્ત કરી લે છે અને ગૃહસ્થ પોતાની ભૂમિકાનુસાર બે
અથવા એક કષાયના અભાવરૂપ અલ્પ શુદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. પ્રશ્ન
૧. દશલક્ષણધર્મ શું છે? તે કેટલા પ્રકારના છે? નામ સહિત ગણાવો. ૨. નિશ્ચય અને વ્યવહાર ધર્મમાં શું તફાવત છે? સ્પષ્ટતા કરો. ૩. નીચેનામાંથી કોઈપણ ધર્મો વિષે નિશ્ચય-વ્યવહારની સંધિપૂર્વક સ્પષ્ટતા કરોઃ
ઉત્તમ ક્ષમા, ઉત્તમ સત્ય, ઉત્તમ તપ, ઉત્તમ કિચન અને ઉત્તમ બ્રહ્મચર્ય.
૪૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ 10
બલભદ્ર રામ
વિદ્યાર્થી – શું રામ અને હનુમાન ભગવાન નથી? શિક્ષક - કોણ કહે છે કે તે ભગવાન નથી? તેમણે માંગતુંગી સિદ્ધક્ષેત્ર ઉપરથી
મુક્તિ પદ પ્રાપ્ત કર્યું છે અને સિદ્ધ-ભગવાનપણે શાશ્વત બિરાજમાન છે. આપણે નિર્વાણકાંડ ભાષામાં બોલીએ છીએ :રામ હણ્ સુગ્રીવ સુડીલ,
ગવગ વાખ્ય નીલ મહાનીલ; કોડિ નિન્યાણવ મુક્તિ પયાન,
તુંગીગિરિ વંદો ધરિ ધ્યાન. વિદ્યાર્થી - તો સુગ્રીવ વગેરે વાનર અને નલ નીલ વગેરે રીંછ પણ મોક્ષે ગયા
છે? તે પણ ભગવાન થઈ ગયા છે? શિક્ષક - હનુમાન, સુગ્રીવ વાનર નહોતા તેમજ નલ નીલ રીંછ નહોતા. તેઓ તો
સર્વાગ સુન્દર મહાપુરુષ હતા, જેમણે પોતાના જીવનમાં આત્મસાધના
કરીને વીતરાગતા અને સર્વજ્ઞતા પ્રાપ્ત કરી હતી. વિદ્યાર્થી - તો પછી તેમને વાનરાદિ કેમ કહેવામાં આવે છે? શિક્ષક - તેમના વંશનું નામ વાનરાદિ વંશ હતું. એવી જ રીતે રાવણ કોઈ રાક્ષસ
થોડો જ હતો? તે તો રાક્ષસવંશી ત્રિખંડી રાજા હતો. વિદ્યાર્થી - લોકો કહે છે-તેને દશ મુખ હતા. શું એ વાત સાચી છે? શિક્ષક - શું દશ મુખવાળો પણ કોઈ માણસ હોય છે? તેનું નામ દશમુખ જરૂર
હતું. તેનું કારણ એ હતું કે જ્યારે તે બાળક હતો અને પારણામાં સૂતો
४४
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
હતો, ત્યારે તેના ગળામાં એક નવમણિનો હાર હતો, તેમાં તેનું પ્રતિબિંબ પડી રહ્યું હતું, તેથી દશ મુખ દેખાતા હતા, એ કારણે લોકો
તેને દશ મુખ કહેવા લાગ્યા. વિદ્યાર્થી – તો રામનો જન્મ કયાં થયો હતો? શિક્ષક – બાળક રામનો જન્મ અયોધ્યાના રાજા દશરથની રાણી કૌશલ્યાના
ગર્ભથી થયો હતો. તે જ બાળક રામ આગળ વધી આત્મસાધના દ્વારા ભગવાન રામ બન્યા.
