Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 149
________________ રૂઝવેલ્ટે પોતાનો ધિંગો હાથ આગળ ધર્યો, જેની આંગળીઓનો સ્પર્શ કરતાં કંપ અનુભવ્યો. જવાબ ટાળવા માટે જેની વાતચીતનો વિષય બદલવા ઘણી મથામણ કરી, પણ રૂઝવેલ્ટે જયારે આગ્રહ જારી રાખ્યો ત્યારે જેનીએ અચકાતી જીભે કહ્યું, ‘છ મહિના, કદાચ એથી પણ ઓછો.” આખા ઓરડામાં ઘેરી શાંતિ છવાઈ ગઈ. જેની કહે છે, “પ્રમુખને પોતાને મૃત્યું આવી રહ્યાનું અગાઉથી ભાન થઈ ચૂક્યું હોય એમ મને લાગ્યું... તેઓ માત્ર આ હકીકતનું સમર્થન મેળવવા જ માંગતા હતા.' આ પછી છે. રૂઝવેલ્ટ ખોંખારો ખાઈ પૂછ્યું, “રશિયા સાથે આપણા સંબંધો સારા રહેશે ?” જેનીએ માથું ધૂણાવી કહ્યું, મને ઝાંખી થાય છે એ મુજબ આપણે ફરીથી રશિયાના મિત્ર બનીશું અને પાછળથી રશિયા અને અમેરિકા બંને સામ્યવાદી ચીન સામે ખડાં થશે. છે. રૂઝવેલ્ટે એકદમ આશ્ચર્ય પામી પૂછયું, “સામ્યવાદી ચીન ? ચીન સામ્યવાદી નથી. ચીન સાથે તો આપણને ક્યારેય મુશ્કેલી ઊભી થાય એમ નથી. પણ મને એમ લાગે છે કે આપણે દુનિયામાંની આપણી પરિસ્થિતિ ટકાવી રાખવા માટે કદાચ રશિયાના મિત્ર બની રહીએ.” પછી જેનીએ પોતાના કાચના ગોળામાં દેખાતાં દૃશ્યો ધ્યાનથી જોઈ કહ્યું, ‘હું ચીનને સામ્યવાદી દેશમાં ફેરવાતાં અને આપણા માટે મહાનું મુશ્કેલીઓ ઊભી કરતો જોઈ રહી છું. આપણા માટે ભવિષ્યમાં આફ્રિકા પણ ચિંતાનું એક મોટું કારણ બનશે. છે. રૂઝવેલ્ટે આ આગાહી સાથે સંમત ન થતાં કહ્યું. આફ્રિકા સાથે કોઈ મુશ્કેલી ઊભી થાય એમ મને લાગતું નથી. કદાચ રશિયા સાથે ઊભી થાય, રશિયા સાથેની મૈત્રી આપણે ચાલુ રાખીએ એ મહત્ત્વનું છે.' છે. રૂઝવેલ્ટની બીજી મુલાકાત: ૧૯૪પના જાન્યુઆરીની અધવધમાં જેનીને વ્હાઈટ હાઉસ તરફથી ફરીથી આમંત્રણ મળ્યું. એ. રૂઝવેલ્ટે જેનીને જોતાં પૂછ્યું, ‘કેમ કાચનો થ શાહ પારાવાળા વાછાણa@ાણા દ્વારા શાળgingage in marriageorates its given agnesia જેની ડિક્સન ૨૮૩ ગોળો લાવ્યાં છો ને ?' આ વખતે પ્રે. રૂઝવેલ્ટનું શરીર ખૂબ જ નંખાઈ ગયું હતું. પ્રે, રૂઝવેલ્ટે જેનીને આતુરતાથી પૂછ્યું, ‘બોલો હવે મારા માટે કેટલો સમય છે ?' જેનીએ કહ્યું, ‘બે મહિના.' ‘ઘણો થોડો સમય છે !' રૂઝવેલ્ટે માથું ધૂણાવી કહ્યું. ‘હા, જેનીએ અચકાતાં સંમતિ આપી. આ પછી રૂઝવેલ્ટે પોતાનો જમણો હાથ આગળ ધર્યો ને પૂછ્યું, મારે થોડા જ સમયમાં કેટલાંક મહત્ત્વના નિર્ણયો લેવાના છે. એ સંબંધમાં તમારો શો અભિપ્રાય છે ?' જેનીએ કહ્યું, “મારા અભિપ્રાયનો આમાં સવાલ નથી. મને જે દેખાય છે, એ જ મારે કહેવાનું છે.' જેનીએ રૂઝવેલ્ટની આંગળીઓના ટેરવાને સ્પર્શ કર્યો અને પછી આંખો બંધ કરી ધ્યાન ધર્યું. રૂઝવેલ્ટની આંગળીઓનાં ટેરવાંને સ્પર્શ કર્યો અને પછી આંખો બંધ કરી ધ્યાન ધર્યું. રૂઝવેલ્ટે પૂછયું, ‘ભવિષ્યમાં રશિયા આપણો મિત્ર-દેશ બની રહે એવી તમને ચોક્કસ ખાતરી છે ?” જેનીએ પોતાની અગાઉની આગાહી ફરીથી ભારપૂર્વક જણાવતાં કહ્યું, “આખરમાં સામ્યવાદી ચીનની સામે થવા આપણે રશિયા સાથે જોડાણ કરીશું જ, પણ એ વાત એકાદ પેઢી પછી જ સિદ્ધ થશે.’ તો પછી રશિયા અંગેની મારી ધારણા ખોટી નથી ? અત્યારે જે કાંઈ બની રહ્યું છે અને કહેવાઈ રહ્યું છે તેમ છતાં પણ રશિયા આપણી સાથે ને આપણે રશિયા સાથે રહીશું?' રૂઝવેલ્ટે પૂછ્યું. ‘હા, અંતે તો આપણે અને રશિયા મિત્ર બની રહીશું. પણ એ સમયે આપણી સરકારમાં ખૂબ જ પરિવર્તન આવી ગયું હશે અને આજની જેમ બે પક્ષોની શાસનપદ્ધતિ કાયમને માટે ન પણ હોય.' જેનીએ આ પ્રસંગે ભવિષ્યમાં રંગભેદનો પ્રશ્ન ખૂબ ઉગ્ર બનવાની ૨૮૪ વિજ્ઞાન અને ધર્મ

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182