Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ સંપૂર્ણ જગતને પ્રત્યક્ષ કરી દેતાં સર્વજ્ઞત્વને પામવા માટે કાંઈ ચોટી બાંધીને ધૂણવાનું ગોખવાનું નથી હોતું કે એકાંતમાં જઈને ગ્રંથો ભણવાના નથી હોતા. આત્માના જ્ઞાનનો એ અનંત પ્રકાશ રાગરોષનાં જે આવરણોથી ઢંકાઈ ગયો છે તે લૂષિત આવરણોને હટાવવાનો જ ભીષણ પુરુષાર્થ ત્યાં સાધવાનો હોય છે. જેમ જેમ વસ્તુ પ્રત્યે રાગ-રોષના ભાવો દૂર થતા જાય છે તેમ તેમ અંતરમાં જ્ઞાનનો પ્રકાશ પથરાતો જાય છે. એટલે સર્વજ્ઞ બનવા માટે પણ જ્ઞાની થવાનું આવશ્યક નથી કિન્તુ રાગષના ભાવોથી સર્વથા પર જવાનું જરૂરી છે. જિન શબ્દ પણ આ જ વાત સૂચવે છે કે તેઓ રાગ-દ્વેષને જીતનારા છે, જેઓ ત્યાગ-તપની પ્રચંડ પુરુષાર્થની ભઠ્ઠીમાં રાગ-રોષનાં ઈંધનોને નાંખીને ભસ્મસાત્ કરે છે. તેઓ એકવાર વીતરાગ બને છે, એ પછી તો આંખના પલકારા જેવા ટૂંક સમયમાં જ તેઓ સર્વજ્ઞ બની જાય છે, અને ત્યારપછી તરત તેઓ વિશ્વના જીવોને ધર્મનો-સત્યનો બોધ આપે છે, - સાધનામાંથી સિદ્ધિને પામતી આ યૌગિક પ્રક્રિયા ઉપરથી સમજાય છે કે પૂરા સત્યવાદી બનવા માટે સર્વજ્ઞ બનવું જોઈએ અને સર્વજ્ઞ બનવા માટે સર્વથા રાગ-રોષથી રહિત બની જવું જોઈએ. જે કોઈ આત્મા આ રીતે વીતરાગ બને છે તે જિન કહેવાય છે. તે તરત જ સર્વજ્ઞ બને છે, અને તે અવશ્ય સત્યવાદી હોય છે. જિન જો ક્ષીણરાગી હોય તો તે અવસ્ય સર્વજ્ઞ હોય અને સત્યવાદી હોય એ વાત નિશ્ચિત થાય છે. હવે એ વાત શી રીતે નક્કી કરવી કે તે ભગવાન જિનેશ્વરો અવશ્ય રાગ-દ્વેષને જીતનાર વીતરાગ હતા જ ? આ પ્રશ્નના ઉત્તરમાં એમ કહી શકાય કે કોઈપણ વ્યક્તિના ગુણનું દર્શન કરવું હોય તો તેનું જીવન, તેનું સ્વરૂપ અને તેની આકૃતિ દર્શાવતું ચિત્ર કે મૂર્તિ યા બાવલું તપાસવું જોઈએ. જવાહરલાલ નહેરુમાં રાષ્ટ્રપ્રેમ હતો કે નહિ ? તે વાત સમજવા માટે નહેરુના જીવન ઉપર દૃષ્ટિપાત નાંખવો જોઈએ. નહેરુનું પોતાનું સ્વરૂપ જાણવું જોઈએ. ત્રણેયમાં જો રાષ્ટ્રપ્રેમ ઊભરાતો જોવા મળે તો કબૂલવું જોઈએ કે નહેરુ બેશક રાષ્ટ્રપ્રેમી હતાં. આજ રીતે શ્રીજિનના જીવનમાં, સ્વરૂપમાં અને મૂર્તિમાં વીતરાગતા જ નીતરતી જણાતી હોય તો તેમને વીતરાગ માનવા જ જોઈએ. હવે જિનેશ્વર ભગવાન મહાવીરદેવનું દૃષ્ટાંત લઈએ. તેમના જીવન વગેરે ત્રણેયમાં વીતરાગતા જોવા મળે છે કે નહિ તે જોઈએ. ભગવાન મહાવીરના જીવનમાં ડોકિયું કરો. જયારે તેઓ ગૃહસ્થ જીવનમાં હતાં ત્યારે યોગ્ય વય થતાં તેમનાં માતા ત્રિશલા, યશોદા સાથે વિવાહ કરવાનું કહે છે તે વખતે તેઓ કેટલા ઉદાસ થઈ ગયા હતા ? તેમણે માતાજીને વિરાગ-નીતરતી વાણીમાં જે વાતો કરી તે બધું સાંભળતાં જ એમ થાય છે કે હજી જેઓ જિન બની ચુક્યા નથી, હજી તો ગૃહસ્થ જીવનમાં છે ત્યાં પણ કેટલા વિરાગી છે ! ત્યારબાદ મોટાભાઈ નંદિવર્ધનના આગ્રહથી વધુ બે વર્ષ સંસારમાં રહ્યા તે પણ કેવા ઉત્કૃષ્ટ વિરાગભાવથી રહ્યા હતા તે વાતો શાસ્ત્રોમાંથી સાંભળવા મળે છે. ત્યારબાદ મુનિજીવનમાં રાગ અને રોષ કરવાના અગણિત પ્રસંગો આવ્યા. શૂલપાણિ, ચડકૌશિક, સંગમ વગેરેએ ભયાનક કહી શકાય તેવો જુલમ ગુજાર્યો છતાં પોતે લેશ પણ રોષ ન કર્યો, જિન બન્યા પછી દેવ-દેવીઓએ અસાધારણ કહી શકાય તેવી સેવા કરી છતાં સર્વથા રાગભાવરહિત-અલિપ્ત રહ્યા. આમ તેમનું ગૃહસ્થજીવન શું કે સાધનાનું જીવન શું કે જિનની અવસ્થાનું જીવન શું ? સર્વત્ર તેઓ રાગ વિનાના અને રોષ વિનાના જ જોવા મળે છે. એમના જીવનમાં રાગપ્રેરિત કોઈ લીલા જોવા મળતી નથી. રોષપ્રેર્યા કોઈ તાંડવો કે સંહારો સાંભળવા મળતાં નથી, એટલે તેમનું લગભગ સમગ્ર જીવન જાણે નરી વીતરાગતાથી છલકાયેલું જ જોવા મળે છે. આવું જ તેમના સ્વરૂપમાં સાંભળવા મળે છે. જિન તેને જ કહેવાય છે, જેઓ વીતરાગતામય હોય, સર્વથા રોષમુક્ત હોય, હાસ્યાદિથી પર હોય. જિન શબ્દનો અર્થ પણ તે જ છે કે જેમણે રાગરોષને જીત્યા હોય તે જિન.. સત્યવાદી ભગવાન જિનેશ્વરી ૧૬ ૧ર વિજ્ઞાન અને ધર્મ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 182