રાજા દશરથને ચાર સ્ત્રીઓ હતી. તેમાં કૌશલ્યાથી રામનો, સુમિત્રાથી લક્ષ્મણનો, કૈકેયીથી ભરતને અને સુપ્રભાથી શત્રુનો જન્મ
થયો. વિદ્યાર્થી – ઠીક, તો રામ વગેરે ચાર ભાઈ હતા. અને...? શિક્ષક - રામનાં લગ્ન રાજા જનકની પુત્રી સીતા સાથે થયાં હતાં. એકવાર
દશરથે વિચાર્યું કે મારો મોટો પુત્ર રામ રાજ્યભાર સંભાળવાને યોગ્ય થઈ ગયો છે, તેથી તેને રાજ્યભાર સોંપીને હું આત્મસાધનામાં લીન
થઈ જઉ. તેથી તેમણે રામના રાજ્યાભિષેકની ઘોષણા કરાવી. પણવિદ્યાર્થી – પણ શું? શિક્ષક - રાણી કૈકેયી ચાહતી હતી કે મારો પુત્ર ભરત રાજા બને તેથી તેણે રાજા
પાસે બે વરદાન માગ્યાં કે રામને ચૌદ વરસનો વનવાસ મળે અને ભરતને રાજ્ય મળે, રાજાને તે વાત સાંભળીને દુ:ખ તો થયું, પણ તેઓ વચનથી બંધાયેલા હતા અને રામને વનમાં જવું પડ્યું. સાથે ભાઈ
લક્ષ્મણ અને સીતા પણ ગયાં. વિધાર્થી – પછી ભરત રાજા બની ગયા? શિક્ષક - શું બને? તેઓ તો રાજ્ય ચાહતા જ નહોતા. વિદ્યાર્થી – વનવાસમાં તો ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડી હશે? શિક્ષક - નાની-મોટી મુશ્કેલીઓની દરકાર તો રામ લક્ષ્મણ જેવા વીર પુરુષ
શાનાં કરે? પણ “સીતાહરણ” જેવા બનાવે તો તેમને પણ એક વાર
વિચલિત કરી મૂકયા હતા. વિદ્યાર્થી – કોણે સીતાનું હરણ કર્યું હતું?
૪૫. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શિક્ષક – લંકાના રાજા રાવણે તે, તે વખતનો અર્ધચક્રી રાજા હતો. હનુમાન, સુગ્રીવ વગે૨ે તેની નીચેના મંડલેશ્વર રાજા હતા. પણ તેના આ અધમ કુકૃત્યથી તેમનું મન તેના તરફ્થી ખસી ગયું. એટલે સુધી કે તેના નાનાભાઈ વિભીષણ સુદ્ધાંયે તેને બહુ સમજાવ્યો પણ તેનું તો ભાવિ જ બૂરું હતું. તેથી તેણે કોઈનું ય સાંભળ્યું નહિ. આખરે વિભીષણને પણ તેનો દરબાર છોડવો જ પડયો.
વિદ્યાર્થી – પછી શું થયું?
શિક્ષક -રામ અને લક્ષ્મણે લંકા પર ચડાઈ કરી. વિભીષણ, સુગ્રીવ, નલ, નીલ, હનુમાન વગેરે મંડલેશ્વર રાજાઓએ રામ લક્ષ્મણને સાથ આપ્યો અને દુરાચારી રાવણની જે ગતિ થવાની હતી તે થઈ. અર્થાત્ રાવણ માર્યો ગયો અને રામ લક્ષ્મણનો વિજય થયો. સીતા રામને પાછાં મળ્યાં. ચૌદ વર્ષ પૂરાં થયાં અને રામ લક્ષ્મણ અયોધ્યા પાછા આવીને રાજ્ય કરવા
=
લાગ્યા.
વિધાર્થી – ચાલો, ઠીક થયું, સંકટ ટળી ગયું. પછી તો સીતા, રામ વગેરે આનંદથી ભોગોપભોગ ભોગવતા રહ્યા હશે ?
શિક્ષક – ભોગોમાં પણ શું આનંદ હોય છે? તેઓ તો સદાય વિપત્તિનાં ઘર કહેવામાં આવ્યા છે. જ્યાં સુધી આત્મામાં મોહ-રાગ-દ્વેષ છે ત્યાં સુધી સંકટ જ છે. સીતા અને રામ થોડા દિવસો પણ શાંતિથી રહ્યા નહિ હોય કે લોકાપવાદને કારણે ગર્ભવતી સીતાને રામે દેશનિકાલ કરી દીધા. ભયંકર જંગલમાં જો પુંડરીકપુરનો રાજા વજંઘ તેને ધર્મની બહેન બનાવીને આશ્રય ન આપત તો...
વિધાર્થી – પછી.... ?
