Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 2
________________ દર્શન જગતનું અને જગત્પતિનું “શા માટે ‘વિજ્ઞાન અને ધર્મ' નામનું પુસ્તક મેં તૈયાર કર્યું ?' “એમ પૂછો છો ? આ રહ્યો ઉત્તર – આગ, ઉકળાટ, કકળાટ, વ્યથા અને કડવાં સત્યોથી ખીચોખીચ ભરેલો – પળો જતી જાય છે અને હૈયું વધુ ને વધુ બેબાકળું બનતું જાય છે. કોણ જાણે શાને ગભરાટ છે એના ઊંડાણમાં? શી વેદના ધણધણી છે એના તારે તારના ઝુમખામાં ? એક વાત વારંવાર ચિત્તમાંથી ઉપર તરી આવે છે કે, “ખરેખર આવી ઊતરનારા, ભયાનક રીતે ખાબકી જનારા, ચારે પગે ત્રાટકનારા, સઘળું ય હતપ્રહત કરી દેનારા ભયાનક વાવંટોળની હજી ઘણાંખરાને કલ્પના પણ, આવી નથી. ઓ ! આ ધર્યું આવે છે....અરે ! એકદમ નજીક આવી ચૂક્યું છે; રાક્ષસી વંટોળનું એક કાજળકાળું વાદળ ! ચેતો...દોડો.. સાબદા બનો.” એવાં મારાં સંવેદનનોને જો જાહેરમાં મૂકીશ તો કદાચ બધો ય હસી પડશે અને મને કહેશે, “પાગલ છે. કેવું નિરભ્ર સ્વચ્છ આકાશ છે અને આ કહે છે વંટોળનું કાજળકાળું વાદળ ધસી આવતું દેખાય છે !” ભલે...દુનિયા શું કહે છે તે મારે સાંભળવું નથી. મારી વાત સામે એ હસે છે કે ગંભીર બને છે તેની મને ઝાઝી ફિકર નથી. મારે તો એક કડવું સત્ય રજૂ કરી જ દેવું છે હા...ઘણું જ કડવું સત્ય....હવે એને છુપાવી રાખે મહાવિનાશ વહેલો થનારો દેખાય છે. નથી થોભવું. એક પળ પણ નથી થોભવું. આ રહી એક કડવી વાત, અણગમતી અને સણસણતી સ્પષ્ટ વાત કે – ભાગ્યે જ કોકે વર્તમાન જગતનું અને જગત્પતિનું સાચું દર્શન કર્યું હશે. શિક્ષિતો, વિદ્વાનો, પ્રોફેસરો અને સ્કોલરોથી ઊભરાયેલા આ જગતમાં ભાગ્યે જ કોઈએ હિન્દુસ્તાની પ્રજાને ખતમ કરી નાંખવા માટે ગોઠવાઈ ગયેલી અત્યંત ભેદી સુરંગોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હશે. ના, નિશાળોમાં એ જ્ઞાન અપાતું નથી, કોલેજોમાં એ જ્ઞાન આપવાના પિરિયડો જ નથી. સ્કોલરોને એની ગંધ પણ નથી, રાજકારણીઓ પણ એ વાત જાણતા નથી. એક આર્ય દેશ જ એવો છે જેની ધરતી ઉપર પથરાયેલી રેતીના કણ જેટલા સંતો પ્રગટ્યા હોય. આવા સંતોએ આર્યોને આર્યત્વ શીખવ્યું, સર્વ જીવો સાથે મૈત્રી સાધવાની માનવતા શીખવી, બીજાનું આંચકી લેવાની વૃત્તિને ‘મહાપાપ' કહીને ત્યજાવી, આર્યપ્રજાએ એ સંતવાણીને વધાવી લીધી અને સૌની સાથે પ્રેમથી રહીને હજારો-લાખો-કરોડો વર્ષોથી એણે આ ધરતી ઉપર પોતાનું પ્રકાશમય અસ્તિત્વ દીપાવ્યું. એ જ પ્રકાશના રેલા ચોમેર રેલાયા. આથી જ ઇસુખ્રિસ્ત વગેરે માનવતાવાદી માનવો જન્મ્યા અને એમણે પણ એકબીજા સાથે પ્રેમથી રહેવાનો સંદેશ આપ્યો. પણ પશ્ચિમની ધરતીના લોકો આ સંદેશાને ઝીલી શક્યા નહિ. અનાદિકાલીન દુષ્ટવૃત્તિઓના એ લોકો ભોગ બન્યા. છેલ્લાં પાંચસો વર્ષથી એમના અંતરમાં ધર્માધુતા અને સ્વાર્થાન્યતાનાં બે મહાપાપોની આગ પ્રજવળી ઊઠી છે. આથી જ સમગ્ર વિશ્વ ઉપર પોતાનો ખ્રિસ્તી ધર્મ ફેલાવી દેવાના અને સંપૂર્ણ વિશ્વમાં પોતાની ગોરી પ્રજાનું એક જ અસ્તિત્વ કાયમ કરી દેવાના સંકલ્પ સાથે એ પ્રજા ક્રૂરતાની પરાકાષ્ટાએ પહોંચી છે. આ બે સંકલ્પોને બર લાવવા માટે જ એ ક્યાંક રાજ કરે છે, ક્યાંક રાજ છોડીને ચાલી જવાનો ય દેખાવ કરે છે, ક્યાંક મૈત્રીના દાવે હાજર થઈને લડતા બેની વચમાં પડે છે અને જાણે સમાધાન કરાવીને ચાલી જાય છે, પરંતુ લડતા પેલા બે ય જણા પલાની ઘાતકી મૈત્રીના નહોરથી લોહીલુહાણ થઈને પોતાની જ ધરતી ઉપર લોહીનાં છાંટણાં કરે છે. જૂના સમયમાં શત્રુ બનીને સહુ ઉઘાડા લડતા, હવે આ લોકોએ મિત્ર બનીને ગુપ્ત લડાઈઓના, અને ખૂનખાર કાપાકાપીઓના કાર્યમાં જબ્બર સફળતા પ્રાપ્ત કરી છે. અત્યંત શક્તિશાળી બે મિત્રો જ એકબીજાના શત્રુ તરીકે દેખાવ કરીને જગતુ સામે ખડા થાય છે. બાવરા બનેલા જગતના બે દુમાનોની પડખે પેલા બે ય ગોઠવાયા કરે છે. મિત્ર બનીને બધા ય સંચા એ બાવરાં રાજયોના ઢીલા કરી નાખે છે. અંતે બેયને શસ્ત્રોથી સજજ કરીને, લડાઈની પ્રેરણા કરીને, લડાવી મારે છે. પોતે બન્ને ય ખસી જાય છે. પેલા બે ય સાફ થાય છે. આમ મૈત્રીના દેખાવ સાથેના ઘાતકી યુદ્ધમાં કરોડો

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 182