________________
પ્રકરણ ૬૪ મું
પ૩૯ બેલી ઊઠે.
અરે, બેટી વાત ! આજે એમાંનું કાંઈ નથી. એ. તે ભીમ તારી મોટી મેટી વાત છે. રાજાની આગળ એવી બેટી વાત ન કરીએ.’
શ્રીદત્તનાં વચન સાંભળી ભીમ બોલ્યા, “ નહિ મહારાજ, મારી વાત સાચી છે.”
“તારી વાત સાચી હોય તો શરત કર ! હેડ બક! » “હા, શ્રીદત્ત ! શરત મારવા તૈયાર છું. બેલ ! ”
“ભીમ, રાજાને સાક્ષી રાખી કહું છું કે જો હું, હારી જાઉ તે મારી બધી લક્ષ્મી તને આપી દઉં. મેં બેલ ! તું હારે તે ?'
“હું હારું તો હું મારું સર્વસ્વ તને આપી દઉં.” ભીમ બોલે.
“ના, જે ભીમ ! તું હારી જાય તો મને ગમે તે એક ચીજ તારા ઘેરથી લેવા દેવી. જે ચીજ તારા ઘેરથી હું પહેલી ઉપાડું તે મારી.”
રાજાને સાક્ષી રાખી બન્ને જણાએ શરત મંજુર કરી. પછી ભીમ પિતાને ઘેરથી પેલા ચીભડાનાં બીજ લેવાને પિતાને ઘેર ગયે. પોતાની પ્રિયા પાસે આવી પેલાં બીજ માગ્યાં. ભીમના કહેવાથી રૂપવતીએ તે બીજ તરત જ મુક્યાં હતાં, ત્યાંથી લાવીને આપી દીધાં. તે બીજ લઈને ભીમ સભામાં આવ્યું. તેના દેખતાં એ બીજને ભીમ વણિકે પ્રયોગ કર્યો. પુષ્કળ મહેનત કરી પણ ઉપર ભૂમિમાં વાવેલા બીજની જેમ તે વ્યર્થ થઈ ગયાં. આ બધું કપટનાટક જોઈ ભીમ મનમાં આશ્ચર્ય પામે અને મસ્તક ધુણવવા. લાગે. શ્રીદત્ત અને મારી સ્ત્રીને નક્કી કઈ મેળ છે. મને ચોક્કસ ખાતરી છે કે પરદેશથી હું તાત્કાલિક ફલને