શિક્ષક – પુંડરીકપુરમાં જ સીતાએ લવ અને કુશ બન્ને જોડિયા ભાઈઓને જન્મ આપ્યો. તે બન્ને ભાઈ રામ લક્ષ્મણ જેવા જ વીર, ધીર અને પ્રતાપી હતા. તેમનું રામ અને લક્ષ્મણ સાથે પણ યુદ્ધ થયું હતું.
વિધાર્થી – કોણ જીત્યું ?
શિક્ષક –બન્નેય પક્ષ અજેય રહ્યા. હાર જીતનો અંતિમ નિર્ણય થયા પહેલાં જ તેમને અંદરોઅંદર ખબર પડી ગઈ કે એ યુદ્ધ તો પિતા પુત્રનું છે, તેથી
૪૬
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
યુદ્ધનું સ્થળ સ્નેહ સંમેલનમાં બદલાઈ ગયું.
વિધાર્થી – ચાલો, હવે તો સીતાનાં દુઃખોનો અંત આવ્યો ને?
શિક્ષક - રાગની ભૂમિકામાં દુઃખોનો અંત આવી જ નથી શકતો. દુઃખના નાશનો ઉપાય તો એકમાત્ર વીતરાગતા જ છે.
વિધાર્થી – પછી શું થયું?
શિક્ષક – રામે અગ્નિ-૫રીક્ષા વિના સીતાનો સ્વીકાર કરવાનો ઈન્કાર કર્યો.
વિધાર્થી – પછી.... ?
શિક્ષક –મહાસતી સીતાએ અગ્નિ-પ્રવેશ કરીને પોતાની પવિત્રતા પ્રગટ કરી દીધી. ભયંકર અગ્નિની જ્વાળા પણ શીતળ, શાંત જળરૂપ થઈ ગઈ. શીલના મહિમાથી દેવો દ્વારા આ ચમત્કાર કરવામાં આવ્યો.
વિધાર્થી – પછી તો રામે સીતાનો સ્વીકાર કરી લીધો હશે ?
શિક્ષક –હા, રામ તો સીતાને સ્વીકારવાને તૈયાર થઈ ગયા હતા પણ સીતાએ ગૃહસ્થીની આગમાં પ્રવેશવાનું ન સ્વીકાર્યું. કેમકે તેમણે સારી રીતે જાણી લીધું હતું કે ભોગોમાં સુખ નથી, સુખપ્રાપ્તિનો ઉપાય તો માત્ર વીતરાગ માર્ગ જ છે; તેથી તેઓ અર્જિકાનાં વ્રત લઈને આત્મસાધનામાં રત થઈ ગયાં. વિધાર્થી – અને રામ....?
શિક્ષક – રામ પણ થોડા વખત પછી સંસારની અસારતા જોઈને વીતરાગી સાધુ થઈ ગયા અને આત્મસાધનાની ચરમ સીમાએ પહોંચીને રાગ-દ્વેષનો નાશ કરી પૂર્ણ જ્ઞાની (સર્વજ્ઞ ) બની ગયા.
પ્રશ્ન
૧. શ્રી રામની કથા તમારા શબ્દોમાં લખો.
૨. હનુમાનાદિને વાનર અને રાવણાદિને રાક્ષસ શા માટે કહેવામાં આવે છે? ૩. ભગવાન કોને કહે છે? રામ અને હનુમાન ભગવાન છે કે નહિ? જો હા. તો કારણ આપો.
૪૭
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ૧૧ | સમયસાર
સ્તુતિ
(હરિગીત) સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાતી સુધા તણી પ્રભુ વીર ! તેં સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણા ભીના હૃદયે કરી, મુનિકુન્દ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી.
. (અનુટુપ) કુન્દકુન્દ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા; ગ્રન્થાધિરાજ ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.
(શિખરિણી) અહો ! વાણી તારી પ્રશમરસ–ભાવે નીતરતી મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી ! અનાદિની મૂર્છા વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવથી થંભી સ્વરૂપી ભણી દોડે પરિણતિ,
(શાર્દૂલવિક્રીડિત) તું છે નિશ્ચયગ્રંથ, ભંગ સઘળા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા! સાથી સાધકનો, તું ભાન જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવકલાંતના હૃદયનો, તુ પંથ મુક્તિ તણો.
(વસંતતિલકા) સૂણે તને રસનિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં જગતની રુચિ આળસે સૌ, તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે.
