Book Title: Visheshavashyak Bhashya Part 01
Author(s): Parshwaratnasagar
Publisher: Chandraprabhu Jain Naya Mandir

View full book text
Previous | Next

Page 16
________________ ૧૩ અનેરૂ સ્થાન ધરાવે છે, પૂજ્યશ્રીનો પ્રસ્તુત, મહામૂલો આ ગ્રંથરત્ન પણ વિદ્વાનો માટે એક અમૂલ્ય નજરાણું છે જેના ઉપર વિદ્વદશિરોમણી અનેક ગ્રંથ ટીકાકર્તા, વિશિષ્ટ પ્રતિભાશાલી, ટીકાનિષ્ણાત પ.પૂ.મલ્લધારી હેમચન્દ્રસૂરિજી મ.સા.એ ટીકા બનાવેલ છે. જેમાં તે આગમપુરૂષે અથાગ મહેનત લઈ પાંચ જ્ઞાનનું સ્વરૂપ, ગણધરવાદ, નિન્તવવાદ, ચાર નિક્ષેપા, ૭ નયો આદિની વિરાદ વિચારણા, જિનશાસનના મૂલાધાર સ્વરૂપ પંચપરમેષ્ઠિનું તેમજ સામાયિક ધર્મનું સ્વરૂપ ખૂબ જ અદ્ભુત રીતે વિસ્તારપૂર્વક, છણાવટપૂર્વક, સૂક્ષ્મતાથી આલેખેલ છે જેને વાંચતા, અવગાહના કરતાં, ચિંતન-મનન આદિ કરતા પૂજ્યશ્રીની જ્ઞાનપ્રતિભા, શાસ્ત્રપરિકર્મિત પ્રજ્ઞા અને સરલતાથી તત્વપ્રસ્તુતિકરણની કલા ઉપર ઓવારી જવાય, ઓળઘોળ થઈ જવાય. અંતમાં મારી લેખીનીને વિરામ આપતા, આ લેખનો ઉપસંહાર કરતા એટલું જ કહીશ કે ગ્રંથોની પંક્તિમાં પોતાનું વિશિષ્ટ અને અનોખું મહત્ત્વ ધરાવનાર આ અદ્વિતીય અને અજોડ ગ્રંથરત્ન ‘શ્રી વિશેષાવશ્યક ભાષ્ય”નું પ્રશ્નોત્તર સહિત ગૌરવવંતી ગુર્જર ભાષામાં ભાષાંતર સ્વાધ્યાય રત, અથાગ પરિશ્રમી, વર્ધમાન આયંબિલ તપારાધક, વિદ્વાન મુનિપ્રવ૨શ્રી પાર્શ્વરત્નસાગરજી મ.સા.એ ખૂબ જ મહેનત અને જહેમતથી કરેલ છે. અગાઉ પણ તેઓ દ્વારા ચારથી પાંચ દળદાર ગ્રંથરત્નોનું કાર્ય ભાષાંતર-વિવેચન આદિના માધ્યમથી સંપન્ન થયેલ છે. તેઓનો આ અભિનવ જ્ઞાનપ્રયાસ વિવેચન આદિના માધ્યમથી સંપન્ન થયેલ છે. તેઓનો આ અભિનવ જ્ઞાનપ્રયાસ વાસ્તવમાં સ્તુત્ય છે, કારણ કે જિનશાસનમાં સાધુસંસ્થામાં પૂર્વાચાર્યોના ગ્રંથોનો આધાર લઈ ચીવટપૂર્વક, ખંત અને તન્મયતાથી આવું ભગીરથ કાર્ય કરનારા સાધુઓ ગણ્યા-ગાંઠ્યા છે, મુનિરાજશ્રી પોતાની તીવ્રમેઘા અને પ્રખર પ્રતિભા દ્વારા આગળના સમયમાં પણ અનેક ગ્રંથરત્નોના ભાષાંતરસંપાદન-પ્રશ્નોત્તર આદિ કરીને પોતાની જ્ઞાન-યાત્રાને આગળ ધપાવતા રહે, જેથી અનેક તત્વપિપાસુ-જિજ્ઞાસુ-અલ્પક્ષયોપક્ષમવાળા જીવો તે ગ્રંથરત્નોના માધ્યમથી કાંઈક બોધ પામી સ્વ-૫૨ આત્મકલ્યાણના વિશુદ્ધ માર્ગ ઉપર આગળ વધી દુર્લભ માનવજીવન તેમજ અનુપમ જિનશાસનને સાર્થક અને સફળ કરી પરમ સુખના સહભાગી બને તેવી મનોકામના. અંતરની શુભાભિલાષા. તીરપુર તા. ૧૫-૫-૨૦૧૫ શુક્રવાર માલવભૂષણ પ.પૂ.આ.દેવશ્રી નવરત્નસાગરસૂરિ ચરણરેણુ ગણિશ્રી વૈરાગ્યરત્નસાગર

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 408