Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 39
________________ મોરી બર્નસ્ટેઈન આગળ વધતાં કહે છે કે, “એક વ્યક્તિએ પૂર્વજન્મની માન્યતાની તરફેણમાં મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી, છતાં તેણે તે વિષયમાં કશી જાહેરાત ન કરતાં મૌન રહેવાનું જ પસંદ કર્યું તેને જયારે તેના મૌનનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, “આ બધા અનુભવોને હું મારા ખૂબજ અંગત અનુભવ તરીકે છુપાવી રાખું છું કેમકે મને ખ્યાલ છે કે આવી વાતો ઉપર વિશ્વના માનવો શું ટીકા-ટીપ્પણો કરશે ? પશ્ચિમના દેશોમાં આત્માની અમરતાનાં ગીત ગાવાનું કેટલું બધું મુશ્કેલ છે ? આમ હોવા છતાં એના અંગેનો ઊહાપોહ કરીને જાહેરમાં માથું ઊંચકનારાઓ પણ છે કેવી હિમત ધરવતા હશે તેઓ ? કિપલિંગ નામના વૈજ્ઞાનિકે તો મોરી બર્નસ્ટેઈનને કહ્યું હતું કે, મને તો ખૂબ દિલગીરી થાય છે કે સમાજ તમારા આ વિચારોને જુદી રીતે રજૂ કરશે કે તેમાં કાપકૂપ કરી નાખશે ? જેઓ વિરોધી છે તેઓ તો આ બધી વાતને ઊધી ચીતરીને જ ૨જૂ કરશે. કેમકે છેવટે તો પશ્ચિમના લોકો આશાસ્પદ જીવન કરતાં ભયાનક મૃત્યુને જ વધુ વિચારે છે અને એને વળગી રહે છે, એટલે આ લોકો આવી વાતોને તો કદાચ વહેમ કહીને હસી પણ નાંખે."* અહીં એક એવો પણ પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે કે જો આ રીતે દરેક • One young person explaining her silence after she discovered evidence of rebirth, summarized her Pasition with these word : All this experience I kept to myself as a profound secret, for young as was, I realised what judgement the world would pass upon the narrator of such a story. - P. 211 * Kipling too had given some thought to this same problem : I saw with sorrow that men would mutilate and garble the story, that rival creeds would turn it upside down till at last the western world. Which clings to the dread of death more closley then the hope of life, would set it aside as an interesting superstition. - Finest story in the World. ઉથાપી શશશશ શ e entationeration a વશીકરણવિધાથી આત્મસિદ્ધિ : પુનર્જન્મ ૬૩ જીવનો પૂર્વજન્મ હોય જ અને ત્યાં તેણે ઘણું ઘણું અનુભવ્યું પણ હોય તો દરેક જીવને શા માટે પોતાના ભૂતપૂર્વ અનુભવોની સ્મૃતિ નથી થઈ આવતી ? આ પ્રશ્નોના સમાધાનમાં જૈનદાર્શનિકો તો કહે છે કે એવી જાતનું મતિજ્ઞાનવરણીય નામનું કર્મ છે, જેની રજકણો આત્મા ઉપર વધુ પ્રમાણમાં ચોંટી ગયેલ હોય ત્યારે ભૂતપૂર્વ અનુભવોની સ્મૃતિ થઈ શકે નહિ. એવું કોઈ નિમિત્ત-દર્શન વગેરે થાય તો જ આ કાર્મિક અણુઓ ઊખડી જાય અને આત્માને ભૂતપૂર્વ અનુભવની સ્મૃતિ થાય. વળી પૂર્વજન્મસ્મૃતિની તો શી વાત કરવી ? આપણી વિસ્મરણશક્તિ એટલી બધી તીવ્ર છે કે, આ જન્મના પણ બાલ્યકાળના અનુભવો ઘણાંને થતાં નથી ! આમ સમાધાન તો મેળવ્યું પણ અર્વાચીન જગતનો એક વિદ્યાર્થી તો કહે છે કે કદાચ આપણે આપણો ભૂતકાળ જરૂર જાણી શકીએ, પરંતુ ખાસ કરીને પશ્ચિમના આપણા દેશોની અધ્યયનપદ્ધતિ અને ઘડતર જ એવાં છે કે એણે આપણાં મગજને ધોઈ જ નાખ્યાં છે. અને આપણી વિશિષ્ટ સ્મરણશક્તિનો વિનાશ કરી નાંખ્યો છે !'• બેશક, કોઈને ભૂતપૂર્વ જન્મનું સ્મરણ થઈ શકતું નથી એમ તો ન જ કહી શકાય, હવે તો શાન્તિદેવી, નેકાટી વગેરેના જાતિસ્મરણની વાતો ચોમેર ફેલાઈ ગઈ છે, અને જેમને આવા જાતિસ્મરણો વગેરે નથી થયાં અને તેથી ભૂતપૂર્વ જન્મોની સ્મૃતિ નથી થઈ તેઓ પણ પોતાના જીવનમાં જે કોઈ લાગણી ધરાવે છે, તેમનામાં ક્યારેક ક્યારે ક કેટલાંક ભાવાવેશ આવી જાય છે, તેમનામાં જે શક્તિઓ કામ કરી રહી છે, જે સુરુચિ અને અરુચિ જુદા જુદા વિષયમાં તેઓ ધરાવે છે એ બધાયની પાછળ આંતરમનમાં પડેલા ભૂતપૂર્વ જન્મોના સંસ્કારો જ કામ કરે છે ને ? એટલે બીજી રીતે તો દરેક આત્મા પોતાના વર્તમાન જીવનની સાથે ભૂતપૂર્વ જીવનોની કડી લગાડીને જીવે છે એમ માનવું જોઈશે, અને તેથી જ સારા • To the theorty of another student who contends that Perhaps we might remember something of our Past. But that our training and conditioning Particular in the western world, has 'washed' our brains, obliterating these memories. ૬૪ વિજ્ઞાન અને ધર્મ

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182