(અનુષ્ટ્રપ) બનાવું પત્ર કુન્દનનાં, રત્નોના અક્ષરો લખી; તથાપિ કુન્દસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી.
४८
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સ્તુતિનો ભાવાર્થ હે મહાવીર! આપે સંસારી જીવોના ભાવમરણ (રાગ-દ્વેષરૂપ પરિણમન) ટાળવાને માટે કરુણા કરીને સાચું જીવન આપનાર, તત્ત્વજ્ઞાન સમજાવનાર, દિવ્યધ્વનિરૂપી અમૃતની નદી વહેવડાવી હતી. તે અમૃતવાણીરૂપ નદીને સૂકાતી જોઈને કૃપા કરીને ભાવલિંગી સંત મુનિરાજ કુન્દકુન્દ્રાચાર્યે સમયસાર નામના મહાશાસ્રરૂપી પાત્રમાં તે જીવન આપનાર અમૃતવાણીરૂપ જળ ભરી લીધું.
પૂજય કુન્દુકુન્દાચાર્યદેવે સમયસાર શાસ્ત્ર બનાવ્યું અને અમૃતચંદ્રાચાર્યે તેના ઉપર આત્મખ્યાતિ ટીકા અને કળશ લખીને તેના ઉપર માંગલિક સાથિયા કર્યા. હે મહાન ગ્રંથ સમયસાર! તારામાં આખા વિશ્વના ભાવો ભર્યા છે.
હે કુન્દકુન્દાચાર્યદવ! સમયસાર નામના મહાશાસ્ત્રમાં પ્રગટ થયેલી આપની વાણી શાન્તરસથી ભરપૂર છે અને મુમુક્ષુ જીવોને ખોબે ખોબે અમૃતરસ પીવડાવે છે. જેવી રીતે વિષ-પાનથી ઉત્પન્ન થયેલી મૂછ અમૃત-પાનથી દૂર થઈ જાય છે, તેવી જ રીતે અનાદિકાળના મિથ્યાત્વ-વિષથી ઉત્પન્ન મૂછ તારી અમૃતવાણીના પાનથી તરત જ દૂર થઈ જાય છે અને વિભાવભાવોમાં રમી રહેલી પરિણતિ સ્વભાવ તરફ દોડવા લાગે છે.
હે સમયસાર! તું નિશ્ચયનયનો ગ્રન્થ છે, તેથી વ્યવહારના બધા અંગોને ભેદનાર છે અને તું જ જ્ઞાનભાવ અને કર્મોદયજન્ય ઔપાધિક ભાવોની સંધિને ભેદનાર પ્રજ્ઞારૂપી છીણી છે. મોક્ષમાર્ગના સાધકોનો તું સાચો સાથી છે, જગતનો સૂર્ય છે અને તું જ મહાવીરનો સાચો સંદેશ છે. સંસારનાં દુ:ખથી દુઃખી હૃદયોને વિશ્રામ આપનાર ગ્રન્થરાજ! જાણે તું મુક્તિનો માર્ગ જ છો.
४८
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates હે સમયસાર! તને સાંભળવાથી કમરસ (અનુભાગ બંધ) ઢીલો પડી જાય છે. તને જાણી લેતાં જ્ઞાનીનું હૃદય જણાઈ જાય છે. તમારા પ્રત્યે રુચિ ઉત્પન્ન થતાં જ સાંસારિક વિષયભોગોની રુચિ ટળી જાય છે. જેના ઉપર તું રીઝે છે તેના ઉપર, સર્વ યોને જાણવાના સ્વભાવવાળો તેનો આત્મા રીઝે છે. તાત્પર્ય એ છે કે સકળ યોનો જ્ઞાયક આત્મા અનુભવમાં પ્રગટ થઈ જાય છે. જો શુદ્ધ સોનાનાં પત્ર બનાવવામાં આવે અને તેના ઉપર રત્નોના અક્ષરોથી કુન્દ્રકુન્દઆચાર્યનાં સૂત્રો લખવામાં આવે તો પણ કુન્દ્રકુન્દઆચાર્યનાં સૂત્રોનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. પ્રશ્ન 1. સમયસાર સ્તુતિનો સારાંશ તમારા શબ્દોમાં લખો. 2. ઉપરની સ્તુતિમાં જે કડી તમને સૌથી વધારે ગમી હોય, તે અર્થ સહિત લખો. 5O Please inform us of any errors on rajesh@AtmaDharma.com