________________
૨૬૦૦
વિક્રમચરિત્ર યાને કાલિજિય નરકપાલ ગ્રહણ કરીને તું જલઈટકાવ કેમ કરે છે ? રાજસભામાં આવેલી ચંડાળણીને રાજાએ પૂછયું.
જે શિકારી હય, પરદ્રોહ કરનાર હોય, મદ્યપાનમાં તત્પર રહેતો હોય, વિશ્વાસઘાતી અને જુઠી સાક્ષી પૂરનાર હેય એવા પુરુષે આ માર્ગે ચાલ્યા હોય તેમના ચરણથી અપવિત્ર થયેલા રસ્તાને હું પવિત્ર કરૂં છું; આ જળ છાંટીને માર્ગને શુદ્ધ કરૂં છું.”
માંસ મદિરાનું ભક્ષણ કરનારી તું પોતે જ અપવિત્ર છે, તો તારા જલ ઈંટકાવથી રસ્તે શી રીતે પવિત્ર થશે ?”
રાજાનું કહેવું ન ગણકારતી ચંડાળણું એ નરકમાલ. માંથી જલ લઈને રાજસભામાં છંટકાવ કરવા લાગી. તેના આવા અસભ્ય વર્તનથી રાજા ગુસ્સે થયે ને સેવકોને આ ચંડાળણુને પકડી શિક્ષા કરવાનો હુકમ આપે.
રાજસેવોએ ચંડાલણને પકડી મારવી શરૂ કરી, પણ એને માર જ લાગતો નહિ. શાથી એના પર ઘા કરવા માંડયા. એને છિન્નભિન્ન કરવા માંડી, પણ અક્ષત અંગવાળી ચંડાળણીને કાંઈ ઈજા થઈ નહિ. રાજસેવકે પાછા હઠી ગયા, મૃદુ હાસ્ય કરતી ચંડાળણી બોલી, “હે રાજન! હજી પણ તારામાં શક્તિ હોય તો અજમાવ! તારી હૈયાની હોંશ પુરી કર! )
ચંડાળણીના મૃદ હાસ્યને નીરખતાં રાજા અને સભા ચિત્રવત થઈ ગઈ. “ આ શું ? ચંડાલણ તે મનુષ્ય છે કે ડાકણી ? એને શત્રે પણ લાગી શકતાં નથી.'
રાજા પણ વિચાર કરવા લાગ્યો, “અરે આ કે મનુષ્ય નથી. મનુષ્ય હોય તે શસ્ત્રના ઘાથી બચી શકે નહિ, નક્કી આ કેઈ દેવાયા છે. દેવી જણાય છે અને એવા દેવતાની મેં આશાતના કરી એ કાંઈ સારું કર્યું નહિ. હા! હા!